Dil Khali to Jivan Khali - 4 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 4

ભાગ - ૪
બસ સ્ટેન્ડનાં પાર્કિગમાં મામાનું પડી ગયેલ સ્કૂટર કાઢતા,
વિરાટે ઊભા કરી, ફરી આડા પાડેલા બાઈક, અને એક્ટિવામાંથી કંઈક તૂટવાનો અવાજ આવતાંજ,
સ્કૂટર લઈને પાર્કિગમાંથી બહાર નીકળી રહેલ વિરાટને પાર્કિંગનાં ઝાંપે પહોંચતા પહોંચતા જ,
પાર્કિંગમાં હાજર વોચમેન કાકા, વિરાટનાં સ્કૂટરની પાછળ દોડીને એ પાર્કિગનાં ઝાંપે પહોંચે એ પહેલાં જ એને ઉભો રાખે છે.
હવે પાર્કિગની બહાર ઝાંપે ઊભા રહીને વિરાટની રાહ જોતાં વિરાટના મામા,
આ દ્રશ્ય જોઈને વિરાટની નજીક આવે છે,
ને વોચમેનને પૂછે છે કે,
મામા :- શું થયું કાકા ?
વોચમેન :- આ ભાઈએ જાણી જોઈને નીચે પાડેલા બાઈક, અને એક્ટિવામાંથી, પેલાં બાઈકનો સાઈડ ગ્લાસ તૂટી ગયો છે.
એટલે વિરાટ એનાં મામાને...
વિરાટ :- મામા એ એક્ટિવા, અને બાઈક તો પહેલેથી જ નીચે પડેલા હતા.
વોચમેન :- હા પણ, એ વખતે બાઈકનો કાચ ક્યાં તૂટ્યો હતો ?
મામા વિરાટને થોડી વાર ચૂપ રહેવાનું કહી,
વોચમેન પાસેથી પુરી વાત જાણે છે,
ને પછી...
મામા ચુપચાપ પોતાનાં ખિસ્સામાંથી પર્સ કાઢીને એ બાઈકનાં નુકશાન પેટે, રૂપિયા ૫૦૦/- વોચમેનને આપે છે.
વોચમેનને પૈસા આપી,
મામા ફરી વિરાટ પર થોડાં વધારે ગુસ્સે થઈને,
મામા :- લે પકડ આ તારો થેલો, અને બેસ પાછળ.
ત્યારે વિરાટ મામાને કહે છે કે,
વિરાટ :- સોરી મામા, મારી ભૂલ થઈ ગઈ, તમે એક કામ કરો, તમે શાંતિથી પાછળ બેસો, હું સ્કૂટર ચલાવી લઉં છું.
એટલે મામા પણ અત્યારે થોડાં કંટાળ્યા હોવાથી,
ભાણાની વાતને ના છૂટકે માન આપી,
તેઓ સ્કુટરની પાછળ બેસવા તૈયાર થઈ જાય છે.
પછી મામા પોતાનાં એક હાથમાં રહેલો વિરાટનો થેલો,
સ્કૂટરની સીટ પર રાખે છે, ને બીજાં હાથમાં રહેલ પર્સ,
પોતાનાં ખિસ્સામાં મૂકવા જાય છે, પરંતુ પરંતુ પરંતુ.....
અચાનક એમને એક વિચાર આવે છે કે,
આજે તો અમે ઘરે ના પહોંચીએ, ત્યાં સુધી આ પર્સ હાથમાં જ રાખવા દે, જેથી વારેવારે કાઢવું નહીં પડે.
આમ મામા પોતાનું પર્સ હાથમાં જ રાખીને,
વિરાટની પાછળ બેસી જાય છે, ને બેસતાંજ...
વિરાટને આંખ બતાવીને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દે છે કે,
મામા :- બિલકુલ શાંતિથી ચલાવજે સ્કૂટર, શું કીધું ?
વિરાટ :- હા મામા
આટલું બોલી,
વિરાટ સ્કૂટર ચાલુ કરે છે, અને તેઓ પાર્કિંગમાંથી બહાર નીકળે છે, ને એ પણ બિલકુલ ધીરે ધીરે.
અત્યારે એમનું સ્કૂટર બજારના મેઇન રોડ ઉપર આવી ગયું છે,
પણ હા...
