Life is a poem in Gujarati Poems by Dr.Chandni Agravat books and stories PDF | જિંદગી એક કવિતા

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

જિંદગી એક કવિતા

જિંદગી

******□□□□□******□□□□□******□□□□□****
જિંદગી

કેવી અટપટી કહાની છે જિંદગી?

ક્યારેક ભુલતા ભુલાતા જીવાતી જાય,
તો ક્યારેક જીવતાં જીવતાં ભુલાતી જાય ...જિંદગી

ક્યારેક વણઉકેલ કોયડાં જેવી,
તો ક્યારેક બાળમન જેવી સરળ બની જાય ..જિંદગી

ક્યારેક ઝાંઝવા બની ટટળાવતી,
તો ક્યારેક ફોરાં બની ભીંજવી જાય...જિંદગી

ક્યારેક હાસ્યની છોળો વચ્ચે મુંઝાતી,
તો ક્યારેક જરાક અમથાં સ્મિતમાં ધરવી જાય...જિંદગી

ક્યારેક ન મળે અખંડ જ્ઞાનીને,
તો ક્યારેક અબુધેય પામી જાય...જિંદગી

આમતો હંફાવી હંફાવી ઉમ્રભર દોડાવતી,
એમજ ક્યારેક 'આઉટ' થવાં થંભી જાય ..જિંદગી

ડો..ચાંદની અગ્રાવત

*******□□□□□□********□□□□□□******

ઈચ્છા

મનમાં ઈચ્છા જાગી છે નવી નવી,
જિંદગી તને અપનાવું એવી ને એવી.

યાદો ,ફરીયાદોમાં જોઈ તને જેવી તેવી.
હવે તને બદલવાની નથી ઉપાધી લેવી.
જિંદગી તને ○
તારી હાજરી અનુભવી જ નથી, છે કેવી!
સ્થિર રહી સાપેક્ષ ભાવે , ઘુંટડે ઘુંટડે પીવી.
જિંદગી તને○
અપેક્ષાઓનાં બોજમાં લાગતી ઓરમાયા જેવી,
હૈયાસરસી ચાંપી હવે તુંજને ચાહી લેવી.
જિંદગી તને○

ડો.ચાંદની અગ્રાવત ' સ્પૃહા'.

******□□□□□******□□□□□******□□□□□□
પતંગિયું

પતંગિયું

મે એક પતંગિયું પાળ્યું છે,

એને હું મનપસંદ રંગો પહેરવાની દઉઁ છુટ,
કહું "જા સમયપાલન સાથે આ આખાંય નામાં તું ઉડ".

એને હું આપું રમવા પોતીકો બગીચો,ફુલો સઘળાં પસંદનાં,
એમ તો એ કરે રઝડપાટ આમ- તેમ તોય વાંધો નથી,
આ તો જરા ચિંતા થાય એટલે કહું બેસ પગ વાળીને..

ક્યારેક તો વળી એ ભાગે દુર,
બોલાવું હું બુમ પાડી તોય હાજર ન થાય,
બસ એ વાતની જ તો ચીડ.

એટલે જ તો હવે રાખું કાચની પેટીમાં, ભલે ફેલાવે પાંખો
પરીઘ હું નક્કી કરું સ્વતંત્રતાનો એમાં શું વાંધો?
મનમાં તો એની જ પ્રીત , ખોવાઈ ન જાય ને!
બહાર જંગલ કેવું. અડાબીડ.

ડો.ચાંદની અગ્રાવત

******□□□□□□******□□□□□*******□□□□□


ખાલીપો

કેમેય કરીને ન ઉલેચાઈ ખાલીપો,
સાંજ પડેને મલકાઈ ખાલીપો.

કાપડ હોય તો બખીયો ભરું,પણ આ અંતર કેમેય ભાતીગળ ન થાય,
હાસ્યને ગજવે ભરું તોય.માહ્યલી તિજોરીમાં બસ સચવાઈ ખાલીપો.

સ્મિત ચોરાઈ,ક્ષણો ચોરાઈ,ચોરાઈ જાય રંગીન સાંજો,
ખુલ્લો મુક્યો બેખોફ તોય ન ચોરાઈ ખાલીપો.

વહેંચવા જાઓ તો બમણાઈ ને એકાંતમાં મલકાઈ
કેમ કરીને રીઝાઈ આ ખાલીપો?

પ્યાદું હોય તો ક્યાંક ગોઠવી દઉં, એનું સ્વાભિમાન તો જુઓ,
એકેય ચોકઠામાં ન ગોઠવાઈ ખાલીપો.

આમ જોઈએ તો હું માત્ર લહીયો,
શબ્દો બની કાગળ પર રેલાય ખાલીપો.


ડો.ચાંદની અગ્રાવત ..અંતરનાદ પુસ્તકમાં પ્રકાશિત
********□□□□□□□□□□□□□□□□□*******
નિંદર

રાત -દિન ઉભો છે એ પગને બનાવી પથ્થર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર.

ખુદ ગોળીઓ ઝીલી તને પહેરાવે બખતર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર

કેટલાય અધુરા સ્વપ્ન અંકાઈ સુની આંખ પર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર.

ખચકાતાં નથી ઓઢતાં કફન સરહદ પર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર.

એની શહીદી તારા માટે બની જાય છે માત્ર ખબર,
ને ! તું માણે છે ચેનની નિંદર.

જય હિંદ.

ડો.ચાંદની અગ્રાવત. 15/7/2023. એકલવીરમાં પ્રકાશિત

************□□□□□□□□□□□□□*************
ખોવાયેલી જિંદગી

લાખોની ભીડમાં,
સ્ટ્રેસ અને ચીડમાં.

સંબંધોનાં ક્યાસમાં,
'ફેસબુક','ઈન્સ્ટા'નાં સહવાસમાં.

ક્યાંય ન પહોચાડે એવાં પ્રવાસમાં,
હંમેશા અવ્વલ રહેવાની આશમાં.

જે ક્યાંય ગયાં નથી એની યાદમાં,
મૌન રહી ચેટમાં થતાં સંવાદમાં.

કોંક્રીટનાં ટહુકામાં,
મની પ્લાન્ટની સુવાસમાં.

એક્રીલીકનાં ચાંદ તારામાં,
'એન્ટીક' બની ગયેલાં પટારામાં.

ફીન્ગરપ્રીન્ટવાળા જડબેસલાક પ્રબંધમાં,
ડીજીટલ થઈ ગયેલા સંબંધમાં.

એકલી અટુલી ખોવાયેલી જિંદગી

@ ડો.ચાંદની અગ્રાવત

□□□□□□******□□□□□□******□□□□□□*****

લીલીછમ લાગણીઓ
*******


ઈટાલીયન માર્બલની ફરસ પર મારા પગલાં હવે જચતાં નથી..
હું છું હર ઘરની દીવાલ પર,બસ હવે ફેફસાં મારા શ્ર્વસતાં નથી

દફન છે કોંક્રીટની નીચે મારા અસ્થિઓ તોય કોઈને નડતાં નથી
રસ્તો રોકે છે રૂંધાયેલાં ટહુકા એટલે કદમ મોક્ષ ભણી વધતાં નથી

લી. લીલીછમ લાગણીઓ રાખતું એક વૃક્ષ

..@ ડો.ચાંદની અગ્રાવત