" ગુડ મોર્નિંગ એવરીવન..." વિજયે પોલીસ સ્ટેશને પહોંચતા કહ્યું.
" વેરી ગુડ મોર્નિંગ સર...." ટેબલ પર બેઠી આરોહી બોલી.
" ચાલો કોઈ સારા સમાચાર સંભળાવો..." વિજયે આળસ મરડતા કહ્યું.
" સર મારી પાસે છે..." આર્યન હાંફતો હાંફતો આવ્યો. 
" તારા ચહેરા પરની ખુશી પરથી લાગે છે કોઈ સબૂત હાથમાં લાગી ગયું છે.." 
" એવું જ કઈક સમજી લ્યો...જોવો સર, આ તસ્વીર.." 
" આ તો કોઈ સાઇકલના પૈડાના નિશાન છે..." તસ્વીરને જોતા વિજયે કહ્યું.
" હા સર સેમ આ જ સાઇકલના પૈડાના નિશાન અમને અમરજીતના ઘરની પાછળથી મળ્યા છે, અને પેલા અંકલની લાશને જ્યાં ફાંસીના ફંદામાં લટકાવી રાખી હતી એ વૃક્ષની આસપાસ પણ આ જ પૈડાંના નિશાન જોવા મળ્યા છે..." 
" મતલબ અપરાધી સાઇકલમાં બેસીને અપરાધ કરે છે??" વિજયે મજાકમાં લેતા કહ્યું. 
" હા સર..." 
" આજ કલના અપરાધીનું કોઈ સ્ટાન્ડર્ડ જ નથી!..કોઈ સાઇકલમાં બેસીને અપરાધને અંજામ આપતું હશે??"  
" તો આ સાઇકલ વિશે જાણકારી મેળવી છે? કોની સાઈકલ છે આ?" વિજયે સવાલ કર્યો.
" હા સર... જાણકારી તો મેળવી પણ તમે વિશ્વાસ નહિ કરો આવી જ સાઇકલ આ ગામમાં પચાસેક વ્યક્તિ પાસે છે.." 
" સેમ સાઇકલ સેમ પૈડા જેવી પચાસ સાઇકલ એ પણ એક જ ગામમાં? આ કઈ રીતે શક્ય છે??" 
" સર આ સાઇકલ સ્કૂલે જતા છોકરાઓની છે..." 
" અને આ ગામમાં કોઈ સ્કૂલ છે નહિ એટલે આ ગામના છોકરાઓ ભણવા માટે સાઇકલ પર બેસીને બાજુમાં ગામમાં જાય છે..." 
" હા સર..." 
" અને મેં તને પેલું કામ સોંપ્યું હતું એ થઈ ગયું?" 
" હા સર... મેં જાણકારી મેળવી તો આ ગામમાં માત્ર ત્રણ વ્યક્તિ જ છે જેને ઇંગ્લિશ લખતા વાંચતા આવડે છે..." 
" કોણ ત્રણ?" 
" એક અમરજીત સિંહ જેનું તો ખૂન થઈ ગયું છે.... એ સિવાયના બાકી બે શિક્ષક છે સર..એક તો ત્રણ મહિના પહેલા જ મુંબઈ જતો રહ્યો છે અને બાકી રહ્યો એક એ બાજુના ગામની સ્કૂલમાં ઇંગ્લિશ વિષય ભણાવે છે..." 
" શું નામ છે એ સરનું?" 
" વિપુલ નામ છે...." 
" ચલો આ વિપુલની ખબર લઈએ...." 
વિજય અને આર્યન બંને બાજુના ગામની શાળામાં વિપુલને મળવા પહોંચ્યા.
" જી બોલો સાહેબ... હું તમારી શું મદદ કરી શકું?" 
" તમે આ ટીચિંગ ફીલ્ડમાં કેટલા વર્ષોથી કામ કરો છો?" 
" દસેક વર્ષ જેવું થયું હશે...કેમ શું થયું સર...?"
" તમે નંદેશ્વર ગામ છેલ્લી વખત ક્યારે આવ્યા હતા?" વિજયે સવાલ કર્યો.
" સાચું કહું તો એ ગામમાં હું વધારે અવરજવર કરતો જ નથી..પણ મારા એક મિત્રને મળવા હું ગયો હતો આઈ થિંક ત્રણ ચાર મહિના થયા હશે સર..." 
" ઓકે થેંક્યું..." વિજય અને આર્યન ઉભા થઈને શાળાની બહાર નીકળ્યા ત્યારે એમની નજર ત્યાં ઊભી રાખેલી અઢળક સાઇકલો ઉપર ગઈ.
 વિજય સરને સાઇકલ સામે એકીટશે જોતા આર્યને કહ્યું. " શું થયું સર?"  
વિજય જવાબ આપ્યા વિના ફરી ઓફીસે ગયો અને વિપુલને કહ્યું. " એક મિનિટ બહાર આવશો?"
" ઓકે ચાલો..." વિપુલ અને વિજય ફરી શાળાની બહાર આવ્યા. 
" બોલો સર..." 
" આ સાઇકલ ચલાવીને બતાવો તો?" 
" સર પણ આ તો મારા હાઈટની પણ નથી...હું કઈ રીતે આ સાઇકલ ચલાવી શકીશ?" વિપુલે કહ્યું. 
" ધીસ ઇઝ માય ઓર્ડર..." 
અંતે વિપુલ કમ્ફર્ટેબલ ન હોવા છતાં પણ સાઇકલ ચલાવી. 
" ઓકે તમે જઈ શકો છો..." વિજય એટલું કહીને ત્યાંથી ચાલતો થયો.  
જીપમાં બેસીને વિજયે કહ્યું. " આ કેસ જેટલો દેખાય છે એના કરતા વધારે પેચીદો બની રહ્યો છે...ગામમાં કોઈ ઇંગ્લિશ ભાષા નથી જાણતું અને અને  જે જાણે છે એ ગામની બહાર જ રહે છે..."
" સર આપણે એક કામ કરીએ તો?"
" કેવું કામ?" 
" નંદેશ્વર ગામમાં જેટલા ઘરો પાસે આવી સાઇકલ છે, એના ઘરે ઘરે જઈને પૂછતાછ કરીએ તો ? કદાચ કોઈ પ્રકારની માહિતી હાથમાં લાગી જાય.."
" પચાસ ઘર છે, એકલો કરી શકીશ??" આર્યને કહ્યું.
"  સર સાથે પ્રિશા હશે તો કામ સરળ થઈ જશે..." શરમાતા શરમાતા આર્યને કહ્યું. 
" ઓકે પણ ધ્યાન મને તમારું કેસ પર જ જોઈએ સમજ્યા?" 
" હા હા સર..કામમાં કોઈ કમી નહી રહેવા દવ..." 
" ઠીક છે હું પ્રિશાને કહી દઈશ કે એ તારી સાથે કામ પર આવે..."
" થેન્ક્યુ સો મચ સર..." વિજય સરને ગળે મળવા માટે હાથ લાંબો કરતા આર્યન બોલ્યો. ત્યાં વિજય સરે ગંભીર ચહેરો બનાવી નાખ્યો. 
ક્રમશઃ