The Author yeash shah Follow Current Read પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 2 By yeash shah Gujarati Health Share Facebook Twitter Whatsapp Featured Books Trembling Shadows - 36 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Love at First Slight - 45 At Ananya's house, the excitement in the air was palpabl... Love is dangerous with a Stranger - 3 Love is dangerous with a Stranger (A romantic, investigative... You are My Destiny Hello everyone so this is for the first time that I am gonna... HAPPINESS - 108 New Year, a new journey is starting. It is sowing new... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by yeash shah in Gujarati Health Total Episodes : 9 Share પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 2 (6) 2.6k 3.9k દૂધ મિશ્રિત સુગંધિત પુષ્પો અને અત્તરથી યુક્ત જળ થી સ્નાન કરતી નાયિકા પોતાની સખી ઓ સાથે હાસ્ય વિનોદ માં વ્યસ્ત છે.. નાયિકા ને આજ સુધી તેના પિતા અને વડીલો અને ગુરુઓ સિવાય કોઈ એ જોઈ નથી.. તેનું રૂપ અને પ્રભાવ અગ્નિ સમાન છે.. વર્ણ ગૌર છે.. કદમાં સહેજ મોટા અને ઉન્નત ઉરજો ધરાવે છે.. એના હોઠ ખૂબ જ કોમળ અને આંખો ઉજ્જવળ અને ઉત્સાહથી ભરેલી સહેજ મોટી છે.. તેના બે ભ્રમર એકદમ કાળા અને ગાલ પર વચ્ચોવચ એક નાનકડું તલ છે.. કમર સુધી આવતા એના કાળા કેશ એની સુંદરતા માં વૃદ્ધિ કરે છે.. કોઈ કામી પુરુષ જેવી વિહ્વળતા અને મિલન ની આતુરતા એના યૌવનમાં છે.. દાસી : નાયિકા ,ગુરુવર્ય પ્રધાનકર્મ પધાર્યા છે.. આજે એમની સાથે એક સુંદર યુવાન છે.. તમને આજ્ઞા છે કે સુંદર શણગાર સજીને આજે સાંજે આ કામકલા માં નિપુર્ણ અને સર્વ રીતે આપને યોગ્ય એવા નાયક સાથે સંભોગ કરવો અને ત્યારબાદ તેની સાથે યોગ્ય સમયે વિવાહ કરવા.. નાયિકા: (મધુર સ્વરમાં) જેવી ગુરુવર્ય ની આજ્ઞા.. તમે એ યુવાન ના સત્કાર ની વ્યવસ્થા કરો .. હું તેમને સમર્પિત થતા પહેલા એમની યોગ્ય પરીક્ષા લઈશ.. મને ગુરુવર્ય પર વિશ્વાસ છે.. છતાંય મારુ મન એ યુવાન ને પરખી લેવા ઉત્સુક છે.. દાસી : એ આપનો અધિકાર છે નાયિકા , હું હમણાં જ તૈયારીઓ કરાવું છું.. ********************************** (સુંદર સજાવેલા કક્ષ માં વચ્ચે વચ એક મોટો પરદો બાંધેલો છે.. ગુરુવર્ય પ્રધાનકર્મ અને નાયક વિશેષકર્મ પરદા ની એક બાજુ સુંદર આસન પર વિરાજેલ છે.. એમની સામે વિવિધ પ્રકાર ના પુષ્પ ,અત્તર ,ફળ મુકેલા છે.. સુંદર દાસીઓ નાયક ને આગ્રહ કરી કરી ને ફળ ખવરાવે છે.. પરદા ની બીજી બાજુ નાયિકા પ્રવેશ કરે છે.. તેની સખીઓ માં પ્રધાન સખી ગુણ કામિની કાવ્યાત્મક સ્વર માં ગુરુ પ્રધાન કર્મ ની વંદના કરે છે.. સર્વશાસ્ત્રો માં નિપુણ અને કામશાસ્ત્રના પ્રધાન મુકુટ મણી સમાન આચાર્ય પ્રધાનકર્મ ને વંદન ... પ્રધાનકર્મ : અસ્તુ .. ભામીની ગુણકામિની.. પછી નાયિકા યશવલ્લરી પોતાના મધુર સ્વર માં આચાર્ય ને વંદન કરે છે.. સ્વંય કામરૂપ ,સમસ્ત કળાઓ ના નિધિ શુકરાચાર્ય ના અંશ સમાન ,આચાર્ય પ્રધાનકર્મ ને વંદન. પ્રધાનકર્મ : અસ્તુ.. પ્રિય શિષ્યા ..