Parinaam in Gujarati Short Stories by Trivedi Bhumi books and stories PDF | પરિણામ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પરિણામ



પપ્પા હજી ઓફિસે પહોંચ્યા જ હતા ને ત્યાં જ શાળામાંથી ફોન આવિયો!
સુરીલી અવાજ માં એક મેડમ બોલ્યા - " સર! તમારી દીકરી બીજા ધોરણ માં ભણે છે એની હું ક્લાસ ટીચર બોલું છું. આજે વાલી મિટિંગ છે. જેમાં તેનો રિપોર્ટ કાર્ડ બતાવવામાં આવશે. તમે તમારી દીકરીની સાથે સમયસર શાળા એ પહોંચી જજો."
બિચારા પપ્પા શું કરે. આદેશ નું પાલન તો કરવું જ પડે... તરત જ ઓફિસેથી રજા લય ને ઘરે આવીયા અને તેની દીકરીને લય ને શાળા એ જવા નીકળી ગયા.
સામે ગુલાબી સાડી પેહરેલ, નાની એવી કપાળ માં બિંદી લગાવેલ, નાની ઉમરના તેમજ કડક મિજાજના મેડમ લાગતા હતા.
પપ્પા હજી કંઈ બોલે તે પેહલા જ ગુસ્સા સાથે મેડમ બોલિયા. " તમે થોડીવાર ઊભા રહો હું તમારી સાથે અલગ થી વાત કરીશ."
પપ્પા એ તેની દીકરીની સામે જોયું અને બંને ચૂપચાપ પાછળ જય ને બેન્ચ પર બેસી ગયા.
" મેડમ બોવ ગુસ્સામાં લાગે છે." ( તેની દીકરી ધીરે થી બોલી. ) તારો રિપોર્ટ કાર્ડ તો ઠીક છે ને ?? અને તેના પપ્પા પણ ધીરેથી બોલ્યા તેની દીકરીને. ખબર નહિ પપ્પા મેં તો હજી જોયું પણ નથી. દીકરી એ તેનો બચાવ કર્યો . મને એવું લાગે છે કે આજ તારી મેડમ તારી સાથે મારી પણ ક્લાસ લઇ લેશે. પપ્પા પોતાને તૈયાર કરતા બોલ્યા. પપ્પા દિકરી બંને વાતો કરતા હતા ત્યાં જ તેની મેડમ બોલી હવે આવો તમે બંને. તેની દીકરી તેના પપ્પાની પાછળ પાછળ જઈને ઉભી રહે છે.

મેડમ - તેની દીકરીની ફરિયાદ કરતા કહે છે કે જુઓ તમારી દીકરીની ફરિયાદ તો ઘણી બધી છે જ અને આ એના પરીક્ષાના રિપોર્ટ કાર્ડ જુઓ, તમે જ કહો આને કેવી રીતે મારે ભણાવવું?? મેડમે ટૂંકમાં બધું જ કહી દીધું.
જુઓ પહેલા તો ઇંગ્લિશના પેપર જુઓ, એમાં તો તમારી દીકરી નાપાસ જ છે. પપ્પા એ એક નજર તેની દીકરી સામે જોયું. દીકરી બીચારી ડરી ગઈ હતી. પણ મંદ મંદ હસતી હતી.
પાપા કહે છે - અંગ્રેજી તો એક વિદેશી ભાષા છે. આ ઉંમરમાં નાના બાળકોને આવી ભાષા થોડી સમજાઈ. એટલામાં તો મેડમ ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે ઠીક છે, તો આ જુઓ હિન્દીમાં પણ નાપાસ છે. તેના પપ્પાએ ફરી કહ્યું - " તેની દીકરીની સામું જોઈને જાણે કે એની દીકરી પપ્પાને સોરી કહેતી હોય એવી નજર સાથે ઉભી હતી."

તેના પાપા કહે છે - હિન્દી તો એક અઘરી ભાષા છે. તે ધ્વનિ ઉપર આધારિત છે, એને જેમ બોલી શકાય તેવી રીતે લખી નથી શકાતું. હવે તમે ઇંગ્લીશ મીડીયમની શાળામાં કોઈ બાળકને શુદ્ધ હિન્દી બોલવાનું કહો તો તેને ક્યાંથી આવડે. પપ્પાની વાત ને મેડમ વચમાં જ કાપીને કહે છે.

