Sailab - 7 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સૈલાબ - 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સૈલાબ - 7

૭. પ્રભાતનો ખુલાસો... !

બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે દિલીપે ખૂબ જ બારીકાઈથી જેલની એક એક વસ્તુનું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું. ફરાર થવાની કોઈ પણ યોજના બનાવતાં પહેલાં તમામ વિગતો જાણી લેવી જરૂરી હતી..

એ જ દિવસે એક વિચિત્ર બનાવ બન્યો.

દિલીપ તથા પ્રભાતને કેદીઓનાં એઠાં વાસણ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવી.

પીતાંબર તરત જ દિલીપ પાસે દોડી ગયો.

‘શંકર.' એ ઉતાવળા અવાજે બોલ્યો, ‘જો તું કહેતો હો તો આ કામ માટે હું તારી જગ્યાએ કોઈક બીજાંને ગોઠવી દઉં.'

‘ના...’ દિલીપે નકારમાં માથું હલાવ્યું, ‘એવું કરવાની કંઈ જરૂર નથી.'

‘પણ….'

‘તુ સમજતો કેમ નથી પીતાંબર ?' દિલીપ ધીમા પણ સહેજ કઠોર અવાજે બોલ્યો, ‘જો તું મારી ડ્યૂટીમાં ફેરફાર કરાવીશ તો આપણા સંબંધોની આખી જેલમાં ખબર પડી જશે. અને આવું થાય એમ હું નથી ઇચ્છતો. અને હા, તું દિવસના સમયે પણ પૂરી સાવચેતી રાખીને ચોરી-છૂપીથી જ મને મળજે.'

પીતાંબર ધીમેથી માથું હલાવતો ત્યાંથી વિદાય થઈ ગયો. અલબત્ત, આ નાનકડા બનાવથી પ્રભાત ખૂબ જ પ્રભાવિત થયો.

દિલીપ પ્રત્યે હવે એને માન ઉપજ્યું હતું. રાત્રે ફરીથી દિલીપ તથા પ્રભાત વાતે વળગ્યા.

બૅરેકનાં અન્ય કેદીઓ નિંદ્રાધિન બની ગયા હતા.

‘શંકર.’ પ્રભાત બોલ્યો, ‘અત્યાર સુધીમાં હું એક વાત બરાબર સમજી ચૂક્યો છું કે માત્ર મારા ના પાડવાથી તું ચૂપ નહીં બેસી રહે. તે તારા મનમાં જે દૃઢ નિશ્ચય કર્યો છે, એને પાર પાડવા માટે તું કોઈક ને કોઈક પગલું જરૂર ભરીશ. એટલે હું તને એ કેદીઓ વિશે જણાવું છું, કે જે કદાચ તારી જેમ જ મજબૂત ઇરાદો ધરાવતા હતા. જેમણે બેલાપુર જેવી આ અભેદ જેલમાંથી નાસી છૂટવાનું આંધળું સાહસ ખેડ્યું હતું. સૌથી પહેલાં હું તને જગ્ગુ નામના એક અપરાધી વિશે જણાવું છું. સાતેક વર્ષ પહેલાંની વાત છે. જગ્ગુને ગિરફતાર કરીને આ જેલમાં લાવવામાં આવ્યો હતો. એણે બે હર્યા-ભર્યા પરિવારનાં ચૌદ માણસોને મોતને ઘાટ ઊતારી દીધાં હતાં. નીચલી અદાલતે તેને ફાંસીની સજા ફરમાવી હતી જેની સામે જગ્ગુએ હાઈકૉર્ટમાં અપીલ કરી હતી. હાઈકૉર્ટનો ચુકાદો ન આવે, ત્યાં સુધી જગ્ગુએ આ જ જેલમાં રહેવાનું હતું. એ વખતે એવી ચર્ચા થતી હતી કે હાઈકોર્ટ પણ તેનાં પ્રત્યે રહેમ નહીં રાખે, જગ્ગુ વિરુદ્ધ બધાં પુરાવાઓ મજબૂત હતા. ઉપરાંત એનો ગુનો પણ ખૂબ જ ભયંકર હતો. આ સંજોગોમાં જગ્ગુએ પણ જે સપનું તું જુએ છે, એ સપનું જોયું. એણે બેલાપુરની આ અભેદ જેલમાંથી નાસી છૂટવાનું આંધળું સાહસ ખેડયું.'

‘એની યોજના શું હતી ?'

‘યોજના તો બહુ ખતરનાક હતી. જગ્ગુએ કોણ જાણે કેવી રીતે એક ખૂબ જ મજબૂત દોરડાની વ્યવસ્થા કરી હતી.

દોરડાના એક છેડે ઍન્કર હતું. એની યોજના ઍન્કરને જેલની દીવાલ પર ફીટ કરેલ લોખંડનાં તારમાં ભરાવ્યા બાદ દોરડાના સહારે ઉપર ચડીને બીજી તરફ કૂદી પડવાની હતી.

પોતાની આ યોજનામાં અમુક હદ સુધી તેને સફળતા પણ મળી. એક રાત્રે તિડકમ ભીડાવીને તે બૅરેકમાંથી બહાર નીકળ્યો અને જેલની એક સૂમસામ દીવાલ સુધી પહોંચ્યો.

અલબત્ત, ત્યાં સુધી પહોંચવામાં પણ એણે બે કોન્સ્ટેબલોને મોતને ઘાટ ઊતારવા પડ્યા હતા.

ત્યાર બાદ યોજના મુજબ દોરડાને છેડે બાંધેલ ઍન્કર ઉછાળીને તારમાં ભરાવ્યા બાદ તે નિર્વિઘ્ને જેલની દીવાલ પર ચડીને બીજી તરફ કૂદી પડ્યો.

પરંતુ એ તરફ ભયાનક દલદલ હતું. જગ્ગુ દોરડા સહિત સીધો દલદલમાં ખૂંચી ગયો. એ દલદલમાંથી બહાર નીકળવા માટે ઘણા ધમપછાડા માર્યા. પણ વ્યર્થ. સવારે પોલીસનાં એક હેલિકોપ્ટરે પણ મુસીબતે દલદલમાંથી જગ્ગુની લાશ બહાર કાઢી.'

‘ઓહ...' દિલીપનો ચહેરો ઝાંખો પડી ગયો.

હવે બીજા અપરાધીની વાત સાંભળો.' એનું નામ મસ્તાન હતું. મસ્તાન એક રેપિસ્ટ હતો. જિંદગીમાં અનેક સ્ત્રીઓના શિયળ તે લૂંટી ચૂક્યો હતો. માસૂમ બાળકીઓને પણ એણે પોતાની હવસનો ભોગ બનાવી હતી. એ શયતાનને તો માત્ર પોતાની કામપિપાસા સંતોષવાથી જ મતલબ હતો.

મસ્તાનને પણ ગિરફતાર કરીને આ જેલમાં લવાયો હતો. એના પર બાંસઠ બળાત્કાર તથા આઠ ખુનોનો આરોપ હતો. એને માટે પણ ફાંસીની સજા નિશ્ચિત હતી.'

‘મસ્તાને શું કર્યું?'

‘એણે પણ જગ્ગુની માફક જ આ જેલમાંથી નાસી છૂટવાનો આશ્ચર્યજનક પ્રયાસ કર્યો. અલબત્ત, ફરાર થવા માટેની એની યોજના જગ્ગુથી બિલકુલ અલગ હતી.'

‘એની યોજના શું હતી ?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. ‘એક દિવસ મસ્તાને મેસમાં કોઈક કામગીરી સોંપવામાં આવી હતી.’ પ્રભાત બોલ્યો, ‘બસ, એ જ દિવસે તે પોતાની કલા બતાવી ગયો. એણે કૂદકો મારીને જેલના એક સંતરીને પોતાની ફોલાદી પકડમાં જકડી લીધો અને એની રાયફલ આંચકીને તેની સામે જ તાકી. ત્યાર બાદ તેને ગોળી ઝીંકી દેવાની ધમકી આપતો તે જેલમાં મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગયો અને એણે સડકના માર્ગેથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો.'

‘પછી, પોલીસે શું કર્યું ?'

