Chorono Khajano - 55 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 55

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચોરોનો ખજાનો - 55

બ્રિગેડિયર

देखिए, जनाब। हमने आपको पहले ही वॉर्न किया था, लेकिन आप हमारी बात सुनने को तैयार नहीं थे। हम कोई घुसपैठिए नही है, हम हमारे ही राज्य के एक महत्व के कार्य केलिए जा रहे है। कृपया हमे आगे जाने दे। देखिए, आगे हमारी सरदार हमारा इंतजार कर रही है, और उनके पास आपके हर सवाल का जवाब है। अगर आप चाहे तो वहां तक हमारे साथ चलिए। आप अपने मन की तसल्ली केलिए उनसे सारे जरूरी कागजात मांग सकते है। કેપ્ટન રાઠોડ ને પોતાની વાત સમજાવતાં દિવાન બોલ્યો.

कप्तान: ठीक है फिर, तो हम साथ चलेंगे। कुलदीप, निकलने की तैयारी करो। हम इनके साथ जायेंगे। દિવાનની વાત કેપ્ટન ને પણ યોગ્ય લાગી એટલે તે તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયો.

कुलदीप: जी जनाब।

કેપ્ટન રાઠોડ હવે જહાજની સાથે સાથે ચાલીને સરદાર સિરતને મળવા માટે અને જહાજની જાણકારી મેળવવા માટે ચાલી નીકળ્યા. જો કે દિવાન જાણતો નહોતો કે કેપ્ટનના દિમાગમાં એક વિચાર ક્યારનો ઘૂમી રહ્યો હતો. આ વિચારને કેપ્ટન પોતાની ગાડીમાં બેસીને અમલમાં મૂકવા માગતો હતો.

राज ठाकोर: दिवान साहब, मेरे खयाल से आपने इन्हे साथ लेने का जो फैंसला लिया है वो सरासर गलत है। इन्हे साथ लेकर हमने बहुत ही बड़ी मुसीबत को न्यौता दिया है। आगे जा कर ये हमे जरूर धोखा देगा। દિવાને જ્યારે કેપ્ટન રાઠોડ અને તેના સાથી જવાનોને કાગળ જોવાના બહાને સાથે આવવા માટે કહ્યું તે વાત રાજ ઠાકોરને ગમી નહિ. જો કે તે એક રીતે જાણતો હતો કે હમણાં જ બનેલો આ બનાવ આર્મીના જવાનો આસાનીથી ભૂલશે નહિ.

सुमंत: देखिए राज साहब, ये हमारे अपने है, कोई गैर नही। हम इनके दोस्त है, उनका हमसे कोई बैर नहीं। और वैसे भी हमे उनसे कोई खतरा नहीं, और अगर उन्होंने हमे कोई नुकसान पहुंचाया तो फिर उनकी खैर नहीं। हम अपने तरीके से आगे बढ़ेंगे। એના પહેલા કે રાજ ઠાકોરે પૂછેલા પ્રશ્નનો જવાબ દિવાન આપે, સુમંત વચ્ચે જ બોલી પડ્યો.

राज ठाकोर: लेकिन सुमंत दादा, इनकी हमने जो बेइज्जती की है वो कभी भूलेंगे नही, और हमने उन्हें जिंदा रखकर और अपने साथ लेकर जो गलती की है, वो उन केलिए आगे की तैयारी केलिए एक मौका है, और वो इस मौके पे चौका जरूर मारेगा। રાજ ઠાકોર પાછો સુમંત તરફ ફરીને બોલ્યો.

दिवान: तो क्या हम उनके चौके का जवाब देने केलिए तैयार नहीं है? રાજ ઠાકોરની વાત સાંભળીને દિવાન બોલ્યો.

राज: जी, तैयार बेशक है। लेकिन अगर ऐसा हुआ तो इस बार मैं गोली उनकी बंदूक पे नही बल्कि उनके सीने पे चलाऊंगा। હવે રાજ ઠાકોર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા બોલ્યો.

सुमंत: ऐसी नौबत कभी नही आयेगी। और अगर आई तो भी हम उन्हे संभाल लेंगे। आप बस शांत रहिएगा। हम अपने लोगों पे कभी वार नही करते। રાજ ઠાકોરના ગુસ્સો કરવા છતાં સુમંત એકદમ શાંત વદને બોલ્યો.

