Street No.69 - 108 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-108

Featured Books
  • Me Tera Boyfriend

    Me Tera Boyfriendकॉलेज का पहला दिन हमेशा थोड़ा स्पेशल होता ह...

  • तेरे मेरे दरमियान - 8

    आदित्य विकी का कॉलर पकड़ता है और कहता है ।आदित्य: - बड़ों से...

  • नज़र से दिल तक - 13

    अगले दिन hospital में हलचल कुछ ज़्यादा थी। नए cases आए थे, औ...

  • स्वयंवधू - 59

    इसमें धुम्रपान और शराब का सेवन है। लेखक इसे प्रोत्साहित नहीं...

  • वो अधूरा खत

    ---वो अधूरा खत ️ Written by Vijay Sharma Erry---1. वो आख़िरी...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-108


સોહમ સુનિતાને એનાં રૂમમાં લઇ ગયો. સાવી પાછળજ હતી. ત્રણે જણાં રૂમમાં આવ્યાં. સોહમે પહેલાં સાવી સામે જોયું સુનિતાને કહ્યું “તેં જે કુંભ મારાં કબાટમાં લાલ કપડું વીટાળી મૂક્યો છે એ શું છે ખબર છે ? કોનો છે ?”
ત્યાં સાવી બોલી "સોહમ સુનિતાનો મંગળ પ્રસંગ આવે છે આવાં સમયે સુનિતાને કંઈ કહેવું યોગ્ય નથી જ્યાં મંગળ ગીતો ગવાનાં હોય ત્યાં મરસીયાની વાતો ના કરાય” સાવીએજ કબાટ બંધ કરી દીધું. એની આંખો ફરીથી ભરાઈ આવી.
સુનિતાએ કહ્યું “સાવીભાભી મેં તમને ભાભી તરીકે સ્વીકારી લીધાં છે મેં બધુ જાણી લીધેલુંજ છે તમારાં લોકોનાં અડધી રાત્રીનાં સંવાદ મેં સાંભળી લીધાં હતાં. તમે ધારણ કરેલું શરીર પણ તમારું નથી..” સુનિતા કહેતી કહેતી રડી પડી “તમારું અઘોરણ તરીકેનું વિશ્વ જુદું છે દાદાનો તમે પહેલો અંતિમ પ્રેમ છો અને એ પ્રેમની પરાકાષ્ઠા મેં નજરે જોઇ અને એનો એહસાસ છે મને મારાં દાદા પર ગૌરવ છે.... સાવીભાભી દાદાને પણ અઘોરી બનવું હતું આ ઘરને સુખી કરવા અને એમનો જન્મ સાર્થક કરવા દાદા....” આગળ ના બોલી શકી. “તમારું બધુજ મને ખબર છે”.
સોહમ અને સાવી બંન્ને જણાં આર્શ્ચયમાં ગરકાવ થઇ ગયાં.સોહમે સુનિતાને ભેટીને કહ્યું “સુનિ તને કેવી રીતે ખબર પડી બધી ? હું અને સાવી હવે...”
સુનિતાએ કહ્યું “દાદા મંગેશ સાથે પ્રેમ થયાં પછી અમે જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે મંગેશ મને એનાં ગામનાં.... મહારાષ્ટ્રમાંજ ભીમાશંકર મહાદેવનાં અને ત્ર્યબકેશ્વર મંદિર જ્યોતિર્લીંગ લઇ ગયેલો ત્યાં અમે આશિષ લીધાં... ત્યાં અમારી કુંડળી બતાવી હતી. મંગેશ અને એનું કટુંબ પણ ચૂસ્ત રીતે બધુ માને છે.”
“દાદા ત્યાં એમનાં કુળગુરુ મહારાજે મારી કુંડળી જોઇને બધુજ કહી દીધું બધીજ વાતો રહસ્ય ખૂલ્લા કરેલાં સાંભળીને હું પહેલાં ડરી ગયેલી ખૂબ રડેલી પણ કુળગુરુએ કહ્યું તારો ભાઈ... તારા દાદા પુણ્યશાળી આત્મા છે એ તમારાં કુટુંબ માટેજ જીવે છે પણ એ લાંબો સમય તમારી સાથે........ પ્રેમસંબંધ છે એ એક પવિત્ર અઘોરણ છે જેણે પોતાનું જીવન પોતાનાં કુટુંબ અને પ્રેમ માટે સમર્પિત કરી દીધું બંન્ને ઉચ્ચ આત્મા મહાઅઘોરીનાં શરણમાં જઇ વિલય પામી જશે. બધુ ભારે હૈયે સાંભળેલું મંગેશે બધુ સાંબળીને કહ્યું સુનિતા તારાં દાદા માટે મને માન વધી ગયું...”