‘પોલીસના તો કંઈ કરવાનો સવાલ જ ઉપસ્થિત નહોતો થતો કારણ કે જેલનો એક સંતરી મસ્તાનનાં કબજામાં હતો. જે કંઈ કર્યું,

તે પોલીસના એક શિકારી કૂતરાંએ કર્યું.

એણે અચાનક જ એટલી સ્ફૂર્તિથી મસ્તાન પર છલાંગ લગાવી કે એ પોતાની બધી કલાકારી ભૂલી ગયો.

પોલીસ આ શિકારી કૂતરાંને અટકાવે એ પહેલાં તો એણે મસ્તાનને ફાડી ખાધો. એ ખતરનાક રેપિસ્ટને ફાડી ખાવામાં શિકારી કૂતરાંને પૂરી એક મિનિટ પણ નહોતી લાગી.

‘અને મસ્તાનનાં કબજામાં હતો, એ સંતરીનું શું થયું?' એને તો મામૂલી ઉઝરડો પણ ન પડ્યો. કૂતરાંએ મસ્તાનને દબોચ્યો કે તરત જ તે કૂદીને એક તરફ ચાલ્યો ગયો. આ રીતે એ અંજામ જગ્ગુનો આવ્યો હતો, એ જ અંજામ મસ્તાનનો આવ્યો.

બંને વચ્ચે થોડી પળો માટે ભારે ભરખમ ચૂપકીદી છવાઈ ગઈ. જગ્ગુ કરતાં પણ મસ્તાનનું મોત વધુ ખોફનાક રીતે થયું હતું.

'હવે હું તને ત્રીજા અને છેલ્લા અપરાધી વિશે જણાવું છું.’ છેવટે પ્રભાતે જ ચૂપકીદીનો ભંગ કર્યો, ‘એનું નામ ત્રિલોચન હતું અને તે કાશ્મીરનો એક કુખ્યાત આતંકવાદી હતો. જગ્ગુ તથા મસ્તાનની માફક ત્રિલોચન પર પણ અનેક નિર્દોષ લોકોનાં ખૂનનો આરોપ હતો. એને પણ ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. અને એ વખતે એનો કેસ સુનાવણી માટે સુપ્રીમ કૉર્ટમાં પડ્યો હતો.'

‘ત્રિલોચને કઈ રીતે જેલમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો?' દિલીપે પૂર્વવત્ અવાજે પૂછ્યું.

‘યોજના બનાવવામાં તો એ જગ્ગુ તથા મસ્તાનનો પણ ઉસ્તાદ નીકળ્યો. નટવરલાલ તથા ચાર્લ્સ શોભરાજ જેવા મોટા ગજાનાં અપરાધીઓની યાદ તાજી કરાવે, એવી સનસનાટીભરી યોજના એણે ઘડી કાઢી હતી.’ પ્રભાત ધીમા અને શાંત અવાજે બોલ્યો, ‘ત્રિલોચન ચાર નંબરની બૅરેકમાં કેદ હતો. આ બૅરેકની એક દીવાલ જેલની કંપાઉન્ડ વૉલની લગોલગ છે. આ કંપાઉન્ડ વૉલની પાછળ નદી વહે છે અને તેમાં ભયંકર નરભક્ષી જળચરો રહે છે. ત્રિલોચને બૅરેકની અંદરથી જ જેલની કંપાઉન્ડ વોલની નીચે એક નાનકડી સુરંગ ખોદી અને નદીનાં માર્ગેથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો.

' પછી ?’ દિલીપની ઉત્કંઠા વધતી જતી હતી, ‘પછી શું થયું ?'

એનો અંજામ પણ જગ્ગુ તથા મસ્તાન જેવો જ આવ્યો. ત્રિલોચને સુરંગ તો સફળતાપૂર્વક ખોદી નાંખી. પરંતુ જ્યારે એણે સુરંગના રસ્તેથી નદીમાં છલાંગ લગાવી અને જળચરોથી બચીને ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે એક વિશાળ મગર મળે તેને પોતાની કોળિયો બનાવી નાંખ્યો. જે ત્રિલોચને અસંખ્ય નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતાર્યા હતા, એને પોતાને પણ એક ખતરનાક અને રૂંવાડા ઊભા કરી દે તેવું મોત મળ્યું હતું.

‘ઓહ...' દિલીપ બબડ્યો. એના દેહમાં ધ્રુજારી ફરી વળી ત્રિલોચનનું મોત પણ મસ્તાનની માફક જ થરથરાવી મૂકનારું હતું. ત્રણેયમાં ત્રિલોચનની યોજના વધુ ઉમદા હતી. બૅરેકમાં આટલાં કેદીઓની વચ્ચે ચોરી છૂપીથી સુરંગ ખોદવાનું કામ સહેલું નહોતું. ત્રિલોચને આ મુશ્કેલ કામને પણ પાર પાડી બતાવ્યું હતું. પરંતુ તેમ છતાંય છેવટે તો તેને નિષ્ફળતા જ સાંપડી હતી. એટલું જ નહીં એ પોતે કાળનો ભોગ બની ગયો હતો.

બૅરેકમાં હજુ પણ ઘેરી ચૂપકીદી પ્રસરેલી હતી. આ બંને જણ સાથે કંઈ નિસ્બત ન હોય એમ બાકીના કેદીઓ ગાઢ ઊંઘતા સૂતા હતા. ક્યારેક પહેરો ભરતાં સંતરીઓનાં પગરવથી થોડી પળો માટે ચૂપકીદીનો ભંગ જરૂર થતો હતો.

‘શંકર.’ પ્રભાત બગાસું ખાતાં ધીમા અવાજે બોલ્યો, ‘આ રીતે, આ જેલમાંથી ફરાર થવાનો પ્રયાસ કરનાર ત્રણેય જણ નિષ્ફળ ગયા એટલું જ નહીં, વગર મોતે માર્યા પણ ગયા. આ બધી વાતો મને અહીંના કેદીઓ પાસેથી જાણવા મળી છે. મારો ઇરાદો પણ અહીંથી નાસી છૂટવાનો હતો અને એટલા માટે જ મેં આ બધી માહિતી મેળવી હતી.'

'શું તે અહીંથી નાસી છૂટવા માટેની કોઈ યોજના બનાવી હતી ?' દિલીપે વિચારવશ અવાજે પૂછ્યું.

‘હા...' પ્રભાતે જરા પણ ખમચાટ વગર કહ્યું, ‘મેં પણ યોજના બનાવી હતી. પરંતુ મારી યોજના પણ જગ્ગુ, મસ્તાન તથા ત્રિલોચન જેવી જ હતી, એટલે યોજનાનો અમલ કરવાની મારી હિંમત ન ચાલી. એ ત્રણેયના કરુણ અને ખોફનાક અંજામ વિશે તો હું અહીંના કેદીઓ પાસેથી જાણી જ ચૂક્યો હતો.'

‘હું...’ દિલીપનાં ગળામાંથી હુંકાર નીકળ્યો. એણે ધાબળાને સરખી રીતે પોતાનાં દેહ પર લપેટ્યો. ‘શંકર, આમ જોવા જઈએ તો જગ્યુ, મસ્તાન કે ત્રિલોચન... આ ત્રણમાંથી એકયને પોતાના મોતનો કોઈ અફસોસ કે રંજ ન હોવો જોઈએ.'

