DECISION in Gujarati Short Stories by ADRIL books and stories PDF | નિર્ણય...

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

નિર્ણય...

નિર્ણય... 

 

 

સ્ત્રી હોય કે પુરુષ - પોતાના પહેલા પ્રેમ થી દૂર થઇ ને કોઈ બીજા પાત્ર સાથે જિંદગી નિષ્ઠા થી નિભાવવી કેટલી બૉરિંગ હોય છે  એ વાત રાશિના વિશાલ સાથેના જીવન નું એક જીવન્ત ઉદાહરણ હતું. 

 


બન્ને ના એકબીજા સાથેના વર્તન મુજબ એ સ્પષ્ટ દેખાતું હતું કે એ બન્ને એક સમજૌતા નો રિશ્તો જીવી રહયા હતા,..  કદાચ એટલે જ રાશિ વિશાલ ને કોઈ સંતાન નહોતું,.. 

 


સમય જતા રાશિ ને એ પણ સમજાઈ ગયું હતું કે પોતે વિશાલ ની પહેલી પસંદ નહોતી. 

વિશાલ ના પિતાજીએ વિશાલ માટે રાશિ ની પસંદગી કરી ત્યારે જ વિશાલે પોતાના પ્રેમ પ્રકરણ ને પૂરું કરી દીધું હતું.  

 


બીજી બાજુ કદાચ રાશિને પણ એની મરજી પણ પૂછવામાં આવી નહોતી. હા એ વાત અલગ હતી કે સમય જતા રાશિ વિશાલ ને પસંદ કરવા લાગી હતી, પરંતુ વિશાલ તરફથી એ સન્માન તો પામી શકતી પણ સ્નેહથી વંચિત રહી જતી. 

 


પિતાજીની હયાતી હોવા છતાં  વિશાલે સિમ્મી ના લગ્ન પોતાનાથી ચાર ઘણી હૈસિયત ધરાવતા આનંદ પરિવાર માં ખુબ જ ધામધૂમ થી કરાવ્યા હતા .....  સિમ્મી આનંદ ને ત્યાં યેષા નો જન્મ થયો ત્યારે પણ વિશાલે ખુશ થઇ ને બહેનને ભેટ સોગાદો માં નહવડાવી દીધી હતી,..  

 

 

પિતાજી ના અવસાન પછી વિશાલે પોતાની મોટી બહેન સિમ્મી અને નાની બહેન આસ્થા ને પિતાજી કરતા પણ વધારે લાડથી રાખી હતી,..   


 

સ્કૂલ માં જવાનું શરુ કર્યું ત્યારથી જ દરેક વેકેશનમાં મામાને ત્યાં આવવાનો યેષાનો કાયમી ક્રમ હતો.


આસ્થા - વિશાલ ની યન્ગેસ્ટ અને અનમૅરિડ સિસ્ટર તો યેષા ની બીજી માં બની ગઈ હતી. યેષાની જીદ્દ ક્યાંય પુરી ના થાય એ બધી જ જીદ્દ આસ્થા પુરી કરતી.. એના વધુ પડતા લાડ ને કારણે યેષા ના સ્વભાવમાં એક વાત વિકસી હતી કે એ ખોટી વાત નો વિરોધ કરતા ક્યારેય ખચકાતી નહિ.. 

 


આસ્થાને એમબીએ કરવું છે એ વાત ઘરમાં જાહેર થઇ પછી એના પરણવાની ઉતાવળ ના તો વિશાલ કરતો ના તો આસ્થા પોતે કરતી કે ના પરિવાર ના બીજા કોઈ સભ્યો કરતા,..   

 


દરેક વેકેશનમાં યેષા ને મામા ને ત્યાં આસ્થા માસી સાથે જલસા જ પડી જતા હતા.. પરંતુ આ વખતે લગભગ 2 અઠવાડિયા થી મામા ને ત્યાં વૅકેશન માં આવેલી યેષા ને કંઈક ખટકતું હતું.. મામા ના ઘરમાં પહેલા જેવી ખિલખિલાટ ગાયબ હતી. એક ભારે માહોલ એ અનુભવી શકતી હતી,.. 

 


પોતાના ઘરમાં નક્કી કરેલા પ્રોગ્રામ મુજબ યેષા ના માતાપિતા એટલે કે સિમ્મી & આનંદ યેષા ને વેકેશન પૂરું થાય ત્યારે સાથે લેવા આવવાના હતા. પરંતુ ઘરમાં કંઈક તો સમસ્યા હતી એનો અહેસાસ થયા બાદ યેષાએ પોતાની માં ને વહેલા બોલાવી લેવાનો આગ્રહ વિશાલમામા ને કરવા માંડ્યો હતો. 

 


વિશાલ ને પણ સિમ્મીને મળીને મનનો ભાર ઉતારવો હતો એટલે એને પણ એ વાત વ્યાજબી લાગી. 

બીજે જ દિવસે વિશાલે સિમ્મી ને પણ કૉલ કરી ને અઠવાડિયું વહેલા આવવા જણાવી દીધું. 

 


~~~~~~~

 


 


ચિંતિત હોવા છતાં આવતા ની સાથે જ માં-દીકરી ( સિમ્મી, અને યેષા ) સનરૂમ માં પત્તા રમવા લાગ્યા હતા,... 

 

યેષા - "લાલ રાણી "

સિમ્મી - "કાળી બાદશાહ" 

યેષા - "ફલ્લી પંજો "

સિમ્મી - "લાલ દસ્સો" 

યેષા - "ડાયમન્ડ ગુલામ"

સિમ્મી - "કાળી સત્તો" 

યેષા - "લાલ તીરી"

સિમ્મી - "ફલ્લી ચોક્કો" 

યેષા - "ડાયમન્ડ એક્કો"

સિમ્મી - "કાલી દુરી" 

યેષા - "લાલ અઠ્ઠો"

સિમ્મી - "લાલ દસ્સો" - આઈ વીન - પાન ઉપર પાન 

 

" એય, નો નો નો નો  .... કલર ઉપર કલર નહિ ચાલે,.. નમ્બર ઉપર નમ્બર જોઈએ,.. " યેષાએ ઈશારો કરતા એની માઁને કહ્યું 

 

સિમ્મી, -  "ચલ ચલ,.. ચીટિંગ નહિ,.."

 

યેષા, - "એ હેલો,.. કઈ પણ હા, મૉમ,.. ??? દુરી પર દુરી કે બાદશાહ પર બાદશાહ - તો જ હાથ બન્યો કહેવાય,.. કઈ પણ ના ચાલે .. ઑકે ?.. જરા સમજો, પ્લીઝ,.. .. " યેષા એ ફરીથી સ્ટ્રોંગ થઇ ને કહ્યું.  

 

"કેમ ? રંગ ઉપર રંગ આવવાથી હાથ ના થાય એવું કોણે કીધું ?"  સિમ્મી એ પણ સામે પૂછ્યું 

 

યેષા, - "મેં કીધું,.. ડૂડ, - જાત મળવાથી કશું નથી થતું,.. સ્ટેટ્સ મળવું જોઈએ,.. ઓકે ?" 

 

રાશિ કપડાની ગડી કરતા કરતા સ્માઈલ કરી રહી હતી,.. અને માં-દિકરી ના કૉડવર્ડ કમ્યુનિકેશન ની મજા પણ લઇ રહી હતી,..   

રાશિનું ધ્યાન એમની વાર્તાલાપ માં છે એ વાત થી સિમ્મી અને યેષા અજાણ હતા  ... 


 

સિમ્મી, - "અચ્છા,..  ….  ….  હવે સમજી,.. "

 

યેષા,.. "હાસ્તો,.. મૅચ મૅકિંગ ની ગેઇમ છે ભાઈ,.. "  યેષા એ સિમ્મી સામે જોઈ ને આંખ મારી,.. 

 

સિમ્મી, - "અચ્છા અચ્છા,.. ક્યાં શહેર નો રુલ છે આ ?"

 

યેષા, - "અમદાવાદ ની કોલેજ નો જ છે આ રુલ તો,.."

 

સિમ્મી એ હસતા હસતા ડોકું ધુણાવ્યું,..

 

સિમ્મી, - "તું તો ગઈ નથી કોલેજ,.. તને કોલેજ ના રુલ ની બહુ ખબર છે,.."

 

યેષા,..- "હાસ્તો,.. રુલ બનાવનાર,......  ..... .... " 

 

સિમ્મી, - "શ્સ્સ્સ્સ.....  ભાભી,.... " 

 

રાશિ ને કૉફી મગ સાથે અંદર આવતા જોઈ ને યેષા અને સિમ્મી ચૂપ થઇ ગયા,.. 

રાશિ એ ચૂપચાપ બન્ને ને કોફી ધરી,.. અને બન્ને સામે અર્થસૂચક નજર કરી,..

 

સિમ્મી અને યેષા ને સમજાઈ ગયું કે માં દીકરી વચ્ચે કોડવર્ડ માં થયેલી બધી વાતો રાશિ દ્વારા પકડાઈ જ ગઈ છે,.  તેમ છતાં સિમ્મી અને યેષા ને ખબર જ હતી કે રાશિ કોઈ સવાલ કરવાની નથી,.. 

 


"સિમ્મી થોડો આરામ કરી લે આસ્થા અને વિશાલ આવે ત્યાં સુધી,.. " રાશિએ સિમ્મીને કહ્યું 


 

યેષા - "હા મૉમ, મામી એ સવારથી જ તારો રૂમ સાફ કરાવી દીધો હતો,.."

 

"તું ક્યાં રહી આખું વેકેશન ? મારો રૂમ નહોતો વાપરતી તું ?" સિમ્મીએ આશ્ચર્ય સાથે યેષા ને પૂછ્યું 

 

 "ના રે,.. મામી એ પૂછ્યું હતું મને પહેલા જ દિવસે પણ મેં તો સાફ કહી દીધું કે હું તો આસ્થા ના જ રૂમ માં રહેવાની છું,.." 

 

"માસી બોલ - આસ્થા તારા જેટલી નથી,.." સિમ્મીએ યેષા ને માથામાં ટપલી મારતા કહ્યું 

 

યેષા, - "હું એના જેટલી થઇ ગઈ છું મૉમ,.. તું નજર જ નથી કરતી મારી ઉપર,.. "

 

સિમ્મી અને યેષા  ખડખડાટ હસી પડ્યા,.. 

રાશિ એ હલકી સ્માઈલ સાથે યેષા ના માથે હાથ ફેરવ્યો,.. 

 

યેષા, - "મોમ પત્તા અહીં જ રાખું છું,.. નો ચીટિંગ ઓકે ?"  બોલતા બોલતા યેશા રૂમ ની બહાર જવા લાગી,.. 

 

સિમ્મી, - "અરે જા રે યાર,.. !!  નો ચીટિંગ ની બચ્ચી,..."

 

રાશિ - "સિમ્મી, ગીઝર ઑન કરી દીધું છે,.. શાવર લઇ લૅ હવે,.."

 

"ઓહ્હ ભાભી, વિશાલ અને તમે કેટલા વર્ષ પછી લંડન થી પાછા આવ્યા છો .. તમને હજીયે યાદ છે  મને ગરમ પાણી થી જ શાવર લેવો ફાવે છે,.." 

 

રાશિ એ સ્માઈલ કરી,.. 

 

સિમ્મી, - "વિશાલ ની તબિયત કેવી છે હવે... ? વચ્ચે એને માઇગ્રેઇન રહેતું હતું,.. બી પી નૉર્મલ છે એનું ?? .. " 

 

રાશિ આશ્ચર્યભાવ સાથે સિમ્મી સામે જોતા બોલી, - "સારી છે,.. તમે મળ્યા નથી ? વિશાલ ઍરપોર્ટ નહોતો આવ્યો તને લેવા  ??"

 

સિમ્મી - "ના ભાભી, કોઈ મિટિંગ આવી ગઈ એટલે વિશાલે ડ્રાયવર ને જ મોકલ્યો હતો,.."

 

રાશિ, - "હંમમમ,..."

 

બનવારી કાકા એક પ્લેટ લઇ ને સનરૂમ માં દાખલ થયા,... 

 

સિમ્મી, - "આહ,.. કાકા,.. શું લાવ્યા છો ?" 

 

બનવારી કાકા, - "સ્પ્રિંગ રૉલ - યેષા ની ફરમાઈશ હતી .. આજે તું આવવાની હતી ને, ,.. "

 

સિમ્મી, - "થેન્ક યુ કાકા,.. લાવો,... "

 

બનવારી કાકા, - "બેટા, રોકવાની છું ને,.. ? યેષા ની સ્કૂલ માં તો હજી રજાઓ જ છે,.. "

 

સિમ્મી, - "હા કાકા, અઠવાડિયું રોકાઇશ,.. અને યેષા ને લેવા આમ પણ આવવાનું જ હતું,.. તો આનંદે કહ્યું હું પણ ફ્રેશ થઇ આવું વિશાલ રાશિ ને મળી ને,.. "

 

બનવારી કાકા - "આનંદ કેમ નહિ આવ્યા,.. ?"

 

સિમ્મી,- "અમને લેવા નેક્સટ વીક આવશે,.."

 

"અચ્છા,.. ચાલો તો હું જમવાની તૈયારી કરવું,.. "  બનવકારી કાકા, નાસ્તો આપી ને રૂમ માંથી જવા લાગ્યા,..

 

રાશિ - " બહુ દિવસે આવી સિમ્મી,.."

 

સિમ્મી, - " હા ભાભી, .. વિશાલ નો કોલ હતો .. "

 

"ઓહ્હ,..  !!  આઈ સી,.. !!  " - રાશિ ના હાવભાવ ઉપરથી લાગતું હતું કે વિશાલે સિમ્મી ને કૉલ કર્યો હતો  એ વાત થી રાશિ અજાણ હતી,.. 

 

 

સિમ્મી, - " તમને નહોતી ખબર ? વિશાલ સાથે વાત નહોતી થઇ તમારી ?"

 

રાશિ,- "સવારે સિમ્મી આવે છે - બસ એટલી જ વાત થઇ હતી,.."

 

ફોન ની રિંગ વાગતા જ રાશિ સ્માઈલ કરી ને ત્યાંથી નીકળી ગઈ,  પણ સિમ્મી ને નવાઈ લાગી…. 

 

