Collageni Duniya - 4 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | કૉલેજની દુનિયા - 4

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

કૉલેજની દુનિયા - 4

હવે આગળ જોઈએ તો,...

દિવ્યા કોલેજે પહોંચે છે અને ત્યાં તેની મુલાકાત કોલેજના એક જૂના વિદ્યાર્થી સાથે થાય છે.દિવ્યાને પહેલી નજરે જોતા જ તે પાગલ થઈ જાય છે.હજી બધા લોકો બસમાં બેસવાની તૈયારી કરતા હોય છે દિવ્યા તેની સહેલીઓ સાથે જઈને બેસે છે તે બસમાં દિવ્યાના બધા મિત્રો સાથે હોય છે પણ શ્યામ આ પ્રવાસમાં આવતો નથી.બાકી શિવાય,કરન અને તેની બંને ફેન્ડ,અમન બધા જ હોય છે અમન આ કોલેજમાં તો નહોતો પણ કોલેજના પ્રિન્સિપલ અને અમનના પિતા બંને ખૂબ સારા મિત્રો હતા તેથી અમન પણ આવે છે.હવે પહેલો જૂનો વિદ્યાર્થી દિવ્યાની બસમાં જ આવે છે અને દિવ્યાને કહે છે હેલો હું મનન છું ત્યારે દિવ્યા તેની સાથે હાથ મિલાવતા કહે છે હું દિવ્યા છું પણ પેલો તો દિવ્યાનો હાથ છોડતો જ નથી દિવ્યા પોતાનો હાથ તેના હાથમાંથી ખેંચી લે છે તો મનન તેની સામે મરકમરક હસે છે.

દિવ્યાની સાથે આ બસમાં વિનય નામનો એક છોકરો હોય છે દિવ્યા તેના મિત્રો સાથે ખુદના વિશે વાત કરે છે કે મને તો કોલેજમાં આ ઈનામો મળ્યા અને આ સર્ટીફિકેટ મળ્યા તો બધા કહે છે હા તું તો છે જ ટેલેન્ટેડ.આ સાંભળી વિનયથી રહેવાતું નથી એટલે તે કહે છે ફેકુ કેટલું ખોટું બોલે છે?ખુદ વિશે જ વાતો કર્યા રાખે છે અને પાછા તમે બધા તેને ખોટે ખોટું બટર લગાવો છો.આ સાંભળી દિવ્યા તેની સાથે લડે છે પછી બંને એકબીજાને નામો આપે છે વિનય દિવ્યાને મિસ ફેકુ અને ચૂડેલ કહે છે તો દિવ્યા તેને ભૂત,પાગલ એવું કહે છે બંને નાની નાની વાતમાં લડવા લાગે છે.

આ સિવાય તે બસમાં મયુર નામનો એક છોકરો હોય છે તે પણ દિવ્યાને ચુડેલ જ કહે છે પણ તે બહુ લડાઈ તો નથી કરતો.બહુ થોડા સમયમાં તે દિવ્યા સાથે દોસ્તી કરી લે છે અને તેને પોતાના મનની બધી વાતો કહી દે છે કે પોતે કેવો છે? તે એક છોકરીને ખૂબ જ ચાહે છે પણ તેની ખુશી માટે તેનાથી દૂર રહે છે આવી તો ઘણી બધી સત્ય હકીકત કે જે કોઈ પોતાના‌ ખાસ મિત્ર ને જ કરી શકે તે બધું દિવ્યા આગળ કહી દે છે તે દિવ્યાની દરેક વાત માને છે પણ એક‌ વખત મજાકમાં દિવ્યાને કહે છે કે તમે કેટલું મીઠું મીઠું બોલો છો? આવું બોલીને ઘણા બધા છોકરાને પટાવી લીધા હશે પણ જો કે આ વાત સાચી તો નહોતી‌ કારણ કે દિવ્યા બધાને પોતાનાથી દૂર જ કરી દેતી‌ હતી એટલે કોઈ તેની આસપાસ ના રહે અને દુખી ન થાય.

દિવ્યા ખૂબ જ મસ્તીખોર છોકરી હતી એટલે બધા સાથે હળીમળી જતી હતી પણ અમુક લોકોને તે દેખાતું નહોતું કે દિવ્યા બધા માટે સારું જ વિચારતી.

ત્યારપછી બસમાં બધા અતાક્ષરી રમવાનું ચાલુ કરે છે જોકે શિવાય તો આમાં ખૂબ હોશિયાર જ છે પણ રોમેન્ટિકમાં મનન સૌથી વધારે હતો તે ઝડપથી આવી અને દિવ્યાની પાસે બેસી જાય છે જોકે રમતા સમયે તો બધાને એક જ જગ્યાએ રહેવું પડે એટલે તે દિવ્યાની સાવ લગોલગ બેસી જાય છે જેથી ચાલતી બસે દિવ્યા સાથે જ ટકરાય વારંવાર.દિવ્યા તો બહુ ગુસ્સામાં ત્યાંથી જવા જાય છે તો મનન તેને પકડી રાખે છે અને ધીમેથી તેની પાસે જઈને કહે છે કે જો તું અહીંથી ગઈ તો બધાની સામે તારા હોઠ પર કિસ કરીશ.હવે વિચારી લે તારે શું કરવું છે તે હવે દિવ્યા ત્યાંથી જઈ તો નથી શકતી પણ મનન ત્યાં પણ શાંતિ થી બેસતો નથી તે વારેવારે દિવ્યાને કંઈકને કંઈક કહ્યા જ રાખે છે અને દિવ્યાને તેના પાસે બહુ અજીબ લાગે છે.

