Agnisanskar - 32 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 32

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 32



બે વર્ષ સુધી અંશ અને કેશવ એકબીજાને ચોરીછૂપે મળતા રહ્યા. ન તો અંશે એમની મા લક્ષ્મીને જાણ થવા દીધી કે ન કેશવે અંશ વિશે એની માને કોઈ જાણકારી આપી. બન્ને ચોરીછુપે પોતાના બદલાને પૂરો કરવા માટે પ્લાન ઘડતા રહ્યા.

વર્તમાનમાં

આર્યન વહેલી સવારે જ વિજયના ઘરે પહોંચી ગયો હતો કારણ કે વિજયે આ કેસની મીટીંગ પોતાનાં ઘરે રાખી હતી.

" ગુડ મોર્નિંગ સર..." આર્યને આવીને કહ્યું.

" તું તો ટાઇમ પહેલા જ આવી ગયો, આવ બેસ સાથે બ્રેકફાસ્ટ કરીએ...." નાસ્તો કરતો વિજય બોલ્યો.

" નો સર થેંક્યું...."

" તો શું થયું? વાત આગળ વધી કે તમારી?"

" કઈ વાત સર?"

" તમને જે કામ સોંપ્યું હતું એનાથી કોઈ જાણકારી મળી?"

" ના સર.."

" એ તો મને ખબર જ હતી, એટલે હું તારા અને પ્રિશા વચ્ચેની વાત કરું છું... તે પ્રોપોઝ કર્યું કે નહિ એમને?"

" હું હજી એમને જાણવા માંગુ છું...હજી થોડોક ટાઇમ સ્પેન્ડ કરીશ પછી મોકો જોઈને પ્રપોઝ મારીશ..." આર્યને કહ્યું.

" ભાઈ આ કેસ સોલ્વ થાય એ પહેલા તું તારો કેસ સોલ્વ કરી નાખજે..."

" કેમ?"

" કેમ શું? આ કેસ સોલ્વ થયા બાદ પ્રિશા છ મહિના માટે વેકેશન પર જવાની છે..."

" છ મહિના માટે!!"

" હા, અને મને લાગે છે આ છ મહિનામાં એ કોઈ સારો છોકરો શોધીને લગ્ન પણ કરી લેશે.."

પ્રિશાના લગ્નની વાત સાંભળીને આર્યનના પેટમાં ફાળ પડી ગઈ. ત્યાં જ વાતચીત દરમિયાન પ્રિશા, આરોહી અને સંજીવ પણ આવી પહોંચ્યા.

" સર મને એક વ્યક્તિ પર ડાઉટ છે..." પ્રિશા આવીને તુરંત બોલી.

" કોની પર?" વિજયે કહ્યું.

" અંશ ચૌહાણ..."

" અંશ!! જે હજુ સ્કૂલમાં અભ્યાસ કરે છે એ અંશ!!" વિજયે આશ્ચર્ય સાથે કહ્યું.

" હા સર..."

" જો પ્રિશા આ મઝાક હોય તો હું અત્યારે બિલકુલ મઝાકના મૂડમાં નથી..."

" સર હું મઝાક નથી કરતી મને ખરેખર અંશ પર ડાઉટ છે..."

" તને કઈ રીતે અંશ પર ડાઉટ ગયો?"

" સર મેં એના સ્કૂલના જૂના રીજલ્ટો ચેક કર્યા...હી ઇઝ અ બ્રીલિયન્ટ સ્ટુડન્ટ!! એઈટ સ્ટાન્ડર્ડ સુધી એની ટકાવારી હંમેશા 90 થી 95ની વચ્ચે જ આવી છે.. ઓલવેઝ ફર્સ્ટ રેન્ક!! પણ અચાનક નાઇન થ સ્ટાન્ડર્ડથી એમના રીજલ્ટનો ગ્રાફ ઘટી ગયો..અને માત્ર પાંચ દસ પર્સન્ટેજ જ નહિ પરંતુ સીધા 30 ટકા રીઝલ્ટ ઘટી ગયું... નાઈન થ સ્ટાન્ડર્ડમાં માત્ર 60 ટકા જ આવ્યા છે!! અને લાસ્ટ બે યર થી તો એ ટેન્થ સ્ટાન્ડર્ડમાં ફેલ પણ થયો છે!!! હાઉ ધેટ પોસિબલ?"

" પ્રિશા...માત્ર સ્કૂલના રીઝલ્ટના બેઝ પર તું અંશ પર ખૂની જેવો મોટો આરોપ કઈ રીતે નાખી શકે?"

" સર મને એ છોકરો વિચિત્ર લાગે છે..જ્યારે ચંદ્રશેખરનું ખૂન થયું હતું એ સમયે એના ચહેરા પર કોઈ દુઃખના ભાવ જ નહોતા..આ પહેલા પણ જ્યારે મેં એને જોયો છે તો એના હાવભાવ હંમેશા શૂન્ય જ રહ્યા છે...એવું લાગે છે જાણે એ પોતાના ઈમોશન્સ છૂપાવે છે.."

" તો તું કરવા શું માંગે છે? આપણે જઈને એને ગિરફ્તાર કરી લઈએ...કમિશનરને ખબર પડશે ત્યારે શું હંગામો થશે કોઈ અંદાજો છે તને? પ્રિશા આપણે અંશ પર સબૂત વિના કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી શકીએ...."

" પણ સર હું અંશને ગિરફ્તાર કરવાની વાત નથી કરી રહી, હું બસ એ ચાહું છું કે મારા મનમાં જે ડાઉટ છે એ એક વખત ક્લીઅર થઈ જાય..."

" અને એ કઈ રીતે થશે?"

" મારી પાસે એક આઈડિયા છે??"

" કેવો આઈડિયા?"

" સર હું પેલા એ ચિઠ્ઠીની વાત કરું છું.. જે કરીનાના ઘરે કોઈએ છોડી હતી... એ ચિઠ્ઠી તો આપણી પાસે નથી પરંતુ એ ચિઠ્ઠીમાં જે હેન્ડ રાઇટીંગનો ઉપયોગ કર્યો હતો એ કરીનાને સારી રીતે યાદ છે.."

" અને તું એ ચિઠ્ઠી અંશના હાથે લખાવવા માંગે છે...?" વિજયે પૂછ્યું.

" રાઈટ સર...અને અંશ જે ચિઠ્ઠી લખશે એ હું કરીનાને બતાવીશ અને જો રાઇટીંગ સેમ હશે તો અંશ પર કાર્યવાહી કરીશું અને નહિ થાય તો મારો ડાઉટ પણ ક્લીઅર થઈ જશે.." પ્રિશા એ પોતાનો પ્લાન બધા સમક્ષ કહી દીધો.

" ઓકે હું તને આ કાર્ય માટે મંજૂરી આપુ છું...." વિજયે કહ્યું.

" થેન્ક્યુ સો મચ સર..." પ્રિશા હરખાતી અંશના સ્કૂલ તરફ જતી રહી અને એની સાથે આર્યન પણ ગયો.

શું અંશ પ્રિશાના જાળમાં ફસાઈ જશે?

ક્રમશઃ