Nishachar - 7 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 7

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નિશાચર - 7

પરંતુ જ્યારે તે બોલી જ નહિ ત્યારે ચકે જ પહેલ કરી. ‘તારા માતા-પિતાને હું ગમતો નથી, નહિ?' 

‘શું?'

‘મિ. અને મીસીસ હીલાર્ડ, તેઓ મતે લાયક ગણતાં નથી. ખરૂં ને?’

‘ચક, મારે તને કહેવું છે. મારે તને...ચક...'

‘શુ, સીન્ડી?’

‘મને ઘેર લઈ જા.'

‘શું?'

‘પ્લીઝ, ચક, કંઈ ના પુછતેા. પ્લીઝ મને ઘેર મુકવા ચાલ.'

‘પણ હજી હમણાં તો આવ્યા. અને તું શું કહેવા જતી હતી?'

‘પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.’ તે ફરી ટટાર બેઠી થઈ અને ચકે તેની વાદળી આખોમાં ફરી પાછી પેલી રૂક્ષ સખ્તાઈ જોઈ. જાણે તે એને ધિકકારતી ન હોય!

તે એને ઘેર લઈ ગયો. તેને હસાવવા તેણે જે વાત કહેલી એ વાત તેના ખુદના માટે જ સાચી ઠરી. બારણું તેની સામે જ ધડામ થઈને પછડાયું. તે મીની કારને બુલવર્ડ માં હંકારતૌ હતો. મિ. હીલાર્ડ ભલે તેને ઉછાંછળો અને બેજવાબદાર ગણતા હોય, કોઈ વાંધો નહિ, પરંતુ તે એના માતાપિતા અને સીન્ડીના માતાપિતા જેવુ ઘરેડીયું, એક ધારૂ, કંટાળાજનક, નીરસ જીવન જીવવા માગતો નહોતો. અને હમણાં જ મોં પર બારણું પછાડયું. તે લાલ વાળવાળી આ છાકરી પણ ભલે તેને આ નીરસ જીવનમાં ધસેડે, તે એ જીવનમાં નહિ પડે, કદાચ પપ્પા હીલાર્ડ સીન્ડીને કહયુ હશે આ છોકરો તને નહિ પરણે અને સીન્ડીએ તેની વાત માની લીધી હશે.

ચક રાઈટ ક્રોધથી ધુંધવાઇ ઉઠયો. ભલે તેને એ પરણવા ન માગતી હોય, પણ આ બધો તિરસ્કાર શેના માટે ? તેણે કાર હીલાર્ડ ડ્રાઈવવેમાં વાળી અને તેણે પહેલી જ વાર એક વિચિત્ર બીના નોંધી : મિ. હીલાર્ડ તેમની કાર ગેરેજમાં મૂકી નહોતી. ઉપર હોલ-લાઇટ સિવાય આખા ધરમાં અંધકાર છવાયેલો હતો.

ચક બહાર કૂદયો. ફરીને તેણે સીન્ડીનુ બારણું ખોલ્યું. સીન્ડી હજી અંદર બેઠેલી હતી. તે જાણે હલ- વાની જ ન હોય એ રીતે જડની જેમ બેઠી હતી.

ચકના પેટમાં ધ્રાસ્કો પડ્યો, તેનો જવાનીનો ગુસ્સો ઓગળી ગયો અને પ્રેમથી તેના હાથને સ્પર્શ કર્યો. સીન્ડીએ તેની સામે જોયુ.

‘ચક,’ તે એકાએક ધીમેથી બોલી, ‘તારી પાસે પિસ્તોલ છે?’

ચક અવાક રહી ગયો. શુ જવાબ આપવો તે સમજી શકયો નહિ. ‘સીન્ડી, હું તને મદદ કરી શકું? તું શું કહેવા માંગે છે. સીન્ડી?'

પરંતુ તે કારમાંથી બહાર નીકળી ઘર તરફ દોડી ગઇ. તે પાછલા બારણા સુધી તેની પાછળ ગયો. તે ફરી અને બોલી, ‘ મે કહયુ તે ભૂલી જજે, ચક તું બધું ભૂલી જઈશ ને?'   

‘ના,’ તેણે કહયું અને સીન્ડીના ધ્રુજતા હાથ-માંથી ચાવી લઈ બારણું ખોલ્યું. ‘સીન્ડી. આ રીતે તું જઈ શકે નહિ. મને સાથે આવવા દે આપણે-'

‘ના!’ તે ધુરકી. ‘ચક, મને જવા દે. પ્લીઝ,મને એકલી છોડી દે! મને મારા હાલ પર છોડી દે તે ઘરમાં સરકી અને બારણું બંધ કર્યુ ચક ફર્યો અને તેની કાર તરફ ચાલતો થયો. અચાનક તેને ભાન થયું કે પાછલાં બારણની ચાવી તો તેના હાથમાં જ રહી ગઈ હતી. તેણે ચાવી ખીસામાં નાખી અને સીન્ડીની કારમાં બેસી કાર મારી મુકી.

ડેને પાછલું બારણું ખુલતું અને બંધ થતું સાંભળ્યું. તે અગીયાર વાગે ઉંધવા માટે આવ્યો હતો તે પથારીમાં એલીનોરને બાથમાં લઈને પડ્યો હતો પરંતુ એ બાહુપાશમાં ભીંસ નહોતી. અંધકારમાં મીનીટો ગણી રહ્યો હતો.

ડેનને ખબર પડી ગઈ કે ચક રાઈટ કાર હંકારતો આવ્યો હતો.

કીચનમાં ધીમી ગુસપુસ અને અવાજો સંભળાય તેણે બુમ પાડી, ‘સીન્ડી?’

ડાઈનીંગરૂમમાં બત્તી ચાલુ થતાં નીચેના હોલમાં અજવાળું ફેલાયુ.

તે ઝડપથી પથારીમાંથી ઉભેા થઈ. સીડી ઉંતર્યો ત્યારે વાતચીત કાને પડી. ‘હેંક, તું શું વિચારે છે રોબીશનો અવાજ હતેા. ડેન આગલા હોલમાં થોભ્યો અને ડાઇનીંગરૂમમાં જોયુ. ગ્લેન ગ્રીફીન પાછળથી આવ્યો. રોબીશ સીન્ડીની  સામે ઉભો હતો. સીન્ડીનો હાથ તેના મેાં પર હતો. આંખોમાં ચમક હતી. રૂમમાં વીસ્કીની વાસ હતી. ટેબલ ઉપર ગ્લાસના ડાધા હતા. ડેન વાતાવરણ પારખી ગયેા. હવે તે થવું જ રહ્યું ! હવે તે થશે!

‘હેંક, તને શું થયું છે?' રોબીશે ફરી પૂછ્યું. ‘તેની જડતી નહિ લે? બુઠ્ઠાની જડતી નહોતી લીધી? કે પછી છોકરી પર તને વિશ્વાસ છે?’

ડેન હેંકની રેખાકૃતિ ઊભી થતી જોઈ રહ્યો. તે પીધેલો હતો. તે સીન્ડી તરફ ફરી બોલ્યો, ‘ ઉપર જઇને ઉંધી જા, મીસ.'

‘નહિ,' રોબીશ વચ્ચે પડયો. તેની જડતી લેવી જ જોઇએ. તેની પાસે પીસ્તોલ હોય તેા?' પછી તે ગ્લેન તરફ ફર્યો. ‘ગ્લેન, તુ એની જડતી લીધા વિના જવા દઈશ?’

હેંક બોલ્યો, ‘રોબીશ, તું પીધેલો છે. તેને ઉપર જવા દે’

રોબીશ ગુસ્સે થઈ બોલ્યો, ‘તે હવે તુ પણ મને હુકમો કરતો થઈ ગયો?'

‘ફકત આ વેળા જ.'

રોબીશે ગાળ કાઢી. તે હેંકને અવગણી સીન્ડી તરફ ગયો. હેંકે દોડીને તેને પકડી લીધો અને તેને ભીંત સાથે અફળાવ્યો. રોબીશ કણસ્યો.

હેંકે સીન્ડીને કહ્યું, ‘તુ હવે ઉપર જઈને ઉંઘી જા.’ સીન્ડી રોબીશની આગળ થઈને હોલમાં ડેન પાસે ગઈ.