‘પ્રેમ ?’દિલીપના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો. ‘એટલા માટે કે એ ત્રણેય ફાંસીનાં કેદી હતા. ત્રણેયનાં મોત વ્હેલાં-મોડાં નિશ્ચિત હતા. તેમણે સંજોગોની વિરુદ્ધ આશા રાખીને પોતાની જિંદગી દાવ પર લગાવી હતી. બચી ગયા તો ઠીક છે... કદાચ ન બચી શકાય તો પણ અફસોસ જેવું નહોતું. ફાંસીનાં માંચડે તો તેમણે લટકવાનું જ હતું. મારી અંગત માન્યતા મુજબ તેમણે લગાવેલો દાવ બરાબર જ હતો. કારણ કે વાત જ્યારે જિંદગી અને મોતની હોય ત્યારે માણસે છેલ્લાં શ્વાસ સુધી મોતથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. આવો જ પ્રયાસ એમણે પણ કર્યો અને એમાં કંઈ ખોટું પણ નહોતું. પણ તું આ દાવ માત્ર રૂપિયા ખાતર જ લગાવે છે? જરા વિચાર... આ ગુલાબ જેવી મહેંકતી અને આશા- અરમાનોથી ભરેલી જિંદગી જ નથી રહેવાની તો પછી આખી દુનિયાની સંપત્તિ કદાચ મળે તો પણ શું કામની? દોસ્ત, હજુ પણ સમય છે. 'જાન હૈ તો જહાન હે' એ કહેવત કંઈ અમસ્તી જ નથી પડી. મારું માન અને કૉર્ટની પહેલી મુદતે એકલો જ રસ્તામાં તિકડમ ભીંડાવીને રફુચક્કર થઈ જા.'

‘ના...’દિલીપ નકારમાં માથું હલાવતાં મક્કમ અવાજે બોલ્યો, હવે તો હું તને સાથે લઈને જ અહીંથી ફરાર થઈશ.' પ્રભાતે બંને હાથે પોતાનું માથું પકડી લીધું,

શંકર નામનો આ માણસ કોઈક ને કોઈક બખેડો જરૂર કરશે,

એ વાતની તેને ખાતરી થઈ ચૂકી હતી. સવારનો સમય હતો.

અનવર હુસેન તથા રૂખસાના ટહેલવા માટે હૉટલની છત પર આવ્યા હતા.

બંને સામ-સામે ખુરશી પર બેસીને કૉફીનાં ઘૂંટડા ભરતાં હતા. રૂખસાના કોઈક ઊંડા વિચારમાં ડૂબેલી લાગતી હતી.

‘શું વાત છે ડિયર ? શું વિચારમાં પડી ગઈ છો ?' અનવરે ધીમેથી પૂછ્યું.

‘અનવર, હું સવારે ઊઠી, ત્યારથી તને એક વાત કહેવા માંગુ છું.' રૂખસાનાએ વિચારવશ પણ ગંભીર અવાજે કહ્યું.

'કઈ વાત ?'

‘તે એક વાત પ્રત્યે ધ્યાન નથી આપ્યું લાગતું, પણ મેં આપ્યું છે.'

‘કઈ વાત પ્રત્યે ?’

'જ્યારથી આપણે અહીં આવ્યા છીએ, ત્યારથી આ હૉટલનાં બે જ વેઈટર આપણને એટેન્ડ કરે છે.'

‘તો હોટલમાં જેટલાં વેઈટરો છે, એ બધાં જ આપણને એટેન્ડ કરે... ચોવીસેય કલાક આપણી સમક્ષ ખડે પગે રહે, એમ હું ઇચ્છે છે?' અનવરના અવાજમાં ધૂંધવાટ હતો.'

‘ના... મારા કહેવાનો અર્થ એ નથી.'

‘એ નથી, તો શું છે?'

‘હું એમ કહેવા માંગુ છું કે આપણે આ હૉટલમાં આવ્યા, ત્યારથી આપણને માત્ર એ જ બે વેઈટરો શા માટે એટેન્ડ કરે છે ?' એ બંનેની ડ્યૂટી શા માટે નથી બદલાતી? એટલું જ નહીં, તને જાણીને નવાઈ લાગશે કે મેં એ બંને વેઈટરોને આપણા સિવાય બીજાં કોઈ રૂમમાં આવ-જ કરતાં નથી જોયા. એ બંનેને જાણે આપણી જ સરભર કરવાની ડ્યૂટી સોંપવામાં આવી હોય એવું લાગે છે.'

‘તું કહેવા શું માંગે છે?’ અનવરે સહેજ આશ્ચર્યથી પૂછ્યું. 'મને કંઈક ગરબડ લાગે છે અનવર,’

'કેવી ગરબડ?'

‘કયાંક એ બંનેને આપણી હિલચાલ પર નજર રાખવા માટે તો નથી ગોઠવવામાં આવ્યા ને?'

‘અને?...’ અનવર ધૂંધવાઈને ઊભો થઈ ગયો, ‘તને તો બસ ચારે બાજુ દુશ્મન જ દેખાય છે. શંકરની વાત પૂરી થઈ તો હવે બિચારા વેઇટરોની પાછળ પડી ગઈ ?'

વાત પૂરી કરીને એ રોષભર્યા ચહેરે પગથિયાં તરફ આગળવધી ગયો.

રૂખસાના પણ એની પાછળ જ હતી.

એનાં દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું.

બીજે દિવસે ચોરી-છૂપીથી પીતાંબર દિલીપને મળવા આવ્યો. એણે દિલીપને સિગારેટનાં બે પૅકેટ આપ્યાં, જે દિલીપે તાબડતોબ ગજવામાં મૂકી દીધાં.

એની આખી રાત જેલમાંથી ફરાર થવાની યોજના વિચારવામાં જ વીતી હતી.

‘બીજું કંઈ કામકાજ ?’

કહીને પીતાંબર પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહ્યો.

‘હા, એક કામ છે.’ દિલીપ સહેજ વ્યાકુળ અવાજે બોલ્યો, ‘હું તારી જ રાહ જોતો હતો કે ક્યારે તું આવે તે ક્યારે હું તને કહું.'

‘એવું તે શું કામ છે?' પીતાંબરે ઉત્સુક નજરે એની સામે જોતાં પૂછ્યું. દિલીપ તરત જ તેને બૅરેકનાં એક ખૂણામાં લઈ ગયો અને પછી એકદમ ધીમા અવાજે બોલ્યો, ‘હું એક વખત આખી જેલનું નિરીક્ષણ કરવા માંગુ છું.'

'ક...કેમ... ?' પીતાંબરે ડઘાયેલી નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું.

અહીંથી નાસી છૂટવાની પરફેક્ટ યોજના બનાવવા માટે આમ કરવું એકદમ જરૂરી છે.'

*******

‘પણ આ કામ તો ખૂબ મુશ્કેલ છે. તું આખી જેલનું નિરીક્ષણ કેવી રીતે કરી શકીશ ?'

‘આ કામ મુશ્કેલ છે, એની મને ખબર છે. પરંતુ આ મુશ્કેલ કામને તારે જ સરળ બનાવવાનું છે.’

‘આ સરળ કરી શકાય એવી મુશ્કેલી નથી.' પીતાંબર વ્યાકુળ અવાજે બોલ્યો, ‘હા, એક કામ થઈ શકે છે.'

‘શું ?'

‘આ જેલ વિશે તારે જે કંઈ માહિતી જોઈતી હોય, તે હું તને અહીં ઊભાં ઊભાં જ પૂરી પાડી શકું તેમ છું.’

‘ના...’ દિલીપે નકારમાં માથું ધુણાવ્યું, ‘એ રીતે ચાલે તેમ નથી.' હું મારી સગી આંખે આખી જેલનું નિરીક્ષણ કરવા માંગુ છું.'

'પણ... પણ આ બધું કેવી રીતે થશે?'

'કેવી રીતે થશે, એ તો મારાં કરતાં તું વધુ સારી રીતે વિચારી શકે તેમ છે ! તારા દિમાગને બરાબર કામે લગાડીને વિચાર કે આ અશક્ય કામ કેવી રીતે શક્ય થઈ શકે તેમ છે? કોઈક એવી તિકડમ વિચાર કે હું આખી જેલનું નિરીક્ષણ પણ કરી લઉં અને કોઈને મારા પર શંકા પણ ન ઉપજે.'

‘ઠીક છે.’

પીતાંબર આદત મુજબ પોતાની મૂંછ પર હાથ ફેરવતાં બોલ્યો, મને વિચારવા માટે થોડો સમય આપ. હું કોઈક પ્રયાસ કરું છું. મારા મગજના ધોડાને દોડાવું છું. કદાચ કોઈક ઉપાય સૂઝી આવે.'

'જે કંઈ વિચારવું હોય, તે જલ્દી વિચારી લેજે. હું વધુ દિવસ અહીંની મહેમાનગતિ માણવા નથી માંગતો.'

