No Girls Allowed - 32 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 32

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 32



અનન્યા એ ઓફીસે પહોંચીને જોયું તો આકાશ એમના વર્કરો સાથે ખૂબ ઊંચા અવાજે વાતચીત કરી રહ્યો હતો.

" આ આકાશને શું થઈ ગયું?" વર્કર સાથે આટલો ગુસ્સો?" થોડે દુર ઊભીને અનન્યા સ્વગત બબડી. ત્યાં જ બાજુમાં પ્રિયા આવી અને બોલી." હવે કોઈ તમારી ઇન્સલ્ટ કરે તો આકાશ સર થોડી ચૂપ રહેવાના હતા..."

અનન્યા એ બાજુમાં નજર કરીને જોયું તો પ્રિયા એમની સામે સ્માઈલ કરતી ઊભી હતી આ જોઈને અનન્યા એ કહ્યું." મારી ઇન્સલ્ટ? "

" હા, તમારો અને આદિત્ય સરનો વિડીયો આ વર્કરો પાસે પણ પહોંચી ગયો અને બસ પછી શું એ વિડિયો જોઈને લોકો ન કહેવાય એવા શબ્દો અને મતલબ નિકાળવા લાગ્યા. શરૂમાં તો આકાશ સર ચૂપચાપ સાંભળી રહ્યા હતા પણ વાત જ્યારે હદ વટાવી ગઈ તો આકાશ સરે ક્લાસ લેવાનું શરૂ કર્યું..."

આકાશે જે કર્યું એ જોઈને અનન્યાના દિલમાં આકાશ પ્રત્યે ઈજ્જત વધી ગઈ. મનાલીના સમયગાળામાં અનન્યા એ આકાશને સમય ન આપીને ઇગ્નોર કર્યો હતો એ વિચારીને અનન્યાને એ બાબત પર પછતાવો થવા લાગ્યો.

" નેકસટ ટાઇમ આવી ભૂલ બીજી વખત ન થાય ઓકે?"

" ઓકે સર..."

આકાશ વર્કરો સાથે મીટીંગ પતાવીને ઓફિસમાં પ્રવેશ્યો.
આકાશને જોતા જ અનન્યા બોલી. " આકાશ..."

" ઓહ અનન્યા તું આવી ગઈ...મારે તારી પાસેથી પેલો છ મહિના પહેલાનો જૂનો રિપોર્ટ જોઈએ છે.......મારે એ રિપોર્ટ ફરી વખત જોવો પડે એમ છે તો પ્લીઝ તું મને એ રિપોર્ટ શોધીને આપીશ.."

" હા હું હમણાં જ આપું છું પણ આકાશ મારે તારી સાથે થોડી વાત કરવી છે.."

આકાશ પ્રિયા સાથે ફાઈલ રિલેટેડ વાત કરી રહ્યો હતો. એમનું સંપૂર્ણ ધ્યાન બસ કામમાં જ લાગેલું હતું. અનન્યા એ કહેલી વાત જાણે આકાશે સાંભળી જ ન હોય એવો વર્તાવ કરી રહ્યો હતો.

પ્રિયા થોડાક સમય બાદ ત્યાંથી જતી રહી અને આકાશ અનન્યા પાસે આવીને બોલ્યો. " બોલ તારે કંઇક વાત કરવી હતી ને?"


" થેંક યુ...આકાશ...મને હતું કે તું વિડિયો જોઈને મને ગલત સમજીશ..પણ તે એવું ન વિચાર્યું...અને આ વર્કરોના જે રીતે તે ક્લાસ લીધો છે એ બદલ હું તારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે..."

" બસ બસ અનન્યા તું કંઇક વધારે જ વિચારે છે...હવે આભાર માનીને મને સવાર સવારમાં ઈમોશનલ ન કર..."