રોબીશે માથું ખંખેર્યું અને આંખો પટપટાવી અને રીંછની જેમ હેંક ઉપર કુદયો હેંક દોડીને ગ્લેન પાસે જતો રહયો.  હેંકે પીસ્તોલ કાઢી.

‘હેંક, મુખૅ,' ગ્લેન ગ્રીફીન બરાડયો. રોબીશ પીસ્તોલને તાકી રહ્યો.તે ખસ્યો નહી.

‘હું, તો મારી સામે જ મેદાને પડે છે, રોબીશ બોલ્યો. ‘હું તારા બે ટુકડા કરી નાખુ તેમ છું મારાથી દૂર જ રહેજે!’

રોબીશ લથડીયાં ખાતો હોલમાં થઈને લીવીંગરૂમમાં ગયો. હેંકે પીસ્તોલ ખીસામાં નાખી. ગ્લેન તેને ભાઈ તરફ આંખો ફાડી રહ્યો. ‘ શુ થયુ છે તને?' ગ્લેને પૂછ્યું

‘સ્ત્રીઓને શા માટે ના સંડોવવી?’

‘હા,' ગ્લેન બોલ્યો. ‘પરતુ તેમાં તારે પીસ્તોલ શા માટે કાઢવી પડી?’ તેણે હોલ તરફ જોયુ  ‘જાઓ, હવે જઈને ઉંધી જાઓ,' તેણે કહ્યું. ‘અહીં કોઈ તમાશો થોડો થાય છે તે જોવા ઉભા રહ્યાં છો?’ 

‘થેકયું, મિ. ગ્રીફીન,’ સીન્ડીએ હેંક ઉપર આંખો ઠેરવી રાખતાં કહ્યું.

તે ડેનના હાથ પકડી સીડીચઢવા લાગી. એલીનોર સીડીની ટોચે ઉભી હતી. બરાબર એ ક્ષણે, તેમણે લીવીંગરૂમમાં બારણું બંધ થવાનો અવાજ સાંભળ્યો. ગ્લેન પહેલાં સમજયો. ‘ત્યાં જ રહેજો, ' તેણે ડેનને બૂમ પાડી પછી હેંક તરફ ફરી કહ્યુ તેમના પર નજર રાખ.’ ગ્લેન અંધારીયા લીવીંગ રૂમમાં દોડયો.

રાખીશ બહાર હતો. ગ્લેન બહાર હતો. ડેને જોયુ કે પહેલી જ વાર તે ધરમાં હતો અને ત્રણમાંના બે કેદી ધરમાં નહોતા.

તેણે હેંક તરફ જોયું. તેનો છેકરિયાત ચહેરો નિષ્ક્રિય હતો, શાંત હતો. તેના હાથમાં કાળી ઓટોમેટિક હતી. તેણે તે મકકમ રીતે પકડી રાખી હતી.

ડેનના હાથ પર સીન્ડીના હાથની પકડથી તે સમજી ગયો કે જે તેના મગજમાં હતું એ સીન્ડીના મગજમાં પણ હતું.

રોબીશ કદાચ જતો રહે. અને જો તે જતો રહેશે તો પેાલીસને આવી પહેાંચતા વાર નહિ લાગે. તેના મગજમાં વિચાર સૂઝયો અને અડધી મીનીટમાં જ તેણે નિર્ણય લીધો.

ઘરમાં, બધા બારણાં તાળાબંધ અને કુટુંબ આખું ગ્લેનની પીસ્તોલના જોખમની સીમા બહાર ઉપલા માળે એક રૂમમાં પૂરાયેલું. ડેન ગ્લેન અને રોબીશને અંદર પ્રવેશતા અટકાવી શકે અથવા તેમને કારમાં બેસી જતા રહેવા માટે પણ ફરજ પાડી શકે. આ એક તક હતી.

પરંતુ તે પહેલાં તેણે હેંકની પીસ્તોલ ખૂંચવી લેવી રહી.

‘બેહોશ થઈ જા, ’ તે સીન્ડીના કાનમાં બોલ્યેા. એક પણ સેકંડની રાહ જોયા વિના સીન્ડી કોઈ પણ જાતનો અવાજ કર્યા વિના ફરશ પર ઢળી પડી.