~~~~~~~~~~~~

 

પોતાના રૂમ માં જઈ શાવર લેતા લેતા સિમ્મી વિચારી રહી હતી,... હજીયે રાશિ અને વિશાલ વચ્ચે રૅગ્યુલર અને કૅઝ્યુઅલ કોમ્યુનિકેશન જ થતા હતા,... 

 

શાવર કરી બહાર આવેલી અને એકલી પડેલી સિમ્મી વિચાર કરવા લાગી,.. 

શું હશે ? વિશાલ આમ તો કૉલ કરી ને બોલાવતો નથી,.. 

ભાભી સાથે ફરીથી કઈ થયું હશે ? 

આસ્થા અને વિશાલ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે ? 

યેષા ના કરિયર માટે અત્યારથી જ વાત કરવી હશે ? 

પ્રોપર્ટી રિલેટેડ વાત હશે ? 

કે વિશાલ ને પાછું લંડન જવું હશે ? 

શું હશે ? 

યેષા ની ગેઇમ નો  કોડવર્ડ યાદ આવ્યો - " જાત મળવાથી કશું નથી થતું, સ્ટેટ્સ મળવું જોઈએ, "  સિમ્મી એ વિચાર્યું  કે આસ્થા ના અફૅર નો કેસ હશે કદાચ,..

 

વિચારો કરતા કરતા સિમ્મી ને ઊંઘ આવી ગઈ,.. 

 

~~~~~~~~~~~~

 

લગભગ અડધા પોણા કલાક માં તો વિશાલ ઘેર આવી પહોંચ્યો,.. 

સિમ્મી આવવાની હતી એટલે એણે આજે સવારથી જ રાશિ ને કહ્યું હતું, કે એ લન્ચ કરવા ઘેર આવશે,.. 

 

"સિમ્મી, ... સિમ્મી,... સિમ્મી, ક્યાં છો તું ..  ?" - વિશાલ આવતા ની સાથે જ લિવિંગરૂમના  દરવાજે થી બૂમો પાડવા લાગ્યો,.. 

 

રાશિ કિચન માંથી બહાર આવી અને સિમ્મી ઊંઘમાંથી,.. 

વિશાલ ને જોતા જ ભાગી ને એને વળગી પડી - "વિશાલ,.. કેમ છે તું ?"

 

"બસ, જો, હટ્ટો-કટ્ટો તારી સામે જ છું - છ ફૂટ નો,.. " 

સિમ્મી હસવા લાગી,.. 

 

 

 

"સિમ્મી સવાર ની રાહ જુએ છે તારી વિશાલ, જમવાનું પહેલા કરીએ બિચારી સવાર ની ભૂખી છે,.. બે ચાર સ્પ્રિંગ રોલ જ ખાધા છે એણે,.. " - રાશિ એ કહ્યું, 

 

વિશાલ - "હા હા, લંચ કરી લઈએ પહેલા,.. "

 

રાશિ ટેબલ તૈયાર કરવા ત્યાંથી જતી રહી,.. 

 

વિશાલ, - "સિમ્મી, બનવારી કાકા ને મળી, ? યેષા તો તને જરાયે યાદ નહોતી કરતી,.. રાશિ સાથે અને આસ્થા સાથે એને મજા જ પડી ગઈ છે,.. " 

 

સિમ્મી, - "હા વિશાલ,.. બધા ને મળી,..  આસ્થા ક્યાં ? " 

 

વિશાલ, - "મૅડમ નું કહેવું છે કે ફાઇનલ માં બહુ મહેનત કરવી પડે છે,.. ખબર નથી મહેનત કરે છે કે શું કરે છે ? જવાનો ફિક્સ ટાઈમ છે મેડમ નો - આવવાનો નહિ,.. "

 

સિમ્મી, - " એવું શું થયું છે એને ? લાયબ્રેરી માં ભણે છે ? એને તો એના રૂમ સિવાય ક્યાંય સ્ટડી કરવું ફાવતું જ નથી તોયે ? " 

 

વિશાલ - "ચાલ, જમી ને વાત કરીએ,.."

 

સિમ્મી - "કર્યું છે શું એણે ...  ?"

 

વિશાલ - "કર્યું નથી કરવાની છે,.. "

 

"શું ?" 

 

"શાદી,... " 

 

ત્યાંજ રાશિ ની એન્ટ્રી થઇ,... રૂમ માં સન્નાટો છવાઈ ગયો,.. 

 

સિમ્મી શૉક થઇ ગઈ આસ્થા ના ન્યુઝ સાંભળી ને,.. 

અત્યાર સુધી રાશિ એ પણ એને કાંઈ જ કીધું નહિ આસ્થા વિષે,.. સિમ્મી વિચારતી હતી,.. 

 

યેષા ની ગેઇમ ના કોડવર્ડ થી સમજાઈ તો ગયું જહતું કે - " જાત મળવાથી કશું નથી થતું, સ્ટેટ્સ મળવું જોઈએ, "  સિમ્મી એ વિચાર્યું તો હતું જ કે આસ્થા ના અફૅર નો કેસ હશે કદાચ,.. પણ વિશ્વાસ નહોતો આવતો,.. 

 

"સિમ્મી, તારી વાત કદાચ સમજશે,.. તું સમજાવ એને,.. " વિશાલે ચિંતા વ્યક્ત કરી,.. 

 

"બાય ધ વૅ કોની સાથે પરણવું છે એ ખબર છે ?" સિમ્મી એ પૂછ્યું 

 

"મૂકેશ અગ્રવાલ .. નો છોકરો  ... " 

 

"એ ફિલ્મ ફાઇનાન્સર ? મારવાડી ? એનો છોકરો ? આશિષ અગ્રવાલ ?? . "

 

"હા,.. એ જ તો .. એક જ તો છોકરો છે એનો,.. " - વિશાલ હજીયે ચિંતિત હતો,.. 

 

" પણ એ તો  .. " સિમ્મી વાક્ય પૂરું ના કરી શકી,.. 

 

"બસ, આ પણ જ નડે છે મનેય,.. નહીંતર તને લાગે છે - હું થોડું ઘણું તો છોડી જ શકું એમ છું "

 

"વિશાલ, આશિષ તો મૂકેશ અને અસીલા નો છોકરો છે - આખું બૉલીવુડ જાણે છે આ વાત ને - આસ્થા ને બીજું કોઈ ના મળ્યુ ? ... " હવે સિમ્મી ચિંતિત થઇ ગઈ,.. 

 

એક પણ શબ્દ હવે કોઈ બોલી શકતું નહોતું,.. રાશિ ચર્ચા માં ભાગ લીધા સિવાય,  ચુપચાપ વિશાલ અને સિમ્મી માટે જમવા ની પ્લેટ્સ તૈયાર કરી રહી હતી,.. 

 

 

બનવારી કાકા અને યેષા પણ આવી ગયા,.. 

 

બનવારી કાકા બધાને પીરસતા ગયા અને બધાએ ચૂપચાપ  લંચ પતાવ્યું,... 

 