પીતાંબર ધીમેથી માથું હલાવતો વિદાય થઈ ગયો.

યોજના બનાવવા માટે દિલીપનું મગજ હવે એકદમ સક્રિય થઈ ગયું હતું.

પરંતુ એક વાત તેને ખૂંચતી હતી જેલમાંથી ફરાર થવાની યોજના બનાવતાં પહેલાં તે પ્રભાતને એણે કરેલી દગાબાજીનું કારણ પૂછી લેવા માંગતો હતો.

એ દિવસે એણે ફરીથી પ્રભાતને પોતાની વાપટુતાની જાળમાં લપેટવાનો પ્રયાસ કર્યો.

બપોરે બંને જણ બૅરેકનાં એક ખૂણામાં બેઠા હતા.

આજે સવારથી જ પ્રભાત કંઈક ચિંતાતુર દેખાતો હતો.

તે અવાર નવાર વાતો કરતાં કરતાં જાણે કોઈકની યાદ સતાવતી હોય, એમ શૂન્યમાં તાકી રહેતો હતો.

એની ચિંતા અને વ્યાકુળતા દિલીપની ચકોર નજરથી છૂપી નહોતી રહી.

એણે બંને માટે એક એક સિગારેટ પેટાવી. ‘પ્રભાત.’ દિલીપ સિગારેટનો કશ ખેંચતાં બોલ્યો, ‘પરમ દિવસે તે મને એક સવાલ પૂછ્યો હતો કે હું પરિણીત છું કે નહીં?' એ જ સવાલ હું તને પૂછું છું. શું, તારા લગ્ન થઈ ગયાં છે?'

‘ના... હું હજુ અપરિણીત છું.'

'તો પછી આટલો બધો કોનાં વિચારમાં ડૂબી ગયો છે ? તારા માતા-પિતાનો વિચાર કરે છે?' 'ના... તેઓ પણ આ દુનિયામાં હયાત નથી.'

‘તો કોઈ પ્રેમિકાની યાદ સતાવે છે?'

પ્રભાત સૂનકાર નજરે એક પળ માટે દિલીપ સામે જોયું અને પૂર્વવત્ રીતે શાંતિથી સિગારેટનાં કશ ખેંચવા લાગ્યો.

દિલીપે જાણે એનાં મર્મને સ્પર્શી લીધો હોય એવું લાગતું હતું.

'આનો અર્થ એ થયો કે તારી કોઈક પ્રેમિકા છે.' દિલીપ ઉત્સાહભેર બોલ્યો, ‘ક્યાં રહે છે એ? એનું નામ શું છે?' એનાં લગ્ન થઈ ચૂક્યાં છે.' પ્રભાતે ધીમેથી કહ્યું.

‘ઓહ...' દિલીપ બબડ્યો. પછી બોલ્યો, ‘એટલા માટે જ તું એનાં વિશે આટલું વિચારે છે ખરું ને? મારા દોસ્ત...! સાથે સાથે એક બીજી વાત પણ વિચાર કે એ કંઈ આ દુનિયાની છેલ્લી છોકરી નથી. એક છોકરી આગળ દુનિયા પૂરી નથી થઈ જતી. આ દુનિયામાં સુંદર છોકરીઓનો કોઈ દુકાળ નથી. તું કોઈક બીજી છોકરીનો સંગાથ પણ શોધી શકે છે.'

‘એમ વાત નથી શંકર. એ છોકરીનાં લગ્ન ભલે થઈ ગયા હોય, પરંતુ હું હજુ પણ તેને પામી શકું છું. કાયદેસર એનાં પતિની પરવાનગી અને ઇચ્છાથી તેને મેળવી શકું છું.’

પ્રભાતની વાત સાંભળીને દિલીપનાં દિમાગમાં જબરો ખળભળાટ મચી ગયો.

પ્રભાતની વાત ખરેખર આશ્ચર્ય ચકિત કરી મૂકે એવી હતી.

‘શું વાત કરે છે ?’ દિલીપે આશ્ચર્ય સહ પૂછ્યું, ‘આવું કેવી રીતે બને ?'

‘હું સાચું જ કહું છું શંકર.' પ્રભાતનો અવાજ ગંભીર હતો, ‘મારી વાત પર ભરોસો રાખ. એ યુવતી આજે પણ મારી પત્ની બની શકે છે અને એનાં પતિનો જરા પણ વિરોધ નહીં હોય.'

'તારી આ પ્રેમિકા રહે છે ક્યાં?'

‘તે ભારતમાં નથી રહેતી.'

‘તો પછી ક્યાં રહે છે?'

‘તે પાકિસ્તાનમાં રહે છે.’ પ્રભાત સિગારેટનો ઊંડો કશ ખેંચતા બોલ્યો, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં. તે ત્યાં આજે પણ ચાતક નજરે મારી રાહ જોતી હશે શંકર, મેં એને વચન આપ્યું હતું કે હું ટૂંક સમયમાં જ પાછો આવીશ. પણ જો... હું અહીં કેવી ભયંકર મુશ્કેલીમાં મૂકાઈ ગયો છું, મારા પાછા ન ફરવાનું કારણ શું છે, એની તો એ બિચારીને ખબર પણ નહીં હોય, કદાચ એ મને બેવફા સમજતી હશે. મને જ્યારે જ્યારે એની યાદ આવે છે, ત્યારે ત્યારે હું ખૂબ જ વ્યાકુળ બની જાઉં છું. જેલ તોડીને નાસી છૂટવાની તીવ્ર લાલસા મારી રગે રગમાં જોર શોરથી ઊછાળા મારવા લાગે છે. પરંતુ આ શક્ય નથી એની મને ખબર છે એટલે હું મારી ઇચ્છાઓ, ખુશીઓ અને આશાઓને દબાવી દઉં છું.'

પ્રભાતની કથિત પ્રેમિકા તથા એણે કહેલાં દેશદ્રોહ વચ્ચે કોઈક ગાઢ સંબંધ જરૂર છે, એ વાત દિલીપ તરત જ સમજી ગયો. હું તારી એ પ્રેમિકા વિશે જાણવા માંગુ છું. એની સાથે તારી મુલાકાત ક્યાં ને કેવી રીતે થઈ?'

'એ છોકરી વિશે બધું જણાવવા માટે મારે તને મારા ભૂતકાળની ઘણી બધી વાતોથી વાકેફ કરવો પડશે. એક એવો ઘટનાક્રમ સંભળાવવો પડશે કે જેની શરૂઆત જવાબદારીથી ભરેલી હતી પરંતુ એનો અંત આ જેલની બૅરેકમાં પહોંચીને ગયો.'

‘કંઈ વાંધો નહીં.’ દિલીપ સિગારેટનો કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતાં બોલ્યો, ‘હું એ સમગ્ર ઘટનાક્રમ જાણવા માંગુ છું. આમે ય અહીં સમય પસાર કરવાની મોટી ઉપાધિ છે. તારી રામકહાણી સાંભળીશ તો સમય પણ પાસ થઈ જશે અને એ બહાને તારા મનનો ભાર પણ થોડો હળવો થશે. તું સ્ટેજ રીલેક્સ થઈ જઈશ. આમ ને આમ મનમાં ને મનમાં રિબાવાથી તો માણસ માનસિક રીતે ભાંગી પડીને ખલાસ થઈ જાય છે અને એ કશુંય કરવા કે વિચારવાની હાલતમાં નથી રહેતો. મેં તને અગાઉ પણ કહ્યું હતું ને અત્યારે ફરીથી એ જ વાતનું પુનરાવર્તન કર્યું છુ કે મને તારો દોસ્ત જ માનજે. એક દોસ્ત બીજા દોસ્ત પાસે હૈયું ન ઠાલવે તો કોની પાસે ઠાલવે? તારી કથની સાંભળ્યા પછી મને કોઈક ઉપાય સૂઝી આવે એ બનવા જોગ છે. માટે એક દોસ્ત તરીકે હું તને આગ્રહ કરે છું કે તારા મનમાં જે કંઈ હોય, તે જરા પણ સંકોચ રાખ્યા વગર બેધડક કહી નાંખ.'

