Me and my feelings - 79 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 79

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું અને મારા અહસાસ - 79

હું કંઇક કોઈના માટે કરી શકું એટલું આપજે ઈશ્વર,
સૂકા નયનોમાં રંગ ભરી શકું એટલું આપજે ઈશ્વર,

ફકીર માફક સંસારના અથાગ સાગર ને,
વિશ્વાસપૂર્વક તરી શકું એટલું આપજે ઈશ્વર,

અગણિત અજાયબીયો થી ભરેલી રંગબેરંગી આ,
દુનિયા આખી ફરી શકું એટલું આપજે ઈશ્વર,

કૃષ્ણ ભગવાન જેમ સારથી બનીને
કોઇકનો પણ,
સહારો સખી બની શકું એટલું આપજે ઈશ્વર,

એકાદ બે વ્યકિતના જીવનમાં ડોકિયું કરી,
એકનું પણ દર્દ હરી શકું એટલું આપજે ઈશ્વર,
૧-૯-૨૦૨૩

કોઈનું દિલ દુભાવતા પહેલા થોડો વિચાર કરજો,
બે આંખો નહી તમે હવે આંખો ચાર કરાતાં શીખો.

ખુશનુમા બની જશે આવનારી  દરેક ક્ષણો,
નજરો માં પ્રેમ નીતરતી દૃષ્ટિ ભરતાં શીખો.

મદમસ્ત ભીનો વરસાદનો સ્પર્શ માણી લો,
પરીઓ ની રંગબેરંગી નગરીમાં   જીવતાં શીખો,

પ્રેમપંથ પર પગલાં માંડ્યા છે તો મિલનના,
સ્વપ્નો જોવા ગાઢ ચીર નિદ્રામાં સરતા શીખો,

ક્યાં સુધી કિનારે ઊભા રહી જોયા કરશો સખી,
જિંદગીના ઊંડા અગાધ સમુદ્રમાં તરતાં શીખો
૨-૯-૨૦૨૩

વાત કરવાનું ચાલુ રાખજો,
યાદ કરવાનું ચાલુ રાખજો.

જુદાઈના દિવસોમાં જીવવા,
પત્ર લખવાનું ચાલુ રાખજો.

એકલતા સાથે સોબત કરીને,
ઊંઘમાં સરવાનું ચાલુ રાખજો.

ભીંજાઈ ને ભીંજવી દેજો સખી,
વર્ષામાં રમવાનું ચાલુ રાખજો.

સ્નેહ ઝંખતું એક ઝરણું ભીતર,
પ્રેમમાં પડવાનું ચાલુ રાખજો.
૩-૯-૨૦૨૩

સ્વાર્થની દુનિયામાં કોઈ નિસ્વાર્થ હોય તો કહેજો,
કોઈ ભલે ના હોય, પણ નિસ્વાર્થ તમે તો રહેજો.

બેવફાના જગમાં વફાદારીની આશા ના રાખશો.
સખી એકતરફી પ્રેમ નું દર્દ ચૂપચાપ સહેજો. 

લોકોની સાચી ખોટી વાતોમાં ભાગ લીધા વગર,
સાચા ને ખરા પ્રેમની ભાવનાના વહેણમાં વહેજો. 

મનથી વરેલા જોડે આખું જીવન સુખેથી જાય,   
દૂર વસેલા સાજનના કાનમાં મીઠી યાદ કહેજો. 

દરેક વ્યકિત કોહીનૂર હીરાની કીમત ના જાણે,
કોઈને પણ હૈયું આપો તો સમજી વિચારીને આપજો . 
૪-૯-૨૦૨૩

આ ધરા, આ ગગન, આ વાયુ ને આ વાદળ,
તેના રંગો અને સુગંધથી હર્યું ભર્યું વાતાવરણ.

મન ભરીને માણી લો તેની આહલાદાયકતા,
શબ્દો પણ ફીકા લાગે છે તેની સુંદરતા આગળ.

તેને જોઈને અલૌકિક આનંદ ની થાય પ્રાપ્તિ,
કુદરત ની કારીગરી નો હાથ છે તેની પાછળ.

અનોખું અને અવિસ્મરણીય છે તેનું સ્વરૂપ,
લાખ પ્રયત્ન કરવા છતાં ના ચીતરાયું કાગળ

જિંદગી ના આખરી પડાવ માં તરો તાજા રહેવા,
મનની હાર્ડ ડિસ્ક માં સેવ કરી લેજો આ પળ.
૫-૯-૨૦૨૩

તને જોવા માટે, મારી આંખો તરસે છે,
આજે મેઘ નહી, મારી આંખો વરસે છે.

શ્રાવણ ના સરવરિયા ની જેમ વારે વારે,
યાદોની વીજળી ઓ હૈયામાં ગરજે છે.

