VISH RAMAT - 18 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 18

Featured Books
  • कहानी हमारी - 4

    धीरे-धीरे आश्रम मुझे अपना सा लगने लगा था।इतने सालों से जो सु...

  • सनम - 6

    अवनि की ज़िन्दगी अब Yug Pratap Singh के इर्द-गिर्द घूमने लगी...

  • चेहरा - 2

    आरव इस साल इंजीनियरिंग कॉलेज के सेकंड ईयर में था। पुणे के एक...

  • Dastane - ishq - 7

    So ye kahani continue hongi pratilipi par kahani ka name sam...

  • जवान लड़का – भाग 4

    जवान लड़का – भाग 4 जैसे कि हमने पहले के भागों में देखा कि हर...

Categories
Share

વિષ રમત - 18

વિશાખા થી છુટા પડ્યા પછી અનિકેત તેના ફ્લેટ પર ગયો તેને જમવાની કોઈ ઈચ્છા ન હતી તે બહુ થાક્યો હતો એટલે તે સીધો પલંગ માં પડ્યો અને સિગારેટ સળગાવી .. અત્યારે તેને એક જ વિચાર કરવા નો હતો કે ગુડ્ડુ શાસ્ત્રી ને કોને તેની પાછળ મોકલ્યો હશે? અને એના માટે ગુડ્ડુ શાસ્ત્રી નું બેક ગ્રાઉન્ડ જાણવું જરૂરી હતું .. એને વિચાર્યું કે પોલીસ ને એની લાશ નહેરુ પાર્ક માંથી મળી છે અને પોલીસ ને એની પડે થી એક બેગ પણ મળી છે .. પણ હાજી સુધી પોલીસ ને એના વિષે ના કોઈ નક્કી પુરાવા મળ્યા નહિ હોય એટલે તાપસ આગળ વધી શકી નહિ હોય પણ પોલીસ પણ પોતાની રીતે શોધખોળ તો કરશે જ ... હવે ગુડ્ડુ નું બેકગ્રાઉન્ડ મેળવવું હોય તો બે જ જગ્યાએથી મળી શકે એક તો એના ઘેર જવું પડે અથવા તો એ જ્યાં કામ કરતો હોય ત્યાં જવું પડે ઘરની માહિતી મેળવવી અંધારી છે તો એજ જગ્યા ની માહિતી મેળવવી જોઈએ કે જ્યાં એ કામ કરતો હતો
અનિકેત નું મગજ બહુ સ્પીડ થી વિચારતું હતું તે એક ઝટકાથી પલંગ માંથી ઉભો થયો અને પોતાનું લેપટોપ ખોલ્યું . લેપટોપ ને ઈન્ટરનેટ થી જોડાવા માં બહુ વાર ના લાગી અને અનિકેત છેલ્લા કેટલાય મહિના ઓ ના બધા છાપામાં એક ફ્રી લાન્સર પત્રકાર તરીકે ગુડ્ડુ એ લખેલા લેખો શોધવા માંડ્યો.
ગુડ્ડુ ફ્રી લાન્સર ફોટોગ્રાફર હતો એટલે અનિકેત એટલું તો સમજતો હતો કે એના લેખ કોઈ એક ન્યુઝ પેપર માં નહિ હોય એને છેલ્લા છ મહિના ના લગભગ બધા છાપા ઓન લાઈન જોઈ લીધા અને એમાંથી ત્રણ ચાર છાપાઓ કે જેમાં ગુડ્ડુ ના લેખો કે સમાચાર હતા એની પ્રિન્ટ આઉટ કાઢી લીધી અનિકેત ને આટલા કામ થી સાંત્વના થઇ અને આવતી કાલે આ છાપ ઓ ની ઓફિસ માંથી કૈક તો માહિતી મળશે એવી આશા સાથે સુઈ ગયો