પ્રભાત થોડી પળો સુધી ચૂપચાપ સિગારેટનાં કશ ખેંચતો રહ્યો. એની આંખો હજુ પણ શૂન્યમાં ભટકતી હતી. પછી એ જ્યારે બોલ્યો, ત્યારે એનો અવાજ જાણે કોઈક ઊંડી ગુફામાં ટકરાઈ ટકરાઈને આવતો હોય, એવો લાગતો હતો.

‘આજથી લગભગ છ એક મહિના પહેલાં આ સમગ્ર ઘટનાક્રમનાં પાયા નંખાયા હતા. હું ભારતની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા રોનો ઍજન્ટ છું, એની તો તને ખબર જ છે. મને તથા મારા સિનિયર ઑફિસર વિનાયક બેનરજીને અમારા ચીફે પાકિસ્તાન વિરુદ્ધ એક ખૂબ જ અગત્યનું મિશન સોંપ્યું હતું. પાકિસ્તાને ‘પરમાણુ બોંબ' બનાવી લીધો છે, એ વાતનાં પુરાવાઓ અમારે એકઠાં કરવાનાં હતાં, મને તથા મારા સિનિયર વિનાયક બેનરજીને કાયદેસર પાકિસ્તાનનું નાગરિકત્વ મળી ગયું. અમને પાકિસ્તાની નાગરિક હોવાનાં ઓળખપત્ર પણ મળી ગયા. જે મુજબ બેનરજી સાહેબનું નામ રહેમતખાન અને મારું નામ મુસ્તાકઅલી હતું. આ રીતે પાકિસ્તાની નાગરિક તરીકે અમને બંનેને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ મોકલવામાં આવ્યા. પેઇન્ટિંગનો શોખ હોવાને કારણે બેનરજી સાહેબ પેઇન્ટિગ્સ બહુ સારા દોરી જાણતાં હતા. ઇસ્લામાબાદ પહોંચ્યા પછી તેમણે અનેક પેઇન્ટિંગો બનાવીને ત્યાંની આર્ટગેલેરીમાં તેનું પ્રદર્શન શરૂ કર્યું. આમ કરવા પાછળ બેનરજી સાહેબનો હેતુ શક્ય તેટલાં વધુમાં વધુ ફૌજી ઑફિસરો સાથે ગાઢ સંબંધ કેળવવાનો હતો. પાકિસ્તાનનાં ફૌજી ઑફિસરોને આર્ટ ગેલેરીઓમાં જઈને પેઇન્ટિંગો દેવાનો ખૂબ જ શોખ છે એ વાતથી તેઓ વાકેફ હતા.

બેનરજી સાહેબ પોતાનાં મકસદમાં સફળ પણ થયા. ત્રણ મહિનામાં જ કેટલાંય મોટા મોટા ઑફિસરો સાથે તેમની મિત્રાચારી બંધાઈ ગઈ. પછી મારા જીવનમાં એક રમણીનું આગમન થયું.

આવતા વેંત મે મારા સમગ્ર વજુદ પર વીજળીની માફક ત્રાટકી અને પછી કોઇક મળેલી ચાદરની જેમ છવાઈ ગઈ. એ સ્વર્ગની કોઈક અપ્સરા જેવી સુંદર અને લાવણ્યમયી હતી. એનામાં બસ, એક જ કમી હતી, એ પરિણીત હતી. એનો પતિ સાધારણ દેખાવનો એક મોટો કોઇ અફસર હતો. એ બંનેની જોડીનો ક્યાંય કોઈ તાલમેળ નહોતો જામતો, એ અવારનવાર પોતાના પતિ સાથે આર્ટ ગેલેરીમાં બેનરજી સાહેબનાં પેઇન્ટિ જોવા આવતી હતી.

આ અરસામાં જ એની સાથે મારી ઓળખાણ થઈ હતી. શરૂઆતમાં તે મને જોઈને બે-ત્રણ વખત હસી. પછ મેં અનુભવ્યું કે તેને પેન્ટીંગ્સ કરતાં મારામાં વધુ રસ છે. ત્યાર બાદ તે એકલી જ પેઇન્ટિંગ્સ જોવા આવવા લાગી. એનાં એકલી આવવાનો હેતુ હું સમજતો હતો. મારા દિલમાં પણ એનાં પ્રત્યે પ્રેમનાં અંકુરો ફૂટ્યા હતા અને હું કલાકો સુધી એની રાહ જેતો હતો.

એક પ્રેમનો પાયો નંખાઈ ચૂક્યો હતો. હું આગ સાથે રમત કરું છું, એની મને ખબર હતી. હું મારી જાતને આગની આ રમતથી દૂર રાખવા માંગતો હતો. પરંતુ મારું દિલ તથા દિમાગ મારા કાબૂમાં નહોતું.

એ રમણીનાં મદ ઝરતાં યૌવને મને જાણે પાગલ કરી નાંખ્યો હતો. મારા જેવી જ હાલત એ રમણીની પણ હતી. પછી એક દિવસ આ પ્રેમ બધી સીમાઓ તોડીને... બધી મર્યાદાઓ ઓળંગીને શારીરિક મિલન સુધી જઈ પહોંચ્યો. હૉટલનાં એક રૂમમાં આ બધું બન્યું હતું. આ બનાવથી મને સહેજ ગભરાટ થયો હતો કારણ કે એ ગમે તેમ તોય પરિણીત હતી. એ ફૌજી અફસરની પત્ની હતી. પરંતુ પછી મારો આ ગભરાટ પણ એણે જ દૂર કરી નાંખ્યો. એના કહેવા મુજબ તેનો ઑફિસર પતિ માત્ર યુદ્ધનાં મોરચે જ વીર હતો પણ શારીરિક સુખ આપવા માટે સક્ષમ નહોતો. એ નપુંસક હતો. જિંદગીમાં પહેલી જ વાર એ રમણીને મારી સાથે શરીર સુખનો સંતોષ અનુભવ્યો હતો.

એ પોતાના પતિ સાથે તલાક પણ લઈ શકે તેમ નહોતી. કારણ કે એ ગરીબ કુટુંબની હતી અને તેના પિતાએ આ ફૌજી અફસર પાસેથી પાંચ લાખ રૂપિયાનું કરજ લીધુ હતું. ટૂંકમાં જણાવું તો ફૌજી અફસર સાથે એનાં લગ્ન, લગ્ન નહીં, પણ એક સૌદો હતો. બરોબરીનાં બે માણસોનું મિલન કહી, પણ બંનેએ અલગ અલગ દૃષ્ટિકોણથી કરેલી એક સમજૂતી હતી. એનાં જેવી સુંદર રમણી અંદરખાનેથી આટલી દુઃખી હશે, એવી તો કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું, એ દિવસ સુધી માત્ર તેનાં સૌંદર્યને જ પ્રેમ કરતો હતો. પરંતુ એ દિવસ પછી અમારા બંનેની વચ્ચે એક વધુ સંબંધ બંધાયો.

એક-બીજાનાં દુઃખ- દર્દની વહેંચણીનો સંબંધ. દર્દનાં આ સંબંધે અમારા પ્રેમને વધુ મજબૂત બનાવ્યો અને અમે દિલોજાનથી એક બીજાને ચાહવા લાગ્યા.

હું મારા મિશનથી આડા રસ્તે વળી ગયો હતો, એમાં શંકાને કોઈ સ્થાન નહોતું. પરંતુ બેનરજી સાહેબ પૂરી લગનથી પોતાનું કામ કરતાં હતાં, હું એ તોફાની રાતને કદાપિ નહીં ભૂલી શકું. સૂસવાટાભેર પવન સાથે મુશળધાર વરસાદ વરસતો હતો. બેનરજી સાહેબ એ દિવસે સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા હતા. તેઓ ક્યાં ગયા હતા એની પણ મને ખબર નહોતી.