राज: क्या तुम्हारी सरदारने मेरी हर बात मानने केलिए नही कहा? क्या मैं इस जहाज का कप्तान नही हुं ? या फिर आप लोग मुझे कप्तान समझते नही हो? એક ઊંડો નિસાસો નાખીને રાજ ઠાકોર પોતાનો અવાજ થોડોક ઊંચો કરતા બોલ્યો. દિવાન અને સુમંત બંને રાજ ઠાકોરની વાત નહોતા માની રહ્યા એ બાબત તેનાથી સહન નહોતી થતી.

दिवान: राज ठाकोर, हमारी सरदारने हमे आपकी बात मानने केलिए जरूर कहा है, लेकिन हमें इतनी समझ जरूर है की आपकी कौनसी बात माननी है और कौनसी नही। बेशक आप हमारे कप्तान है लेकिन आप हमे कुए में कूदने को कहेंगे तो क्या हम कूद जायेंगे। पहले हम लोगों को अपना समझिए और सबका भरोसा जीतिए। हम आपके लिए कुएं में भी कूदेंगे। રાજ ઠાકોરનો ઊંચો અવાજ સાંભળીને દિવાન પણ પોતાનો અવાજ વધારે ઊંચો કરતા બોલ્યો.

राज: जरूर, दिवान साहब। देखते है, आने वाली मुसीबतों को आप कैसे संभालते है। પોતાનું માથું હલાવતા રાજ ઠાકોરે દિવાન સામે જોઇને ટોન મારતો હોય એમ અલગ લેહકાથી જવાબ આપ્યો.

***

ટ્રિન ટ્રિન ટ્રિન...

અચાનક જ એક આર્મી ના હેડક્વાટરની ઓફિસમાં ટેબલ ઉપર પડેલા ટેલિફોનની રીંગ વાગી. ટેબળની બાજુમાં ખુરશી ઉપર બેસીને બ્રિગેડિયર જગપતી પેનથી કંઇક લખી રહ્યા હતા. ટેલિફોનની રીંગ વાગી એટલે તેમણે લખવાનું પડ્યું મૂક્યું અને ટેલિફોનનું રીસીવર ઉપાડી જવાબ દીધો.

ब्रिगेडियर: हेलो, ब्रिगेडियर जगपति हियर।

कप्तान: हेलो जनाब, मैं कप्तान राठौड़ बोल रहा हु। हम उस जमीन के ऊपर चलने वाले जहाज को लेकर आ रहे है। क्या आप यहां आ सकते है? हमे बेकअप की जरूरत है। आप प्लीज आ जाइए। उनके पास बहुत ही खतरनाक हथियार है और हम इन रायफलों से उनका सामना नही कर पाएंगे। मैने आपको कोर्डिनेट्स भेजे है। પોતાની જીપમાં ડ્રાઇવરની બાજુની સીટ ઉપર બેઠેલો કેપ્ટન પોતાના કાને ફોન રાખીને વાત કરતા બોલ્યો.

ब्रिगेडियर: क्या सच में तुम उनको लेकर आ रहे हो? क्या तुमने उनसे मुकाबला किया? सोच समझकर जवाब देना राठौड़। બ્રિગેડિયર કદાચ જાણતો હતો કે જે જહાજ જમીન ઉપર ચાલીને આવી રહ્યું હતું તેમાં સવાર લોકોનો સામનો કરવો એટલું આસાન પણ ન્હોતું, એટલે કેપ્ટનની વાત કન્ફર્મ કરવા માટે તેણે ફરીવાર પૂછ્યું.

कप्तान: जी जनाब, आई मीन नही जनाब। हम इनके सामने एक पल केलिए भी नही टिक पाए। उन्होंने हमे कागजात दिखाने के बहाने अपने साथ लिया है और वो अपने किसी सरदार से मिलवाने लेकर जा रहे है। मैं तो कहता हु आप रास्ते में ही उनके ऊपर हमला कर के उन्हे दबोच लीजिए। હવે કેપ્ટન પોતાના દિમાગમાં ઘૂમી રહેલો પ્લાન બ્રિગેડિયર સાથે ડિસ્કસ કરતા બોલ્યો.

ब्रिगेडियर: देखो राठौड़, मैं चाहता हु की तुम बस उनके साथ रहो। उनके साथ कोई मुठभेड़ करने की जरूरत नहीं है। मैं अभी ही वहां आता हु। હવે બ્રિગેડિયરને કેપ્ટનની વાત ઉપર વિશ્વાસ બેઠો એટલે તેણે ઓર્ડર આપતા કહ્યું. તરત તે પોતનો જરૂરી સામાન એકઠો કરવા લાગ્યો.

