Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato - 3 in Gujarati Health by yeash shah books and stories PDF | પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 3

વાર્તા ૧

પ્રેમ ... હૃદય નો શબ્દ.. હૃદય છાતીની મધ્યમાં સહેજ ડાબી બાજુ હોય એ કે જેની કલ્પનાઓ માં જેની તૃષ્ણા માં જેના મિલન ની ઝંખનામાં આપણે ખોવાયેલ હોય તે હૃદય હોય... અંગત રંગમહેલ જેના માટે રચ્યો હોય.. જેની સામે સંપૂર્ણ અનાવૃત થઈ સહેજે રહી શકતા હોય અને જેનો સંગાથ સમય ની ગતિ ને તીવ્ર કરી પ્રસન્નતાની ક્ષણો માં અનાયાસ વૃદ્ધિ કરી દે.. જેની નારાજગીથી મળેલો વિયોગ જિંદગી ને ઉદાસી ની ગરતા માં ધકેલી દે...

આજે એવો જ કઈ અનુભવ અમૃતા ને થયો.. વિવેકે એની સાથે નો સંબંધ તોડી નાખ્યો.. બન્ને કોલેજ ના સમય માં મળ્યા .. એક થયા.. શારીરિક સંબંધ સુધી વાત પહોંચી.... અને એક રાત્રે અમેરિકા તરફ ઉપડી ગયેલા વિવેક ના પગ અમૃતા ના આંસુ રોકી શક્યા નહી.. થોડો સમય લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વાતો થઈ .. રિસાયેલ અમૃતા ને ફરીથી ટેકનોલોજી વડે પ્રેમી ને મળવાની આશા થઈ .. પણ એ પણ વધુ સમય સુધી ટકી નહિ... અને એક સાંજે ઘણા બધા કોલ કરીને થાકેલી અમૃતાને વિવેક નો એક મેસેજ આવ્યો... " ધેટ્સ ઓલ અમુ .. આઇ એમ ડન.. બ્રેક અપ".
અમૃતાનું માથું ચકરાયું.. એ અમેરિકા જવા માટે તૈયારી કરતી હતી.. વિવેક ને સરપ્રાઈઝ આપવી.. બન્નેએ અમેરિકા ફરવું.. ખૂબ મજા કરવી.. પછી થોડા સમય માં મમ્મી પપ્પાને વાત કરી લગ્નગ્રંથિ માં જોડાવું.. અને જો મમ્મી પપ્પા ના પાડે તો ત્યાંજ વિવેક સાથે વિવાહ કરી સેટલ થઈ જવું.. આવા બધા જ સપના અમૃતા ની આંખો સમક્ષ ફરવા લાગ્યા.. શું વિવેકે એનો ફાયદો લીધો ? શું એનો પ્રેમ સાચો હતો?.. શું પોતાના માં જ કઈ ઉણપ રહી ગઈ..? આ બાબતો નો સતત વિચાર કરતાં.. વિવેકને સતત ફોન કરવા લાગી.. એના દોસ્તો દ્વારા સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો.. બધું જ વ્યર્થ.. પોતાની રૂમમાં બંધ રહી ને આખી રાત અમૃતા રડી.. સતત એનું ઉદાસ મુખ જોઇ મમ્મી પપ્પાને થોડી ચિંતા થઈ પણ અભ્યાસ નો ભાર વધારે છે.. એમ કહી ને મમ્મી પપ્પા ને સમજાવી દીધા.. બે ત્રણ મહિના અલગ અલગ જ્યોતિષ,ન્યુમરોલોજીસ્ટ અને ટેરોટ કાર્ડ રીડીંગ ના સેશન્સ કરાવ્યા.. પૂજા પાઠ - ટોના ટોટકા ખૂબ વધી ગયા.. મમ્મી ને ખૂબ ચિંતા થઈ.. એને અમૃતા નું મન જાણવાનો પ્રયત્ન કર્યો.. અમૃતા અંતે હારી ગઈ અને બધું જ મમ્મી તેમ જ પપ્પા સમક્ષ કહી દીધું..
તેના પપ્પા અમરતપાલ સિંધ બહુ જ સમજદાર વ્યક્તિ હતા.. તેને તરત જ ફેમેલી ડોકટર પાસે થી સાયકોથેરાપીસ્ટ નો નંબર લીધો અને તે ડોકટર નો સમ્પર્ક કર્યો.. બ્રેક અપ ના દબાણ હેઠળ ઉદાસ અને ગમગીન સ્થિતિ વચ્ચે અમૃતા એ સાયકોથેરાપી અને કાઉન્સેલિંગ ની સહાય લીધી.. અને ઇમોશનલ ઇન્ટેએલિજન્સ પર વર્ક કર્યું.. એ સમયસર વિવેક ને ભૂલવામાં સફળ થઈ અને આજે કેનેડામાં ખૂબ સારી નોકરી કરે છે.
આમ તમે પણ સંબંધો હેઠળના દબાણ ને ભૂલી શકો છો.. જીવનમાં કેટલાક વ્યક્તિ સાચે જ આપણા માટે નથી હોતા.. અને જે આપણા માટે નથી હોતા એને જતા કરવા જ આપણા હિત માં હોય છે.. સમયસર એક સમજુ વ્યક્તિ અથવા ક્વોલિફાઇડ ડોક્ટર સાથે વાત કરવાથી .. ઘણો બધો સમય અને પૈસા બચી જાય છે.