******.
અનિકેત તો શાંતિ થી સુઈ ગયો પણ ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ની ઊંઘ હરામ થઇ ગઈ હતી કારણ કે ગુડ્ડુ મર્ડર કેશ ની એક પણ કદી હાજી સુધી મળી ન હતી ...રાત ના ૩ વાગે પણ એ પોલીસ સ્ટેશન માં હાજર હતો . અત્યારે એ સિગારેટ પી રહ્યો હતો અને ગુડ્ડુ ની સાંકેતિક ભાષા માં લખેલી ડાયરી નો ભેદ ઉકેલવા માંથી રહ્યો હતો
રાત ની નીરવ શાંતિ વચ્ચે પોલીસ સ્ટેશન ની બહાર એક જીપ ઉભી રહેવા નો અવાજ આવ્યો અને તરત જ સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા ઉતાવળ માં અંદર આવ્યો
હરિ શર્મા એ અંદર આવી ને સેલ્યુટ કર્યું રંજીતે એને બેસવા કહ્યું અને હવાલદાર ચૌહાણ ને ચા લેવા મોકલ્યો.
હરિ શર્મા એ એક કાગળ રણજિત ને આપ્યો.
" સર વિનોદ અગ્રવાલ ના નંબર વાળું કાર્ડ વિનોદ અગ્રવાલે પોતેજ ખરીદ્યું હતું અને એ એમના નામ નું જ છે . એ પેદા રોડ પાર ની એક મોબાઈલ શોપ માંથી ખરીદવા માં આવ્યું હતું .. " હરિ શર્મા ફટાફટ બોલવા લાગ્યો આ બધી ડીટેલ પેલા કાગળ માં લખેલી હતી નવાઈ ની વાત એ છે કે આ કાર્ડ સાથે વિનોદ અગ્રવાલે એપલ નો રૂપિયા દોઢ લાખ નો ફોન ખરીદ્યો હતો " હરિ શર્મા થોડું રોકાયો.
" આ માહિતી તને કોને આપી? " રંજીતે આશ્ચર્ય થી સવાલ કર્યો.
" હું પોતે પેડર રોડ ની એ શોપ માં ગયો હતો એનો મલિક વિનોદ અગ્રવાલ ને બરાબર ઓળખાતો હતો કારણ કે એક તો વિનોદ અગ્રવાલ ફેમસ બિઝનેસ મેન હતો અને એ દુકાન નો કાયમી ગ્રાહક હતો .....". હરિ શર્મા બોલતો હતો ને રણજીત ધ્યાન થી સાંભળતો હતો
" મહત્વ ની વાત તો હવે આવે છે સર. આ નંબર જયારે સ્વીટ્ચ ઓફ થયો ત્યારે એનું લાસ્ટ લોકેશન જુહુ વિસ્તાર માં હતું કે જ્યાં વિશાખા બજાજ નો બંગલો છે ...!!! " હરિ શર્મા થોડું રોકાયો ... હવાલદાર ચૌહાણ બે ચા ના ગ્લાસ મૂકી ગયો હરિ અને રણજિત બંને એ ચા ની એક સીપ મારી. હરિ શર્મા એ પોકેટ માંથી બીજો કાગળ કાડયો ..અને રણજિત ને આપ્યો
"
સર આ ગુડ્ડુ શાસ્ત્રી ના ગામ ના ઘરનું સરનામું છે તે માધ્ય પ્રદેશ ના ભોપાલ પાસે હડિયા ગામ આવેલું છે એનો વતની હતો હડિયા પોલીસ નો કોન્ટાક્ટ કરી ને તેના માં બાપ ને ખબર આપી દીધી છે એ આવતી કાલે આવી ને ગુડ્ડુ ની લાશ લઇ જશે .. અને હા એ મુંબઈ માં મલાડ ના મનીષ એપાર્ટમેન્ટ માં ફ્લેટ નંબર ૧૦૫ માં ભાડે રહેતો હતો". હરિ શર્મા બહુ માહિતી લઇ ને આવ્યો હતો