Agnisanskar - 26 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 26

Featured Books
  • धरती की कहानी

      प्रकृति ने हमे हरे-भरे जंगल, नदियाँ-समुद्र ओैर नीला आकाश,...

  • ब्लडस्टोन

    रात का आसमान गहराता जा रहा था। शहर की रोशनी धीरे-धीरे बुझने...

  • इश्क और अश्क - 63

    ---और ये "खचचच..." की आवाज आई। तलवार उसके शरीर में घुस चुकी...

  • भयानक सपना - 2

    आडविया चुपचाप अपनी ब्लैक कॉफी पी रही है.मैं. मेरी एक प्रेमिक...

  • यशस्विनी - 23

    पिंटू ने पूछा ,"दीदी आपको कितने मास्क चाहिए"" मुझे सौ मास्क...

Categories
Share

અગ્નિસંસ્કાર - 26



કરીનાને પોલીસ સ્ટેશને એક બંધ રૂમમાં ખુરશી પર બેસાડીને પૂછતાછ કરવામાં આવી. વિજય સર સામેના ટેબલ પર બેસી સવાલ પૂછી રહ્યા હતા.

" કરીના અમરજીત ચૌહાણ....લવ મેરેજ કર્યા છે ને..અને પોતાના લવર જ ખૂન કરી નાખ્યું!!" વિજયે કહ્યું.

" સર.. મારી મજબૂરી હતી...નહિતર મને અમરજીતનું ખૂન કરવાથી શું પ્રાપ્ત થવાનું હતું?" કરીના એ કહ્યું.

" કેવી મજબૂરી??" સંજીવે પૂછ્યું.

કરીના એ જે હકીકત હતી એ જણાવી દીધી.

કરીનાની વાત સાંભળીને વિજય હસવા લાગ્યો.

" શું કહાની બનાવી છે!!! એક કિટ્ટી નામની બિલાડી માટે તે પતિનું ખૂન કરી નાખ્યું!..." વિજયનું હસવાનું હજુ પણ ચાલુ જ હતું.

" સર એ કિટ્ટી મારા માટે સર્વસ્વ છે...એને હું મારા જાનથી પણ વધારે પ્રેમ કરું છું...."

" આરોહી..." વિજયે કહ્યું.

" જી સર...."

" કરીનાના રૂમમાંથી એવી કોઈ ચિઠ્ઠી મળી છે??" વિજયે સવાલ પૂછ્યો.

" ના સર એવી કોઈ ચિઠ્ઠી હાથમાં તો નથી લાગી..."

" મને ખબર છે એ ચિઠ્ઠી ક્યાં છે!" કરીના એ તુરંત કહ્યું.

" ઠીક છે...આરોહી તું કરીનાને લઈને જા અને જો કરીના કહે છે એવી કોઈ ચિઠ્ઠી મળે છે કે?"

" ઓકે સર..."

કરીના આરોહી સાથે પોતાના ઘરમાં પ્રવેશી. કરીના એ એક દ્રોવરમાં ચિઠ્ઠી સંભાળીને મૂકી હતી જે હાલમાં ગાયબ હતી.

" ચિઠ્ઠી અહીંયા જ હતી ક્યાં ગઈ!! મેડમ હું સાચું કહું છું એ ચિઠ્ઠી મેં અહીંયા જ મૂકી હતી!"

" તો ક્યાં છે? મને બેવકૂફ સમજે છે? ચલ, હવે...." આરોહી એ કરીનાને પકડીને ફરી પોલીસ સ્ટેશને લઈ આવી.

" સર, મારો વિશ્વાસ કરો, મેં મજબૂરીમાં અમરજીતનું ખૂન કર્યુ છે... જો હું એમનું ખૂન ન કરત તો એ કિટ્ટી અને મારા પતિ બન્નેનું ખૂન કરી નાખત..." કરીના એ કહ્યું.

" એટલા વિશ્વાસથી તું કઈ રીતે કહી શકે?" સંજીવે કહ્યું.