સ્કુટરની સ્પીડ જોઈને મામાને એક વાતનો સંતોષ તો અવશ્ય થયો છે કે,
ભાણાએ મારી ચેતવણીનું માન તો જાળવ્યું છે, ને સ્કુટરની ગતી ધીમી રાખી છે.
હવે મામાનું સ્કૂટર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે,
ત્યાંજ.....
સામે સિગ્નલ દેખાય છે, એમની સાઈડ ચાલું છે, ને બંધ થવામાં સિગ્નલનું ઈન્ડીકેટર આઠ સેકંડ બતાવી રહ્યું છે,
એટલે વિરાટ સ્કુટરની સ્પીડ થોડી વધારે છે,
એટલે મામા વિરાટને....
મામા :- નહીં નિકળી શકાય ભાણા, ભાણા નહીં નીકળાય,
સામે વિરાટ, મામાને,
વિરાટ :- નિકળી જશે મામા
મામા :- ભાણા નહીં નીકળાય
વિરાટ :- મામા નિકળી જશે
બસ આમને આમ,
નહીં નીકળાય, ને નિકળી જશેમાં,
બરાબર ચાર રસ્તા ક્રોસ કરવાની તૈયારી વખતે જ...
સિગ્નલની પેલી આઠ સેકન્ડો પુરી થાય છે ને...એમની બાજુનું સિગ્નલ બંધ થઈ જાય છે.
ને પછીની આઠ સેકંડમાંજ,
ટ્રાફિક પોલીસ એમની પાસે આવિ જાય છે,
ને વિરાટને સ્કૂટર સાઈડમાં લઈ લેવાં કહે છે.
મામા તો પૂર્વ તૈયારીના ભાગરૂપે પાકીટ ખોલીને જુએ છે કે,
પર્સમાં હવે કેટલાં પૈસા વધ્યા છે ?
અને ટ્રાફિક પોલીસ એમને કંઈ પૂછે, એ પહેલાં જ, ને વિરાટ ટ્રાફિક પોલીસ ને કોઈ આડો અવળો જવાબ આપે એ પહેલાંજ,
મામા ટ્રાફિક પોલીસને,
મામા :- સાહેબ, સોરી સોરી
ખરેખર અમારી ભૂલ છે, અમારે ખોટી ઉતાવળ કરવાની જગ્યાએ, સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર હતી,
એટલે અમારી ભૂલ તો થઈ જ ગઈ છે, ને ફરી અમે આવિ ભૂલ નહીં કરીએ, તમતમારે જે દંડ થતો હોય, એટલી રિસિપ્ટ બનાવી દો, અમે અમારી ભૂલનો દંડ ભરવા તૈયાર છીએ.
હવે મામાએ સામેથી ભૂલ કબૂલી, સાહેબને સોરી પણ કહ્યું,
ને પાછા દંડ ભરવા પણ તૈયાર થયા,
એટલે પોલીસ પણ મામાની ઉંમરને ધ્યાનમાં રાખીને,
ટ્રાફિક પોલીસને આગળ કંઈ વધારે બોલવું યોગ્ય નહીં લાગતાં,
ટ્રાફિક પોલીસ ૩૦૦ રૂપિયાની પાવતી બનાવી મામાને આપે છે.
સામે મામા તો પાકીટ ખોલીને તૈયાર જ હતા,
એમને તો બસ ખાલી એટલું જ જોવાનું હતું કે,
પોલીસ દંડની પાવતી કેટલાં રૂપિયાની બનાવે છે.
એટલે મામાએ એ પાવતી પર એક નજર કરી, ને તુરંત.....
મામા રૂપિયા ૩૦૦/- પોલીસનાં હાથમાં આપતા, ફરી પોલીસને સોરી કહે છે, ને લાયસન્સ, PUC, ને આરસી બુક વગેરે જોવા માટે વધારે હેરાન નહીં કર્યા એ વાતનો મનમાં ને મનમાં આભાર પણ માને છે.
પોલીસ દંડની રકમ લઈને જતાંજ...
મામા બિલકુલ ધીમા અવાજે વિરાટને,
મામા :- એક કામ કર વિરાટ,
લે આ થેલો, ને હવે તુ પાછળ બેસ,
સ્કૂટર હું ચલાવી લઉં છું.