~~~~~~~~~~~~~

 

દિવસ આખો વિચારોમાં કાઢી નાખ્યા બાદ સિમ્મી આસ્થા ની રાહ જોતી બહાર ગાર્ડન માં બેઠી હતી,.. વિશાલ પણ સિમ્મી ની સામે ની ચૅર માં ગોઠવાયો  - 

 

"જોયું ને સિમ્મી ..  ? ડિનર પણ સાથે નથી કરતી આસ્થા હવે,.. મોડી આવે છે અને એકલી જામે છે,.. હું એનો દુશમન નથી એ વાત એ સમજતી જ નથી,..  .. " 

 

"વિશાલ, આશિષ ને જન્મ આપતા જ અસીલા ગુજરી ગઈ,.. પણ મૂકેશ અગ્રવાલ ની પત્ની પણ છે .. આશિષ ને સમજાવતી કૅમ નથી એ ?"

 

"અરે, એના માટે તો આશિષ ઍટલે સર્વસ્વ,.. આશિષ નો પડ્યો બોલ ઊંચકે છે એ ,.. મૂકેશ કરતા વધારે તો આશિષ ને મિસિસ અગ્રવાલ લાડ કરતા હોય છે,.. કોઈ કહે જ નહિ કે મૂકેશ અગ્રવાલ ની રખેલ નો છોકરો મિસિસ અગ્રવાલ આટલા પ્રેમ થી ઉછેરે છે,.. મિસિસ અગ્રવાલ તો જાણે આશિષ ની માટે જ જીવે છે એમ કહું તો ખોટું નથી,.. " 

 

"આમ જુઓતો એમની પોતાની સંતાન તો છે નહિ,.. એટલે આશિષ જ હોય ને એમની આંખ નો તારો,.." સિમ્મી એ ઠંડી આહ ભરતા કહ્યું,.. 

 

"આજે સમજાય છે કે લોકો લગ્ન વખતે ખાનદાન કૅમ જોતા હોય છે,.. સિમ્મી, તું જુએ છે ને આસ્થા એ છોકરા  માટે મારી સાથે લડવા તૈયાર થઇ જાય છે, એના ભાઈ સાથે - હવે અફસોસ થાય છે કે મેં પણ  ડૅડી સામે મારી પસંદ માટે અવાજ કૅમ ના ઉઠાવ્યો,.. " - વિશાલ ની આંખો સિમ્મી સામે , ભીની થઇ ગઈ,..  

 

"વિશાલ, છોકરીઓ ના દિલ ને સમજવું એટલું આસાન નથી,.. ચાહે એ રાશિ નું દિલ હોય, મારુ દિલ હોય, આસ્થા નું હોય કે પછી તારી પહેલી પસંદ નું દિલ હોય,... તું કે ડૅડી એ ક્યારેય નથી સમજી શકવાના,.. અને કદાચ એટલે જ તું આશિષ અગ્રવાલને જીદ્દ બનાવી બેઠો છું,.. મને તો અત્યારથી જ યેષા ની ફિકર થવા લાગી છે વિશાલ,.. "  - સિમ્મી બોલી 

 

"યાર સિમ્મી, જરાક વિચાર તો કર,.. અગર આસ્થા મૂકેશ અગ્રવાલ ના ખાનદાન માં પરણી ને જાય અને જો આશિષ પણ એના બાપ ને પગલે ચાલે તો,.. ? તું જ કહે શું થાય ? આશિષ ને ભૂલી જાય એવી  હું ખોટી જીદ્દ નથી કરતો,.. અને થોડા વર્ષો પછી યેષા ના રિશ્તા માટે પણ લોકો સૌ વાર વિચાર કરે,.. " 

 

"અરે વિશાલ, મને લાગે છે તું ખોટી ચિંતા કરે છે - લોકો પાસે ટાઈમ જ ક્યાં છે આટલો ? યેષા નો ટાઈમ થશે ત્યાં સુધી તો લોકો ભૂલી પણ ગયા હશે,.. " 

 

" ના સિમ્મી,  બોલવું ઇઝી છે ભૂલવું નહિ,.. શું આપણે ભૂલી ગયા છીએ કે અગ્રવાલ ફેમિલી ની હિસ્ટ્રી શું છે ?  ભૂલી શક્યા છીએ કે આશિષ મૂકેશ અગ્રવાલ ના મૅરેજ પહેલા અસીલા થી થયેલો દીકરો છે  ...  ? ડિલિવરી માંથી બચવાની ઉમ્મીદ નહિ રહેતા અસીલા એ આશિષ ને અનાથાલય માં છોડી દેવાનો નિર્ણય લઇ ને પોઇઝન  પી લીધું હતું ,..  મુંબઈ ના બહુ મોટા ન્યૂઝ હતા એ વખત ના ... કોઈ ભૂલી શકયું છે એ વાત ને ?? "  

 

 

"જમાના પહેલા ની વાત છે એ વિશાલ - મૂકેશ યંગ હતો એ વખતે,..  "

 

"સિમ્મી, આસ્થા પણ યન્ગ જ છે ને ?? અને આશિષ સાથે જો કશું ઊંચ, નીચ થાય તો આસ્થા એ શું શું ફેઈસ કરવું પડે એ ખ્યાલ છે તને ?" 

 

"વિશાલ, આપણને નથી ખબર કે એ બન્ને એકબીજા સાથે અને એકબીજા માટે કેટલા સિરિયસ છે ? કેટલા કમિટેડ છે ? અને મોસ્ટલી, હાઉ ફાર ધે વેન્ટ વિથ ધીસ રિલેશનશિપ ?? વી રિયલી ડૉન્ટ નો ઍનીથિન્ગ... " 

 

 

 

"ઍનીવેઝ, .... ઘડિયાળ માં જો હજીયે મૅડમ ઘેર નથી પહોંચી - ખબર છે કે તું આવવાની છું આજે તોયે,.. " વિશાલે ઉભા થતા કહ્યું,.. 

 

"વિશાલ, હું ક્યાં જતી રહેવાની છું,.. ? થોડી સ્પેસ આપ એને,.. લેટ મી ચૅક વિથ હર, પ્લીઝ,... " 

 

"ઑકે,.. સમજાવજે એને બધી જ કોન્સીક્વન્સીસ,.. ઓકે .. ?? " 

 

"આઈ વીલ, વિશાલ, ચિંતા નહિ કર તું ,.. જા, .. હવે .. ગૂડ નાઈટ,.. "

 

~~~~~~~~~~~~

 

સિમ્મી ફરીથી આસ્થા ના વિચારો માં ચગડોળે ચઢવા લાગી,.. 

ત્યાં તો મૉટર બાઈક નો મૅઈન ગૅટ સામે પાર્ક થવાનો અવાજ સંભળાયો,... 

બાઈક નો અવાજ સંભળાતા જ લિવિંગ રૂમ ની લાઈટ તરતજ ચાલુ થઇ ગઈ,.. જે સિમ્મીએ નૉટ કર્યું...

સિમ્મી એ બેઠા બેઠા જ ગૅટ ઉપર નજર કરી,...   

બિન્દાસ્ત આસ્થા એ બાઈક ઉપર થી ઉતરતા જ આશિષ ને એક જોરદાર આલિંગન સાથે ટાઈટ પકડ્યો,.. 

 

આશિષ ના હોઠ ઉપર આસ્થાએ ધીરેથી પોતાના હોઠ ઘસ્યા,.. 

કશુંક મખમલી આશિષ ના હોઠ ઉપર ફરી વળ્યું હોય એવો અહેસાસ થઇ ગયો એને,.. 

આસ્થા ના બળવો પોકારવાની પહેલી નિશાની જાણે,.. 

લિવિંગ રૂમ ની વિન્ડૉ માંથી રાશિ એ અને ગાર્ડન માં બેઠેલી સિમ્મીએ આ દ્રશ્ય જોયું,.. 

પરંતુ આશિષ અને આસ્થા તો હજીયે એકબીજા માં ખોવાયેલા હતા,..    

સિમ્મી પોતાની બહેન ને આ હાલત માં આશિષ સાથે જુએ એટલા ફોરવર્ડ વિચારો વાળી એ હજુયે થઇ નહોતી એટલે એ ઉઠી ને અંદર જતી રહી,.. સીધી પોતાના રૂમ માં,.. 

હંમેશ ની જેમ આજે પણ રાશિ આસ્થા ની રાહ જોતી જાગતી હતી,... 

 

~~~~~~~~~

 

દરવાજો ખુલતા જ રાશિ અને આસ્થા ની નજર મળી,.. 

 

"બહુ મોડું થઇ ગયું આસ્થા ? જમવાનું ગરમ કરી દઉં ?" રાશિ એ બીજા કોઈ જ સવાલો ના કરતા બહુ જ લાડ થી પૂછ્યું,.. 

 

"બનવારી કાકા પણ ગરમ કરી આપત જમવાનું મને,.. " આસ્થા એ ગિલ્ટ ફીલ કરતા કહ્યું,.. 

 

"બનવારી કાકા સવારે વહેલા ઉઠે છે એટલે હું જ કહું છું એમને સૂઈ જવા માટે,.. "  

 

"તોયે ભાભી,.. તમે કેમ જાગો છો હજી સુધી,.. ? હું જાતે પણ જમવાનું ગરમ કરી ને જમી લેત,.. !!" આસ્થા એ કહ્યું,.. 

 

"સિમ્મી આવી છે સવારથી,.. તારી રાહ જુએ છે,.. ... " રાશિ એ વાત બદલી 

 

"ઓહ્હ, કહ્યું હશે એણે, કે આસ્થા આવે એટલે તરત જ મોકલજો મારી પાસે,.. રાઈટ ?" 

