Color of life in Gujarati Short Stories by Dr.Chandni Agravat books and stories PDF | રંગ જીંદગીનાં

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

રંગ જીંદગીનાં

સરસરપ્રાઇઝ

,●●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○●●●●

લાવતાં ચલાવતાં એણે અચાનક જ બ્રેક મારી,જો

આજુબાજુંવાળા વાહનોની તીણી ચીસો ન સંભાળઈ હોત તો રસ્તો ઓળંગતા એ બુઝુર્ગ .......એની તંદ્રા

તુટી,ધબકારાંતેજ થયાં.બીજી ક્ષણે વાહન વ્યવહાર

રાબેતાં મુજબ ચાલું થઈ ગયો.

એ આવું કરશે એવી તો સપનાંમાય કલ્પના નહોતી.એક

છળ જ જીવ્યું અટલાં વર્ષો. પોતે આટલો મુરખ કઈ રીતે

હોય શકે.પોતાનાં એકનાં એક દિકરાંનો જન્મદિવસ તેય

પહેલોને પોતે નાદનાં એક ફોનકોલથી બધું છોડી જતો

રહ્યો.કારણ પણ કેવું ,નાદને ઉદાસી લાગતી હતી,એનાં

મોમ ડેડ યુરોપ હતાં.અતિ ધનાઢ્ય કુટુંબના નાદ માટે

તપન એટલે અલ્લાદીનનો જીન જે એની એક ફરમાઈશ

પર હાજર થઈ જાય.

તપનની આંખનાં ખૂણામાં ભીનાશ તરી ગઈ. મા-પપ્પાને

મીરાંએ કેટલીય વાર ટોક્યો કે આ મિત્રતા નથી,પણ

થોડાં ખોટાં વખાણ અને બે મીઠાં બોલ બધી સમજણ

પર પાણી ફેરવી દેતાં.એનાં માટે પરિવાર સાથે કેટલો

અન્યાય કર્યો કેટલાય પ્રસંગો યાદગાર બન્યાં વિનાનાં

રહી ગયાં.

આજેય તો મીરાંનાં મમ્મી પપ્પાની "એનિવર્સરી"

હતી,પણ પોતે પહોંચી ગયો નાદની સગાઈ નક્કી થવાની

ખુશીમાં"સરપ્રાઈઝ"આપવા. બંગલાની બહાર પોતાનો

ઉલ્લેખ સાંભળીને એનાં પગ થંભી ગયાં .નાદનાં મોમ

કહેતાંહતાં "હવે આપણાં " સ્ટાન્ડર્ડ "મુજબ દોસ્તી

રાખતો જા,તપનને સગાઈ લગ્નમાં સ્વીત્ઝરર્લેન્ડ લઈ

જવાની કોઈ જરૂર નથી.નાદ તરત બોલ્યો" ચીલ

મોમ..એને તો કોઈ ઢાબા પર જમાડી દેવાનો,એ કઈ

દોસ્ત નથી,એ તો આપણાં સ્ટેટસથી અઁજાયેલ

જીહજૂરીયો છે,થોડું પૂચકારીએ એટલે આગળ પાછળ

દોડે. બસ્સો પાંચસો ખર્ચો એટલે ખુશ. "

તપન જાણે લાંબી બેહોશી માંથી ભાનમાં આવ્યો..એને

અંદર જઈ ઘણું કહેવું હતું,પણ પોતાની મુર્ખામીનાં

થયેલાં ભાને જીભ બાંધી દીધી.એ એજ પગલે પાછો

વળી ગયો.

મોડી રાત સુધી એ પોતાનાં "ફેવરીટ"ઢાબા પર બેસી

રહ્યો.ઘરે પહોચ્યોં ત્યારે હંમેશાની જેમ પરિવાર રાહ

જોતો હતો. બધાને જોઈ એ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો.

બીજા દીવસની સવાર એ પરિવાર માટે નવી સવાર હતી.

ડો.ચાંદની અગ્રાવત

●●●●●○○○○○●●●●●○○○○○●●●●●●○○○○○

ખટકો


નિરાલી સવારથી જ ધૂંધવાયેલી હતી. બંને બાળકો

કહેતા હતાં" મમ્મી તું જા તારા 'રિયુનીયનમાં' ,અમે

નાની અને મામું સાથે મઝાં કરશું."હા મમ્મા તું

જા""તું જા" ."બસ ચૂપ એકવાર કીધુંને નથી

જવું"નિરાલી બરાડતાં બોલી,બંને બાળકો સહમી

ગયાં ,એ લોકોએ મમ્માનું આ રૂપ ક્યારેય જોયું નહોતું.