રાતનાં સાડા અગિયાર વાગી ગયા હોવા છતાંય તેઓ પાછા નહોતાં આવ્યા. હું ખૂબ જ બેચેની અનુભવતો હતો. શું કરવું ને શું નહીં, એ મને કંઈ સમજાતું નહોતું. એ જ વખતે કોઈકે જોર જોરથી દરવાજે ખટખટાવ્યો. મેં દરવાજો ઉધાડ્યો. બહાર રેઈનકોટ તથા કેટમાં સજ્જ બેનરજી સાહેબ ઊભા હતાં. દરવાજે ઉઘડતાં જ તેઓ ઝપાટબંધ અંદર આવ્યા. તેમની આંખોમાં એક રાતની વિશેષ ચમક પથરાયેલી હતી.

આ જાતની ચમક અગાઉ ક્યારેક જ તેમની આંખોમાં જોઈ હતી. તેમણે રેઈનકોટ તથા કેટ ઉતાર્યા બાદ પોતાના વસ્ત્રોમાં છૂપાવેલી એક ફાઈલ બહાર કાઢીને ખૂબ જ ઉત્સાહિત અવાજે કહ્યું,

“આ જો પ્રભાત. આજે આપણું બધું મિશન પૂરું થઈ ગયું છે. હું પાકિસ્તાનની ડિફેન્સ મિનીસ્ટરીમાંથી આજે આ ફાઈલ તફડાવવામાં સફળ થઈ ગયો છું. પાકિસ્તાનને પરમાણુ બોંબ બનાવવામાં જે જે દેશોએ મદદ કરી છે, એ બધા દેશોનાં નામ પુરાવાઓ સહિત આ ફાઈલમાં મોજૂદ છે.

આ ફાઈલના માધ્યમથી આપણે દુનિયા સમક્ષ એ દેશોનો ભાંડો ફોડી શકીએ તેમ છીએ. પાકિસ્તાને અણુબૉંબ બનાવી લીધો છે, એ તો આ ફાઈલ ૫૨થી જ પુરવાર થઈ જાય છે. પરંતુ હજુ શક્ય તેટલા પુરાવાઓ એકઠા કરવા માંગુ છું. એ પુરાવાઓ મળ્યા પછી પાકિસ્તાન ક્યારેય એવું નહીં કહી શકે કે પોતાની પાસે પરમાણુ બોંબ નથી. પોતે પરમાણુ બૉંબ નથી બનાવ્યો.'

‘શંકર.' પ્રભાત પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘ખરેખર બેનરજી સાહેબની આ એક મોટી સફળતા હતી. તેમણે રાત્રે એ ફાઈલ પોતાની બેગમાં મૂકીને તાળું મારી દીધું. ફાઈલમાં કયા કયા દેશોનાં નામ લખ્યા હતા, એ બાબતમાં તેમણે મને કશુંય નહોતું જણાવ્યું. તેમ ફાઈલ પણ નહોતી બતાવી. આ બાબતમાં બેનરજી સાહેબને ખરેખર દાદ આપવી પડશે.

તેઓ એક કુશળ જાસૂસ હોવાની સાથે સાથે સાચાં દેશભક્ત પણ હતા. તેઓ દેશ સાથે સંબંધિત અગત્યનાં દસ્તાવેજો ક્યારેય પોતાનાં સહકારીઓ કે સાથીદારોને પણ નહોતાં બતાવતા.

સમય પાણીનાં રેલાની જેમ સરકતો હતો. ફાઈલ મળ્યા બાદ થોડા દિવસો પછી એક સવારે અચાનક જ બેનરજી સાહેબને લોહીની ઉલ્ટી થઈ. આ બનાવથી તેઓ સ્તબ્ધ બની ગયા.

તેમનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. બેનરજી સાહેબને વરસોથી પેટનું કૅન્સર હતું અને આ રોગે કદાચ ફરીથી ઊથલો માર્યો હતો. આ કોઈ મામૂલી બીમારી નહોતી. લોહીની ઉલ્ટી થવાથી તેઓ એકદમ ભયભીત બની ગયા હતા. એ વખતે મોતનો ભય એમની આંખોમાં હું સ્પષ્ટ રીતે જોઈ શક્યો હતો. આ દરમિયાન પેલી રમણી સાથે લગભગ દરરોજ મારી મુલાકાત થતી હતી. અમારી વચ્ચે હવે શારીરિક સંબંધો સામાન્ય બની ગયા હતા. દર બે-ત્રણ દિવસે અમે હૉટલનાં રૂમમાં જઈને દેહની ભૂખ સંતોષી લેતા હતા. સમય પોતાની રફતારથી આગળ ધપતો હતો. અમે જો એક દિવસ પણ એકબીજાને ન મળીએ તો જાણે જિંદગીના બધાં રંગ ફિક્કા પડી ગયા છે એવો ભાસ અમને થતો હતો. અલબત્ત, એક વાતને કારણે મારું અંતરમન મને ખૂબ જ ડંખતું હતું. એ મને મુસ્તાકઅલી જ સમજતી હતી. મને ઘણીવાર વિચાર આવતો કે જ્યારે તેને ખબર પડશે કે હું મુસ્તાકઅલી નહીં, પણ ભારતની જાસૂસી સંસ્થા રૉનો એજન્ટ પ્રભાત રાઠોડ છું, ત્યારે એ બિચારીની શી હાલત થશે? હું મારી જાતને પાપી માનતો હતો. હું એની સાથે દગો કરતો હતો. મને ઘણીવાર મારી અસલિયત તેની સમક્ષ જાહેર કરી દેવાની ઇચ્છા પણ થતી. પરંતુ આ પગલું દેશદ્રોહીનું હતું.

આ પગલું ભરવાથી મિશન નિષ્ફળ જવાનો ભય હતો. એ વખતે હું ‘કર્તવ્ય’તથા ‘પ્રેમ’ની શૂળી પર લટકતો હતો. મારી આવતી કાલ શું ને કેવી હશે, એની મને કંઈ ખબર નહોતી. એ જ વખતે એક બનાવ બન્યો.

એનાં ફૌજી પતિને કોઈ પણ રીતે અમારા સંબંધોની ખબર પડી ગઈ. એ દિવસે તે ભયભીત હાલતમાં મારી પાસે આવીને મને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તથા પોતે હવે ક્યારેય મને નહીં મળી શકે એમ જણાવ્યું. એની જુદાઈની કલ્પના માત્રથી જ હું મનોમન હચમચી ઊઠ્યો. ત્યાર બાદ આ મુશ્કેલીમાંથી છૂટવાનો ઉપાય વિચારવા માટે અમે ચાર દિવસ પછી મળવાનું નક્કી કરીને છૂટ્ટા પડ્યા.

આ દરમિયાન દિવસે દિવસે બેનરજી સાહેબની તબિયત સુધરવાને બદલે બગડતી જતી હતી. તેમને થતી ઉલ્ટીમાં લોહીનું પ્રમાણ વધતું જતું હતું. તેમણે ઇસ્લામાબાદના કેટલાય કૅન્સરનાં નિષ્ણાત ડૉક્ટરોની સારવાર કરાવી. પણ કંઈ લાભ ન થયો. અલબત્ત, આવી હાલતમાં પણ એમણે પોતાની કામગીરી ચાલુ જ રાખી હતી.

એક દિવસે તેઓ ખુશખુશાલ ચહેરે આર્ટ ગૅલેરીમાંથી પાછા ફર્યા. આવતાવેંત તેમણે મને પોતાનાં બાહુપાશમાં જકડી લીધો અને આનંદનાં અતિરેકથી કંપતા અવાજે બોલ્યા, પ્રભાત, હવે મને કોઈ વાતની પરવાહ નથી. હવે કદાચ મારું મોત આવી જાય તો પણ મને એની કોઈ ફિકર નથી. આપણું મિશન પાર પડી ગયું છે.

પાકિસ્તાને પરમાણું બોંબ બનાવીને કયા સ્થળે રાખ્યો છે, એની મને ખબર પડી ગઈ છે. હવે મારી પાસે પૂરતાં પુરાવાઓ છે. આપણો દેશ દુનિયા સમક્ષ પાકિસ્તાન તથા અમેરિકાના કાળા કરતૂતોનો ભાંડો ફોડી નાંખશે, એ દિવસ હવે દૂર નથી. આપણો દેશ હવે ડંકાની ચોટ પર આખી દુનિયાને કહી શકશે કે જુઓ... પરમાણુ બૉંબ ભારતે નહીં, પણ પાકિસ્તાને બનાવ્યો છે.'

