Agnisanskar - 24 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 24


વાતચીત કરતા કરતાં વિજય અને આરોહી ગામમાં પહોચી ગયા. તે ગામના ચોકની વચ્ચે ગયા અને આસપાસના ઘરો જોવા લાગ્યા. તેમાંથી એક ઘરમાં વિજય અને આરોહી પહોંચ્યા.

પોલીસની વર્દીને જોતા જ ઘરનો માલિક બોલ્યો. " આવો સાહેબ...અરે જમના પાણી લાવતો..."

" અરે એની કોઈ જરૂર નથી..અમે બસ થોડીક પૂછતાછ કરવા આવ્યા છીએ..."

" શું થયું? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?" માલિકે ડરતા ડરતા કહ્યું.

" અરે ના ના અંકલ, તમારા વિશે નહિ અમે તો કાલે જે નાનુ અંકલનું મોત થયું છે ને એના વિશે જાણવા આવ્યા છીએ.."

" એ તો ખૂબ સારા માણસ હતા..હંમેશા કામથી કામ જ રાખતા હતા હે ને જમના..."

" હા હા..." જમના એ કહ્યું.

ધીમા અવાજે આરોહી એ વિજયને કહ્યું. " સર, બંનેના અવાજમાં ગભરાહટ સાફ સાફ દેખાઈ રહી છે...કઈક તો વાત છે જે આ બન્ને લોકો છૂપાવી રહ્યા છે..."

" ચલ આપણે બીજા ઘરે પૂછતાછ કરીએ.."

" ઓકે સર..."

એક પછી એક એમ ત્રણ ચાર ઘરે વિજય અને આરોહી જઈ આવ્યા પરંતુ કોઇએ પણ એવી માહિતી ન આપી જે પોલીસને કામમાં આવી શકે એમ હતી. ત્યાર બાદ બન્ને નાનુ અંકલના ઘરે ગયા. નાનુભાઈ માત્ર એની પત્ની સાથે જ રહેતો હતો.

" તમને કોઈ ઉપર શક છે?" વિજયે પૂછ્યું.

" હું કઈ નથી જાણતી...મારા કરતાં વધારે સમય તો એ બલરાજને આપતા હતા..ચોવીસે કલાક બસ એના જ ઘરમાં કામકાજ કરતા હતા..."

" ચોવીસે કલાક!" આરોહી એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

" હા મેડમ... એ ત્યાં બલરાજના ઘરે નોકરનું કામ કરતા હતા એટલે વધુ પડતો સમય એ બલરાજ સિંહ સાથે જ વિતાવતા હતા..."

" આ બલરાજ સિંહ તો સરપંચ છે ને..."

" હા સાહેબ...."

બન્ને એ ત્યાંથી રજા લીધી અને પહોંચ્યા બલરાજ સિંહના ઘરે.

" સાહેબ...આવો આવો...બેસો..." બલરાજ સ્વાગત કરતાં બોલ્યો.

મોટા મહેલને જોઈને વિજય અને આરોહી એ સામ સામે નજર મિલાવી અને બંને ઈશારામાં સમજી ગયા કે આ બલરાજમાં જરૂર કઈક ગડબડ છે.

" આ નાનુ અંકલ તમારે ત્યાં જ કામ કરતા હતા ને?"

" હા, સાહેબ...વર્ષોથી એ મારે ત્યાં જ કામ કરતા હતા..પણ હું એમને નોકર તરીકે નહિ પરંતુ એક ભાઈની જેમ જ જોતો હતો..."

" ઠીક છે...તમને કોઈ ઉપર શક છે?"

" ના સાહેબ..ભલા એક નોકર સાથે કોની દુશ્મની હોય શકે?"

બે દિવસ સુધી વિજય અને એની ટીમે ગામ વિશે ઘણીખરી માહિતી એકત્રિત કરી લીધી હતી. ત્યાં સુધીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો.

" સર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પહેલા અંકલને દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા. દોરી એટલી મજબૂતાઈથી બાંધેલી હતી કે દોરીના નિશાન હાથ અને પગમાં છપાઈ ગયા છે..." સંજીવે કહ્યું.

" મતલબ હોઈ શકે પહેલા એની સાથે અમુક વાતચીત થઈ હોય અને પછી એનું ખૂન કરવામાં આવ્યું હોય.." આર્યને કહ્યું.

ત્યાં જ આરોહી આવી અને એવા સમાચાર આપ્યા કે કેસનો રૂખ જ આખો બદલાઈ ગયો.

" નાનુ અંકલના ખૂન પહેલા હરપ્રીત નામના યુવાનનું વધુ પડતાં આલ્કોહોલના લીધે મૃત્યુ થયું હતું..અને આ હરપ્રીતનું કનેક્શન પણ સીધું બલરાજ સિંહ સાથે જ મળે છે... એ હરપ્રીત બલરાજ સાથે જ કામ કરતો હતો..."

" એક વાત વિચારવા જેવી છે.. કે હરપ્રીતના ખૂન સમયે બલરાજે પોલીસને જાણ કેમ ન કરી? કેમ નાનુ અંકલના ખૂન પછી જ એમણે પોલીસને કોલ કર્યો?"

" આ બલરાજ જ આ કેસની મૂળ કડી છે, સર..." આરોહી એ કહ્યું.

" હોય શકે આ બલરાજે જ હરપ્રીત અને આ નોકરનું ખૂન કર્યું હોય?" પ્રીશા એ અંદાજો લગાડતા કહ્યું.

" જો એણે જ ખૂન કર્યું હોય તો એ પોલીસને જાણ શા માટે કરે? જેમ હરપ્રીતની લાશને ચોરી ચુપે અગ્નિસંસ્કાર આપી દીધો, એવી રીતે એ આ નોકરનો પણ અગ્નિસંસ્કાર કરી શકતો હતો..."

" આ હરપ્રીતની જન્મ કુંડળી નિકાળો, જોઈએ કોઈ સબૂત હાથમાં આવે છે કે..."

બે દિવસમાં હરપ્રીત વિશે માહિતી એકઠી થઈ ગઈ.

" આ બલરાજ તો ચૂપે રસ્તમ નીકળ્યો સર..." આરોહી એ કહ્યું.

" કેમ શું થયું?"

" આ હરપ્રીત આ ગામનો છે જ નહિ સર... મેં આસપાસ ગામમાં પણ પૂછતાછ કરી તો પણ એના વિશે કોઈ પાસે કોઈ જાણકારી નથી...ક્યાંથી આવ્યો? પરિવાર ક્યાં રહે છે ? એ પણ કોઈને ખબર નથી..."

" બલરાજને પૂછ્યું?"

" હા પૂછતાછ તો કરી, પણ એમનું કહેવું છે કે એ એક મહિના પહેલા જ કામ માટે એની પાસે આવ્યો હતો..હવે હરપ્રીત ક્યાં રહે છે? પરિવારમાં કોણ છે? એવી કોઈ માહિતી એની પાસે નથી..."

ક્રમશઃ