ઠીક છે તો તમે બીજા બધા બાળકો વિશે શું કહેશો જે.....
આ વખતે પપ્પાએ મેડમ ની વાત વચ્ચેથી કાપીને કહ્યું કે - બીજા બાળકો પાસ કે નાપાસ થાય એવું હું ના કહી શકું .... હું તો....

મેડમ - ગુસ્સે થઈ ને કહે છે તમે પૂરી વાત તો સાંભળો. મારો મતલબ એવો છે કે બીજા બાળકો કેમ પાસ થઈ ગયા " નાપાસ નહીં "
ચાલો છોડો આ બધી વાત. આ જુઓ બીજું પેપર - આજના બાળકો તો મોબાઈલ અને લેપટોપની નસ નસથી વાકેફ હોય છે, તો તમારી દીકરી કમ્પ્યુટર જેવા વિષયમાં કેમ નાપાસ થઈ છે??

પપ્પા આ વખતે કમ્પ્યુટરના પેપરને ધ્યાનથી જોઈ અને ગંભીરતાથી કહે છે કે - આ ઉંમર કઈ કોમ્પ્યુટર ભણવાની થોડી છે. હજી તો બાળકોને રમવાનું હોય. મેડમ નો પારો તો સાતમા આસમાન પર પહોંચી ગયો. બધી જ પેપર શીટ ફોલ્ડ કરીને કહે આ સાયન્સની કોપી દેખાડવાનો તો કોઈ મતલબ જ નથી કેમકે હું પણ જાણું છું કે આઇન્સ્ટાઇન પણ નાનપણમાં નાપાસ જ થયા હતા.
પપ્પા ચૂપચાપ બેઠા છે. મેડમ કહે છે કે, ક્લાસમાં કોઈ ડીસિપ્લીનમાં નથી રહેતી તમારી દીકરી. શરૂ ક્લાસે વાતો કરતી હોય છે, અવાજો કરતી હોય છે, જ્યાં ત્યાં ફરતી હોય છે.
પપ્પા એ મેડમ ને વચમાં રોકીને કહે છે કે - આ બધું છોડો આમાં ગણિત નું પેપર ક્યાં છે? એનું રિઝલ્ટ બતાવો. મેડમ નીચી નજર કરીને કહે છે કે એનું પેપર દેખાડવાની કોઈ જરૂર નથી.

પાપા કહે છે - તો પણ જ્યારે બધી કોપી બતાવી જ છે, તો હવે એ પણ બતાવી દો ને.

મેડમેં આ વખતે તેની દીકરીની સામે જોયું અને મન વગર તેણે ગણિતનું પેપર કાઢીને દેખાડ્યું. ગણિતના પેપરમાં એને 100 માંથી 100 નંબર મળેલા હતા. આ વખતે પપ્પા પુરા જોશમાં આવી ગયા.

પપ્પા કહે છે - કે હા તો મેડમ, મારી દીકરી ને ઇંગલિશ કોણ ભણાવે છે??
મેડમ - (ધીરેથી કહે છે) હું...

પપ્પા કહે છે કે - હિન્દી કોણ ભણાવે છે??

મેડમ - હું...

પપ્પા કહે છે કે - કોમ્પુટર અને સાયન્સ કોણ ભણાવે છે??

મેડમ - હું...

હા તો હવે એ કહો કે ગણિત કોણ ભણાવે છે?? મેડમ કંઈ બોલે એ પેહલા જ ...

પપ્પા બોલે છે - "હું" ભણાવું છું.
તો સારો શિક્ષક કોણ છે???? બીજી વખત મારી દીકરીની ફરિયાદ નહી કરતા મારી પાસે. નાની બાળકી છે તોફાન મસ્તી તો કરે જ ને એમાં કોઈ મોટી વાત નથી.
મેડમ તો ગુસ્સા થી લાલચોળ થય ગયા અને મોટે થી કહિયું "" કાંઈ વાંધો નહિ સાહેબ, તમે બંને આજ રાત્રે ઘરે મને મળજો, બંને બાપ દીકરી ની બરાબરની ખબર લઉં છું...!"'