યશવલ્લરી પ્રધાનકર્મ: દેવી .. મારી સાથે આવેલો આ યુવક ,મારા જ જ્યેષ્ઠ બંધુ નો પુત્ર અને સર્વ કળાઓ માં નિપુણ છે.. આ વિશેષ કર્મ તારી સમક્ષ ઉપસ્થિત છે.. હું તને તેનાં માટે સુયોગ્ય સમજુ છું.. મારા જ્યોતિષ જ્ઞાન અનુસાર નક્ષત્રો અને ગ્રહો ની ગણના તમારા મિલનને શ્રેષ્ઠ ગણે છે.. તુ ઘણી રીતે ખાતરી કર્યા પછી આને પસંદ કરે એવી મારી પણ ઈચ્છા છે.. તું અને તારી સખીઓ વિશેષ કર્મ ને કોઈ પણ પ્રશ્ન કરી શકે છે.. ગુણકામિની: યુવાન ... જગતમાં સૌથી સુંદર કોણ છે? વિશેષકર્મ: માતા-પિતા અને માનવ ના ચારિત્ર્ય,સદગુણ ગુણકામિની: પુરુષ માટે પરમ પ્રાપ્ય વસ્તુ? વિશેષકર્મ: સમ્માન અને ગુપ્ત રહસ્યો જેનાથી એ સફળતા અને વિજય પામી શકે. ગુણકામિની: સ્ત્રી ના મન માં શું હોય છે? વિશેષકર્મ : કોઈ પુરુષ એની ઈચ્છાઓ નું સમ્માન કરે ,એની યોગ્ય સમયે સહાય કરે અને એને પોતાના જીવન માં વિશેષ સ્થાન આપે. ગુણકામિની: કામશાસ્ત્ર માં ચુંબન નું મહત્વ શું છે? વિશેષકર્મ : ચુંબન પ્રેમ ના આદાનપ્રદાન નું માધ્યમ છે... પ્રેમ નો વાર્તાલાપ છે.. ચુંબન વગર નો સંભોગ મીઠા વગર ના ભોજન સમાન છે.. આદર્શસુંદરી: યુવાન.. 64 કળાઓ માં શ્રેષ્ઠ કળા કઈ? વિશેષકર્મ: જે તમને સર્વ શ્રેષ્ઠ રીતે સહજ છે.. એ જ સર્વશ્રેષ્ઠ કળા છે.. પણ મારા મતે શૈયા ને ઉત્તમ રીતે સજાવવાની કલા અને પ્રેમક્રીડા માટે સુંદર વાતાવરણ તૈયાર કરવાની કળા સર્વોત્તમ છે. આદર્શસુંદરી: નર અને નારી વચ્ચે ના પ્રેમનો હેતુ શું છે? વિશેષકર્મ : જેમ રાત્રી અને દીવસ એકબીજાને પૂર્ણ કરે છે એમ પ્રેમ નર અને નારી ને પરસ્પર પૂર્ણ કરે છે. આદર્શસુંદરી: સંભોગ નો હેતુ શું છે? વિશેષકર્મ : પરસ્પર સમાન આનંદ , પરસ્પર સામીપ્ય નું સુખ , સમાન રીતે જાતીય ઈચ્છાઓની પૂર્તિ અને નર નારી બન્નેનો સંતોષ. યશવલ્લરી: નારી કેવા પુરુષ પ્રત્યે આકર્ષણ અનુભવે છે? વિશેષકર્મ : આ પ્રશ્ન ગૂંચવણભર્યો છે.. કારણ કે આ ફક્ત નારી જ જાણે છે.. પણ જે પુરુષ માં હાસ્ય અને વિનોદ સહજ હોય છે.. જે હિંમતવાન છે અને જે આત્મનિર્ભર છે એવો પુરુષ સ્ત્રી ના આકર્ષણનું કેન્દ્ર હોય છે. યશવલ્લરી: સ્ત્રી અહંકારી હોય તો પુરુષે શું કરવુ જોઈએ? વિશેષકર્મ : અહંકારી સ્ત્રી વધુ પ્રેમને પાત્ર હોય છે.. પ્રેમ ની સામે તેનો અહંકાર ઓગળી જાય છે. યશવલ્લરી : કામકળા માં પ્રધાન રસ કયો હોય છે? કયો રસ કામજીવન માં યોગ્ય નથી? વિશેષકર્મ: શૃંગાર રસ પ્રધાન હોય છે.. પરંતુ હાસ્ય ,રસ રૌદ્રરસનો ભાવ સંભોગની સુંદરતા માં વૃદ્ધિ કરે છે. વીભત્સ રસ(અશ્લીલતા અને વિકૃતિ) અને ભયાનક રસ( ભય અને ઘૃણા) સંભોગ માટે અયોગ્ય છે. લંપટતા અને લોલુપતા કામજીવનમાં અસંતોષ ઉભો કરે છે. યશવલ્લરી: આત્મિયતા નું સંબંધો માં મહત્વ? વિશેષકર્મ : આત્મીયતા વગર પ્રગાઢ સંબધ લગભગ અશક્ય છે. યશવલ્લરી: જ્ઞાન અને આદર્શ વાસ્તવમાં સફળ થાય છે? વિશેષકર્મ: દરેક નર અથવા નારી માં કેટલીક ખામીઓ હોય છે.. દરેક વાતે જ્ઞાન અને આદર્શ સફળ થતા નથી.. પણ એના વગર નું જીવન પશુ સમાન છે.. અનુભવથી જ આ સત્ય સમજાય છે. યશવલ્લરી: જો તમારી સ્ત્રી અથવા પુરુષ કોઈ અન્ય ને પ્રેમ કરે તો? વિશેષકર્મ : ફરી, દરેક પુરુષ અને સ્ત્રી ની પ્રતિક્રિયા અલગ હોય છે..પણ સ્ત્રી અથવા પુરુષ મારા મતે પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. યશવલ્લરી: સંભોગ પછી વિવાહિત સ્ત્રી પુરુષે શું કરવું જોઈએ? વિશેષકર્મ: સંભોગ પછી આલિંગન અને પ્રેમક્રીડા અનિવાર્ય છે. પ્રેમાળ પુરુષ અથવા સ્ત્રી સંભોગ પછી એકબીજાનો તુરંત ત્યાગ કરે એ પૂર્ણતૃપ્તિ માટે અયોગ્ય છે.. પુરુષ અને સ્ત્રી સંભોગ પછી એકબીજાનું મન જાણે એ અનિવાર્ય છે. આ વાર્તાલાપને તમે વાંચ્યો આ લેખક.. તમને પૂછે છે.. શું યશવલ્લરી વિશેષકર્મ ને પતિ તરીકે પસંદ કરશે?) ‹ Previous Chapterપ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 1 › Next Chapter પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 3 Download Our App