Agnisanskar - 54 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 54

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 54


આલીશાન બંગલામાં પણ અંશને એકલું ફીલ થઈ રહ્યું હતું. ઘરની બહાર જવું એના માટે સુરક્ષિત ન હતું. તેથી થોડાક દિવસો બાદ અંશે પ્રિશાને બોલાવીને કહ્યું.

" પ્રિશા, હજી કેટલા દિવસ મારે રાહ જોવી પડશે? તું જલ્દી તારું કામ બોલ એટલે હું એ પતાવીને અહીંયાથી ચાલતો બનું...અને મારે કેશવને પણ હજુ શોધવાનો છે..ખબર નહિ એ બિચારો કઈ હાલતમાં હશે..."

" અંશ, પ્લાનમાં થોડોક ચેન્જ કરવો પડ્યો છે..." પ્રિશા એ ઉદાસ ચહેરે કહ્યું.

" ચેન્જ! કેવો ચેન્જ?"

" અંશ હું તને હાલમાં તો તને એ કામ વિશે નહિ જણાવી શકું પણ એટલું જરૂર કહીશ કે એ કામ બે વર્ષ પછી થઈ શકશે?"

" વોટ!! મતલબ મારે બે વર્ષ સુધી એ કામ ફિનીશ કરવા માટે રાહ જોવાની??"

" હું પણ શું કરી શકું? હું પણ મજબૂર છું...મારે જેની સાથે બદલો લેવાનો છે એ હાલમાં વિદેશ યાત્રા પર ગયો છે...જ્યાં સુધી એ મુંબઈ નહિ આવે ત્યાં સુધી આપણે કંઈ કરી શકીએ એમ નથી..."

" કેવો બદલો? કોણ છે એ વ્યક્તિ? અને શું કરવાનું છે મારે?"

" એ જ કરવાનું છે જે તે ન્યાય માટે પોતાના સગા સબંધીઓ સાથે કર્યું હતું..."

" મતલબ??"

" ખૂન કરવાનુ છે..."

" આર યુ સિરિયસ??? તું મને ક્રિમીનલ બનાવવા માંગે છે...??"

" ક્રિમીનલ બનાવવા માંગુ છું?? અરે તું ઓલરેડી ક્રિમીનલ છે જ!! "

" ઓય હેલો... હું કોઈ ક્રિમીનલ નથી... મેં જે પણ કર્યું એ બધાના ભલાઈ માટે કર્યું છે...અને વિશ્વાસ ન આવતો હોય તો જોઈ આવ મારા ગામમાં...અત્યારે લોકો કેટલા સુખ શાંતિથી જીવન પસાર કરે છે...સમજી...આવી મને ક્રિમીનલ કહેવાવાળી..."


" તો હું તને કોઈ માસૂમ વ્યક્તિનું ખૂન કરવાનુ નથી કહી રહી..."

" તો? શું ગુનો કર્યો છે એને? તું મને કહીશ નહિ તો હું તારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકીશ?"

" સમય આવતા હું તને મારા જીવનની દરેક વાત જણાવીશ જે મેં આજ સુધી કોઈને નથી કહી...બસ મને આ બે વર્ષ સુધી તારા સાથની જરૂરત છે..." પ્રિશા એ ભાવુકમાં આવીને અંશનો હાથ પકડી લીધો.

" હું કઈ રીતે તારા ઉપર ભરોસો કરી શકું? તે જે રીતે પોતાના જ ટીમ મેમ્બરોને દગો આપ્યો છે હોય શકે કાલ સવારે તું પણ મને દગો આપીને ફરી પોલીસની સાઈડ જતી રહે.."

પ્રિશા પાસે કોઈ ઉપાય ન બચતા તેણે પોકેટમાંથી પિસ્તોલ કાઢીને અંશના હાથમાં થમાવી દીધી.

" આ લે આ પિસ્તોલ...તને જ્યારે પણ મારા પર રતી ભરનો પણ શક થાય ને ત્યારે બે જીજક વિચાર કર્યા વિના ગોળી ચલાવી દેજે.... હું મારી જગ્યાએથી હટીશ પણ નહીં..." પ્રિશા અંશની આંખોમાં એકિટશે જોતી બોલી ગઈ.

પ્રિશાની આંખોમાં એના બોલાયેલા શબ્દોની સચ્ચાઈ દેખાઈ રહી હતી. અંશે હોશિયારી પૂર્વક પિસ્તોલને પોતાની પાસે રાખી અને કહ્યું. " તું કોણ છે?? શું ચાહે છે? તારો ઇરાદો શું છે? એ હું નથી જાણતો પણ હું મારો વાયદો પૂરો કરીને જ જઈશ...પછી એ વાયદો પૂરો કરવા માટે મારે તારી સાથે બે વર્ષ પણ ભલે ગુજારવા પડે..." અંશ એટલું કહીને ત્યાંથી ચાલ્યો ગયો. આખરે પ્રિશાના ચહેરા પર એક હલકી સ્માઇલ પાછી આવી ગઈ. વર્ષોથી જે એકલતામાં પ્રિશા પીડાઈ રહી હતી એમને અંશ નામનો સાથીદાર મળી જ ગયો.

***************************

રણજીત સિંહ ચૌહાણ જે હજુ પણ પિતાના બદલામાં અંદરોઅંદર સળગી રહ્યો હતો. વિદેશથી ગ્રેજ્યુએટ થઈને જ્યારે એ પોતાના ગામમાં ફર્યો તો ગામલોકો ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરવા જોવા મળ્યા. બલરાજ નામની જગ્યાએ હવે લોકોના મુખે અંશનું નામ સાંભળવા મળતું હતું. જેથી અંશના નામથી જ રણજીતને નફરત થવા લાગી હતી.

રણજીત સિંહ પોતાની સાથે અન્ય બે મિત્રોને પણ સાથે લાવ્યો હતો. જેની ઉપર રણજીતને સૌથી વધારે વિશ્વાસ હતો. તેણે એ બે મિત્રોને બોલાવીને પૂછ્યું.

" અંશ વિશે કોઈ માહિતી મળી??"

" અંશ તો ખૂબ ચાલક નીકળ્યો યાર! તે કોઈ પ્રિશા નામની પોલીસ ઓફીસર સાથે હોસ્પિટલથી ભાગી ગયો!..."

" આ વાત ગામવાસીઓ જાણે છે??"

" ના રોકીભાઈ.....આ વાત તો મેં હોસ્પિટલના એક નર્સના કાનેથી સાંભળી છે...."

" ભાગી ભાગીને ક્યાં સુધી જશે?, એક કામ કર અંશ અને એના જુડવા ભાઈ કેશવ વિશે જેટલી પણ માહિતી મળે ને એ શોધીને મને આપ...અંશ જો પાતાળમાં પણ છુપાયેલો હશે ને તો પણ હું એને શોધી કાઢીશ..અને હા આ કામ જલ્દી થવું જોઈએ...કારણ કે અંશ પોલીસના હાથે પકડાઈ એ પહેલા એ મને મારા કદમોની નીચે જોઈએ...સમજ્યા?"

" ઓકે રોકિભાઈ...." રણજીતના બંને મિત્રો અંશ અને કેશવ વિશે માહિતી એકઠી કરવા લાગ્યા. અંશની આખી જન્મકુંડળી જાણીને રોકી અંશ સુધી પહોંચવા માંગતો હતો. પરંતુ અંશ સુધી જ્યાં પોલીસ ન પહોચી શકી ત્યાં શું રોકી પહોંચી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