શંકર, એ દિવસે તેમનાં આનંદનો પાર નહોતો. પોતાની જીવલેણ બીમારીને પણ જાણે કે તેઓ બિલકુલ ભૂલી ગયા હતા.

બપોરે થોડું જમીને તેઓ પોતાનાં રૂમમાં પૂરાઈ ગયા. જ્યારે તેમને કોઈ નવું પેઇન્ટિંગ બનાવવું હોય, ત્યારે જ તેઓ આ રીતે પૂરાઈ જતાં હતા.

એ જ દિવસે સાંજના સમયે મારી પ્રેમિકા સાથે મારી મુલાકાત થઈ. નક્કી થયા પ્રમાણે આજે ચાર દિવસ પછી અમે મળ્યા હતા.

આ ચાર દિવસ મેં કેવી રીતે પસાર કર્યા હતા, એ તો મારું મન જ જાણતું હતું.

મને સૌથી મોટું દુઃખ એ વાતનું હતું કે જે નવી આફત ઊભી થઈ હતી, એનો કોઈ ઉપાય હું નહોતો વિચારી શક્યો. પરંતુ એણે આ મુશ્કેલીનો ઉપાય શોધી રાખ્યો હતો.

આવતા વેંત તે રાબેતા મુજબ મને વળગી પડી. પરંતુ એ દિવસે એની આંખોમાં ભય કે ગભરાટનું નામો નિશાન પણ નહોતું. બલ્કે તે એકદમ ખુશ દેખાતી હતી.

એણે શોધેલો ઉપાય લાજવાબ હતો. એણે સીધી જ પોતાનાં ફૌજી પતિ સાથે વાત કરીને અમારા બંનેનાં સંબંધો વિશે સ્વીકારી લીધું હતું.

એટલું જ નહીં, પોતાને તલાક આપી દેવા માટે વિનંતી પણ કરી હતી. ઘણું વિચાર્યા પછી એનો પતિ તલાક આપવા માટે તૈયાર થઈ ગયો પરંતુ એ માટે એણે તેની સામે એક શરત રાખી હતી.

એ શરત હતી-પચીસ લાખ રૂપિયા આપવાની! મારી પ્રેમિકાના પિતાએ તેની પાસેથી પાંચ લાખ રૂપિયાં ઉછીનાં લીધાં હતાં અને છૂટાછેટા માટે આ રકમ તે વ્યાજ સહિત વસૂલ કરવા માંગતો હતો.

ટૂંકમાં, જો મારી પ્રેમિકા પોતાનાં પતિને પચીસ લાખ રૂપિયા આપે તો તેને તલાક મળી શકે તેમ હતા.

પરંતુ એની સ્થિતિ પચીસ લાખ તો ઠીક, પચીસ હજાર આપવા જેવી પણ નહોતી એટલે એણે આ વાત મને જણાવીને પચીસ લાખ આપવા માટે મારી મદદ માંગી. પચીસ લાખ કંઈ નાની રકમ નહોતી. એટલે હું પણ મૂંઝવણમાં પડી ગયો.

પચીસ લાખની વયવસ્થા ક્યાંથી ને કેવી રીતે કરવી, એનો વિચાર હું કરવા લાગ્યો. હું કોઈ કાળે મારી પ્રેમિકાને ગુમાવવા નહોતો માંગતો.

એ દિવસે ઘણું વિચાર્યા પછી એક યુક્તિ મને સૂઝી આવી. પરંતુ આ યુક્તિનાં અમલ માટે મારું અંતરમન તૈયાર નહોતું થતું. મારા દિલ તથા દિમાગ વચ્ચે ધમસાણ યુદ્ધ જામ્યું.' કહીને પ્રભાત થોડી પળો માટે અટક્યો.

દિલીપ પૂરી તલ્લીનતાથી એની વાતનો એક એક શબ્દ સાંભળતો હતો.

‘શંકર.’ થોડી પળો બાદ એક ઊંડો શ્વાસ ખેંચીને પ્રભાતે પોતાની વાત આગળ લંબાવી, ‘મારી એક તરફ પ્રેમ હતો તો બીજી તરફ દેશ પ્રત્યેની ફરજ હતી.

વિચારોનાં આ ધમસાણ યુદ્ધમાં છેવટે પ્રેમનો વિજય થયો. એ જ દિવસે મેં એક મહત્ત્વનું પગલું ભર્યું.

મારા ‘પ્રેમ’ સમક્ષ મેં મારી જાતને ઉઘાડી નાંખી. અમે બંને નિર્ણયાત્મક વળાંક પર ઊભા હતા. એટલે આ ભેદ તેને જણાવી દેવાનું જરૂરી બની ગયું હતું.

તેને ભવિષ્યમાં પોતાના નિર્ણય માટે પસ્તાવું ન પડે એટલા માટે આ પગલું ભરવું જરૂરી હતું. મારો અસલી પરિચય જાણીને તે એકદમ ચમકી ગઈ.

તેને નવાઈ પણ લાગી. પરંતુ છેવટે એણે મને સ્વીકારી લીધો. અમારા ધર્મ તથા જાત અલગ હતાં પણ હૈયાં એક હતાં. અને પ્રેમમાં નાત-જાતની કોઈ દીવાલ નથી નડતી, એ હકીકત અમે બંને બહુ સારી રીતે સમજતાં હતા. એની સ્વીકૃતિ પછી મારા મનનો ભાર હળવો થઈ ગયો હતો.

મારા હૃદયમાં કોઈક મોટા તોફાનની જે શંકા હતી, તે નિર્મૂળ પુરવાર થઈ હતી. હવે ચિંતા હતી ફક્ત એક જ વાતની... કે પચીસ લાખની વ્યવસ્થા ક્યાંથી ને કેવી રીતે કરવી? મારી તથા એની વચ્ચે હવે કોઈ પડદો નહોતો રહ્યો એટલે મેં તેને મારી વિશે... બેનરજી સાહેબ વિશે તથા અમારા મિશન તેમ જ મિશનમાં મળેલી સફળતા અંગેની બધી જ વિગતો જણાવી દીધી.

આ ઉપરાંત પચીસ લાખ કેવી રીતે મેળવવા, એ વિશેની મારી યોજના અંગે પણ તને જણાવું. હવે મારી યોજના શું હતી, એ હું તને જણાવું છું. બેનરજી સાહેબની હાલત એટલી નાજુક હતી કે કોઈ પણ ઘડીએ તેમનું મોત નીપજી શકે તેમ હતું, તેમના અવસાન પછી હું બંને અગત્યની વસ્તુઓ લઈને ભારત આવત અને રોનાં ચીફને એમ કહી દેત કે અમને મિશનમાં નિષ્ફળતા સાંપડી છે.

બેનરજી સાહેબ ઇસ્લામાબાદમાં જ મૃત્યુ પામ્યા છે. ત્યાર બાદ હું રહસ્યમય અપરાધીનું રૂપ ધારણ કરીને એ બંને વસ્તુઓનો સોદો ભારત સરકાર સાથે કરત. શંકર, બીજાઓની નજરે મારું આ પગલું દેશદ્રોહ ગણાય. પણ હું એવું નહોતો માનતો. જો હું પૈસાની લાલચમાં ભારત સિવાય અન્ય કોઈ દેશને એ દસ્તાવેજો વેચું તો ચોક્કસ મારું આ કૃત્ય દેશદ્રોહ ગણાત.

હું તો મારી ખુશીઓ માટે મારા જ વતન પાસેથી થોડી રકમ મેળવવા માંગતો હતો. મારી યોજના પાર પાડવા માટે મને થોડા સમયની જરૂર હતી જે એણે ખુશીથી આપ્યો. અમે બંને સુખદ ભવિષ્યની કલ્પનાથી ભાવવિભોર બનીને એકબીજાથી છૂટા પડ્યા અને શંકર.' કહેતાં કહેતાં અનાયાસે જ પ્રભાતની આંખોમાં આંસુ ચમકવા લાગ્યાં.