 

રાશિ એ સ્માઈલ કરી ને કહ્યું, "મળી આવ, એને,.. "

 

આસ્થા સિમ્મી ના રૂમ તરફ જતી રહી,... 


 

~~~~~~~~~~~

 

"સિમ્મી, ... કેમ છે દી, તું ?? જીજુ શું કરે ??"  રૂમ માં ઘુસતા ની સાથે જ આસ્થા એ પૂછ્યું 

 

સિમ્મી આસ્થા ને વળગી પડી  ... બન્ને બહેનો ની આંખો ભરાઈ આવી,... 

 

"પ્રિન્સેસ સુઈ ગઈ ?" આસ્થા એ પૂછ્યું,.. 

 

"ઓહ્હ યેષા - એ તો ક્યારે ની તારા રૂમ માં વિડિઓ ગૅઇમ રમતી હતી,... ત્યાં જ હશે,.. સૂતી કે નહિ ખબર નથી,.. " 

 

"કેટલું રોકવાની છું?"

 

"વીક લગભગ,.. "

 

"દી, જીજુ તને પહેલા તો છોડતા જ નહોતા,... અને અત્યારે વીક રહેવા માટે બિલકુલ આનાકાની ના કરી ? આનંદ જીજુ પાગલ થઇ ગયા છે કે પછી તારાથી બૉર થઇ ગયા છે  ..  ? "

 

બન્ને થી હસી જવાયું,... 

 

"આનંદે મને ખાસ તારા માટે મોકલી છે,... " 

 

"અચ્છા ? એ કેમ ?? "

 

"તને જો કંઈક સમજાવવાનું હોય તો મારા જેટલું કોઈ સ્માર્ટ તો જોઈએ જ,... "  

 

"ઓહ્હ, તો વાત બીબીસી ન્યૂઝ માં આવી ગઈ,.. !!  " 

 

"આસ્થા, ડુ યુ નૉ - વૉટ યુ આર ડુઇંગ ??" 

 

"દી, તું જ નહિ સમજે મને તો હું ક્યાં જઈશ ? - આઈ લવ હિમ,.. આઈ કૅન નોટ સી માય લાઈફ વિધાઉટ હિમ,.." 

 

"હું સમજુ છું આસ્થા, ... પણ,... " 

 

"પણ શું દીદી, ??  તને પણ લાગે છે છે કે આ શાદી ગલત છે ??  .. "

 

"ગલત નથી કહેતી હું,.. But it is hard to accept. " 

 

"બટ વ્હાય.. ? વૉટ્સ રોન્ગ ઈન હિમ,.. ?"

 

"આશિષ નું બૅકગ્રાઉન્ડ  ..... " 

 

"સૉ વૉટ દી ? - કે આશિષ મૂકેશ અગ્રવાલ નો નાજાયઝ દીકરો છે,.. ??  એક વાત કહું દીદી,. - એ નાજાયઝ સંતાન ને મારા કરતા વધારે લાડ મળે છે.. એના માં-બાપ એની એક ઈચ્છા માટે બધું જ કૂરબાન કરી શકે છે અને મારે મારી ઈચ્છા માટે બાપ સમાન ભાઈ સાથે ચર્ચા ઓ કરવી પડે છે અને તોયે એને સાંભળવામાં નથી આવતી,... " 

 

"જો આસ્થા, ખાનદાની કુટુમ્બ નો ઘણો ફૅર છે,.." 

 

"અને ખાનદાની ની વ્યાખ્યા શું છે ? - પરંપરા વશ લવમૅરેજ કોઈએ નથી કર્યા પણ જિંદગી આખી રાશિ અને વિશાલ ની જેમ મુરઝાઈ ને જીવી નાખી... યુ થિન્ક ઇઝ ધીસ ખાનદાની...  ? " 

 

"આસ્થા,... " સિમ્મી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ હતી જ નહિ,.. 

 

"દી, ... (1) મૂકેશ ખન્ના અસીલા સાથે લગ્ન કરવા એ વખતે પણ તૈયાર હતા,.. એ મુકેશ ખન્ના ની ખાનદાની ના કહેવાય ?  (2) અસીલા પોતાના દીકરા ને અનાથાલય માં મૂકી ને મુકેશ ખન્ના ના પરિવાર ની શાન સાચવવા પોઇઝન પી લે - જન્મેલા દીકરાની પરવાહ કર્યા વિના, પોતાની સંતાન ને અન્યાય કરવા તૈયાર થઇ ગયેલી એ માં ... આ અસીલા ની ખાનદાની ના કહેવાય ? (3) મિસિસ ખન્ના જમાના નો વિચાર કર્યા વિના પોતાના પતિ ની રખેલ ના દીકરાને પોતાના દીકરાથીયે વધારે સાચવે એ મિસિસ ખન્ના ની ખાનદાની ના કહેવાય ? - આ ત્રણેય જણ દૂનિયા કરતા પોતાના પરિવાર ની ફિકર વધારે કરે છે એટલી જ વાત રિશ્તો જોડવા માટે મહત્વની હોવી જોઈએ એવું નથી લાગતું તને ? "

 

"આસ્થા, તારી વાતો માં પોઇન્ટ છે ..  પણ દુનિયા નથી માનતી આ બધું,.. "

 

"ધ હૅલ વિથ દુનિયા,... આઈ ડૉન્ટ કૅર,.. યુ ટેલ મી,.. શૂડ આઈ થિન્ક ઓફ દુનિયા ઓર માયસેલ્ફ,.. ??"  - આસ્થાએ થોડી અકળામણ સાથે જવાબ આપ્યો,

 

સિમ્મી ચૂપ થઇ ગઈ,..  એટલે આસ્થા એ પૂછ્યું 

"દીદી, હું તમને સવાલ પૂછું છું,.. આ સિચ્યુએશન માં અગર હું તમને કહું કે ન્યાય કરો તો તમે કોને દોષી માનશો .. ? આશિષ ને ? મૂકેશ ખન્ના ને  ? અસીલા ને ?? કે મિસિસ ખન્ના ને  ??  તમે કોને સજા આપો,.. ? મને,... ? એ પણ વગર વાંકે,... "  

 

"આસ્થા, સૌથી મોટી વાત તો એ છે કે વિશાલ ક્યારેય નહિ માને,.. "

 

"દી, .. વિશાલ માં હવે ડૅડ નું ભૂત સવાર થતું હોય એવું બિહેવ કરે છે મારી સાથે,... એમની સાથે ડૅડીએ જે કર્યું હતું,.. એનો બદલો એ મારી સાથે લે છે,.. " 

 

રાશિએ જમવાની પ્લૅટ લઇ ને સિમ્મી ના દરવાજે નોક કર્યું,.. 

સિમ્મી અને આસ્થા ની નજર દરવાજે ઉભેલી રાશિ તરફ ગઈ એટલે રાશિ અંદર આવી,... 

 

"ઓહ્હ ભાભી,... આઈ ઍમ સૉરી,.. દીદી સાથે વાતો માં ખ્યાલ જ ના રહ્યો,.. " - આસ્થા   

 

"નૉ વરીઝ બચ્ચા, ... અહીં જ જામી લે દીદી સાથે,... હું સુવા જાઉં છું,... "  - રાશિ 

 

 

"ભાભી, તમે હજીયે જાગો છો ??  " - સિમ્મી 

 

રાશિ એ જવાબ નહિ આપતા સ્માઈલ કરી ને આસ્થા ને કહ્યું, "ચણા સવારે બનાવ્યા હતા ઍટલે લાવી નથી,.. તને ઠંડુ ફાવતું નથી એટલે,.. ચાલો, ગૂડ નાઈટ, .. "

 

"ગૂડ નાઈટ ભાભી,.. " - આસ્થા અને સિમ્મી એકસાથે બોલ્યા,.. 

 

જતા જતા રાશિ દરવાજે અટકી,.. પાછું વળી ને બોલી, " આસ્થા, કાલે ગુરુવાર છે, સવારે તારો મોર્નીગ ક્લાસ છે,.. સવારે જાતે ઉઠીશ કે હું નૉક કરું ?? " 

 

"ઓહ ના ના ભાભી, .. એલાર્મ સૅટ કરી લીધું છે,... જાતે જ ઉઠીશ,.. " - આસ્થા 

 

"ઓકે,.. ગુડ નાઈટ,.. " બોલી ને જવાબ સાંભળવા રોકાયા વિના જ  રાશિ રૂમ માંથી નીકળી ગઈ,.. 

  

થોડી વાર આસ્થા અને સિમ્મી જમવામાં મશગૂલ રહયા,. 

એકદમ મૌન,.. 

પણ બન્નેના મગજ માંથી હવે આશિષ નીકળી ગયો અને રાશિ ભરાઈ ગઈ,.. 

 

થોડી વાર પછી મૌન તોડતા સિમ્મી બોલી, 

 


"યાર ભાભી નું કામકાજ કેટલું અજીબ છે,.. હું સવારે આવી તોયે ,.. બહુ દિવસે આવી,.. એથી વધારે કશું જ નહિ,.. ક્યારેય કોઈ શિકાયત નહિ,.. મહેમાનગીરી માં પણ કોઈ દિવસ ઓછું નથી આવવા દેતી,. યેષા ને પણ બહુ જ પ્યાર થી માથે હાથ ફેરવ્યા કરતી હોય છે,.. કોઈ ડિમાન્ડ પણ નહિ,.. જે હોય તે ચાલે,.. ના કોઈ વધારે પડતી ખુશી કે ના કોઈ વધારે પડતા દુઃખ,.. બધું જ રૂટિન હિસ્સો હોય એમ જ જીવ્યે જાય છે,... " 

 

આસ્થા એ પણ કહ્યું,.."કોઈને કોઈ રોકટોક પણ નહિ, અને પોતાનું ટાઈમટેબલ હાલતા ને ચાલતા બદલાતું રહેવાની કોઈ કમ્પ્લેઇન પણ નહિ,.. તું આવીશ તો પણ નોર્મલ હશે અને તું બિસ્તરો બાંધી ને જઈશ તો પણ નોર્મલ હશે,."

 

"મારો રૂમ, .. તારું ટાઈમટેબલ, બધું જ સચવ્યે જાય છે - એક જવાબદારી નિભાવી રહી હોય એમ,.. " - સિમ્મી 

 

"આઈ નૉ,.. શી ઇઝ લાઈક ધેટ ઑન્લી,.. નાના માં નાની વાતો નું પણ એ ધ્યાન રાખતી હોય છે,.. આટલું બધું આટલા બધાનું યાદ કેમનું રાખતી હોય છે ખબર નહિ,.. " 

 

"હંમમમ,... " સિમ્મી વધારે કઈ બોલી ના શકી,... 

 

"એવું નથી કે એને ફીલિંગ્સ નથી, પણ ભાભી પી ઍમ ની જેમ સવાર થી સાંજ સુધી ડયૂટી કર્યા કરતી હોય એવું લાગે છે,.. "

 

બન્ને હસ્યાં તો ખરા પણ બન્ને ના દિલ માં રાશિ માટે સન્માન અને દર્દ ભરાઈ આવ્યા,.. 

 

"આસ્થા, તને ભાભી એ ક્યારેય કશું કહ્યું નહિ,.. ?" 

 

"શેના વિષે?" 

 

"તારા આશિષ વિષે,.. બીજા કોના વિષે,.. - હૉટ ટૉપિક તો એ જ છે અત્યારે ઘરમાં,.. " 

 

" ના,.. ક્યારેય નહિ,.. મને જ શું કામ,.. એમણે તો વિશાલ ને પણ ક્યારેય રાય આપી હોય એવું બન્યું નથી,.. અને ના તો વિશાલ ને પણ જોયો છે કે એણે ભાભી ની રાય ક્યારેય માંગી હોય કશીયે વાત માં,.. " - આસ્થા એ સિમ્મી ને કહ્યું,.. 

 

"આઈ કેન સી ધેટ,.. બન્ને પોત પોતાના માં જ હોય છે,... અથવા તો એકબીજા કરતા આપણા માં વધારે ધ્યાન આપતા હોય છે,...  " સિમ્મી એ વાત પુરી કરી,... 

 

 