તારી ધડકનોના સાનિધ્યમાં રહું બારેમાસ,
સપનામાં ધબકારાઓ મને જકડે  છે.

વિચારોનો વરસાદને મોરના ટહુકા ઓ
ભીના સ્પર્શનો અનુભવ કરવા તડપે છે.

કાઢી ડોકિયું વાટ નિહાળ્યા કરું તારી,
મીઠા પ્રેમની શોધમાં નજારો ભટકે છે.
૬-૯-૨૦૨૩

તમારાથી અપાય એટલું દર્દ આપો,
પોતાનીથી સહાય એટલું દર્દ આપો.

વાત માનો દર્દ જ દવા બની જશે,
દિવસરાત કપાય એટલું દર્દ આપો.

આવારા દીવાની બનાવી દે પ્રેમમાં,
પાગલમાં ખપાય એટલું દર્દ આપો.

પ્રેમઅગ્નિ ની જ્વાળામાં લપેટી દો
ભરશિયાળે તપાય એટલું દર્દ આપો.

એક જીવન પણ ઓછું પડે તેટલું,
તોલથી ના મપાય એટલું દર્દ આપો.
૭-૯-૨૦૨૩

ગોકુળમાં જઈને કહો કાનાને મળવા હવે આવે નહી,
વૃંદાવનમાં રાધા સંગ રાગ કરવા હવે આવે નહી.

મથુરામાં રાજા બની મહેલોમાં  આનંદ કરે,
ગોપ ગોપીઓ સાથે રાસ રમવા હવે આવે નહી.

એના ચેનચાળા અને નખરાઓ પોષાશે નહીં,
સખી લાગણીના સાગરમાં તરવા હવે આવે નહી.

જશોદા 'માં' નો ખોળો નાનો પડશે  કૃષ્ણ ને હવે,
હીંચકાઈ હાલરડાં ને ઊંઘમાં સરવા હવે આવે નહી.

માખણ ને મિસરી ના મોહ માં ધક્કો ખાય નહીં,
મોરપીંછાને માથે શણગારી ફરવા હવે આવે નહી.
૮-૯-૨૦૨૩


ચાર ભીતો વચ્ચે એકલા બેસશો,
જો સત્યને સદા પકડી જો રાખશો.

ભૂલી જાશો વફાદારી ધરમૂળ થી,
આ વફાદારી નો સ્વાદ જો ચાખશો.

જ્યાં શબ્દ સાથ ના આપે ત્યાં શું કરો,
લાગણીઓ દુભાવી ચુલે નાખશો.

મૌન રાખીને જો વાર કર્યા કરો,
તીર ની જેમ તેઓ ને ત્યાં વાગશો. 

સાચું જ્યાં બોલ્યાં સમજો ફસાઈ ગયાં
દુનિયામાં સૌને અળખામણા લાગશો.
૯ -૯-૨૦૨૩
દુઃખ,દર્દ ને મતલબી આ દુનિયા મને હવે નથી ગમતી.
સ્વાર્થી અને અટપટી આ દુનિયા મને હવે નથી ગમતી.

જમાવી બેઠા છે અડ્ડો કરીને, લોભી અને ધુતારા ઓ ની,
કાવતરાખોર ખટપટી આ દુનિયા મને હવે નથી ગમતી.

નિઃસ્વાર્થ માણસો ક્યાં છુપાઈ ગયા અચરજ  થાય હવે,
અનોખી ને અજનબી આ દુનિયા મને હવે નથી ગમતી.

સ્વાર્થી થયો છે માનવી કદર નથી તેને લાગણી ઓ ની,
લાલચું અને લબાડી આ દુનિયા મને હવે નથી ગમતી.

કામ પૂરું થયા પછી સંબંધો માંડવાળ કરી નાખતી,
વ્યવહારુ અને ફરેબી આ દુનિયા મને હવે નથી ગમતી.
૯-૯-૨૦૨૩

કંટકોમાં સુવાસ આવી, આ તો સોબતની અસર છે,
ગુનગુન કરતા ભમરા આયા ફેલી ચારેકોર ખબર છે.

બે ધબકતા હૈયા ને ચાર આંખો જ્યાં મળે ત્યાં તો,
દુનિયા ના લોકો ચાતક જેમ રાખે બારેમાસ નજર છે.

વ્હાલા ના રંગ માં રંગાઈ જઈ ઓતપ્રોત થયાં ,
સજ્જન સાથે રહીને સજ્જન થઈ ગયાં સનમ છે.

સતત સાથ જો મળતો રહે મહેકતા ગુલાબો નો તો,
સાનિધ્યમાં રહીને મહેકતી સુંદર સુહાની સફર છે.

બહુ જૂની આદત છે લૂંટવા મળે એટલું લૂટી લેવાની,
સુગંધી તન મન માં ભરી લેવાની લાગી લગન છે.
૧૦-૯-૨૦૨૩

કંટકોમાં સુવાસ આવી, આ તો સોબતની અસર છે,
ગુલાબોને ઈર્ષા આવી, આ તો સોબતની અસર છે.