" સર મને પૂરો વિશ્વાસ છે કે જે વ્યક્તિ એ મને ચિઠ્ઠી લખીને મોકલી હતી એ એ જ વ્યક્તિ છે જેણે હરપ્રીત અને નાનુ કાકાનું ખૂન કર્યું છે..."

વિજયની ટીમ બે ઘડી વિચારમાં પડી ગઈ અને પછી વિજયે કહ્યું.
" ચિઠ્ઠી તો નથી મળી..પણ તને ચિઠ્ઠીમાં શું લખેલું હતું એ તો બરોબર યાદ છે ને?"

" હા હા સર બરોબર યાદ છે..." કરીના એ કહ્યું.

" આ લે પેન અને કાગળ...જે ચિઠ્ઠીમાં લખ્યું છે એવું જ મને લખીને આપ..."

" ઓકે સર..."

પાંચ મિનિટ બાદ વિજયે કરીના એ લખેલી ચિઠ્ઠી બધા સમક્ષ જોરથી વાંચી.

' કરીના અમરજીત ચૌહાણ...તમને મારી ચિઠ્ઠી મળી એ બદલ તમને કોન્ગ્રેચ્યુલેશન...તમારા હાથમાં મારી ચિઠ્ઠી છે અને મારા હાથમાં તમારી કિટ્ટી.... આઈ નો કે તમને કિટ્ટી જાનથી પણ વધારે વહાલી છે...પણ અફસોસ કિટ્ટીની જાન અત્યારે મારા હાથમાં છે...ડરવાની કોઈ જરૂરત નથી...તમારે બસ મારું એક કામ કરવાનું છે જો તમે એ કામ સફળતાપૂર્વક પુરું કરશો તો આ કિટ્ટી સહી સલામત તમારી પાસે પહોંચી જશે...તો તમારો અમૂલ્ય સમય ન બગાડતા હું તમને એ કાર્ય સોંપી દઉં છું..તમારે બસ તમારા પતિનું ખૂન કરવાનું છે... એ પણ માત્ર ચોવીસ કલાકના સમયગાળામાં....અહીંયા તમારા પતિનું ખૂન થયું અને ત્યાં તમારી કિટ્ટી તમારી સામે રમતી જોવા મળશે અને જો તમે પતિનું ખૂન ન કર્યું તો કિટ્ટીના એક એક ટુકડા તમારા આખા ઘરમાં ફેલાયેલા જોવા મળશે...હવે મરજી તમારી છે પતિને બચાવો કે કિટ્ટીને...તમારો ટાઈમ શરૂ થાય છે હવે...9:00...'


" વાહ સર...શું યોજના બનાવી છે કતલ કરવાની..." આર્યન બોલ્યો.


વિજય કરીનાથી થોડે દૂર જઈને પોતાની ટીમને કહ્યું.

" મને લાગે છે આ કરીના સાચું બોલે છે...આવી હાલતમાં પણ એમને પતિના જવાનું દુઃખ નથી એટલું કિટ્ટીને જીવતી જોઈને ખુશ છે....જો હાથમાં પણ કિટ્ટીને લઈને કેવી વહાલ કરી રહી છે..."

" તો શું કરીએ સર?" પ્રિશા એ કહ્યું.

" હાલ પૂરતી કરીના જેલમાં જ બંધ રહેશે...મજબૂરીમાં તો મજબૂરીમાં પણ એમને પતિનું ખૂન તો કર્યું જ છે ને..." વિજયે આરોહી ને ઓર્ડર આપતા કહ્યું.

" હું સમજી ગઈ સર..." આરોહી એ જઈને કરીનાને જેલમાં બંધ કરી દીધી.

પોલીસ જેમ જેમ કેસને સોલ્વ કરતી જતી હતી એમ કેસ વધુને વધુ મુશ્કેલભર્યો બની રહ્યો હતો.

ક્રમશઃ