कप्तान: जी जनाब। हम आपके आने का इंतजार कर रहे है। ओवर न आउट। તે પોતાની વાત બ્રિગેડિયરને સમજાવવામાં સફળ રહ્યો છે એ વાતની ખુશી પોતાના ચેહરા ઉપર લાવતા બોલ્યો.

****

આ તરફ સિરત પોતાની સાથે બાકીના સાથીઓને લઈને તેમણે નિર્ધારિત કરેલા સ્થળે આવીને જહાજના આવવાની રાહ જોઈ રહી હતી. તેના મનમાં જહાજને જમીન ઉપર ચાલતા જોવાની ઈચ્છા અને ઉત્સુકતા બંને દેખાઈ રહ્યા હતા. જે સમયે જહાજ તે જગ્યાએ પહોંચી જવું જોઈએ, તે સમય વિતી ગયો પણ તેમ છતાં જહાજ ત્યાં પહોંચ્યું ન્હોતું. જેની ચિંતા સિરતને સતાવી રહી હતી.

સિરતના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જહાજ હજી કેમ આવ્યું નહિ હોય..?
રાજ ઠાકોર દગો આપીને જહાજને બીજા રસ્તે તો નહિ લઈ ગયો હોય ને..?
રસ્તા માં તેમને કોઈએ રોક્યા તો નહિ હોય ને..?
એકવાર ફોન કરીને દિવાન સાહેબ સાથે વાત કરી લઉં..?
આખરે જહાજને આટલું મોડું કેમ થાય છે..?

વિચારતા વિચારતા સિરત ત્યાંને ત્યાં આમતેમ ચક્કર મારી રહી હતી. ફરતા ફરતા તે પોતાના હાથની બંધ કરેલી મુઠ્ઠી બીજા હાથ સાથે મસળતી હતી.

सीमा: तुम इतना टेंशन मत लो सीरत, वो लोग आ ही रहे होंगे। સિરતને ચિંતામાં આમ તેમ ફરતા જોઈ સિમા તેની પાસે ગઈ અને તેના ખભે હાથ મૂકી તેને શાંત કરતા કહ્યું.

सीरत: हां, लेकिन अब तक तो उन्हे आ जाना चाहिए था। पर वो नहीं आए। आखिर वो क्यों नही आए? સિરતે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું. તેની આંખોમાં અત્યારે તેના મનની ચિંતા સાચે જ દેખાઈ રહી હતી.

सीमा: वो आते ही होंगे। तुम एकबार बाबा से बात कर के पूंछ क्यों नही लेती। સિરતના મનની ચિંતા ઓછી થાય એટલા માટે સીમાએ પોતાના પિતા દિવાનને ફોન કરવા માટે કહ્યું.

सीरत: हां, ये सही रहेगा। मैं अभी उन्हे कॉल लगाती हूं। સિરત પણ સીમાની વાત માનીને દિવાનને ફોન કરવા માટે રાજી થઈ ગઈ. તેણે પોતાનો ફોન પોતાના બેગમાંથી બહાર કાઢ્યો અને દિવાનને ફોન લગાવવા માટે મોબાઈલની સ્ક્રીન ઉપર જોવા લાગી.

***

જ્યારે દિવાન અને સુમંત બંને જહાજ ઉપર બેઠા સિરતને મળવા માટે આવી રહ્યા હતા ત્યાં જ દિવાનની નજર દૂરથી લગભગ દરેક દિશાએથી ઉડી રહેલી ધૂળની વચ્ચે પોતાની તરફ જ આગળ વધી રહેલી ગાડીઓ ઉપર પડી. દિવાન સમજી ગયો કે વળી પાછી એક મુસીબત તેમના તરફ આવી રહી હતી. જો કે તેના મનમાં આ મુસીબત નો સામનો કઈ રીતે કરશું એની ચિંતા ન્હોતી, બસ ચિંતા હતી તો એક માત્ર રાજ ઠાકોર ની..

दिवान: राज ठाकोर शायद सही था। मुसीबत हम तक आ चुकी है, सुमंत दादा। वो देखिए। સુમંતને તેમના તરફ આવી રહેલી મુસીબતોને બતાવતા દિવાન બોલ્યો.

તેમના તરફ આવી રહેલી આ મુસીબતોનો સામનો તેઓ કેવી રીતે કરશે..?
શું ડેની તેમની સાથે આ સફરમાં પહોંચી શકશે..?
કેવી હશે આ સફર..?

એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'