Prem Thai Gyo - 15 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 15

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 15

ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 15

અત્યાર સુધી આપડે જોયું કે સોહમ આજે આરતી ને જલ્દી સુવાનું કે છે અને રાહી આદિ સાથે વાત કરતા કરતા જ સુઈ જાય છે અને સવારે ગૌરી બેન તેને ઉઠાડવા માટે આવે છે...

"રાહી...રાહી..."

રાહી ના રૂમ નો દરવાજો ખખડાવતા ગૌરી બેન બોલે છે...

"હજુ તો મારો એલાર્મ પણ નથી વાગ્યો અને મમ્મી મને ઉઠાડવા માટે આવી ગયા..."

રાહી બોલે છે અને બેઠી થાય છે પેલા તો ગાળિયલ માં જોવે છે...

"હજુ તો 6 વાગ્યા છે અને આટલા વેલા કેમ ઉઠાડવા આવ્યા મમ્મી..."

રાહી વિચારતી હોય છે...

"રાહી....રાહી..."

ગૌરી બેન ફરી બોલે છે અને તેમનો આવાજ સાંભળી ને રાહી દરવાજો ખોલે છે...

"મમ્મી હજુ તો બસ 6 જ વગ્યા છે અને મારે 9 વાગે જવાનું છે..."

રાહી બોલે છે...

"હા તો જરા તારા ફોન માં સમય જોને..."

ગૌરી બેન બોલે છે...

જયારે રાહી તેના ફોન માં સમયજ જોવા જાય છે ત્યારે તે જોવે છે કે ફોન તો બંધ થઇ ગયા છે ત્યારે તેને યાદ આવે છે કે કાલે તો તે વાત કરતા કરતા જ સુઈ ગઈ હતી...

"હું તો આન ચાર્જ માં મૂકવાંનું જ ભૂલી ગઈ..."

રાહી બોલે છે...

"હા એટલા માટે જ હું ઉઠાડવા આવી અને ગડિયાળ ખરાબ થઇ ગઈ છે..."

ગૌરી બેન બોલે છે...

"હા થેન્ક યુ મમ્મી..."

રાહી બોલે છે...

જયારે ગૌરી બેન ની નજર રૂમ પર જાય છે ત્યારે તે આખા રૂમ ની આ હાલ જોઈને ચોકી જાય છે...

"રાહી ત રૂમ ની શું હાલત બનાવી છે..."
ગૌરી બેન બોલે છે...

"મમ્મી મારે મોડું થઇ જશે...

હું આવી ને પાક્કું બધું સરખું કરી દઈશ..."

રાહી બોલે છે અને તૈયાર થવા જતી રે છે...

"આ છોકરી ક્યારે મોટી થશે..."

ગૌરી બેન બોલે છે અને રૂમ ની બારે જાય છે...

આજ તો આરતી પણ વેલા તૈયાર થઇ ગઈ હોય છે...

રાહી, આરતી ના ઘરે જાય છે અને થોડી વાર માં ત્યાં સોહમ પણ પોતાની કાર લઈને આવે છે...

તે ત્રણે ત્યાં થી કોલેજ જવા માટે નીકળી જાય છે...

"તમે બન્ને અહીંયા ઉતરી જાઓ અને મારી રાહ જોવો હું કાર પાર્કિંગ માં મૂકી ને આવું છું..."

સોહમ બોલે છે અને તે બન્ને ત્યાં જ ઉતરી જાય છે...

"આરતી આ તો જો કોલેજ કેટલી મોટી છે..."

રાહી બોલે છે...

"હા યાર..."

આરતી પણ આજ બાજુ જોતા બોલ છે...

ત્યાં જ એક છોકરો આવે છે અને આરતી ની સામે ઉભો રઈ જાય છે...

"hi...તમે બન્ને અહીંયા જ એડમિશન લીધું છે..."

તે છોકરો બોલે છે...

"હા..."

આરતી બોલે છે અને તે વાત કરતા જ હોય છે, ત્યારે ત્યાં સોહમ આવે છે...

"આ કોણ છે...?"
સોહમ બોલે છે...

"આ આકાશ છે અને અમે સ્કૂલ માં સાથે હતા..."

આરતી બોલે છે...

સોહમ તે એ રીતે જોવે છે જાણે તેને હમણાં જ ખાઈ જશે...

આકાશ કાય બોલે તે પેલા તેની નજર સોહમ ના આઈકાર્ડ પર પડે છે અને એ જોતા જ તે સમજી જાય છે કે આ સિનિયર છે અને તેને સમજાઈ જાય છે કે અહીંયા થી નીકળવા માં જ ભલાઈ છે...

"ચાલો હવે હું જાઉં..."

આકાશ બોલી ને ત્યાં થી નીકળી જાય છે તે આરતી બોલે તે સાંભળવા પણ નથી રેતો...