દિવ્યા અંતે ત્યાંથી ભાગી જ જાય છે ત્યાં અચાનક બસ ખરાબ થઈ જાય છે તો બધા બહુ દુખી થઈ જાય છે પણ મનન કહે છે એમાં શું આપણે બસમાં મસ્તી કરતા તેમ અહીં કરીશું એમ કહી બધાને વાતોમાં વ્યસ્ત કરી દે છે પણ એક વ્યકિત દિવ્યા સાથે બહુ લડાઈ કરે છે અને તેને બદનામ કરે છે તો મનન તેની સાથે ખૂબ જ લડાઈ કરે છે તેને તે વાતોથી જ લડે છે એ વાત દિવ્યાને ખૂબ જ ગમે છે કે આના વિશે વિચારતી હતી તે ખોટું હતું.સાચે જ તે બહુ સારો માણસ હતો અને દિવ્યાને દિલથી ચાહતો હતો પણ દિવ્યા તેને નહોતી પસંદ કરતી એટલે કે પ્રેમ નહોતી કરતી જો કે દિવ્યા કોઈને પણ પસંદ નહોતી કરતી.

દિવ્યા પોતાના માતાપિતાના પ્રેમ માટે ખૂબ જ તડપી હતી આથી તેને પ્રેમ પર વિશ્વાસ જ નહોતો આવતો અને ના તો કોઈ સાથે રહેવા માગતી હતી તે એકલી અને પોતાની રીતે જીવન જીવવા માગતી હતી કોઈ કહે તે રીતે જીવવું તેને નકૅ જેવું લાગતું હતું.

મનન દિવ્યાને સાચો પ્રેમ કરતો હતો તે દિવ્યા સારી રીતે સમજી ગઈ હતી પણ તે શું કરે તેની તેને સમજ જ નહોતી પડતી.મનન તેને પામવા માટે ઘણું બધું કરે છે.

બસ ચાલુ થતા બધા પાછા બસમાં ગોઠવાય જાય છે ત્યારે દિવ્યા અજય નામના એક છોકરાને મળે છે તે દિવ્યાને મેમ મેમ કહીને બોલાવે છે જોકે દિવ્યાને કોઈપણ સાથે ભળતા માત્ર 5 મિનિટ જ થાય છે તે તો અજય સાથે પણ ખૂબ જ મસ્તી મજાક કરે છે જો કે તે દિવ્યા પાસેથી કવિતામાં મદદ લેવા માટે આવ્યો હતો તો દિવ્યા તેની મદદ કરે છે અને તેને સારી રીતે સમજાવે છે તે બહુ શાંત અને સરળ પ્રકૃતિનો માણસ છે આથી દિવ્યા તેને તરત જ પોતાનો મિત્ર માની લે છે દિવ્યા તેને પ્રવાસ વિશે જણાવે છે કે જમ્મુ બહુ સુંદર જગ્યા છે તે લોકો જમ્મુ કાશ્મીરનાં પ્રવાસે જાય છે એટલે દિવ્યા ત્યાં બે વાર જઈ આવી છે તેથી ત્યાંની સુંદરતા વિશે બધાને કહે છે.

દિવ્યા ખુદ જેટલી સુંદર હતી તેની વાતો પણ તેવી જ સુંદર હતી પણ પહેલા માણસે તેની બદનામી કરી આથી તે બહુ દુખી થઈ ગઈ હોય છે જોકે ત્યાં તે કલાક સુધી રડી હતી.બહુ મુશ્કેલીથી મનન તેને શાંત રાખે છે અને તેની સાથે ઉભો રહે છે જો કે તે સમયે કરન પણ તેના માટે ખૂબ જ લડે છે પણ મનન પણ લડે છે.

દિવ્યા ખુદને બહુ નસીબદાર માને છે કેમ કે તેને આટલા સરસ મિત્રો મળ્યાં છે તે બદલ તે પ્રભુનો આભાર માને છે જો કે ત્યારે ત્યાં અમન નહોતો તેથી તે દિવ્યાને પૂછે છે કે શું થયું એટલે દિવ્યા તેને બધી જ વાત કરે છે અને અમન તેને બહુ પ્રેમથી સમજાવે છે દિવ્યા આમ પણ અમન સાથે વાત કરી હંમેશાં જ હસતી કારણ કે તે ખૂબ જ મસ્તીખોર હતો.બધાને તે હસાવતો જ રહેતો હતો,ઘણા બધા જોકસ કહેતો અને તેની સામાન્ય એવી વાતમાં પણ હાસ્ય ભરેલું રહેતું.અમન અને દિવ્યા એકબીજાની બધી વાતો કહ્યા વિના જ સમજી જતા હતા.

હવે આગળ ના ભાગમાં જોઇએ શું થાય છે તે....