Collageni Duniya - 5 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | કૉલેજની દુનિયા - 5

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

કૉલેજની દુનિયા - 5

આગળ જોઈએ તો...


દિવ્યાની દોસ્તી અમન અને દિવ્ય સાથે ખૂબ જ સારી‌ હતી પણ બીજા લોકો સાથે પણ તે એ જ રીતે રહેતી.તેને ખોટા દેખાવ કરતા ના આવડે તે જેવું હોય તેનુ તેવું જ બધાને કહી દેતી.

પ્રવાસના સ્થળે હવે બસ પહોંચી ગઈ હતી અત્યાર દિવ્યાએ બધા મિત્રો સાથે મસ્તી કરી લીધી હતી ત્યાં બસમાંથી ઉતરતા સમયે તે દિવ્ય સાથે ટકરાય જાય છે અને પડવાની તૈયારીમાં જ હોય છે ત્યાં દિવ્ય તેને પકડી લે છે પછી થોડી વાર માટે બંને એકમેકમાં ખોવાઈ જાય છે પછી દિવ્યા દિવ્ય સાથે મજાકમાં લડે છે કે પાગલ તમને તો કાંઈ દેખાતું જ નથી.હમણાં હું પડી જાત તો દિવ્ય કહે છે પડી તો નહીં ને હું થોડો જ તને પડવા દઉ.

દિવ્ય સાચે જ થોડો પાગલ હતો કારણ કે દિવ્યા તેના પર ગમે તેવો ગુસ્સો કરે કે તેને ગમે તે બોલી દે તે ચૂપચાપ સાંભળી લે ખુદની કાંઈ ભૂલ ના હોય તો પણ કાંઈપણ ના કહે એટલે જ દિવ્યા ગુસ્સો કરી પછી ખુદ જ દુખી થઈ જાય કે તે શા માટે દિવ્ય પર ગુસ્સો કરે છે પણ પછી તે જ માફી માંગે.દિવ્યને માફી માંગતા પણ ના આવડે.

હવે તે બધા સૌ પ્રથમ વૈષ્ણોદેવી ગયા હતા ત્યાં પહોંચી તે બધા ચાલવાનું શરૂ કરે છે રસ્તામાં બધા વારાફરતી વારા દિવ્યા સાથે લડાઈ કરવા પહોંચી જાય છે છેલ્લે મનન આવે છે તે સમયે દિવ્યા ચાલીચાલીને થાકી ગઈ હોય છે એટલે દિવ્યા આવતાની સાથે જ મનનને કહી દે છે કે હું થાકી ગઈ છું તો તમે હવે હેરાન ના કરતા તો મનન કહે હું તને તેડીને બાકીનો રસ્તો ચડાવું.દિવ્યા ગુસ્સામાં કહે છે હું કોઈ નાની બેબી થોડી જ છું હું ચડી જઈશ.ત્યાં એક કિલોમીટર પહેલા ખૂબ જોરથી પવન ફૂંકાવા લાગે છે અને વરસાદ શરૂ થઈ જાય છે અને ઉપરથી પથ્થરો પડવા લાગે છે અને દિવ્યાના પગ જામ થઈ જાય છે તે કહે છે હવે હું નહીં ચાલી શકું બધા ત્યાં રોકાઈ જાય છે પણ મનન આ વખતે દિવ્યાને પૂછયા વિના જ તેને ઉપાડી લે છે દિવ્યા બહુ ગુસ્સો કરે છે તો મનન કહે છે જાજુ બોલીશ તો તારા હોઠ બંધ જ કરી દઈશ.

હવે બાકીના એક કિલોમીટર નો રસ્તો મનન દિવ્યાને ઉપાડીને ચડે છે દિવ્યાએ રસ્તામાં કાંઈ જ ખાધું પીધું નહોતું તેથી તેને ચકકર આવે છે પણ ત્યાં પહોંચતા જ અમન અને દિવ્ય તેની બંને બાજુ આવી જાય છે તે બંનેને ખબર છે કે આ એક કિલોમીટર આની સાથે રહી છે દિવ્યા હવે ખબર નહીં બધા સામે લડશે તો એવા ડરથી તે બંને દિવ્યાની સાથે રહે છે પણ દિવ્યા મનન સામે જોઈ થોડી શરમાય જાય છે અને ત્યાંથી તેઓ મંદિરમાં દશૅન કરવા જાય છે પાછા ફરી અમન અને દિવ્ય દિવ્યાને કહે છે તને જમવાની કે તારું ધ્યાન રાખવાની ખબર જ નથી પડતી ને પછી તે બંને તેના પહેલા મેગો જ્યૂસ આપે છે અને ખાવાનું આપે છે દિવ્યા તેમાં પણ નખરા કરે છે તો શિવાય અને કરન પણ તેના પર ગુસ્સો કરે છે.

દિવ્યા હસતા હસતા કહે છે તમે બધા મને નાની બેબીની જેમ ખીજાવો છો તો કરન કહે છે તું કરશ જ એવું તો કહેવું જ પડે ને તને ખુદ વિશે કાઈ વિચારતી જ નથી ને.બધાને હેરાન કરશ પણ તારા વિના અમને બધાને ચાલે પણ નહીં આ સાંભળી વિનય કહે છે હવે પાછા તમે બધા આને બટર લગાવવાનું ચાલું કરો છો પછી આ બંનેની લડાઈ ચાલું થઈ જાય છે.