રૂદન અટકાવવાનાં પ્રયાસમાં એનો અવાજ ગળગળો થઈ ગયો, ‘અને પછી એ બરબાદીની શરૂઆત થઈ કે જેની સજા હું આજે ભોગવું છું. એ રાત્રે હું બેનરજી સાહેબ પાસે પહોંચ્યો, ત્યારે એમણે મને એક પેઇન્ટિંગ આપ્યું. એમના કહેવા મુજબ તેમણે એ પેઇન્ટિંગમાં સાંકેતિક ઢબે દર્શાવી દીધું હતું કે પાકિસ્તાને પરમાણુ બોંબ ક્યાં છૂપાવી રાખ્યો છે. રૉના અધ્યક્ષ તેમનો સંકેત સમજી જવાનાં હતા. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનની ડિફેન્સ મિનીસ્ટ્રીમાંથી તફડાવેલી ફાઈલ પણ મને સોંપી દીધી.

ત્યારબાદ એ રાત્રે બેનરજી સાહેબને ઉપરા ઉપરી લોહીની ત્રણ ઉલ્ટીઓ થઈ અને થોડી વાર તરફડીને તેઓ મૃત્યુ પામ્યા. ત્યાર પછી હું ભારત આવ્યો. આવતાવેંત મેં પહેલું કામ પેઇન્ટિંગ તથા ફાઈલને એક સલામત સ્થળે છૂપાવવાનું કર્યું.

ત્યાર બાદ યોજના મુજબ મેં રોના અધ્યક્ષ પાસે પહોંચીને

તેમને મિશનની નિષ્ફળતા વિશે જણાવી દીધું. પરંતુ મારું નસીબ ખરાબ હતું. બેનરજી સાહેબને કદાચ પાકિસ્તાનમાં જ મારી હિલચાલ પર શંકા ઊપજી ચૂકી હતી એટલે તેઓ એક દાવ ફેંકતા ગયા હતા. તેમણે રૉનાં અધ્યક્ષને પોતાનાં અવસાન પહેલાં જ પત્ર દ્વારા મિશનની સફળતા વિશે જણાવી દીધું હતું.

એટલું જ નહીં, તેમણે ફાઈલ તથા પેઇન્ટિંગ મને સોંપ્યો છે એ બાબતનો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો હતો. આ પત્ર રૉના અધ્યક્ષને મળતાં જ મારી જિંદગીમાં જાણે કે ધરતીકંપ આવી ગયો. મને તરત જ ગિરફતાર કરીને અસહ્ય યાતનાઓ આપવામાં આવી. કડકાઈથી ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે પૂછવામાં આવ્યું.

પરંતુ હું ચૂપ રહ્યો. માત્ર ટોર્ચર રૂમમાં મારી ચીસો જ ગુંજતી રહી.’

‘પ્રેમ ? તું ચૂપ શા માટે રહ્યો ?' દિલીપે ભોળા-ભટાક અવાજે પૂછ્યું, ‘તે ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે ભારત સરકારને શા માટે ન જણાવી દીધું ?'

‘શંકર... !’ પ્રભાત પીડાભર્યું સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘મારી પાસે માત્ર એ બે જ વસ્તુઓ એવી હતી કે જેના જોરે હું દોલત મેળવી શકું તેમ હતો... મારા પ્રેમને પામી શકતો હતો. અને તું એમ કહે છે કે મેં આ બંને વસ્તુઓ વિશે ભારત સરકારને શા માટે ન જણાવ્યું? ભલા માણસ, એ બંને વસ્તુઓ ઉપર જ તો મારા ભવિષ્યનો આધાર હતો. એ બંને વસ્તુઓ પર જ મારી જિંદગીનો દારોમદાર છે. આ વસ્તુઓના જોરે જ તો મને લાગે છે કે હું ક્યારેક ને ક્યારેક તો ચોક્કસ મારા પ્રેમને પામી શકીશ.'

દિલીપ અપલક પ્રભાત સામે તાકી રહ્યો.

ખરેખર એ ગાંડો હતો. દીવાનો હતો.

એની દીવાનગીનાં વખાણ કરવા કે તેને વખોડવી, એ કંઈ નક્કી થઈ શકે તેમ નહોતું.

‘શંકર.’ પ્રભાત એક ઊંડો શ્વાસ ખેંચીને ગમગીન અવાજે બોલ્યો, ‘હું આજે પણ મારા ‘પ્રેમ’ને યાદ કરું છું, ત્યારે મને કંઈક કંઈ થઈ જાય છે. મારી આંખો સામે અંધકાર ફરી વળે છે. તે મારી રાહ જોતી હશે, એવી કલ્પના માત્રથી જ મારું હૈયું ખળભળી ઊઠે છે. તે ચાતક નજરે મારી રાહમાં આકુળ-વ્યાકુળ હશે.

દરેક પગરવની સાથે જાણે હું આવ્યો હોઈશ એવું એને લાગતું હશે. એની હાલતની કલ્પના કરતાં જ હું ધ્રુજી ઊઠું છું... અને હું... હું...' કહેતાં કહેતાં અચાનક બંને હથેળી વચ્ચે મોં છૂપાવીને તે ધ્રુસકાં ભરવા લાગ્યો, ‘હું અહીં કેદ છું. એનાથી એટલો દૂર છું કે મારી લાચારી વિશે પણ તેને જણાવી શકું તેમ નથી. એટલા માટે મેં આ જેલમાંથી ફરાર થઈ જવાની યોજના પણ બનાવી. પણ તરત જ મને ભાન થઈ ગયું કે એ અશક્ય છે. હું કોઈ કાળે અહીંથી ફરાર થઈ શકું તેમ નથી.' પાકિસ્તાનથી ભારત આવ્યા પછી તે ફાઈલ તથા પેઇન્ટિંગ ક્યાં છૂપાવ્યા છે ?' લાગ જોઈને દિલીપે મુદ્દાની વાત ઉચ્ચારતાં પૂછ્યું. 'એ હું કોઈનેય જણાવી શકું તેમ નથી.'

‘કેમ?'

‘એટલા માટે કે એ બંને વસ્તુઓ મારે માટે ખૂબ જ કિંમતી છે. એ વસ્તુઓ ૫૨ જ તો મારા ભવિષ્યની બધી સુખાકારીનો આધાર રહેલો છે.'

‘શું તને મારા પર પણ ભરોસો નથી ?'

દિલીપનો સવાલ સાંભળીને પ્રભાતનાં હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

'શંકર.' એ પોતાની આંખો લૂંછતાં બોલ્યો, ‘વિશ્વાસમાંથી જ હંમેશા વિશ્વાસઘાતનો જન્મ થાય છે. એટલે મારો સિદ્ધાંત હાલ તુરત આ બાબતમાં કોઈનો પણ વિશ્વાસ કરવાની મને મંજૂરી નથી આપતો.'

‘વાંધો નહીં.’ દિલીપે હસીને પૂછ્યું, ‘જે ‘પ્રેમ’ને ખાતર તું આટલો મોટો દાવ રમ્યો, કમ સે કમ એ પ્રેમનું નામ તો જણાવ' ‘હા.' પ્રભાત ધીમેથી માથું હલાવતાં બોલ્યો, એનું નામ હું તને જરૂર જણાવી શકું તેમ છું! સાંભળ, એનું નામ રૂખસાના છે !’

‘રૂખસાનાનું નામ વીજળી બનીને દિલીપના દિલો-દિમાગ પર ત્રાટક્યું.

આ નામ એને માટે બૉંબ વિસ્ફોટની ગરજ સારી ગયું હતું. વિશાળગઢ ખાતે હૉટલ શેરેટોનમાં અનવર હુસેન નામના પાકિસ્તાની જાસૂસ સાથે ઉતરેલી યુવતીનું નામ પણ રૂખસાના જ હતું અને એ પણ અનવરની માફક જ પાકિસ્તાની જાસૂસ હતી.

તો શું પ્રભાત, એ જ રૂખસાનાની વાત કરતો હતો ?

શું એ જ રૂખસાના પ્રભાતની કથિત પ્રેમિકા હતી ?

પ્રભાતના આ ધડાકાથી દિલીપનું દિમાગ પણ ચકરાવે ચડી ગયું હતું.