~~~~~~~~~~~~~~~~~

 

 

સવાર માં બ્રેકફાસ્ટ ટેબલ ઉપર દૂધ નો ગ્લાસ પીતી આસ્થા ની નજર બેડરૂમ માંથી બહાર આવતા વિશાલ પર પડી,..  વિના સ્માઈલ બન્ને ની નજર મળી અને સેકન્ડ માં જ એકબીજાથી અલગ પણ થઇ ગઈ, જે સિમ્મી ની નજર થી છાનું નહોતું,..  

 

વિશાલ સિમ્મી ની સામે સોફામાં બેઠો,.. 

રાશિ દવાની પ્લૅટ અને દૂધ નો ગ્લાસ લઇ ને સોફા માં બેઠેલા સિમ્મી અને વિશાલ સામે મૂકી આવી,.. 

 

"સિમ્મી, જયારે તારા લગ્ન થયા ત્યારે દુનિયા ની આંખો ચાર થઇ ગઈ હતી,.. બધા એ મારા સ્ટૅટ્સ ના આજ સુધી વખાણ કર્યા છે,.. અને તું જ કહે જે ઘર માં તને પરણાવી ને મોકલી છે એ ઘર તારા માટે ખોટું છે ? તું  જરાયે દુઃખી છે ત્યાં ? કમ-સે-કમ આસ્થા આટલો તો વિચાર કરે મારો,.. દિકરી ની જેમ ઉછેરી છે મેં એને,.. " 

 

દૂધ નો ગ્લાસ ટેબલ ઉપર પછાડી ને આસ્થા દરવાજાની બહાર નીકળી ગઈ,.. 

 

સિમ્મી એ એને કોલ કર્યો,.. 

 

આસ્થા એ કોલ ના લેતા સામે મેસેજ કર્યો,..

"મુકેશ ખન્નાએ ફિલ્મ ફાઇનાન્સર છે, અને આશિષ મારી સાથે એમબીએ કરે છે,.. આ સ્ટેટ્સ ના કહેવાય ?"

 

સિમ્મી ના આંખ માં પાણી આવી ગયા,.. ત્યાંજ સિમ્મી ને આસ્થા નો બીજો મેસેજ આવ્યો,.. 

"વિશાલ ઇમોશનલી બ્લૅક-મૅઇલ કરે છે,.. બધા ને ખબર છે કે વિશાલ ની બન્ને બહેનો એની હદ બહાર ઈજ્જત કરે છે,.." 

 

~~~~~~~~

 

ત્રણ દિવસ થી સતત મહેનત કરતી સિમ્મી વિશાલ ને સમજાવવામાં અસફળ રહી હતી,.. 

આસ્થા પણ સિમ્મી ની આ અસફળતા અને વિશાલ ની મક્કમતા જોઈ ને હિંમત હરવા લાગી હતી,.. 

 

ત્રણ દિવસ થી એ ખાધા પીધા વગર જીવી રહી હતી,.. 


 

વાત ચીત ના રૂપ માં એ માત્ર પૂછવામાં આવે એટલા જ જવાબો આપતી હતી,.. 

 

~~~~~~~~

 

"માસી, તું ઉદાસ જરાયે સારી નથી લગતી,.. તારા બોયફ્રેન્ડ ને પણ તું નિરાશ કરવા લાગી છે હવે તો આ ઉતરેલો ચહેરો ફેઈસ-ટાઈમ માં બતાવી ને,.. "  યેષા પોતાના મોબાઈલ માં કશુંક કરતા કરતા આસ્થા ને કહી રહી હતી,.. 

 

દરવાજે આવેલી રાશિ અને સિમ્મી તરફ યેષા કે આસ્થા નું ધ્યાન જ નહોતું,.. 

 

"યેશુ, હું શું કરું યાર, - વિશાલ ની ખિલાફ જઈ ને આશિષ મને કશું કરવા નહિ દે અને આશિષ વિના હું જીવી નહિ શકું,.. જો આ બધું અહીં જ પૂરું કરવું પડશે મારે તો હું આશિષ ને ક્યારેય મોં નહિ બતાવી શકું,.. " બોલતા બોલતા આસ્થા રડવા લાગી,.. 

 

"આઈ નૉ માસી,.. ઇઝન્ટ ઈટ ચીટિંગ ટુ આશિષ ઍન્ડ ખન્ના અંકલ,.. એમણે તને લઇ ને કેટલા સપના જોયા છે."

 

"હા, પણ એવી વાત ની તારા સિવાય કોઈ ને ખબર નથી,.. " આસ્થા 

 

"હોય તોયે શું ફેર પાડવાનો હતો,.. મામૂ એટલા ઇઝી નથી,.. મેં તો પહેલા જ કીધું હતું,.. " યેષા 

 

"આઈ લવ હિમ, યેષા,.. આશિષ ઇઝ ધ બેસ્ટ ફોર મી,... " - આસ્થા 

 

"આઈ નૉ - સ્વીટહાર્ટ,.. " 

 

"આઈ કાન્ટ ઇમેજિન માય લાઈફ વિથ સમવન એલ્સ,..  યેશુ,.. " 

 

"તો ભાગી જા,.. મુકેશ ખન્ના સદ્ધર છે,.. તારો વાળ વાંકો નહિ થવા દે મને ખબર છે,.. " 

 

"આશિષ એવું ક્યારેય નહિ કરે,.. " - આસ્થા ભીની આંખે કહી રહી હતી,.. 

 

"માય ગોડ,  આનાથી વધારે કઈ ખાનદાની ની પરીક્ષા આપે માણસ, .... અને જે ક્યારેય સમજવાનું નથી એવી વ્યક્તિ ની સામે,... ગૉડ.. ધીસ ફેમિલી,... નૅવર ગૅટ મેચ્યોર,.. " યેષા ચિડાવા લાગી હતી બધા ઉપર હવે,.. 

 

અત્યાર સુધી દરવાજે થી વાતો સાંભળી રહેલા રાશિ અને સિમ્મી એ દરવાજો નૉક કર્યો...

બધું જ શાંત થઇ ગયું,.. 

વાતો બંધ થઇ ગઈ,.. 

સિમ્મી એ મન માં જ કાંઈક નક્કી કર્યું,.. 

યેષા એ આસ્થા, સિમ્મી અને રાશિ સામે નજર ફેરવી,... 

રાશિ એ આસ્થા ના માથે હાથ ફેરવ્યો,.. 

આસ્થા એ તકિયા માં માથું ઘૂસેડી દીધું,.. 

આસ્થા ના ધ્રૂસકા તકિયા માં સાવ સાયલેન્ટ થઇ ગયા,.. 

 

એક સન્નાટા સાથે સાંજ ઢળતી રહી,... 

