Vishwas ane Shraddha - 3 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 3



{{Previously : શ્રદ્ધા : હા, કેમ નહીં ! મારા થી વધુ સારી રીતે કોણ જાણી શકે કે લગ્નજીવનમાં પ્રોબ્લેમ્સ એટલે શું! કંઈ નહીં ચાલ , કોઈ બીજું સારું લૉયર મળે તો કહેજે.. હું તારા મેસેજ કે કોલની રાહ જોઇશ. મારે પણ નીકળવું જોઈએ! પ્રિયા અને રિયા ને મારી યાદ આપજે એમ કહેવું હતું પણ...તેં તો પેહલાથી જ કહી દીધું કે એમને ખબર જ નથી કે તું મને મળવા આવ્યો છે! So ... Maybe in next life ! }}


અત્યારે :

સમી સાંજ હવે રાત્રીમાં ફેરવાઈ ગયી છે અને ગુલાબી ઠંડી હવે મીઠી લાગી રહી છે...અમદાવાદના શોરથી દૂર વૈષ્ણોદેવી સરકલ પાસે, અદાણી શાંતિગ્રામ B2 MEADOWS નાં E બ્લોકનાં તેરમાં માળે, ત્રણ રૂમ અને એક રસોડું તથા મસ્ત મજાનાં લિવિંગ રૂમ સાથે બે બાલ્કની વાળો ફ્લેટ અને એ ફ્લેટના માસ્ટર બેડરૂમમાં આવેલી કાચની એ બારીમાંથી તેની પાછળના ભાગે આવેલું નાનકડું તળાવ અને એના ઉપરથી વહેતી પવનની ઠંડી લહેરો ત્યાં ઉભા રહેલા વિશાળ કદ ધરાવતા વ્યક્તિને સાંત્વના આપી રહી હતી, જે આજે કોર્ટમાં એક હાઈ પ્રોફાઈલ કેસ જીતીને આવ્યો હતો. એક વકીલ પોતાના ક્લાઈન્ટને સાચ્ચો ન્યાય મળે એ સિવાય બીજી કઈ ઈચ્છા રાખતો હોય !


" વિશ્વાસ, તું આવી રીતે બારી પાસે ઉભો રહીને શું જોયા કરે છે ? " એક સ્ત્રીનો અવાજ એને એના વિચારોમાંથી બહાર ખેંચી લાવ્યો.

" કંઈ નહીં, બસ જો એ જ વિચારતો હતો કે જે સાચો હતો એને ન્યાય મળી ગયો. બસ હવે જે ખોટા છે એને બરાબર સજા થવી જોઈએ. એને એનાં કરેલા કુકર્મોની સજા મળે એ જ વિષે ખોવાઈ ગયો હતો કે હવે આગળ શું કરવું ? તું શું કરે છે ? મને ભૂખ લાગી છે! જમવાનું છે કે નહીં કે બહારથી મંગાવું પડશે ? "

"બેસ હવે , ચાંપલા... મજાક સૂજે છે તને ? હું તને જમવા માટે જ બોલાવતી હતી પણ તું મારી વાત સાંભળે તો ને! ચાલ હવે, જમી લે."

એક છેલ્લી નજર એ વહેતા પાણી અને ડૂબી ગયેલા સૂર્ય પર નાખીને રાહતની પળ સાથે, સુંદર દેખાતી અને વાતોથી ચપળ લાગતી, એ અદિતિના બોલાવતા જ વિશ્વાસ ટેબલ પાસે ગયો અને બંને જમવા બેઠા કે તરત જ વિશ્વાસે પૂછ્યું કે આજે શું બનાવ્યું છે આપણા ચીફ શેફે?

અદિતિ : આજે મેં જમવામાં તારું ભાવતું બનાવ્યું છે, ભાજીપાંવ, મસાલા પુલાવ, સલાડ અને દહીંનું રાઇતું પણ છે.

વિશ્વાસ : વાહ ! આજે તો મિજબાની છે એમ ને! મઝા આવશે. ચાલ ચાલ...વાતો બંધ કર અને જમવાનું પિરસ. બહુ જ ભૂખ લાગી છે. અદિતિ જમવાનું પીરસે છે અને બંને મઝા માણીને સ્વાદિષ્ટ ભોજન જમે છે અને વાતોમાં ખોવાઈ જાય છે.


અદિતિ વિશ્વાસની કઝીન ( માસીની છોકરી ) છે, અહીં અમદાવાદમાં એક મોટી હોટેલમાં મેઈન શેફ તરીકે કામ કરે છે અને મૂળ એ મુંબઈની છે પણ હાલમાં અત્યારે અહીં અમદાવાદમાં જોબ મળવાથી વિશ્વાસની સાથે એના જ ફ્લેટમાં રહે છે. બન્નેને એકબીજા સાથે હંમેશાથી સારું બનતું એટલે અત્યારે એની સાથે રહે છે. તે ઘરે પણ મસ્ત મજાનું જમવાનું બનાવે છે, જેવું વિશ્વાસને ભાવતું એવું સ્વાદિષ્ટ અને અલગ અલગ વાનગીઓ પણ બનાવે છે. જમવાનું તો લાજવાબ બનાવે જ છે અને જો એમાં કોઈ કસર રહી જાય તો એ વાતોથી બધાનું દિલ જીતી લે છે!


