Lagnina Pavitra Sambandho - 2 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 2

The Author
Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 2

પ્રકૃતિ એ થોડા અકળાઈને કહ્યું, " માત્ર જોવા માટે અહીં ટોળે વળ્યાં છો..?? આ માણસને બિચારાને કોઈ મદદ તો કરો...!"...

એકે કહ્યું, " 108 બોલાવીએ તો સાથે જવું પડે.. કોણ જાય સાથે..? બધા પોતાના કામથી બહાર નીકળ્યા હોય."

બીજા આદમીએ કહ્યું, " અને પોલીસ કેસ થાય તો પોલીસ થાણે પણ જવું પડે..! લેવા ખાવાનું કોણ આમ હેરાન થાય...? "

માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી લોકોમાં..! મનમાં બબળતા પ્રકૃતિએ ભલા દેખાતા કાકાની તરફ જોઈ કહ્યું, "કાકા, થોડી મદદ કરો તો હું મારી ગાડીમાં તેને નજીકના હોસ્પિટલમાં લઈ જાઉં."

તે કાકા તરત આવ્યા. તેમને જોઈ બીજા બે ભાઈઓએ મળીને તે વ્યક્તિને પ્રકૃતિની ગાડીમાં સુવાળ્યો. કોઈ બે ભાઈઓ એ તે વ્યક્તિનુ બાઇક ઊભું કરી સાઈડમાં પાર્ક કરી તેની ચાવી પ્રકૃતિને સોંપી. પ્રકૃતિ તે પુરુષની રોડ પર પડેલી બેગ લઇ ગાડીમાં બેઠી. ને આમ, ટોળું વિખરાઈ ગયું.

તે ભલા કાકાને થયું, " આટલા બધા લોકો એકઠા થયા હતા પણ કોઇનામાં આ સ્ત્રી જેટલી હિંમત ન હતી. ધન્ય છે બેટા તારી માણસાઈ ને...!" આમ વિચારતા કાકાએ પ્રકૃતિને કહ્યું, " હું સાથે આવું બેટા..? "

"સાથે આવો તો ઘણું સારું કાકા..!" હાથમાં મોબાઈલ જોતા જોતા પ્રકૃતિએ કહ્યું.

કાકા પ્રકૃતિની બાજુની સીટમાં ગોઠવાયા. પ્રકૃતિએ ગાડી સ્ટાર્ટ કરી સાથે કોઈને કોલ પણ કર્યો.

"હેલો...સૌરભ..? હું પ્રકૃતિ બોલું છું..."

"અરે હા પ્રકૃતિ..! કેમ છે..? બહુ દિવસે મિત્ર ની યાદ આવી..?"

"અરે યાર..હું મજામાં છું. તું કેમ છે..?"

"બસ મજામાં છું. હોસ્પિટલ જવા નીકળ્યો છું."

"ઓકે, તું પહોંચ.. હું એક પેશન્ટને લઈને આવું છું તારી હોસ્પિટલમાં..!"

"અરે..! શું થયું...? કોને લઈને આવે છે..? બધું બરાબર તો છે ને ..?"

"હું તો મજામાં છું. પણ રસ્તામાં એક ભાઈનો અકસ્માત થયો છે તો તેને લઈને આવું છું. આવીને બધું કહું પછી."

"સારું આવ. હું પહોંચવા જ થયો છું."

"ઓકે.." કહી પ્રકૃતિએ ફોન મુક્યો.

"બેટા, તું પણ કોઈ કામથી જ નીકળી હોઈશ. છતાં તે આ ભાઈની મદદ કરી." કાકાએ પ્રકૃતિ સામે જોઈ ધીમેથી કહ્યું.

"હા, કાકા હું પણ મારી ઑફિસે જવા જ નીકળી છું. પણ આમ, કોઈને તકલીફ માં એકલા મૂકી જતું પણ ના રહેવાય ને..? " પ્રકૃતિ એ ગાડી ચલાવતા ચલાવતા કહ્યું.

"બેટા..! તારા જેવી હીંમત ધરાવનારા બહુ ઓછા માણસો હોય છે. અત્યારે બધા પોતાનું જ વિચારે.. બીજાની તકલીફને કોઈ નથી સમજતું." કાકાએ ઊંડો શ્વાસ લઈ કહ્યું.

"જો આવી પરિસ્થિતિ માં આપણે હોઈએ તો...? આપણે પણ બીજા પાસે મદદની અપેક્ષા રાખીએ જ ને કાકા..? નાની અમથી જિંદગીમાં બે ચાર ભલા કામ કરીશું તો આપણા આત્માને પણ થશે..કે કંઈક તો સારું કામ કર્યું છે જીવનમાં..! બાકી દરેકને ઉતાવળ અને કામ હોય જ છે." ગાડીનો ટર્ન લેતાં લેતાં પ્રકૃતિએ કહ્યું.

"હા.. સો ટકા સાચી વાત કહી દીકરી તે.." કાકાએ થોડા મલકાઈ ને કહ્યું.

"હેલો... સર..! ઓફીસ આવતા થોડું લેટ થશે. એક અકસ્માત ગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી આવું છું." ગાડી ચલાવતા જ બેન્કના મેનેજરને ફોન કરી પ્રકૃતિએ જણાવ્યું.

" ઠીક છે પ્રકૃતિ , પરંતુ વધુ લેટ થશે તો મારે તમારી CL મુકવી પડશે. ઓફીસના નિયમોને તો તમે જાણો છો ને પ્રકૃતિ. હું પણ મારી ફરજથી બંધાયેલો છું યાર." દિલગીરીથી મેનેજરે કીધું.

" ઓકે, વધારે લેટ થાય તો CL મુકજો. વાંધો નહીં." કહી પ્રકૃતિએ ફોન મુક્યો. થોડી વારમાં હોસ્પિટલ આવી ગઈ. ગાડીમાંથી પ્રકૃતિ ઉતરી અને હોસ્પિટલ સામે જોયું તો સ્ટ્રેચર લઇ નર્સ બોય તૈયાર જ હતા.

🤗 મૌસમ 🤗