આટલું થવાં છતાં,
મામાના આ નમ્ર નિવેદનથી વિરાટ થોડી અસમંજસ અનુભવે છે,
પરંતુ...
સાથે જ મામાની વાત ધ્યાન પર લઈ,
એમની વાતનું માન જાળવી,
વિરાટ ચુપચાપ સ્કૂટરની પાછળની સીટ પર બેસી જાય છે.
હવે સ્કૂટર, મામા ચલાવી રહ્યા છે,
વિરાટ તો હજી પણ સ્કુટરની પાછળ બેઠો બેઠો એજ વિચારી રહ્યો છે કે,
આ વખતે મામા મારી પર ગુસ્સે કેમ ના થયા ?
મારી આ ભૂલ મામાએ વગર કંઈ બોલેચાલે કેમ ચલાવી લીધી ?
પરંતુ,
હમણાં મામાને બિલકુલ શાંત અવસ્થામાં,
કંઈ પણ બોલ્યા ચાલ્યા સિવાય, ને પાછું,
ધાર્યા કરતાં વધારે સ્પીડમાં સ્કૂટર ચલાવતાં મામાને જોઈ વિરાટ એટલું તો સમજી ગયો છે કે,
ભલે મામાએ અત્યારે તો મારી આ ભૂલ બોલ્યા ચાલ્યા વગર ચલાવી લીધી,
પણ મામાના અત્યારના આ વર્તન પરથી લાગે છે કે,
હવે એ મારી કોઈ ભૂલ નહીં ચલાવી લે.
મામાનું ઘર શહેરથી થોડે દૂર હોવાથી,
અત્યારે એમનું સ્કૂટર થોડા સુમસાન રોડ પર જઈ રહ્યું છે,
ત્યાંજ....
વિરાટની નજર સ્કૂટરની ડીકીમાં ભરાવેલ શાકભાજીના થેલા પર જાય છે.
એટલે વિરાટ હમણાં થોડો ભૂખ્યો થયો હોવાથી,
વિરાટ એ શાકભાજીના થેલામાંથી,
એક મોટું ગાજર કાઢે છે, અને એ ગાજરને હાથથી થોડું સાફ કરી,
જેવું ગાજરને પોતાના મોઢા સુધી લાવે છે, ત્યાંજ....
બાજુમાં એમની પેરેલલ એક ગાડી નીકળે છે, ને એ ગાડીવાળા ભાઈની નજર મામાનાં સ્કૂટર પર પડે છે,
એટલે વિરાટ આમ રસ્તા પર ચાલું સ્કૂટરે ગાજર ખાતા,
થોડો સંકોચ અનુભવે છે, ને મનમાં વિચારે છે કે,
આ ગાડી થોડી આગળ નીકળી જાય પછી આ ગાજર ખાઈશ,
એમ વિચારી વિરાટ એ ગાજર ગાડીવાળો વિરાટ સામે બરાબર ધારીને જુએ, એ પહેલાજ....
વિરાટ ગાજર પકડેલો હાથ,
પોતાના શર્ટની નીચે સંતાડે છે.
ને પછી અજીબ નજરે વિરાટ એ ગાડીવાળા સામે જુએ છે.
આ બાજુ એ ગાડીવાળો પણ વિરાટનો આ વિચિત્ર હાવભાવ સાથેનો ચહેરો, અને શર્ટની નીચે કઈ સંતાડ્યું હોવાની શંકા જતા,
એ ગાડીવાળો પોતાની ગાડી થોડી સ્પીડમાં ભગાવીને,
આગળ ચાર રસ્તા પર ઉભેલ ટ્રાફિક પોલીસ પાસે પોતાની ગાડી ઉભી રાખે છે, અને એ પોલીસને કહે છે કે,
ગાડીવાળા ભાઈ :- સાહેબ, પાછળ એક સ્કૂટર પર કોઈ બે શંકાસ્પદ વ્યક્તિ આવી રહ્યા હોય એવું મને લાગે છે.
ને એમાં,
જે પાછળ બેઠો છે, એનાં હાથમાં કંઈક હથિયાર જેવું હોય, એમ લાગે છે.
પોલીસ :- તમને કેવી રીતે ખબર પડી ?