પ્રેમતૃષ્ણા તો સદૈવ દરેક ના મન માં રહેવાની જ યોગ્ય વ્યક્તિ ને પામવાની અને પ્રેમ કરતા રહેવાની.. પણ દુઃખી અને ઉદાસ મન તન્મયતાથી પ્રેમ કરી શકે? .. આ વાત સમજવી જરૂરી છે.

વાર્તા :૨

ધવલ : ડોકટર ,હમણાં થી હું બહુ જ ચિંતા માં છું..
ડો. નીતિ : શું થયું ધવલ ભાઈ ,કાંઈ સમસ્યા .. કઈક તકલીફ પડી..
ધવલ : ના.. ના ડોકટર , કૈક વધુ પડતું જ થઈ રહ્યું છે.. માધવી પહેલા કરતા વધારે અને રોજ શારીરિક સંબંધ ની માંગણી કરે છે.. પહેલા અમારી વચ્ચે બધું જ નોર્મલ હતું પણ હવે કાંઈક વધુ પડતું જ થઈ રહ્યું છે.પહેલા તો મને પણ ખૂબ ગમ્યું પણ આ તો હવે એક ડ્યુટી જેવું થઈ ગયું છે.. ના કહું છું તો ઝગડો કરે છે, પિયર જવાની વાતો કરે છે.. મેં કેટલી વાર સમજાવી .. લગ્ન ને 6 વર્ષ થયાં પછી આટલી ઈચ્છા થવી અને રોજ ? આ કઈક જુદું જ છે.. એમ માની ને હું તમારી પાસે એને લાવ્યો છું.. એને કોઈ બીમારી તો નથી ને?
ડો.નીતિ: ચિંતા ન કરશો... હું મધવીબેન સાથે વાત કરું છું.

( માધવી કેબીન માં આવે છે, ધવલ કેબીન ની બહાર જાય છે.)

