Agnisanskar - 20 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 20


અંશ પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવવા જઈ રહ્યો હતો કે અમરજીતનો બેંગલોરનો એક મિત્ર આવી ગયો.

" હેય... અમરજીત..." થોડે દૂરથી એ મિત્રે રાડ નાખીને કહ્યું.

" રિષભ તું અહીંયા!! વોટ અ સરપ્રાઈઝ!" અમરજીત ઊભો થઈને રિષભના ગળે મળ્યો. આ મોકાનો ફાયદો ઉઠાવતો અંશ ત્યાંથી ચાલતો બન્યો. આ રીતે અંશે પોતાની ઓળખ છૂપાવી રાખી અને કામ કરીને ઘરે પૈસા આપતો રહ્યો.

**********

અંશ અને કેશવ બંને દસ વર્ષના થઈ ગયા હતા અને કેશવનું પાંચમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું હતું.

કેશવના રીજલ્ટથી દુઃખી રસીલા એ કહ્યું. " હું શું કરું તારું..તને કેટલી વખત કીધું છે કે વાંચવા બેસ, વાંચવા બેસ પણ નહિ તારે તો બહાર મિત્રો સાથે રમતો જ રમવી છે ને..."

" સોરી મમ્મી...હું નેક્સ્ટ ટાઇમ પાકું વાંચીશ અને સારા માર્ક સાથે પાસ થઈશ બસ તું ઉદાસ નહિ થા...."

મમ્મીનો ઉદાસ ચહેરો કેશવ ક્યારેય જોઈ શકતો નહિ. જ્યારે પણ એની ભૂલના લીધે મા દુઃખી થતી તો એ ગુસ્સામાં પોતાના જ ગાલ પર તમાચો મારતો અને ખુદને સજા આપતો.

" ચલ જે થઈ ગયું એ થઈ ગયું... હું જાવ છું ખેતરે તું આરામથી જમી લેજે હો ને..."

" પણ મમ્મી તને તો તાવ આવે છે...આવી હાલતમાં ખેતરે જવું જરૂરી છે?"

" તું જ્યારે મોટો થઈને કમાઈને લાવીશ ને..ત્યારે હું કોઈ પણ કામ નહિ કરું ઠીક છે, પણ અત્યારે તો મારે જવું જ પડશે, ચલ મને જવા દે મોડું થઈ જશે તો શેઠ મારી અડધી દાડી કાપી નાખશે..." રસીલા કામ કરવા બાજુના ખેતરે જતી રહી.

કેશવને પૈસાની જરૂરિયાત સમજવા આવવા લાગી હતી પરંતુ આટલી નાની ઉમરમાં પૈસા કેમ કમાવવા એ મુજવણ એમને સતાવી રહી હતી. પૈસા વિશે વિચાર કરી જ રહ્યો હતો કે એમનો ખાસ મિત્ર બોલાવવા આવ્યો.

" કેશવ ચલ જલ્દી મેદાનમાં...." રાઘવે કહ્યું.

" પણ શું થયું એ તો બોલ..."

" તું ચાલ તો ખરા..."

રાઘવ કેશવને ખેંચતો પોતાની સાથે લઈ ગયો.

મેદાનમાં એક ગોળ કુંડાળા વચ્ચે એની જ ઉંમરનો એક છોકરો એના કરતાં ત્રણ વર્ષ મોટા છોકરા સાથે લડી રહ્યો હતો.

" આ વળી કેવી રમત છે?" કેશવે સવાલ કર્યો.

" આ તને તેર વર્ષનો છોકરો દેખાય છે ને એ પોતાને આ ગામનો સૌથી તાકતવર છોકરો ગણે છે..અને એમણે શરત લગાવી છે કે જે કોઈ છોકરો એમને આ ગોળ કુંડાળાની બહાર કાઢી નાખશે એને એ પાંચસો રૂપિયા ઇનામમાં આપશે.."

" શું નામ છે એનું?"

" એ ખુદને શેર કહીને બોલાવે છે..."

કેશવ મંદ મંદ હસવા લાગ્યો. " શું નામ કીધું શેર!!!"

" હસવાનું બંધ કર સાંભળી જશે તો..."

" એ રાઘવ કોણ છે આ? આને બોવ હસવું આવે છે હે, શું વાત છે? લાગે છે એને મારી તાકતનો અંદાજો નથી." ઘમંડ સાથે શેરે કહ્યું.

" આનું નામ કેશવ છે, રસીલા આંટીનો દીકરો..."

" ઓહ! આ તો એ જ છે ને જેનો બાપ દારૂના ધંધામાં કામ કરતો હતો..." શેરની સાથે ઉભેલા સાત આઠ છોકરાઓ પણ હસવા લાગ્યા.

" હા અને જેની મા આજે વિધવા છે એનો જ બાળક છે આ..." બાજુમાં ઊભેલા એના એક મિત્રે કહ્યું.

મા બાપની વિરુદ્ધ કોઈ પણ ખરાબ વાત સાંભળીને કેશવ ચૂપચાપ બેસી રહે એવો કમજોર ન હતો. તેણે મુઠ્ઠી વાળી અને ગુસ્સામાં કહ્યું.

" શું નામ છે તારું શેર? લાગે છે તારા મમ્મી પપ્પા જંગલમાંથી આવ્યા છે...જોજે તારી ગેરહાજરીમાં કોઈ એને બંદૂકથી ન ઉડાવી દે.." કેશવ બધા સામે એકલો હસ્યો.

" જીભ બોવ ચાલે છે ને તારી...આવ મેદાનમાં તને પણ ખબર પડશે કે આ શેર આખીર છે કોણ?"

" હું જીતી ગયો તો??"

" તો આ પાંચસો રૂપિયા તારા..."

" કેશવ જવા દે સાચું કહુ છું...તું આની સામે નહિ ટકી શકે..." રાધવે ચેતવતા કહ્યું.

" તું પોતાનું મોં બંધ રાખ અને જો હું શું કરું છું..." કેશવ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યો અને ગોળ કુંડાળાની વચ્ચે શેરની સામે ઊભો રહી ગયો.

" નિયમ તો ખબર છે ને..જે ગોળ કુંડાળાથી બહાર જશે એ આઉટ અને અંદર રહેશે એ આ રમતનો વિજેતા ગણાશે.."

" તો શરૂ કરીએ...." કેશવ એ રમત શરૂ કરવાની ઘોષણા કરી દીધી.

ક્રમશઃ