બીજી તરફ, કેફેમાંથી નીકળીને ઘરે જઈ રહેલી શ્રદ્ધા ફરીથી વિચારોમાં ખોવાઈ ગયી...આજે ફરીથી એનું નામ એને સાંભળ્યું, જાણે કેટલો સમય એને પાછું ધકેલી ગયું હોય એવું એને લાગ્યું, છતાં એ વિનયને કે પોતાની જાતને કંઈ જ કહી શકી નહીં. એ પણ ના પૂછી શકી કે કેમ છે વિશ્વાસ ? કંઈ દુનિયામાં છે ? એ મઝામાં તો છે ને ? જાણે કેટલા સવાલો એ દબાવીને ત્યાંથી નીકળી ગયી.


ઘરે જવાની સહેજ પણ ઈચ્છા નહોતી થતી છતાં પણ એને જવું પડતું હતું. એનું મન રડી રહ્યું હતું પણ આંખોમાં ગુસ્સો લઈને એ એની BMW કારમાં બેઠી, અને હવે તે ત્યાંથી નીકળીને પાછી ઘર તરફ જવા નીકળી , પણ કારમાં બેસતાંની સાથે જ એને દસ વર્ષ પહેલાનો એ સમય યાદ આવ્યો જયારે એ પોતાની ઔડી લઈને ફરતી હતી, એ સમયે એ ખુશ હતી, એના પોતાના સપના હતા! હવે એની પાસે bmw છે પણ એના મનની શાંતિ ક્યાંક ખોવાઈ ગયી છે! એને થયું કે સમય બદલાય એમ માણસ પણ બદલાય છે અને એની કિસ્મત પણ, એ વાત વિશે વિચાર આવતા જ એને એમ થયું કે હું અત્યારે જ બધું છોડીને પાછી ચાલી જવું, મારા પરિવાર પાસે...એ મને અપનાવી લેશે! આખરે એમની એકમાત્ર સંતાનને મારા માતાપિતા તરછોડાશે નહીં , જે રીતે મેં એમને છોડી દીધા હતા અને પાછું વળીને જોયું પણ નથી.

વૈષ્ણોદેવી સરકલ પાસે, શાંતિગ્રામ રોડ પર આવેલા એ શાંતિગ્રામ ટાઉનશિપ આગળ "ધિ નોર્થ પાર્ક" માં આવેલા " શ્રદ્ધાર્થ " નામનાં વિલા સામે આવીને શ્રદ્ધાની bmw ઉભી રહે છે. થોડી વાર તો એ નામ સામે જોઈ રહે છે, કેટલા સપના જોયા હતા! કેટલા ખુશ હતા! જયારે આ વિલા પેહલી વખત જોયો ત્યારે જ બન્નેને પસંદ પડી ગયો હતો અને એક જ વારમાં ખરીદવાનું વિચારી લીધું હતું. કેટલા પ્રેમથી આખું વિલા સાથે મળીને સજાવ્યું હતું! કેટલી પ્લાનિંગ કરી હતી કે અહીંયા આપણે મસ્ત હિંચકો મૂકીશું! અહીંયા એક નાનો આર્ટિફિશ્યલ ધોધ મૂકવો છે, શું શક્ય છે ? અને સાથે મળીને કેટકેટલે ફરીને એક કોન્ટ્રાક્ટરને શોધ્યો હતો ને ધોધ મૂકાવ્યો હતો! દરેક રૂમમાં કંઈ દીવાલ પર કયો રંગ કરાવીશું એ માટે કેટલી ચર્ચાઓ થઈ હતી અને ફર્નિચર માટે પણ કેટલી મથામણ કરી હતી! ચાર બેડરૂમ, એક મોટો હોલ અને બેકડોર સાથેનું મસ્ત કિચન અને આગળનો નાનો પાર્ક જેટલો ભાગ અને બેકયાર્ડમાં આવેલું ગાર્ડન બધું કેટલા પ્રેમથી એકસાથે મળીને સજાવ્યું હતું! આજે એ જ વિલાની બહાર છું છતાં અંદર જવાની ઈચ્છા થતી નથી! કેટલું દુઃખ, કેટલી તકલીફ થઈ રહી છે!

આખરે શ્રદ્ધા મન પર પથ્થર રાખીને એ " વીલા " માં પ્રવેશે છે, જે એક સમયે એની માટે ઘર હતું. હવે માત્ર " મકાન " છે, જેમાં કિંમતી વસ્તુઓ અને સુવિધાઓ તો છે પણ પરિવાર નથી, પ્રેમ નથી, "વિશ્વાસ" નથી!

ફરીથી વિશ્વાસ યાદ આવતા એ યાદોને ખંખેરીને કારમાંથી ઉતરીને મેઈન ડોર પાસે જાય છે અને ડોરબેલ વગાડતાં થોડી વારમાં છ-સાત વર્ષનો એક બાળક આવીને દરવાજો ખોલે છે !

શ્રદ્ધાને જોતાં જ " શ્રદ્ધા..આવી ગયી! આવી ગયી! " બોલતો એને ભેટી ગયો.

શ્રદ્ધા : ઓ...કબીર! તું ક્યારે આવ્યો? મને ફોન પણ ના કર્યો કે આજે તું આવે છે? હું તારી કોઈ ફેવરિટ આઈટમ બનાવીને રાખત!

કબીર : નો પ્રોબ્લેમ, શ્રદ્ધા! ગ્રેનીએ મારી માટે પિત્ઝા બનાવ્યા છે હોમેમેડ!

શ્રદ્ધા : અરે વાહ ! શું વાત છે! ચાલ તો ... ડિનર કરીયે!

મમ્મી અને પપ્પા એ બધા ક્યાં છે? કોઈ દેખાતું નથી!

કબીર : કિચનમાં. તારી જ વેઇટ કરે છે! Let's go!

એમ કેહતા જ બંન્ને કિચન તરફ જાય છે...