બંને બાળકો મામા સાથે બહાર ગયાં એટલે સુમન

બહેનેપુછ્યું" કેટલા વરસો સુધી આ ખટકો લઈને બેસી

રહીશ? તું વિવેક સાથે ખુશ નથી?" નિરાલી ઝંખવાણું

બોલી" ના મમ્મી એવુ જરાપણ નથી.હું બહું ખૂશ છું.

ત્યાં બધા કોલેજનાં મિત્રો હશે તો સ્મિતા અને સુહાસ

પણ હશેને? મારે એ કડવી યાદો નથી જીવવી પાછી.

સુમન બહેને પુછ્યું "તો તું અમારા પર પણ ગુસ્સે હોવી

જોઈએ અમે પણ એટલાં જ...."એ તરત બોલી "ના

મમ્મી ""તો એને પણ એક મોકો આપ એની વાત

સાંભળ,સ્મિતા તારી નાનપણ ની સખી તો,અમારા માટે

દિકરી જેવી એણે તો મિત્ર ધર્મ નિભાવ્યો." નિરાલી

નારાજગીથી બોલી એને મિત્રધર્મ નહીં દગો કહેવાય. "...

સુમનબહેને પોતાનો મોબાઈલ ખોલી ને સામે ધર્યો..

સ્મિતાનાં કેટલાય મેસેજ દેખાયાં "એ અમારી ખબર

લેતી રહે છે.એ વિનંતી કરતી રહે છે કે નિરાલી ને કહો

એકવાર મારી વાત સાંભળે."."અમને તો ખબર જ છે

પણ તને વિશ્ર્વાસ નહી આવે,એનો ખુલાસો તો એકવાર

સાંભળ."

નિરાલી એ કહ્યું"ક્યો ખુલાસો? એને ખબર હતી હું

અને સુહાસ એકબીજા માટે બન્યાં છે ,પપ્પાનાં

ગુસ્સાની બીક એટલે તમને જાણ કર્યા વિના જ અમે

લગ્ન કરવાનાં હતાં,સ્મિતા સિવાય કોઈને ખબર ન'તી

એણે સીધી પપ્પાને જ જાણ કરી દીધી." .." એણે

એવું કેમ કર્યું એ તો વિચાર" "બસ મમ્મી મારે વાત નથી

સાંભળવી,એટલે જ લગ્ન કરી અમેરિકા ગયા પછી હું

દસ દસ વર્ષથી ઘરે નથી આવી.સુમનબહેન ઉભા થયાં

અને થોડીવાર પછી નિરાલીનાં હાથમાં એક કવર

થમાવતાં બોલ્યા." સ્મિતા તારા લગ્ન પછી આવી હતી તને

મોકલવા કહ્યું હતું પરંતું મારી ઈચ્છા હતી તું એની સાથે

વાત કર.આખરે તું તારા પપ્પા જેવી જ જિદ્દી."આટલું

બોલતા એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

કવર ખોલી ને એમાનો કાગળ જોતા જ નિરાલી ને તમ્મર

આવી ગયા .

રૂમનો દરવાજો બંધ કરી કલાકો સુધી રડી.

એને યાદ આવ્યું સ્મિતા કહેતી"સુહાસ રોજ નવી છોકરી

સાથે હોય છે.એ સારો છોકરો નથી" પોતે એક વાત ન

માની.એની દલીલ હતી."એ એની ફ્રેન્ડ્સ છે.ગર્લફ્રેંડ હું

એક જ છું".પછી તો કાને વાત આવતી રહી કે એને

કોઈએ ફલાણી હોટલ કે ફલાણાં એરિયામાં જોયો

હતો .એક છોકરીએ એના માટે કોલેજ છોડવી

પડી.પોતાને પ્રેમનો કેફ હતો એટલે બધી વાતો અફવા

લાગતી.પાછો એનો વર્તાવ પણ સજ્જન જેવો.તોય

સ્મિતાએ પ્રયત્નો ન છોડ્યાં તો પોતે રૂમ બદલી નાખ્યો.

લગ્નની આગલી રાતે સ્મિતાને જાણ કરી તો કહે"ઉતાવળ

શુંછે..કોલેજ પુરી થવા દે." નિરાલીએ ચોખ્ખાં શબ્દોમાં

કઈ દીધું ."જો સ્મિતા તું આવીશ તો મને

ગમશે..બાકી..."અને બીજા દિવસે વહેલી સવારે જ

પપ્પા પહોંચી ગયા...

સુહાસ નો એ "એચ.આઈ.વી " પોઝીટીવ રીપોર્ટ એણે

ફાડી ફેકી દીધો. આટલાં વર્ષોનો બોજ હળવો

થયો.જાણે વરસાદ પછીનો સોનેરી તડકો..

ડો.ચાંદની અગ્રાવત.....