Mr. Anna: Superfood in Gujarati Health by joshi jigna s. books and stories PDF | શ્રી અન્ન: સુપરફૂડ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

શ્રી અન્ન: સુપરફૂડ

શ્રી અન્ન: સુપરફૂડ
ગુજરાતમાં ભાવનગર નજીક હડ્ડ્પન સંસ્કૃતિ સમયના 2000 થી 2500 ઈ.સ. પૂર્વેના ઓરિયો ટીંબામાંથી રાગી, વરી અને કાંગ તે સમયે ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા તેવા પુરાવા મળ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રાજધાની દિલ્હીમાં મોટા અનાજ પર બે દિવસીય વૈશ્વિક પરિષદનું ઉદધાટન કરતાં કહ્યુ કે “મને ગર્વ છે કે ભારત ઈન્ટરનેશનલ મિલેટ યરનું નેતૃત્વ કરી રહયુ છે.” યુનાઈટેડ નેશને પણ ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછીજ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ જાહેર ક્ર્યુ છે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે સંસદ માં રજૂઆત કરતાં શ્રી અન્ન એટલે કે બધા ખોરાકની માતા તરીકે બાજરીનો ઉલ્લેખ કર્યો હતો. બાજરીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો આશરે 55% હિસ્સો છે. ભારતમાં હાલમાં ઉગાડવામાં આવતા ત્રણ મુખ્ય પાકો છે. જુવાર, બાજરી અને રાગી તેની સાથે ભારત કોદો, કુતકી, ચેન્ના અને સણવા જેવી સ્વદેશી જાતોની પણ શ્રેણી ઉગાડે છે. બાજરી એ એશિયા અને આફ્રિકાની અડધી વસ્તી દ્વારા ઉપયોગમાં લેવાતું પરંપરાગત અનાજ છે અને સમગ્ર વિશ્વમાં બાજરીની લગભગ 6000 જેટલી જાતો છે. 4ફેબ્રુઆરી 2023ના રોજ આંતરરાષ્ટ્રીય પરિષદે “ મિલેટ્સ: સુપર ફૂડ ઓફ ધ સેન્ચ્યુરીની તકો પૂરી પાડી છે. IYM-2023 ના SDG જેવા કી ભૂખમરાની નાબૂદી, સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારી ઉમદા કામ અને આર્થિક વૃદ્ધિ, જવાબદાર ઉપભોગ અને ઉત્પાદન, આબોહવાલક્ષી કામગીરી અને જમીન પર જીવનને સિધ્ધ કરે છે. શર્મિલા ઓસ્વાલે 10 ઓર્ગેનીક દ્વારા ગુડમોમના સ્થાપક અને MD, Hi lifestyle સાથેની એક મુલાકાતમાં કહ્યુ, ”બાજરી પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોથી ભરપુર હોય છે, તે પોષણનો પાવરહાઉસ તરીકે પ્રખ્યાત છે, તે રોગપ્રતિકારક શક્તિ, વજન ધટાડવા અને એકંદરે આરોગ્યમાં મદદ કરે છે. બાજરી અસ્થમાને દૂર કરવા, આધાશીશી ધટાડવા અને આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામા મદદ કરે છે. જાડા અનાજના દુધના મોલ્ટમાં વિવિધ જાડા અનાજ, ગોળ અને દૂધ પાઉડરમાંથી તૈયાર કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે ધણા પોષક દ્રવ્યથી સમૃધ્ધ અનાજ પૈકીનુ એક અનાજ મોતી બાજરી કે બાજરી છે જે લોહતત્વનો ઉત્કૃષ્ટ સ્ત્રોત છે જે તેમનામાં હિમોગ્લોબીનનો સ્તર વધારવામાં મદદ કરે છે. આ પાચકરેષાઓ એન્ટિ-ઓક્સિડ્ન્ટ, ઝિંક, મેગ્નેશિયમ, કોપર અને વિટામીન-બી કોમ્પલેક્ષ થી સમૃધ્ધ હોય છે. જાડા અનાજ આધારિત ખાદ્ય પદાર્થો ગર્ભવત મહિલા અને સ્તનપાન કરાવતી માતાઓમાં બોડીમાસ ઈન્ડેકસ અને હિમોગ્લોબીનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં થયેલા એક અભ્યાસ મુજબ 3 વર્ષ સુધીના ભારતીય બાળકો તેમના દૈનિક આયર્નની જરૂરિયાત પુરી કરી શકે તે માટે તેમણે 100 ગ્રામ બાજરીનું લોટ ખાવું જોઈએ. બાજરીએ એનિમિયાને પૂર્ણ કરવાનો સરળ માર્ગ છે. તેમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સંશોધકોનું માનવું છે કે આ મેગ્નેશિયમથી ભરપુર અનાજ છે જે ડાયાબિટીસનું જોખમ અને હાર્ટઅટેકની અસરને ધટાડવામાં મદદ કરે છે. સનાર ઈંટરનેશનલ હોસ્પિટના ન્યુટ્રિશન એન્ડ ડાયેટિકસના વડા દીક્ષા દયલે ધ સન્ડેગાર્ડિયનને જણાવ્યુ “ બાજરી તમારા શરીરમાં 500 થી વધુ એન્ઝાઈમ પ્રતિક્રિયાનું સંચાલન કરે છે. વધુમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝથી ભરેલી બાજરી તમારા એકંદરે આરોગ્ય અને સુખાકારી માટે અજાયબીનું કામ કરે છે.” દેબજાની બેનર્જીએ પી.એસ.આર.આઈ. હોસ્પિટલના ન્યુટ્રિઅન્ટ અને ડાયેટિક્સ એ જણાવ્યુ છે કે “બેઠાડું જીવનશૈલીના રોગોને કાબુમાં લેવા માટે સ્વાસ્થય જાગૃતિમાં વધારો થવાથી લોકો બાજરીના વપરાશ અંગે સભાન પસંદગીઓ કરી રહ્યા છે. ફાઈબર અને પ્રોટીન જેવા વિટામિન્સ અને મિનરલ્સ જેવા કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મેકો ન્યુટ્રિઅન્ટસનો સ્ત્રોત હોવાથી તેને “સુપરફૂડ” કહે છે.ઈન્ડિયન ઈંસ્ટિટયુટ ઓફ મિલેટ રીસર્ચ જણાવે છે કે બાજરીનાં સ્વાસ્થ્ય લાભો અસંખ્ય છે. એન્ટિ એસિડિકથી ગ્લુટેન ફ્રી સુધી. તે આપણા શરીરને ડિટોસ્ડિફાય કરવામાં પણ મદદ કરે છે. તેમા રહેલું નિયાસિન એ કોલેસ્ટ્રોલ ધટાડવામાં મદદ કરે છે.
જે વ્યક્તિઓ તેમના મુખ્ય આહારમાં માત્ર મિલેટનો ઉપયોગ કરે છે તે થાઈરોઈડ અથવા કીડનીની પથરી જેવી સમસ્યાઓથી પીડાય છે. આમ આવી પરિસ્થિતિઓ ને ટાળવા માટે તમારા દૈનિક આહારમા અન્ય અનાજનો પણ સમાવેશ કરવો જોઈએ. શ્રી અન્ન એ સુપરફૂડ ચોક્ક્સ છે પણ તેનો આહારમા યોગ્ય પ્રમાણમા ઉપયોગ કરવો જોઈએ નહિતર તે નુકશાનકારક બને છે. તેમને બ્રાઉન અથવા લાલ ચોખાનો પણ ઉપયોગ કરવો જોઈએ અથવા તમે મિશ્રિત ઘઉંનો લોટ અને બાજરાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. બાજરીમાં કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર કબજિયાત, ફૂલેલ પેટ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તમે ઘઉં અને ચોખાનું સેવન ચાલુ રાખો પણ દર અઠવાડિયે મિલેટથી બનેલા સિઝનલાડુ, ભાખરી અને ખીચડીનું સેવન કરવાનું ભુલશો નહિં. નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિઅન્સ અનુસાર એક વ્યક્તિએ દરરોજ 270 ગ્રામ અનાજનું સેવન કરવું જોઈએ તેથી તમે બાજરી લઈ રહ્યા છો તો તમે દીવસ દીઠ 90-100 ગ્રામ બાજરી લઈ શકો છો.