ત્યારપછી ત્યાંથી બધા જમ્મુની બૉડૅર જોવા જાય છે ત્યાં પણ ખૂબ જ મોજ મસ્તી અને મજા કરે છે જમે છે અને ત્યાં જઈને દિવ્યા કહે છે ચાલો આપણે પાકિસ્તાનમાં આટો મારતા આવી મયુર કહે તમે જાઓ ચૂડેલ બની જોતાં આવો અને એક બે આતંકવાદી ને મારતા પણ આવજો.દિવ્યા તેને કહે તમે,વિનય અને મનન જાઓ આમ પણ તમે ત્રણેય ભૂત જ છો તો તમે જાશો તો ઘણાં બધાને મારી શકશો હું એકલી કેટલા મારી શકું.

આ ત્રણેય દિવ્યાને ભૂત જ કહેતા હતા.આ‌ સિવાય પણ દિવ્યાને બધાયે મળીને ઘણા બધાં નામો આપ્યાં હતાં દિવ્યા તો આ પ્રવાસમાં ખૂબ જ મજા કરે છે અને તેના બધા દુખોને ભૂલી જાય છે દિવ્યા સાથે બધાને મજાક મસ્તી કરવાની મજા પડે છે હવે રાત પડી જાય છે અને બધા પોતપોતાનાં રૂમમાં જતાં રહે છે મનન દિવ્યાને ગુસ્સો અપાવવા કહે છે તું ચૂડેલ બની સાચે જ પાકિસ્તાન જતી નહીં નહી તો હું એકલો તારા વિના શું કરીશ.

દિવ્યા તેને માડ ભગાડે છે ત્યાં શિવાય આવે છે અને દિવ્યા માટે ગીતો ગાવા લાગે છે દિવ્યા ગુસ્સો‌ કરીને તેને પણ‌ ભગાડે છે તો દિવ્ય આવી કહે છે જોજે તારા કોઈ આશિક સાથે ભાગી ના જતી રાતો રાતમાં.દિવ્યા બહુ થાકી ગઈ હતી તેથી તેને કહે છે હાલ મને સૂવા દયો નહીં તો હું તમને છોડીશ નહિ તે હસતા હસતા ત્યાથી ચાલ્યો જાય છે પછી દિવ્યા આરામથી મસ્ત મજાના સપનામાં ખોવાઈ અને સૂઈ જાય છે સવારે બધા નાહીધોઈને નાસ્તો કરવા બહાર નીકળે છે પણ દિવ્યા દેખાતી નથી આથી અમન તેને શોધવા રૂમમાં જાય છે તો તે આરામથી સૂતી હોય છે અમન તેને જગાડે છે અને કહે છે બધા નાસ્તા માટે પહોંચી ગયા અને તું હજી સૂતી છે જલ્દીથી બહાર ચાલ તારા પ્રિય આલુ પરાઠા છે નાસ્તામાં.

દિવ્ય નાહીધોઈને બહાર આવી તેનો પ્રિય નાસ્તો કરે છે પછી તે બધા આખું જમ્મુ ફરે છે જમ્મુમાં ઘણા સુંદર સુંદર સ્થળો ફરી પછી તે બધા કાશ્મીર જાય છે ત્યાંની સુંદરતા તો આમ પણ માણસને મંત્રમુગ્ધ કરી દે છે.

જમ્મુમાં દિવ્યાને મળવા માટે તેના અંકલ અને ભાઈ આવે છે તેને જોઈને દિવ્યા ખૂબ જ ખુશ થઈ જાય છે તેના અંકલ બધાને તેના ઘરે આવવાનું આમંત્રણ આપે છે તેના મેમ અને સરને ખૂબ આગ્રહ પૂવૅક આવવાનું અને જમવાનું કહે છે તે આવ્યા ત્યારે પણ બધા માટે ઘણો‌ બધો નાસ્તો અને ફ્રુટ લઈને આવે છે.દિવ્યાના અંકલ એક ખૂબ જ સારા અને દિલદાર માણસ‌ હતા તે બધા સાથે હળીમળી જતા હતા.

દિવ્યાના અંકલના કહેવાથી બધા તેમના ઘરે‌ જવા માટે સહમત થાય છે પણ દિવ્યા કહે છે અમે આવીશું પણ‌ રસોઈ તો અમે બધા મળીને બનાવી લઈશું કારણ કે દિવ્યાના આન્ટી બહુ બિમાર રહે છે તે કોઈપણ કામ‌ કરી શકતા નથી તેથી દિવ્યા તેના અંકલ સામે આવી શરત મૂકે છે પછી તે પણ માની જાય છે .પછી બધા તેમના બહુ મોટા અને ખૂબ વિશાળ એવા મકાનમાં જાય છે અને રસોઈ બહાર જ ચૂલો‌ બનાવી તેમાં કરે છે બધા હળીમળીને એક એક‌ કામ વહેંચી અને કરી લે છે‌ આ જોઈ દિવ્યાના આન્ટી બહુ ખુશ થઈ જાય છે.

હવે જોઈએ આગળ શું થાય છે તે....


❣️❣️❣️ "Rup"