સાવી, સોહમ બધુ આશ્ચર્યથી સાંભળી રહેલાં.. સોહમે કહ્યું સુનિતા એમની વાત અક્ષરસ: સાચી છે હું આ ઘરમાં.”. સુનિતાએ કહ્યું “દાદા મેં ભારે હૈયે બધુ સાંભળેલુ સ્વીકારેલું... પણ પછી નિશ્ચય કરેલો કે તમારાં નિર્ણયને માન આપીશ. કુટુંબનું - આઇ બાબા બેલાનું હું અને મંગેશ ધ્યાન આપીશું જવાબદારી લઇશું. તમને ચિંતા સાથે ક્યાંય જવા નહીં દઊં.. દાદા તમારાં જીવનની સફર કઠીન પણ તમારો ઉધ્ધાર કરનારી છે તમારું જીવન જન્મથીજ આ કાર્ય કરવા થયેલું છે તમે નિશ્ચિંન્ત રહો.”
“આ કુંભમાં સાવીભાભીનાં શરીરની ભસ્મ છે અને સાવીભાભીએ તમને જે કોરા પત્રો આપેલાં શરૂઆતમાં એમાં પણ બધુ લખાણ અત્યારે ઉપસી આવેલુ છે એ બધુજ મેં 2 દિવસ પહેલાંજ વાંચી લીધુ છે તમારું પ્રયાણ નક્કીજ છે મારું લગ્ન થઇ જાય એ પછી તમે મુક્ત છો....”
સાવી સુનિતાને ભેટી પડી બોલી..” જે પત્રો સોહમે વાંચવાનાં હતાં એ તને વંચાઈ ગયા એની પાછળ વિધીનોજ ખેલ છે મને પણ મારાં ગુરુએ કોરાંજ આપેલા કહેલું. યોગ્ય સમયે બધુજ કાગળમાં લખાઇ જશે યોગ્ય હાથોમાં આવી એ વંચાઇ પણ જશે.”
સુનિતાએ કહ્યું “હું મારાં દાદાની બહેન છું મને પણ આ બધાનો એહસાસ છે મંગેશ મને મળ્યાં એ પણ એક વિધીનો સાક્ષાત્કારજ છે..... દાદા તમે નિશ્ચિંત રહો.”
“દાદા બીજું ખાસ અમારું લગ્ન વિધી પૂર્વક થશે પણ કોઇ ધામધૂમ નહીં આપણાં કુટુંબીજનો સિવાય કોઇની હાજરી કે સાક્ષી નથી રાખવાનાં ખૂબ સાદાઇથી કરવાનાં છે એવી મંગેશની પણ ઇચ્છા છે. લગ્નથી અમારે ભેગા થવું અમારું દામ્પત્ય શરૂ થાય એજ હેતું છે કોઇ સામાજીક દેખાડા નહી. અને એ પણ તમારી હાજરીમાં થાય. આઇ બાબા પર કોઇ ખોટો બોજો ના આવે. બેલાનું લગ્ન હું ધામધૂમથી કરીશ એ નક્કી.”
સોહમ સુનિતા જે અસ્ખલિત બોલી રહી હતી. એ સાંભળી રહ્યો. એણે કહ્યું “સુનિ... તું ક્યારે આટલી મોટી થઇ ગઇ ? આટલી બધી સમજણ ? અને મંગેશ માટે હું કેવુ વિચારતો ? તું એને મળતી તો હું નજર રાખતો... પણ એ છોકરો ખૂબ સમજદાર અને જવાબદાર નીકળ્યો... આદેશગીરી ગુરુજીનીજ આ કૃપા છે”.
સુનિતાએ કહ્યું “કુંભ એક પ્રતિક છે દાદા પંચતત્વની વાતો સાવીએ કહ્યું એ રીતે મેં એને કુંભમાં મૂકી લાલ કપડું ઓઢાળેલુ જેથી એ ઘરમાં તમારાં રૂમમાં આવી શકે. આ બધુ કુદરતીનીજ પ્રેરણાથીજ સંપૂર્ણ થયું છે.”
સાવી આભારવશ નજરથી સુનિતાની સામે જોઇ રહી બોલી... “મારી નણંદ આટલી સમજદાર છે મને પણ નહોતી ખબર ભલે હું અઘોરણ હોઉં મને માત્ર તારાં મંગેશ સાથેનાં પ્રેમનોજ એહસાસ હતો બસ હવે કોઇ કાળી શક્તિ આ ઘરને હેરાન ના કરે કોઇ અંતરાય ના આવે એવી રક્ષાકવચની વિધી હું કરી લઇશ.”
સુનિતાએ કહ્યું “આપણે ત્રણે રૂમમાં છીએ બધાં બહાર બેઠાં છે તમે અહીં રહો હું બહાર જઊં નહીંતર બેલા અંદર આવી જશે જો વધુ વાર થઇ તો….” સુનિતા આંખો લૂછી હસતી હસતી બહાર નીકળી ગઇ.. સોહમે રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો અને પલંગ પર બેઠો એણે સાવીને આમંત્રી કે સાથે બેસ.
સાવીએ કહ્યું “સોહમ ગુરુદેવે બધી પરેશાની દૂર કરી દીધી કેવા સરસ સમય ગોઠવી આપ્યો”. સોહમ સાવીને પોતાની તરફ ખેંચી એનાં હોઠ પર હોઠ મૂકવા ગયો અને સાવીએ અટકાવીને કહ્યું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-109