દૂરથી જે નજર ફેરવી ને ઉડી જતાં હતાં તે આવરા,
ભમરાઓ ને લાવી, આ તો સોબતની અસર છે.

દુનિયા માં સુવાસ ફેલાવી જીવન અમર બનાવવાની, 
તેઓએ સજ્જતા કેળવી, આ તો સોબતની અસર છે.

કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રેમથી ઉછેર કરનાર, 
બાગબાન એ માણી, આ તો સોબતની અસર છે.

પોતાનો જન્મજાત સ્વભાવ બદલ્યો તો લાગણીઓ ને,
સુવાસની મહત્તા જાણી, આ તો સોબતની અસર છે.
૧૧-૯-૨૦૨૩


તારું મારું છોડ,હવે બધું આપણું,
હૈયાંઓ ને જોડ, હવે બધું આપણું.

પ્રેમ કરવાની તું શરૂઆત તો કર,
માથાઝીંક છોડ,હવે બધું આપણું.

વિશ્વાસ રાખ જીંદગી જીવવાના, 
સીધા છે રોડ, હવે બધું આપણું.

દુનિયા છે બન્ને બાજુ એ બોલશે,
સૌ બંધનો તોડ,હવે બધું આપણું.

ચાલ બધું ભૂલી જા ખુશી તરફ,
રસ્તાઓ મોડ,હવે બધું આપણું.

તકદીર ના છે આ બધાં ખેલ,
ના લે તું લોડ,હવે બધું આપણું.
૧૨-૯-૨૦૨૩

 

હે પરમેશ્વર, હું માગું એટલું મને આપો તો સારુ,
અરજી કરું,આ જન્મના પાપ મારા કાપો તો સારું.

ઝાંઝવા જેવા અમે, અંતે કશું હાથમાં નહીં આવે,
તમે બીજા બધાં ને વારાફરતી જાપો તો સારું.

એનકેન પ્રકારે પરીક્ષા જીંદગી લેતી રહે,
રોજ રોજની પરીક્ષા કરતાં તમે ધાપો તો સારું.

ભરેલા છતાં ખાલી ના ખાલી જ રહ્યાં સદા,
તપી ને સોનું બની જાઉં એટલું તાપો તો સારું.

બધું જ જાણો છો છતાં આજે આજીજી કરું છું,
કામ મારું વ્હાલ ભરી આંખોથી માપો તો સારું.
૧૩-૯-૨૦૨૩

વાત કરવાની શરૂઆત કરીએ.
ચલ લાગણીની રજૂઆત કરીએ.

અઠવાડિયે એકવાર મળવાની,
મુલાકાત તો ફરજીયાત કરીએ.

મન ખુલ્લા ને મોંકળા રાખીને,
શરતો હવે મરજિયાત કરીએ.

મોત સિવાય કોઈ જુદાં ન કરે,
સાથે મળી અરજિયાત કરીએ.

માવઠા જેવી આપણને નહીં ફાવે, 

મુલાકાત જરા લરજિયાત કરીએ. 
૧૪-૯-૨૦૨૩ 
વાતો ગગનમાં ગરજે છે,
યાદો હૃદયમાં ગરજે છે.

સરહદ પરના સૈનિકનું,
નામ વતનમાં ગરજે છે.

જુદાઈની વાત માત્રથી,
હૈયું નયનમાં ગરજે છે.

વૃદ્ધાશ્રમ માં રહેતી માં નું,
દર્દ પતરમાં ગરજે છે.

એક તણખાથી લાગેલી,
આગ પવનમાં ગરજે છે.
૧૪-૯-૨૦૨૩

હું માગું ને તું આપી દે, એવું મારે નથી જોઈતું ઈશ્વર.
ખુશી ઝોળીમાં નાખી દે, એવું મારે નથી જોઈતું ઈશ્વર.

ઘાયલ થઈને જીવી લઈશ ખુમારી થી ચિંતા ના કર,
દર્દ નું ગળું દાબી દે, એવું મારે નથી જોઈતું ઈશ્વર.

દાદ ની આશા તો મને છે જીંદગી ની આ રમતમાં,
હારને જીતમાં માપી દે, એવું મારે નથી જોઈતું ઈશ્વર.

સુખ ની વહેંચણી જ્યારે તું ખુલ્લે હાથે કરતો હોય,
મને ખૂણામાં રાખી દે, એવું મારે નથી જોઈતું ઈશ્વર.

મને મારી મહેનત નું તો મળવું જોઈએ તકદીર ના,
દરવાજા તું વાસી દે, એવું મારે નથી જોઈતું ઈશ્વર.
૧૫-૯-૨૦૨૩
સખી
દર્શિતા બાબુભાઇ શાહ