Brahmarakshas - 12 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 12

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 12

વિરમસિંહ નંદિની ને કંઈ પણ સમજાવે એ પેલા નંદિની પાછે પગે પાછળની તરફ ખસવા લાગી. નંદિનીને એક જોરદાર ઝાટકો લાગ્યો હતો. એ આઘાત સહન ના કરી શકી. અને ત્યાંથી મંદિરના પગથીયા ઝડપથી ઉતારવા ગઈ ત્યાંજ એ ગર્ભવતી નંદિની નો પગ લપસ્યો.


“ આઅઅઅઅ... ”

“ નંદિની..."

એ એક સાથે બે ચીસ એ ભૈરવી અને રક્ષિતને ધ્રુજાવી દીધા.....


“ નંદિની...” વિચારોમાં ખોવાઈ ગયેલા વિરમસિંહના મો માંથી એક ચીસ આખા મંદિરમાં ફરી વળી.


બહાર ચાલી રહેલી ભયંકર હવાઓ પણ એકદમ શાંત થઈને થંભી ગઈ. એ ભયંકર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ધીમે ધીમે એ વાતાવરણ હલકું બનીને ઠંડુ પડી ગયું.


“ પપ્પા... શું થયું અચાનક કેમ તમે મમ્મીનું નામ લઈને બૂમ પાડી ?” વિરમસિંહની ચીસ સાંભળીને કાલિંદી તેના પપ્પા પાસે દોડીને આવી.


વિરમસિંહ વિચારોમાંથી બહાર આવ્યા. તેમણે એક નજર મંદિરની બહાર પગથિયાં ઉપર કરી. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો.


યાદોમાં સરી પડેલી નંદિની પણ અચાનક યાદોમાંથી બહાર આવી. નંદિનીના ખોળામાં સૂતેલી શ્રેયા પણ સફાળી જાગી ગઈ.


કાળી મા ની મૂર્તિની પાછળ ઉભેલ શિવમ પોતાના વિચારોને ત્યાંજ છોડીને વિરમસિંહની તરફ ભાગ્યો .


“ શું થયું...??" કાલિંદી, શિવમ અને નંદિની એકી સાથે બોલી ઉઠ્યા.

એકીસાથે બધાનો અવાજ સાંભળીને વિરમસિંહ સ્તબ્ધ થઇ ગયા.શું બોલવું ને શું ના બોલવું તે પણ તેઓને સુજતું નહોતું.


એક નજર વિરમસિંહે નંદિની તરફ કરી.

“ એ દિવસે જો ભાઈસાબ ના હોત તો આજે નંદિની ..." મનમાં આવા વિચારોથી જ વિરમસિંહ ના પૂરા શરીરમાં કમકમાટી પ્રસરી ગઈ.

નંદિની હજુ પણ વિરમસિંહના જવાબની રાહ જોઈ રહી હતી. નંદિની એ પોતાની આંખો વિરમસિંહની આંખોમાં તરફ માંડી.


વિરમસિંહની આંખોમાં એ રાતે જે ઘટના બની હતી એનું જ દુઃખ તરવરી રહ્યું હતું.


************


“ અઘોરીજી આપણે હવે તેમને શોધવા જવું જ જોઈએ.” ગામના એક વ્યકિતએ કાલિંદી તથા તેમના પરિવારની ચિંતા દર્શાવતા કહ્યું.


“ હા તેઓને ખાસો સમય થઈ ગયો જંગલમાં ગયાને. આપણે તેમને શોધવા જવું જોઈએ. મહાકાલી કરે એ બધાં સહી સલામત હોય.” ગામના બીજા એક વ્યકિતએ ચિંતિત સ્વરે કહ્યું.


અઘોરીજી એ થોડા સમય કઈક વિચાર્યું. પછી એકાએક કહ્યું...“ હા ચાલો આપણે તેમને શોધીએ. મા કાળીની કૃપા દ્રષ્ટિ તેમના ઉપર બની રહે.”


અઘોરી તથા ગામના બીજા ચાર - પાંચ વ્યક્તિઓ કાલિંદી અને તેમના પરિવારને શોધવા માટે જંગલમાં નીકળી પડયા.


**********


વિરમસિંહની આંખોમાં દેખાઈ રહેલું દુઃખ નંદિનીથી દેખાતું નહોતું. નંદિની જ્યાં બેઠી હતી ત્યાંથી ઉભી થઈ અને શ્રેયા પણ તેમની સાથે ઉભી થઇ. બંને જણા વિરમસિંહ ની તરફ આગળ વધ્યા.


“ પપ્પા કઈક તો બોલો.” વિરમસિંહે જવાબ ના આપ્યો એટલે કાલિંદીએ ફરી બીજી વાર પૂછ્યું.


“ અંકલ...” શ્રેયા એ નજીક આવતા કહ્યું.

“ શ્રેયા તને હવે કેમ છે ?” કાલિંદી એ શ્રેયાનો અવાજ સાંભળતા કહ્યું.


“ તમે એ બધું છોડો અને જલ્દીથી ગામ તરફ જઈએ. વાતાવરણ શાંત પડ્યું છે, ફરી તે પોતાનું ભયંકર રૂપ ધારણ કરી લે એ પેલા આપણે નિવાસસ્થાન પહોંચી જઈએ." નંદિની એ કહ્યું.


“ હા નંદિની તારી વાત સાચી છે. આપણે જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી નિવાસસ્થાન પહોંચી જઈએ." વિરમસિંહે કાલિંદીનુ ધ્યાન ભટકાવતા કહ્યું.


“ પણ પપ્પા...."

“ કાલિંદી અત્યારે કોઈ જ સવાલ જવાબ નહિ." નંદિનીએ કાલિંદી ની વાત વચ્ચે થી કાપતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.


કાલિંદી એકદમ ચૂપ થઈ ગઈ.

“ હાશ..!! કોઈકનું તો સાંભળ્યું.” શિવમ મનમાં બબડ્યો.


બધાં એ મહાકાળી મા નો આભાર માની મંદિરની બહાર નીકળી ગયા.


બધાજ ધીમે ધીમે મંદિરના પગથીયા ઉતરી ગયા. ત્યાંજ સામેથી અઘોરી તથા ગામના લોકો આવી રહ્યા હતા. કાલિંદી અને તેમના પરિવારને સહીસલામત જોઈને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.


વૃદ્ધ અઘોરીની નજર અચાનક એ તરફ ગઈ...........





વધુ આવતા અંકમાં