 

~~~~~~~~~

 

દરવાજે બેલ વાગતા જ આશિષ સીડીયો ઉતરી ને દરવાજો ખોલવા લાગ્યો,.. 

ખુશ હોવાનો દેખાવ કરતો નિસ્તેજ આશિષ સિમ્મી ની સામે હતો,.. 

 

"હાય, આશિષ,... " 

 

"નમસ્તે દીદી, ... અંદર આવો ને,.. " 

 

"તને કોણે કીધું કે હું આવવાની છું,.. " સિમ્મી એ સવાલ કર્યો 

 

"એટલો અંદાજો તો લગાવી જ શકું એમ છું,.. કે વિશાલ ભાઈને એમનો ઈગો અહીં સુધી નથી જ આવવા દેવાનો,.. એટલે તમે જ આવશો, મને મળવા,.. " 

 

સિમ્મી કશું બોલી ના શકી,.. 

 

આશિષે સિમ્મી ને પાણી નો ગ્લાસ આપતા કહ્યું,.. "શું સમજાવવા આવ્યા છો દીદી તમે ?"

 

"આશિષ, કેમ નું શરૂ કરું,... "

 

"હું મદદ કરી દઉં,.. " આશિષ ના વાક્ય થી નીચું જોઈ રહેલી સિમ્મી એ એની સામે જોયું,.. 

 

"દીદી, મને ખબર છે તમે શું સમજાવવા આવ્યા છો,.. મૉમ ડૅડ વિના તમને મળવાનું એટલે જ પસંદ કર્યું છે મેં,..  એ લોકો મારુ રિજેક્શન બર્દાશ નહિ કરી શકે,.. "

 

"સમજાતું નથી કેવી રીતે કહું,... "  સિમ્મી હજુયે અચકાહટ મહેસુસ કરતી હતી,.. 

 

"કહી દો દીદી, રિજેક્શન હું જાણું જ છું - પણ તોયે તમારો ફેંસલો તમારા મોંએથી પણ જાણવા મળી જશે,.. " 

 

"આશિષ સચ્ચાઈ તો એ છે કે,. - કે ,.. " સિમ્મી શબ્દો શોધવા લાગી પણ મળ્યા નહિ એટલે એનું વાક્ય પૂરું ના થઇ શક્યું,.. 

 

"દીદી, બોલો - હું પણ જોઈ લઈશ કે સચ્ચાઈ ની થપ્પડ કેટલી જોર થી વાગતી હોય છે,.. આપણા અસ્તિત્વ સામે પ્રેમ કેટલો કમજોર હોય છે,.." 

 

"આસ્થા ને ગલત નહિ સમજતો આશિષ,.. એણે વિશાલ ની ખુશી માટે જ આ બધું સ્વીકાર્યું છે,.. " 

 

"આસ્થાએ તો વિશાલ ભાઈ ની ખુશી જોઈ, ... પણ શું તમે બધાએ ભેગા થઇ ને આસ્થાની ખુશી જોઈ ?" 

 

"આશિષ તને ખબર છે, વિશાલે બાપ થઇ ને એને મોટી કરી છે,.. " 

 

"દીદી, તમને લાગે છે કે હું એમને પિતા કે ભાઈ નું સન્માન નથી આપતો કે નથી આપવાનો ?" 

 

"એમની કોઈ પણ વાત અમારા પરિવાર માટે ફાઇનલ નિર્ણય હોય છે,.. "

 

"તો દીદી, એ મને પણ કહી શક્યા હોત એમનો ફાઇનલ નિર્ણય - જાતે જ આવી ને - અગર એ મને એમના દીકરા જેવો માનતા હોત તો,... મૅન ટુ મૅન ટૉક દીદી, .. કસમ થી આસ્થા ને ખબર પણ ના પાડવા દેત હું કે આ વિશાલભાઈ ની મરજી છે ,.. અરે આખો બ્લેઈમ હું લઇ લેત મારે માથે,.. " 

 

આશિષ આસ્થા ની જેમ જ રડી ગયો,.. એક મર્દ થઇ ને પણ એક બાળક ની જેમ એ આસ્થા માટે રડી શકે છે એ જોઈ ને સિમ્મી ની આંખો પણ ભરાઈ આવી,.. આશિષ ના દિલ માં આસ્થા માટે નો ગળાડૂબ પ્રેમ સિમ્મી જોઈ શકતી હતી,.. 

 

"આશિષ, ... હું તને કે આસ્થા ને દુઃખી કરવા નથી ઇચ્છતી, ... પણ,... " 

 

"દીદી, અમારા સુખ કે દુઃખ ક્યાં વસેલા છે એ તમે કોઈ એ જોવાની કોશિશ જ કરી નથી,.. "

 

"મતલબ,.. ?" સિમ્મી અચ્મબા સાથે એની સામે જોઈ રહી,..

 

"અમને અલગ કરવાના ફેંસલા સાથે તમે એ દાવો કરોછો કે અમને દુઃખી કરવાની તમારી કોઈ ઈચ્છા નથી,.. ??" 

 

"આશિષ, તને કૉઈ સરસ છોકરી ચોક્કસ મળી જશે,... " 

 

"કોઈ સરસ છોકરી નહિ મળે એ ડરથી મેં આસ્થા ને નથી ચાહી,.. હું જાણું છું મારા બાપ ના નામ થી હજારો મારી સાથે પરણવા તૈયાર થઇ જશે,.. પણ એમાંથી કોઈ આસ્થા નહિ હોય,.. જેને એ ખબર જ નહોતી જયારે એણે મને પસન્દ કર્યો હતો ત્યારે કે હું કોણ છું,.. એણે માત્ર મને જ પ્રેમ કર્યો હતો,.. " 

 

"પણ આશિષ, વિશાલ ને કોઈ કન્વિન્સ નહિ જ કરી શકે,.. " 

 

"હું પણ નથી કરવાનો - આસ્થા એ ક્યારેય ઇચ્છ્યું નથી કે વિશાલભાઈ ને કોઈ પણ દબાણ માં આવી ને મને સ્વીકારવો પડે,.. એ હંમેશા કહેતી કે આપનો પ્રેમ બોલવો જોઈએ - એ વિશાલભાઈ જેવા ને પણ પીગળાવી દેવો જોઈએ,.. પરંતુ વિશાલભાઈ પાસે એ આંખો જ નથી જે આસ્થા ની ઈચ્છા કે આસ્થા નો પ્રેમ જોઈ શકે,.." 

 

"આશિષ, ... આઈ ઍમ સોરી,... બટ, પ્લીઝ આસ્થા ને ભૂલી જા,... અને એને પણ સમજાવ કે આ રિલેશન શક્ય નથી,.. " 

 

"દીદી, એ તો મારા કરતા પણ વધારે સમજદાર છે. એને સમજાવવાની જરૂર જ નથી. તેમ છતાં એક મિનિટ,... અહીં જ રહેજો,... હું હમણાં જ આવ્યો,... "   આશિષ રૂમ માંથી જતો રહ્યો - લગભગ બે ત્રણ મિનિટ માં પાછો આવી ને એક બૉક્સ સામે મૂકતા કહ્યું, - "દીદી, આ બૉક્સ આસ્થા ને આપી દેશો પછી તમારી બધી જ ચર્ચાઓ નો અંત આવી જશે,.. અને એ સમજી પણ જશે,.. " 

 

"શું છે આમાં ?" સિમ્મી એ પૂછ્યું 

 

"એ હંમેશા મારી માટે કંઈક ને કાંઈક ગિફ્ટ લઇ આવતી,.. મેં એને ક્યારેય કોઈ ગિફ્ટ આપી જ નથી,.. એ હંમેશા કહેતી કે પતિ થઇ જા મારો - એ જ મોટી ગિફ્ટ છે મારી માટે,.. અને હું હંમેશા પૂછતો કે અગર હું એ ના કરી શક્યો તો ?  ..... " બોલતા બોલતા એ ફરીથી રડી ગયો,.. 

 

સિમ્મી એ એના વાળ માં હાથ ફેરવ્યો,.. 

 

"દીદી એ મને હંમેશા કહેતી કે અગર કોઈ પણ કારણસર હું એનો પતિ ના થઇ શક્યો,..  એની ગિફ્ટ એને ના આપી શક્યો,.. તો એ એની બધી જ ગિફ્ટ પછી લઇ જશે,.. અને ત્યાર પછી કોઈ કોઈને એક પણ સવાલ નહિ કરે,... જેટલું સાથે જીવ્યા એટલી યાદ સાથે જ જિંદગી ગમે ત્યા પુરી કરી દેશું,.. આ બૉક્સ અગર એ જોશે તો  વિશાલભાઈ ની તમામ સમસ્યા ઓ પુરી થઇ જશે,.. તમે જ્યા કહેશો ત્યાં એ જીવી લેશે - એક પણ સવાલ કર્યા વિના,.. "

 

સિમ્મી ની આંખો ભરાઈ ગઈ,... 

 

બૉક્સ હાથ માં લેતા ગાડી માં બેસતા જ એનું ધ્રૂસકું છૂટી ગયું,... 

 

~~~~~~~

 

આખું ઘર શાંત થઇ ગયું હતું,... 

આશિષ-આસ્થા ના રિલેશન ને પૂર્ણવિરામ વાગી ચૂક્યું હતું,..

કોઈ હવે આસ્થા ને કન્વિન્સ કરવાના પ્રયાસો કરતુ નહોતું,..

વિશાલ ને લાગતું હતું કે સિમ્મી એ બધું જ બરાબર કરી દીધું,.. 

રાશિ આ બધાથી અલિપ્ત હોવા છતાં સતત ઓબ્ઝર્વ કર્યા કરતી,.. 

આસ્થા એકદમ નિસ્તેજ જીવી રહી હતી,.. 

સિમ્મી સચ્ચાઈ થી અતિશય દુઃખી હોવા છતાં સમાજના સવાલો ના ડરથી એને બચવું હતું,.. 

યેષા જ માત્ર આ જમાનાની રિબેલિયન હોય એમ વિફરેલી રહેતી હતી,.. પણ વિશાલમામા ની સામે પાડવાની કે એમની સામે એમનો વિરોધ કરીને બોલવાની ઈચ્છા ક્યારેય થતી નહોતી..  

 

છેલ્લા બે દિવસ થી આત્મીયતા વિનાનું ઉપરછલ્લું જીવાઈ રહ્યું હતું,.. 

રૂટિન એના સમય મુજબ પસાર થતું જતું હતું,.. 