સોહમ નું આ રીતે કરવું આરતી ને નથી ગમતું પણ તે કાય બોલવા જાય તે પેલા જ રાહી તેનો હાથ પકડી ને ના માં ઈસરો કરે છે...

"ચાલો હવે તમને તમારો ક્લાસ બતાવું અને પછી હું મારા ક્લાસ માં જાઉં..."

સોહમ બોલે છે અને તે બન્ને ને તેની સાથે લઇ જાય છે...

"જોવો આ ક્લાસ છે તમારો અને આજે પહેલો દિવસ છે તો તમારા બધા લેક્ચર અહીંયા જ છે આજે...

જેવા લેક્ચર પુરા થાય એવો મને ફોન કરજો અને જો હું ફોન ના ઉપાડું તો કેન્ટીન માં જઈને બેસજો..."

સોહમ બોલે છે...

તે બન્ને ને ક્લાસ બતાવી ને સોહમ ત્યાં થી જાય છે અને બન્ને ક્લાસ ની અંદર જાય છે...

ક્લાસ એટલો મોટો હોય છે કે તેમાં 100 થી વધારે વિધાર્થી બેસી શકે અને ત્યાં અડધા થી વધારે વિધાર્થી ત્યાં આવી ગયા હતા...

તે બન્ને એક ખાલી બેન્ચ પર બેસી જાય છે ત્યારે જ એક છોકરી આવે છે...

"હું અહીંયા બેસી શકું..."

તે છોકરી તે બન્ને ને પૂછે છે...

"હા જરૂર..."

રાહી બોલે છે...

"મારુ નામ શીતલ છે..."

શીતલ બોલે છે...

રાહી અને આરતી પણ પોતાના નામ તેને કે છે અને ત્રણે વાતો કરવા લાગે છે...

ત્યારે કલાસ માં સર આવે છે અને આજે પેલો દિવસ હોવા ના લીધે બધા ના નામ પૂછવા લાગે છે...

"આજે પહેલો દિવસ છે તમારો તો આપડે કાલ થી ભણવાનું ચાલુ કરશું..."

સર બોલે છે...

આ સાંભળી ને બધી ખુશ થઇ જાય છે અને બધા સર સાથે વાતો કરવા લાગે છે...

ત્યારે સર બધા ને એક એક કરી ને ઉભા કરીને પૂછે છે કે તે શું બનવા માંગે છે...

આ બાજુ આદિ જે ઓફિસ માં હોય છે અને પોતાનું કામ કરતો હોય છે ત્યારે તેની કેબીન નો દરવાજો ખુલે છે અને તેના પપ્પા રોહન અંદર આવે છે...

"આજે તું આટલો વેલો કેમ આવી ગયો..."

રોહન બોલે છે...

"આજે કામ વધારે છે અને મારે સાંજે બારે પણ જવાનું છે..."

આદિ બોલે છે...

"તું હમણાં થી રોજ સાંજે ક્યાં જાય છે..."

રોહન બોલે છે...

"અહીંયા એક નવી ઓફિસ બનાવી છે એ જ જોવા માટે જતો હોઉં છું..."

આ સાંભળી ને આદિ પેલા તો થોડો વિચાર કરે છે અને પછી બોલે છે...

"હવે પપ્પા થી બધું છુપાવા લાગ્યો છે..."

રોહન બોલે છે...

"અરે પપ્પા એવું કાય નથી..."

આદિ બોલે છે...

"ચાલ તને જયારે ઠીક લાગે ત્યારે તેને ઘરે લઈને આવજે..."

રોહન બોલે છે અને સ્માઈલ કરતા કરતા કેબીન ની બાર નીકળી જાય છે...

આ બાજુ સર નો લેક્ચર પૂરો થાય છે અને તે બહાર જાય છે...

તે ત્રણે તેમની વાતો માં પછી લાગી જાય છે શીતલ સાથે તેમની ફ્રેન્ડશીપ પણ સારી થઇ ગઈ હતી...

તે ત્રણે વાતો કરતી જ હોય છે ત્યારે ક્લાસ માં ત્રણ છોકરીઓ આવે છે અને જ્યારે તે ત્રણે ની નજર તે તરફ જાય છે ત્યારે...

"આ છોકરી અહીંયા શું કરે છે...?"

રાહી ચોકી ને બોલે છે...

રાહી એ રીતે જ બોલી હોય છે જેના થી શીતલ અને આરતી તેની સામે જોવા લાગે છે...

"આદિ એ જે કામ આપ્યું તું એના માટે આશિકા અહીંયા આવી છે..?"

"આ કોણ છે જેને જોઈને રાહી ચોકી જાય છે...?"

"શું આદિ તેના મન ની વાત રાહી ને કઈ દેશે...?"

"આદિ શું તેના પરિવાર ને મળાવા માટે રાહી ને તેની સાથે ઘરે લાવશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...