ગાડીવાળા ભાઈ :- કેમકે, એ ભાઈ વિચિત્ર હાવભાવ સાથે મારી સામે જોઈ રહ્યો હતો, ને એનાં પર મારી નજર પડતાં જ,
એ હથિયારવાળો હાથ એણે પોતાના શર્ટ નીચે સંતાડ્યો હતો.
સાહેબ,
મને લાગે છે ત્યાં સુધી,
એના હાથમાં પિસ્તોલ જેવું કંઈક હતું.
એ ભાઈ આટલું કહે છે એટલે,
પોલીસ પણ એલર્ટ થઈ જાય છે, અને જેવું સામેથી સ્કૂટર આવે છે, એટલે પેલા ગાડીવાળા ભાઈ ઈશારો કરે છે,
કે સાહેબ, હું જે સ્કુટરની વાત કરું છું, એ આજ સ્કૂટર છે.
એટલે પોલીસ પણ, તુરંત એ સ્કૂટરને ઉભા રહેવા કહે છે.
સ્કૂટર ઊભું રહેતાજ,
પોલીસ પણ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢે છે.
આ બધું જોઈ મામા પણ મનમાં વિચારે છે કે,
આ ભાણા એ,
પાછળ બેઠાં બેઠાં તો કંઈ આડુંઅવળું નહીં કર્યુ હોય ને ?
અત્યારે મામાને કંઈ ખબર નથી પડી રહી, કે અચાનક આ બધું શું થઈ રહ્યું છે ?
ત્યાંજ પોલીસવાળા મામાને,
પોલીસ :- કાકા, હાથ ઉપર કરો.
મામા પોતાના હાથ ઉપર કરે છે.
પછી પોલીસ વિરાટને....
પોલીસ :- ભાઈ તને હાથ ઉપર કરવાનું અલગથી કહેવું પડશે મારે ?
એટલે સ્કુટરની પાછળ બેઠેલ વિરાટ પણ એક હાથ અધ્ધર કરે છે.
પેલો ગાજર પકડેલો હાથ વિરાટે હજી શર્ટમાં જ સંતાડેલો છે.
એટલે પોલીસ બે ડગલાં પાછળ જઈ,
થોડાં ઊંચા ને કડક અવાજે વિરાટને બીજો હાથ ઉપર કરવાં કહે છે.
ત્યારે વિરાટ પોલીસને....
વિરાટ :- સાહેબ રહેવા દો ને.
પોલીસ :- બહુ હોશિયાર ના થઈશ, અમે કહીએ એટલું કર,
બીજો હાથ બહાર કાઢ.
એટલે વિરાટ ના છૂટકે,
ધીમે રહીને પેલો હાથ બહાર કાઢી રહ્યો છે,
પોલીસ હજી બે ડગલા પાછળ જઈ રહી છે,
પરંતુ....આ શું ?
વિરાટનો પૂરો હાથ શર્ટ નીચેથી બહાર નીકળે છે, ને વિરાટના હાથમાં ગાજર જોતાંજ...
પોલીસ પેલા બાતમી આપનાર ગાડીવાળા સામે જુએ છે.
એટલે આ દ્રશ્ય જોઈને પેલો ગાડીવાળો તો પોતાની ગાડી લઈને ત્યાંથી રીતસર ભાગી જ જાય છે.
જોકે પોલીસને અત્યારે હાશ તો થઈ ગઈ છે કે,
ચાલો કંઈ શંકાસ્પદ જેવું નથી નીકળ્યું.
પછી પોલીસ આગળ બેઠેલ મામાને,
પોલીસ :- કાકા, સ્કૂટરની આરસીબુક, પીયુસી, ને લાઇસન્સ બતાવો.
મામા :- સર લાઇસન્સ તો છે, પરંતુ આરસીબુક, અને પીયુસી નથી.
પોલીસ :- કાકા તમે આટલાં વડીલ થઈને પીયુસી પણ નથી કરાવતા.
આરસીબુક સાથે રાખવાની હોય, એની તમને ખબર હોવી જોઈએ કાકા.