ડો. નીતિ : ( હસીને) આવો આવો માધવી બહેન, બેસો..
માધવી : બધું જ નોર્મલ છે, કાઈ જ નથી.. આ તો એમનેમ જ અહીં લઈને આવ્યો.
ડો.નીતિ : હું જાણું છું. અને એટલે જ મેં કોઈ દવા નથી લખી કે ફાઇલ પણ નથી બનાવી. મેં કશું જ કહ્યુ પણ નથી ધવલ ભાઈ ને, મેં ફક્ત એમને સાંભળીને તમને અંદર બોલાવ્યા .. એમની એક ફરિયાદ છે કે લગભગ 15 દિવસ થી તમે રોજ સેક્સ ની માંગણી કરો છો.. શું વાત છે ? તમને કુદરતી રીતે આવી ઈચ્છા થાય છે? જુઓ હું તમારી ડોકટર નહિ ,એક મિત્ર તરીકે પૂછું છું.
માધવી : આ તો મારી સેફટી રેમેડી છે.
ડો. નીતિ : એટલે ? હું સમજી નહિ...
માધવી : પેલા અમારા બાજુમાં પાયલબેન નહિ? એમના પતિ વિકાસ ભાઈ નું એમની જ ઓફીસ બોસ સાથે લફરું નીકળ્યું.. છેલ્લી કીટી પાર્ટી માં કેટલીક સોસાયટીની બહેનો ગોસિપ કરતી હતી કે પાયલબેન વિકાસ ભાઈ ને સેક્સ સુખ આપવામાં ઉણા હતા.. એટલે જ વિકાસ ભાઈ એ લફરું કર્યું. અને એના પછી ના દિવસે જ ધવલે મને કહ્યું કે એમના ઓફીસ માં નવી ઇન્ટર્ન આવી છે.. એમની પાસે થી કામ શીખે છે.. થોડા મોર્ડન વિચારો વાળી અને બિન્દાસ છે. એટલે મેં વિચાર્યું કે ધવલ પણ કદાચ એવું કરે એટલા માટે હું એવી વ્યવસ્થા કરું કે રોજ એ સેક્સ્યુઅલી સિટીસફાય થઈને ઓફીસ જાય!
ડો. નીતિ : ઓહ ,માધવી બેન શું તમે પણ.. આટલા એડયુકેટેડ થઈ ને આવી વાત કરો છો... ધવલભાઈ તમારી કેટલી ચિંતા કરે છે.. એમને એવું છે કે તમને કોઈ બીમારી થઈ છે... હા બીમારી તો થઈ છે.. પણ શંકાની..
(ધવલભાઈ પાછળથી હસતા હસતા અંદર આવે છે.. )
ધવલ : શું માધવી તું પણ ... એવું કંઈ હોતું હોય... તને એ પાયલબેન નો પણ વહેમ છે.. અરે તને સાચી વાત કહું .. એમનું જ વિકાસ ભાઈ ની બોસ સાથે લફરું છે.. મને વિકાસભાઈ એ એમના ફોટા પણ બતાવ્યા છે. બન્ને લેસ્બિયન સેક્સ કરતા ઝડપાઇ ગયા હતા.
માધવી : શું
ડો. નીતિ : વારુ, ધવલભાઈ એ વિકાસભાઈ ની પર્સનલ મેટર છે, પણ આપણે તમારી વાત કરીએ.. જુઓ કોઈ બીજા નું ઝૂંપડું બળતું જોઈ આપણો મહેલ ન બળાય માધવી બહેન .. શંકા નામનું એસિડ સંબધો ના મૂળ ને બાળી નાખે છે. તમારે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિ અલગ છે.. અને આવી રીતે મન માં શંકા કરવા કરતાં.. પરસ્પર વાત કરી ને આ વસ્તુ ક્લિયર કરી લેવી જોઈએ..
માધવી (આંખ માં આસું સાથે) : સોરી ધવલ, મને માફ કરી દો!
ધવલ : મને ગમ્યું માધવી કે તું મારી ચિંતા કરે છે.. અને મારા માટે પઝેસિવ પણ છે.
ડો. નીતિ : પઝેસિવનેસ પણ વધુ પ્રમાણમાં ખરાબ છે. બીવેર ઓફ ઇટ ઓલસો.. લવ લાઈફ માં કલેરિટી અને એકબીજા પ્રત્યે નો વિશ્વાસ સૌથી વધુ મહત્વનો છે.. સમજ્યા લવ બર્ડ્સ☺️..
ધવલ અને માધવી : થેંક્યું ડો. નીતિ.. તમે અમારા બન્ને નો સંબંધ બચાવી લીધો.