boundary in Gujarati Short Stories by Bhanuben Prajapati books and stories PDF | સીમા

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સીમા


આજે વાત છે સીમા નામની એક છોકરી ની કે તેની જીવનમાં આવેલા પ્રેમ ના રંગે; તેનું જીવન પલટી નાખ્યું. તેને નથી પ્રેમ પામવાનો આનંદ આજ કે નથી ગુમાવ્યા નો આનંદ.આજે એ એક એવા કિનારા પર ઊભી છે કે એની સાથે જે સમાજ અને પરિવાર સાથે હતો. તે બધા નો સાથ છૂટી ગયો હતો.આજે સીમા સમાજ અને પરિવાર ને છોડી ને એક પ્રેમ ના રંગ માં રંગાઈ ચૂકી હતી.શરૂઆત માં તો સીમા ને તેનો પ્રેમ મેળવ્યા નો ખૂબ આનંદ હતો.

કહેવાય છે કે જેના માટે સમાજ અને પરિવાર સામે લડી ને જીત મેળવીએ, એ જીત માં જીતી ને પણ હારી જવાય છે.

સીમા નું પ્રથમ વર્ષ ખૂબ સરસ રીતે પસાર થયું કારણકે પ્રેમ નો રંગ હજી ઉતર્યો નહોતો.બંને જણા એકબીજા માં ખોવાયેલા રહેતા.હજી ખરી દુનિયાદારી તો જોવાની બાકી હતી.

હવે ધીમે ધીમે વાસ્તવિક સામે આવવા લાગી પ્રેમ અને પ્રીત નો રંગ માં થોડીક ઓછપ શરૂ થઈ.બંને પક્ષે કોઈ બોલાવે નહિ! એટલે ધીમે ધીમે બંને જણા ને ડિપ્રેશન ની અસર થવા લાગી.

કહેવત છે કે ચાર દિન કી ચાંદની હતી.હવે દીવા ની પાછળ એક અંધકાર છૂપાયેલો હતો.

ધીમે ધીમે વાત વાત માં બંને જણા એકબીજા પર દોષ દેવા લાગ્યા.

સીમા હવે આર્થિક રીતે અને માનસિક રીતે ભાગી પડી હતી. એ જ્યારે તેના પતિ ને કહેતી કે હવે ક્યાં સુધી બેસી રહેશો: કઈક કરો તો સારું જે સીમા ના પ્રેમી ને ગમ્યું નહિ કહે એક કામ કર તું ખૂબ ભણેલી છે! તું જ કંઈક નોકરી કર.તો પણ સીમા એ કીધું મને કોઈ મુશ્કેલી નથી.હું જોબ કરીશ ...સીમા હવે ખૂબ અંદર થી તૂટી રહી હતી.કે જેના માટે મે પરિવાર છોડ્યો.એને મારા માટે ની કોઈ ચિંતા જ નથી.


હવે સીમા દરરોજ જોબ જતી અને ઘર ચલાવતી.અને ઘરે આવી ને પણ ખૂબ કામ રહેતું.પણ તેના પતિ ને સહેજ ચિંતા ના હતી.હવે તો બંને ને રાત્રે વાત કરવાનું પણ કોઈ બહાનું નહોતું.સીમા ને હવે તેનો પરિવાર ખૂબ યાદ આવતો હતો.એની મમ્મી અને પપ્પા ની વાત યાદ આવી હતી કે પ્રેમ થી પેટ ના ભરી શકાય! અને પ્રેમ ને સમાજ સ્વીકારે નહિ!અને તું ખુશ નહિ રહી શકે!કે જે જન્મો નું બંધન છે; તેમાં પોતાના માં અને બાપ ના આશીર્વાદ હોય: જેમાં પોતાની કુળદેવી ના આશીર્વાદ હોય: તે જ સંબંધ સાથ નિભાવી શકે:સીમા ને આજે હવે પ્રેમ ના બંધન બોજારૂપ લાગી રહ્યા હતા.

પણ સીમા જે રસ્તે ઊભી હતી ત્યાંથી તે આગળ કે પાછળ વળી શકે તેમ નહોતી!

સીમા હવે ખૂબ કંટાળી ગયી હતી.એક દિવસ તો એને વિચાર્યું નહોતું તેવું એના જીવન માં તોફાન આવી ગયું.એનો પતિ બીજી સ્ત્રી લઈ ને ઘરે આવી પહોંચ્યો.અને સીમા ની સામે જ કહી દીધું મને હવે તારા માં કોઈ રસ નથી તું હવે ગમે ત્યાં જઈ શકે છે યા રહી શકે છે.

સીમા નું આત્મસન્માન ઘવાઈ ગયું.અને હવે મરવા સિવાય કોઈ આરો નહોતો.એ એક પાણી ની કેનાલ માં પાડવા જતી હતી.ત્યાં જ કોઈ એ આવી ને હાથ ને પકડી લીધો.અને એક ઝાપટ લગાવી દીધી.અને એ હાથ પકડનાર બીજું કોઈ નહિ પણ સીમા નો ભાઈ હતો.સીમા ને ઘેર લઈ ગયો.કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એમને આજે સમાજ નો ડર રાખ્યા વિના પોતાની દીકરી ને આશ્વાસન આપ્યું.અને ફરી થી નવી જિંદગી શરૂ કરવાની પ્રેરણા આપી !

સીમા અત્યારે એક સામાજિક સંસ્થા સાથે કામ કરી રહી છે એને જીવન માંથી પ્રેમનો રંગ હંમેશ માટે ઊડી ગયો છે!

સીમા ના શબ્દો છે કે દીકરી ના જીવનનો ખરો ફેંસલો જ માં અને બાપ લેતા હોય છે.સીમા ની ખરો બોધપાઠ છે કે માં અને બાપ જે જીવનસાથી પસંદ કરે છે એમાં જ તમારી ભલાઈ છે.એમાં કંઈ ગુમાવવાનો ડર રહેતો નથી માં બાપ ના આશીર્વાદ જ જીંદગી ની સફર સાચી દિશા માં લઇ જાય છે બસ. આભાર