મામા :- સાહેબ પિયુસી કઢાવવાનું તો ભૂલથી રહી ગયું છે સાહેબ,
પરંતુ, આરસીબુક તો કાલે સ્કૂટર ધોવા આપ્યું હોવાથી, ડેકીમાં મુકવાની રહી ગઈ છે, ને સાહેબ તમે નહીં માનો પણ,
આજે પહેલી વાર હું આ રીતે બહાર નીકળ્યો છું.
ને સાહેબ પીયુસી તો હું આજે જ કરાવી લઈશ.
પોલીસ તો કાયદા પ્રમાણે રસીદ બુક કાઢીને મામાને,
પોલીસ :- કંઈ વાંધો નહીં 500/- રૂપિયા ફાઈન ભરી દો.
એટલે મામા પણ વધારે રકઝક નહીં કરતાં,
500 રૂપિયા દંડ ભરી દે છે, ને ત્યાંથી તેઓ ઘરે જવા નીકળે છે.
ઘરે પહોંચી મામા વિરાટને....
મામા :- જો ઉપરનાં રૂમમાં તારી રહેવાની વ્યવસ્થા કરી દીધી છે, એટલે અત્યારે તું જા ઉપરનાં રૂમમાં, ને થોડો ફ્રેશ થઈ નીચે આવ.
મારે તારી સાથે જરૂરી એવી, થોડી વાતચિત કરવી છે.
વિરાટ પોતાનો થેલો લઈને ઉપરનાં રૂમમાં જાય છે.
લગભગ એકાદ કલાક થઈ ગયો છે,
પરંતુ વિરાટ નીચે નહીં આવતાં,
મામા વિરાટને એક બે સાદ પાડીને બોલાવે છે,
છતાંય વિરાટનો કોઈ પ્રતિસાદ નહીં આવતાં,
મામા ઉપરનાં રૂમ તરફ જાય છે.
ઉપર જઈને મામા જુએ છે તો,
વિરાટનો થેલો એ રૂમનાં દરવાજાની વચ્ચો વચ્ચ પડ્યો છે.
ને વિરાટ પલંગ પર ઊંધો ફરીને સૂતો છે.
રૂમમાં પંખો એની ફૂલ સ્પીડમાં ફરી રહ્યો છે, ને છતાંય વિરાટ તો પરસેવે રેબઝેબ થઈ ગયો છે.
આ દ્રશ્ય જોઈ મામા થોડા ચિંતામાં આવિ જાય છે,
કેમકે મામા પોતે એ વાત ભૂલી ગયા હતા કે,
પંખાનાં પાંખીયા તો કોઈ કારણસર વળી ગયા હોવાથી,
એ પાંખીયા તો રીપેરીંગ વાળાએ કાઢી નાંખ્યા હતા, ને નવા પાંખીયા નાંખવા માટે એ આજકાલમાં આવવાનો હતો,
એટલે અત્યારે તો પંખાનો વચ્ચેનો ભાગ એટલે કે,
ખાલી મોટર જ ફરી રહી હતી.
મામા દરવાજામાં ઊભા ઊભા પણ એક બે વાર વિરાટને બોલાવે છે,
પરંતુ વિરાટ તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળતાં....
મામાને એમ લાગે છે કે, એ સુઈ ગયો હશે,
એટલે મામા થોડાં વિરાટની નજીક જાય છે, ને નજીક જઈને જુએ છે તો.....
વિરાટની આંખો તો ખુલ્લી છે, ને પાંખિયા વગરનાં પંખાને કારણે,

અત્યારે પરસેવાથી વિરાટના કપડાં જેટલાં નહોતાં પલળ્યા, એટલો પલંગ પરનો તકિયો,
વિરાટનાં આંસુઓથી પલડી ગયો હતો, કે પછી
એમ કહીએ તો પણ ચાલે કે,
હજી એ તકિયો વિરાટનાં આંસુઓથી પલળી રહ્યો હતો.

આ જોઈ મામા પણ કોઈ જુની યાદોમાં ખોવાઈ જાય છે, ને નીચે આવિ એક અલમારી ખોલી, મામા થોડીવાર એ અલમારી તરફ જોઈ રહે છે, ને થોડી જ ક્ષણોમાં મામાની આંખમાંથી પણ આંસુની ધાર વહેવા લાગે છે.

દોસ્તો
ભાગ પાંચ માટેની તમારી ઉત્સુકતા અવશ્ય જણાવવા મારી તમને વિનંતી.