અનન્યા અને આકાશ ફરી હસી મઝાક કરતા કરતા કામે ચડી ગયા. બંને વચ્ચે ન કોઈ ફરિયાદ કે ન કોઈ તકરાર. પણ દૂરથી દેખાતો આ સબંધ જેટલો મજબૂત જણાઈ રહ્યો હતો એટલો અંદરથી ખંડેર હાલતમાં હતો. આકાશ હવે અનન્યા સાથે માત્ર બિઝનેસ રિલેટેડ જ વાતો કરવા લાગ્યો. અનન્યાના જીવનમા શું ચાલે છે, એમની પર્સનલ લાઇફ કેવી છે? એ વિશે જાણવાનો કોઈ પ્રયાસ આકાશે ન કર્યો અને આનો ફાયદો ઉઠાવતા પ્રિયા આકાશના પર્સનલ લાઇફમાં એન્ટર થવા લાગી.
પ્રિયા જ્યાં આકાશની નજીક આવી રહી હતી ત્યાં આ તરફ અનન્યા અને આદિત્ય પણ સમય મળતાં એકબીજાને મળવા પહોંચી જતાં હતા.

બે મહિના પછી એક દિવસ અનન્યા કોઈ કામ બાબતે સોડાની ફેક્ટરી પાસેથી પસાર થઈ. રાતના દસ વાગ્યા હતા અને ફેક્ટરીની અંદર વર્કરો તનતોડ મહેનત કરી રહ્યા હતા. અચાનક ફેક્ટરીમાંથી એક પચાસેક વર્ષનો વર્કર ફોન હાથમાં લેતો હાંફતો હાંફતો બહાર આવ્યો અને ફોન કાનમાં રાખતો કોઈ સાથે વાતચીત કરતો બોલ્યો. " સાહેબ મને પંદર દિવસની મહોલત આપો હું તમારા બધા પૈસા વ્યાજસહિત પરત કરી દઈશ..બસ તમે મારી દીકરીને પરેશાન ન કરો હું તમારા પગે પડું છું..." આંખમાંથી દડદડ પડતા આંસુઓને પોંચીને વર્કર ફરી ફેક્ટરીની અંદર પ્રવેશવા જતો હતો ત્યાં અનન્યા એ એમને રોક્યો અને કહ્યું. " અંકલ, તમારું નામ શું છે?"

" મોહનલાલ..."

" હમણાં ફોન ઉપર તમે શું વાત કરી રહ્યા હતા?"

" કંઈ નહિ મેડમ..."

" મેં તમારી બધી વાત સાંભળી લીધી છે... કોણ હતું એ અને શું ધમકી આપતો હતો?"

" મેડમ તમે જાણીને શું કરશો?"

" તમે અહીંયા દિનરાત પરસેવો પાડીને મહેનત કરો છો...તો હું શું તમારી થોડી એવી મદદ પણ ન કરી શકું?"

" મેડમ...વાત એમ છે કે મારા દીકરાને બે વર્ષ પહેલા જુગાર રમવાની આદત પડી ગઈ હતી. જેના લીધે અમારા ઉપર પાંચ લાખનું કર્જ થઈ ગયું. મેં મારા દીકરાને ખુબ સમજાવ્યો કે જુગારની આદત છોડી દે પણ એ ન સમજ્યો અને અંતે જ્યારે એમને ભાન થયું તો એમણે હાર માનીને ખૂદખુશી કરી લીધી. મારો દીકરો તો મેં ગુમાવ્યો જ પણ આ પાંચ લાખનું કર્જ હજી પણ અમારા માથે છે. અહીંયા કામ કરવાથી જે થોડી આવક થાય છે તે ઘરના ખર્ચમાં ચાલી જાય છે. મારી પાસે એવી કોઈ મિલકત પણ નથી કે હું એ વેચીને કર્જ ચૂકાવી શકું.."

" તમે ફોનમાં તમારી દીકરીની વાત કરતા હતા એ શું છે?"

" પાંચ લાખના કર્જના બદલામાં એ નરાધમ મારા ઘરે આવીને મારી દિકરીને પરેશાન કરે છે...છેડતી કરે છે..."

આનાથી આગળ એ અંકલ કઈ બોલી શક્યા નહિ પરંતુ એના મૌને ઘણા દર્દ કહી દીધા હતા.