 

~~~~~~~

 

સાંજ ના ચાર  વાગ્યાથી જ સિમ્મી અને વિશાલ  ગાર્ડન માં બેઠા હતા,..

રાશિ અને બનવારી કાકા રસોડા માં કૉફી બનાવતા હતા,.. 

યેષા અને આસ્થા લૉન માં જૉગિંગ કરતા હતા,.. 

 

ક્યારની ભાગતી યેષા હવે થાકવા લાગી હતી એટલે એ સિમ્મી અને વિશાલ ની પાસે પડેલી એક ચેર માં આવી ને ગોઠવાઈ ગઈ,.. જ્યારે આસ્થા થાકેલી હોવા છતાં એમની નજીક આવી ને પણ એમની આસપાસ માં રહેવાનું ટાળતી હતી,.. 

 

યેષા સહીત બધાજ એ નોટિસ કરતા હતા કે આસ્થા બધાથી દૂર થવા લાગી હતી,.. 

 

આસ્થા માટે તો બસ સવાર થતું હતું ને સાંજ પડતી હતી,..  આ સવાર સાંજ વચ્ચેની તમામ પ્રવૃત્તિઓ રસ વગર આપમેળે જ થઇ જતી હતી,.. એ હસવાનું ભૂલવા લાગી હતી,.. 

 

બનવારી કાકા અને રાશિ કૉફી સાથે થોડો કોરો નાસ્તો પણ ગાર્ડન માં લઇ આવ્યા 

બનવારી કાકા ટ્રે ખાલી કરી નાસ્તો ટેબલ ઉપર મૂકી અંદર જતા રહ્યા,.. 

રાશિ ચોથી ચૅર માં કૉફી લઇ ને બેઠી,.. 

 

વિશાલે કોફી મગ હાથ માં ઉઠાવતા કહ્યું, "સિમ્મી, તું આવી જ છું તો આ છોકરાઓ ના પ્રપોઝલ્સ પણ જોઈ લે, મારી પાસે ક્યારના આવી ને પડયા છે,.. " 

 

થોડી તસવીરો સાથે ના બાયો-ડૅટા વિશાલે સિમ્મી ને વૉટ્સ-ઍપ કર્યા,.. 

સિમ્મી અને યેષા જોવામાં તલ્લીન થઇ ગયા,.. 

 

લૉન માં દોડતી આસ્થા નીરસ થઇ ને એમની વાતો સાંભળ્યા કરતી હતી,.. 

આશિષ ના બૉક્સ ને પાછું મેળવ્યા બાદ એણે કોઈ વાત નો કોઈ વિરોધ કર્યો જ નહોતો,.. 

   

"આ કોણ છે કરણ જોશી ?" સિમ્મી એ મોબાઈલ માં જોતા જ સવાલ કર્યો 

 

"ડોક્ટર છે,.. પોતાની હોસ્પિટલ છે - અમદાવાદ - રાણીપ માં,.. " - વિશાલે જવાબ આપ્યો,.. 

 

"અરરરર, આના કરતા તો આશિષ નો ચહેરો સારો લાગે છે,.." - યેષા બોલતા તો બોલી ગઈ,.. પણ એણે તરતજ વાત બદલવી પડી,..  "આ રવિ પંડ્યા શું કરે છે મામુ,.. ?" 

 

રાશિએ આસ્થા સામે જોયું ... કોઈ પ્રતિક્રિયા દેખાઈ નહિ,..  

 

"બતાવ મને - એની પ્રોફાઈલ,.. " સિમ્મી એ યેષા ના હાથ માંથી પોતાનો મોબાઈલ ખેંચ્યો,.. 

 

"સારો લાગે છે મોમ,.. એન્જીનીયર છે,.. કેટલી સરસ મૂછો છે,.. સિમ્બા ના રણબીર સીંગ જેવી,.. " યેષા આ બધું વિશ્લેષણ આસ્થા ને સંભળાવવા બોલતી હતી,.. અને રાશિ આસ્થા ને સતત ઓબ્ઝર્વ કર્યા કરતી હતી,.. 

 

"શટ-અપ યેષા,.. " સિમ્મી એ કહ્યું,.. "વિશાલ, ધીસ વન ઇસ ગૂડ,.. નિશાંત વ્યાસ,.. બિઝનેસમેન છે,.. બેંગ્લોર માં સૅટલ છે,.. કદાચ આનંદ ઓળખે છે આને,... ઘણી વાર નામ સાંભળ્યું છે આનંદ ના મોઢે,.. નિશાંત વ્યાસ નું,.. " 

 

"હા, એને તો હું પણ સારી રીતે ઓળખું છું,... એક કોન્ફ્રન્સ માં મળ્યા હતા અમે અને આજ સુધી કોન્ટેક માં છીએ,..  "

 

"આમાંથી કોઈને મળવું હોય, તો એ પણ કરતી જ જજે સિમ્મી - આવી છું તો,.." વિશાલે આસ્થા સામે જોતા કહ્યું,.. "અગર આસ્થા ને એમબીએ પછી કશું કરવું હોય તો લગ્ન ની ઉતાવળ હું નહિ કરું,.. " 

 

"વાહ, મારી મરજી ની પરવાહ થવા લાગી,... " આસ્થા એ ટોણો માર્યો,.. 

 

રાશિ ની નજર હજીયે આસ્થા ને ચૂપચાપ ઓબ્ઝર્વ કરતી હતી,.. 

 

"નિશાંત વ્યાસ ના ફાધર એમ-એલ-એ છે,.. અને એનો ભાઈ યુ-એસ-એ માં ડોક્ટર છે,.. " વિશાલે કહ્યું 

 

"વૅલ સેટલ્ડ છે તો તો,.. " સિમ્મી એ કહ્યું,.. 

યેષા એ મોબાઈલ માં ફૉટો જોવા માંડ્યો,..

 

"ભાઈ છોકરાઓ ની બોલી લાગી છે બરાબર ની,.. ચાલો જોઈએ તો ખરા કે માર્કેટ માં કોની તેજી છે અને કોની મંદી,.." યેષા એ કહ્યું,.. 

 

"જોયા વિના કશું જ નક્કી ના કરાય,.. " સિમ્મી બોલી,..

 

"નો મૉમ, - એક્ચ્યુલી, પારખ્યા વિના કશું નક્કી ના કરાય,.. " યેષા એ કહ્યું 

 

આસ્થા સહીત બધા યેષા ને જોવા લાગ્યા,.. 

બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચતી યેષા એ નોર્મલી કહ્યું,"ઍમ આઈ સૅઇન્ગ સમથિંગ રોન્ગ?" 

 

કોઈ કઈ જ બોલ્યું નહિ,.. 

રાશિ એ બહુ જ વ્હાલ થી યેષા તરફ જોતા કહ્યું, "મારી ઢીંગલી બહુ મોટી થઇ ગઈ છે,... ને,... !!"

 

"તો ક્યારે જવાનું છે ? છોકરો જોવા,..? માસી,... હું પણ આવીશ ઓકે,.. ?" યેષા એ પહેલા સવાલ વિશાલ મામૂ ને અને સાથે આવવાની વાત આસ્થા ને સંબોધી ને કહી,.. 

 

"જેને જવું હોય તે જાય,... મને તારીખ થી મતલબ છે,.. ક્યારે માંડવે બેસવાનું છે - કહી દેજો બસ,.. હું રેડી થઇ ને પહોંચી જઈશ .. " આસ્થા એ કોઈ જ ફીલિંગ્સ વગર કહ્યું,.. 

 

"અરરરર, માસી,... છોકરો નહિ જોવો તમે ?" યેષા કોઈ ને કોઈ રીતે વાત લંબાવવા ઇચ્છતી હતી,.. આસ્થા આ વાત નો વિરોધ કરે એમ ઇચ્છતી હતી,.. 

 

યેષા નું આ નાટક રાશિ બરાબર સમજતી હતી,.. 

 

"અરે ના રે  ... વિશાલ અને સિમ્મી પાસે આમેય પારખી નજર છે,.. એ જે કરશે એ સારું જ હશે મારા માટે,.. " -  આસ્થા બોલી 

 

"અરે માસી, કોઈ કાણો લંગડો પસંદ કરી આવશે તો,.. ?" યેષા મજાક માં બોલતી હતી પણ એના ટોણા એની માં સિમ્મી બરાબર સમજતી હતી,.. 

 

"કાણો કે લંગડો જ હશે ને ,.. !! નાજાયઝ તો નહિ જ હોય,... !! ખાતરી છે મને... ડૉન્ટ વરી,.. આઈ ટ્રસ્ટ ધેમ,.." -  આસ્થા ની વધતી જતી વ્યથા એના શબ્દો માં આવવા લાગી હતી,.. એની રેસ્ટલેસનેસ હવે વધારે તીવ્રતા પકડતી હતી,.. એ રાશિ બરાબર રીતે નજીક થી જોઈ શકતી હતી,.. 

 

આસ્થા પોતાની આંખ માંથી નીકળતા ઝળઝળિયાં રોકવા માટે ઘરમાં જવા લાગી,.. 

યેષા ની રિકવેસ્ટ ભરી નજર રાશિ ની આંખોને વીંધી રહી હતી,.. 

યેષા ની આંખો માંથી નજર હટાવ્યા વિના જ રાશિ એ ધીરેથી પરંતુ મક્કમ સ્વર માં કહ્યું, 

"આસ્થા,... એક મિનિટ,.. " 

 

બધાનું ધ્યાન પોતાની તરફ જોઈ ને રાશિએ યેષા ની આંખોમાંથી પોતાની દ્રષ્ટિ હટાવી લીધી,.. 

કોઈ દિવસ કોઈ ને કોઈ સલાહ નહિ આપતી રાશિ નો અવાજ સાંભળી આસ્થા ને નવાઈ લાગી હતી,.. 

એના પગ ત્યાં જ થંભી ગયા,.. 

સિમ્મી અને વિશાલ ની નજર એકબીજા સામે અથડાઈ,.. 

અત્યાર સુધી ચાલી રહેલી વાતો અચાનક જ બંધ થઇ ગઈ,.. 

ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો,.. 

દરેક સભ્ય રાશિ ના આગળના વાક્ય ની રાહ જોવા લાગ્યા,.. 

 

"છોકરો નહિ જોવે તો લગ્ન માં જેની જોડે ફેરા લે છે એ સાચી વ્યક્તિ છે કે નહિ એની ખબર કેમની પડશે તને ?" - રાશિ એ કહ્યું,... 

 

કોઈ કશું જ બોલ્યું નહિ,.. 

સ્તબ્ધ થઇ ને બધા સાંભળી રહયા હતા,.. 

રાશિ ના આગળ ના વાક્ય ની રાહ હવે તો આસ્થા પણ જોવા લાગી,..

 