" અંકલ, તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી..." આશ્વાસન આપતી અનન્યા બોલી.

અનન્યા એ અંકલના ઘરનું સરનામું લીધું અને આગળના દિવસે સવારમાં જ એ એના ઘરે પહોંચી ગઈ.

ભાડેથી મકાનમાં રહેતા હોવાથી ઘરની હાલત ખુબ ખરાબ હતી. છત પરથી પાણી ટપકતું હતું. બારી પણ અડધી તૂટેલી હાલતમાં હતી. આવા ઘરમાં અનન્યા અંદર પ્રવેશી. અંકલે એમને બેસવા માટે કહ્યું. અને પોતાની દીકરીને સાદ આપીને બોલાવી.

અંકલની દિકરી એકતા આવી પહોંચી. ચહેરા પર અનોખું તેજ અને આત્મવિશ્વાસ જોઈને અનન્યા ખૂબ પ્રસન્ન થઈ. એકતા એ સામાન્ય એવો ડ્રેસ પહેરી રાખ્યો હતો. દુપ્પટાને સરખો કરતી એકતા અનન્યાની બાજુમાં બેઠી.

" મેડમ આ મારી દીકરી એકતા...એકતા આ અમારા મોટા મેડમ છે..."

" નમસ્તે..." એકતા એ હાથ જોડીને કહ્યું.

એકતા જેટલી સરળ દેખાતી હતી એનાથી કંઈ વધારે એ હોશિયાર હતી. અનન્યા એ બેગમાથી પાંચ લાખ રોકડા અંકલના હાથમાં સોંપ્યા ત્યારે એકતા એ કહ્યું. " મેડમ અમારે આ પૈસાની કોઈ આવશ્યક્તા નથી..."

" પણ એકતા...તમારે અત્યારે આ પૈસાની સખ્ત જરૂર છે.."

" હા, પણ હું આ પૈસાનો સ્વીકાર નહિ કરું..."

અંકલ પણ એકતાની વાત સાંભળીને સહમત થઈ ગયા.
" હા મેડમ અમારે આ પૈસા નથી જોઈતા..."

" તમે આ શું બોલો છો? તમે આ પૈસા પેલા નરાધમને નહિ ચૂકવો તો એ દરરોજ આવીને તમને આમ જ પરેશાન કરતો રહેશે..."

" મેડમ હું ફોકટમાં આ પૈસાની મદદ લેવા નથી માંગતી.જો હું તમારી પાસેથી આ પૈસા લઈશ તો મારે તમારી પાસે કોઈ વસ્તુ ગીરવી રાખવી પડશે..."

" એકતા, હું તને ફ્રીમાં આ પૈસા નથી આપી રહી જ્યારે પણ તારી પાસે પૈસાની સગવડ થઈ જાય ત્યારે તું મને આ પૈસા પરત કરી દેજે..."

" મેડમ એ તો સમસ્યા છે..કે મારી પાસે કોઈ કામ નથી... હું ગ્રેજ્યુએટ છું, છેલ્લા છ મહિનાથી જોબની તલાશ કરું છું પણ જોબ નથી મળી રહી...પ્લીઝ મેડમ તમે મને એક જોબ શોધી આપો તો હું આ પૈસાનો અત્યારે જ સ્વીકાર કરી લઈશ.."

" હા મેડમ મને તો તમે કામ અપાવી દીધુ, બસ મારી દીકરીને સારી એવી જોબ અપાવી દેશો તો ભગવાન તમારું ભલું કરશે.." અંકલ જે રીતે હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા એ જોઈને અનન્યા ભાવુક થઈ ગઈ અને અંતે બોલી.
" એકતા હું તને જોબ અપાવીશ, બસ તું આ પાંચ લાખ રૂપિયા પેલા નરાધમના મોં ઉપર મારજે..."

" ઓકે મેમ..." આટલું કહેતા જ એકતા એ એ પાંચ લાખ રૂપિયાનો સ્વીકાર કરી દીધો.

શું અનન્યા એકતાને જોબ અપાવી શકશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