"આસ્થા, એક વાત યાદ રાખજે, નિશાંત હોય કે આશિષ,.. લગ્ન તારા થવાના છે,.. જિંદગી તારે જીવવાની છે,.. માથે સહેરો બાંધી ને છોકરો તારી ચોખટ પર આવવાનો છે,.. તને લેવા,.. હજારો ની હાજરી માં,.. એ બિચારો આ બધી જ વાત થી અજાણ્યો તારા સપના પુરા કરવા ની તૈયારી કરતો હશે,.. કદાચ  પોતાના સપના દાવ પર લગાડીને,.. આને છેતર્યા કહેવાય,.. લગ્ન પછી જયારે સવાલો ઉભા થશે ત્યારે કોઈ એ નહિ જોવે કે આ છેતરામણી તે તો કરી જ નથી,.. પણ સવાલ તો તોયે તારી જ સામે ઉભો થશે,.."

 

રાશિ એ આ ઘર માં પહેલી વાર પોતાની જબાન ખોલી હતી,.. 

 

બધા જ આવાક થઇ ને સાંભળી રહયા હતા,..

દલીલ માટે કોઈ ની પણ પાસે કશું જ હતું નહિ, કારણ કે રાશિ ની વાત જરાયે પાયા વગર ની નહોતી,.. 

 

સૌથી વધારે યેષા ખૂશ હતી,.. રાશિએ લીધેલી છૂટ થી પણ અને આસ્થા માટેના બધાએ લીધેલા આ નિર્ણય ઉપર ની ફરીથી થતી આ ચર્ચા થી પણ,..

 

"ભાભી, બધાને ખબર છે કે આ લગ્ન મારી ઉપર થોપાઈ રહયા છે,.. આમાં મારી મરજી બિલકુલ શામિલ નથી,.." - આસ્થા એ નિર્બળ અવાજ માં કહ્યું 

 

"આસ્થા, આ ક્યાંનો તર્ક છે કે શાદી કરી ને તું એ છોકરા ની સામે શહીદ થઇ ને ઉભી રહી જાય,.. પોતાની મજબૂરિયોં બતાવતી,.. " 

 

બધા જ ચૂપ થઇ ને રાશિ ને સાંભળતા હતા,.. 

 

"આસ્થા,... ના તું એને પ્રેમ કરી શકે કે ના તું શાંતિ થી જીવી શકે,.. અગર તું આશિષ સિવાયના કોઈને પણ પસંદ કરે તો,.. શું કામ તું એક એવી જિંદગી જાણી ને લખે છે  જેમાં તું બે પરિવાર ના સંબંધોને પણ દાવ પર લગાડે છે,.. "

 

"ભાભી, વિશાલ અને સિમ્મી મારા દુશમન નથી,.. મારા માટે કંઈક સારું જ વિચારતા હશે,.. " આસ્થા રસ વગર બોલી 

 

"આસ્થા,.. હું નથી કહેતી કે એ તારા દુશમન છે,.. પણ સારું વિચારવા વાળા હંમેશા સાચું જ વિચારતા હોય એ જરૂરી નથી,.. એ તારા માટે સારું ચોક્કસ વિચારી શકશે, પરંતુ, તારી જિંદગી નો બેસ્ટ જજ તું જ હોઈ શકે,.. જે તારા માટે સારું નહિ સાચું વિચારે,.. તું કોઈ ને અન્યાય ના કરી શકે, ના આશિષ ને, ના એના પરિવારને કે ના તારા પરિવાર ને,.. "  

 

" ભાભી, હું બીજું શું કરી શકું ? " 

 

"પ્રેમ થી પોતાનું જીવન હોમી દઈ ને આંગણે આવેલી બારાત ને સહર્ષ સ્વીકારી લે, અને જો પાછું વાળીને જોયા વિના બધું જ ભૂલી ને જીવવાની તાકાત ના હોય તો અત્યારે જ વિરોધ કરવાની તાકાત કેળવ,.. તું છોકરી જ છું, કોઈ અપાહિજ નથી,.. "  

 

બધાજ ચૂપ હતા,.. 

રાશિ ની વાત થી ચારે બાજુ સોપો પડી ગયો હતો,.. એટલે એણે નરમાશ થી સમજાવવા માંડ્યું,..

 

"આસ્થા, એક માસૂમ ને મરવા માટે છોડી આવી છું તું ખન્ના ના ઘરમાં,..  એને રોજ રોજ મારતો જોઈને બીજા બે જણ વિના બીમારીએ મારી જશે,.. જેની સાથે મન વિના તન ના સબંધ બાંધવા નીકળી છું એની જિંદગીને પણ આગ માં ના ઝોકીશ તું,.. આ ધંધાના નફા-નુકશાન નથી આસ્થા,.. આ જિંદગી નો ખેલ છે જેમાં તારું નૂકશાન બન્ને બાજુ થી થાય છે,... આ વાત તને તારી એમ-બી-એ ની ડિગ્રી નથી શીખવાડવાની,.. " 

 

"ભાભી, હું બસ ડ્યૂટી કરતા કરતા મારુ જીવન જીવી લઈશ,.. "

 

યેષા ની આંખ માંથી દડ દડ આંસૂ પાડવા લાગ્યા,.. 

 

રાશિ હજીયે સામનો કરતા બોલી રહી હતી,..

"જેને ઘેર જઈશ એને ત્યાં ડ્યુટી કરવા નથી જવાની તું,.. એ આઠ કલાક ની જોબ નથી, .. કે નથી એ વેકેશન નો મહિનો, જેને તું જેમ તેમ કાઢી નાખીશ,.. આ આખી જિંદગી નો સવાલ છે,..  એક એક મિનિટ એક એક યુગ જેટલી લાંબી લાગશે,.. જેને માણવી તો બાજુ પાર રહી પસાર કરવી પણ અઘરી પડશે.. સમય તારી જિંદગીની ગતિને એટલી ધીરી પડી દેશે કે તને આમ લાગશે કે તું માત્ર શ્વાસ લે છે, જિંદગીનો અહેસાસ તને અડશે જ નહિ.. જરા વિચાર કર કે - જેની સાથે લગ્ન કરીશ એનું મોં તું ડ્યુટી સમજી ને જોઇશ ? આખી જિંદગી ??  એના છોકરા ડ્યુટી સમજી ને પેદા કરીશ ??? "

 

વિશાલ જોર થી બોલ્યો,.. "શું બકવાસ કરે છે,.. ?" - વિશાલ ની ધીરજ ખૂટી ગઈ હવે ,.. રાશિની બધી જ વાત સાચી છે એવું સમજતો હોવા છતાં વિશાલને લાગતું હતું કે રાશિ આસ્થાને ભડકાવી તો નથી રહીને ?

 

પરંતુ રાશિ હજીયે શાંતિથી જ જવાબ આપી રહી હતી,.. 

એણે પ્રેમથી વિશાલ સામે જોયું.. એની થોડીક નજીક ગઈ,.. પહેલી વાર બધાની હાજરીમાં વિશાલની છાતી ઉપર પોતાનો હાથ મૂકતાં એ પ્રેમથી બોલી, 

"વિશાલ, તારી ડ્યુટી તો મેં સંભાળી લીધી,.. કોઈ પણ કમ્પ્લેઇન કર્યા વિના, - આપણા બે સિવાય આ સ્થિમાં જીવવાનો અનૂભવ અહીં બેઠેલા બીજા કોઈને નથી,.. અને આપણને બન્ને ને ખબર છે કે એ સુખદ અનુભવ નથી,.. તું ઈચ્છે કે તારી બહેન, -  જેને તેં દીકરી ની જેમ સાચવી છે - એ કોઈકની ડ્યુટી મારી જેમ જ આખી જિંદગી ચૂપચાપ સંભાળ્યા કરે,.. ?  એ પણ એની પોતાની ખુશી સાથે કોમ્પ્રોમાઇઝ કરી ને ,, ?? માત્ર તારી પ્રતિષ્ઠા સાચવવા માટે ??  " 

 


કોઈ કાંઈ બોલી શકે એવી સ્થિતિ માં હતું જ નહિ. આસ્થા સ્થિર થઇ ને રાશિ ને જોઈ રહી હતી. સિમ્મી ને તો વિશ્વાસ જ આવતો નહોતો કે રાશિ આટલું બધું બોલી શકે છે ? યેષા રાશિ માટે પોતે બાંધેલા અનુમાન ને લઈને મનમાં ને મનમાં ખુશ થતી હતી. એને ખાતરી હતી કે એની મામી સિવાય કોઈ આ વાત સમજવાનું પણ નથી અને સમજાવી શકવાનું પણ નથી..  ખુદ વિશાલને ભરોસો નહોતો પડતો કે રાશિ પોતાની લાડલી બહેન માટે આટલી ચિંતિત હતી. 

 


બધાને સ્તબ્ધ થઇ ગયેલા જોઈને રાશિએ ધીરેથી આગળ બોલવાનું ચાલુ રાખ્યું, "જો વિશાલ, દીકરી ની જેમ ઉછેરી છે તો દીકરી માટે ભીડાઈ જા જમાના સાથે,.. ડૉન્ટ લિવ હર હૅન્ડ ફ્રોમ યોર હેન્ડ,.. સમાજ ના આવડા મોટા દરિયામાં એને ડૂબવા માટે ના છોડી દેવાય,.. તું હોઈશ તો એને આવા કેટલાયે સમંદર ખૂંદવાં અઘરા નહિ પડે,.. તરતા નહિ આવડતું હોય તોયે એ સામે પાર પહોંચી શકશે... નહીંતર એ મધદરિયે ડૂબી જશે.. એક ઑર રાશિ-વિશાલ ની જોડી શું કામ લાવવી છે સમાજ માં,.. ?? " વિશાલ રાશિ સામે અપલક જોઈ રહ્યો,.. 

 


રાશિ એ આગળ કહ્યું, - "કડવી છે વિશાલ, પણ સાચી વાત છે કે આપણા જેવા રિલેશન માં પ્રેમ ક્યાંયે નથી હોતો,.. અને આસ્થા-આશિષ જેવા રિલેશનના તો ઝઘડાઓમાં પણ પ્રેમ જ પ્રેમ હોય છે,.. બાકી તમારી મરજી " 


 

રાશિ ખાલી થયેલા કૉફી મગ ને ટ્રે માં ભેગા કરી ગાડર્ન તરફથી રૂમ તરફ પ્રયાણ કરવા લાગી,... 

 

યેષા સહીત આસ્થા વિશાલ અને સિમ્મી ની આંખો ભીની થઇ ગઈ હતી,.. 

 

યેષા પાસે સૌથી મહત્વ નું કામ બાકી રહી ગયું હતું એટલે એ મોબાઈલ માં કશુંક કરવા લાગી,.. 

 

થોડી જ વાર માં આસ્થા ના મોબાઈલ સ્ક્રીન ઉપર આશિષ નું નામ ચમકતા વિશાલે કૉલ લેવા હાથ લંબાવી દીધો,.. 

 

 

 

~~~~~~~~~

 

રાશિ ની વાત થી ઘર ના તમામ સભ્યો નો કૉમન અને મક્કમ નિર્ણય લેવાઈ ગયો હતો,..  

 

~~~~~~~~~