Andhari Raatna Ochhaya - 48 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૮)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૮)


ગતાંકથી..


સારુ ,તેમ જ કરીશું. તમે બરાબર સમયે સ્ટેશન પર આવજો .એ દરમિયાન કંઈ કામ હોય તો કરી આવો.

તક મળતા વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "આટલે સુધી આવ્યો છું તો પછી અમદાવાદ શહેર જોઈ લઉં. કેમ, આપનો શો અભિપ્રાય છે ? "



હવે આગળ...



સિમ્બા હસતા ચહેરે બોલ્યો : " એ તો બહુ મજાનું. જાઓ હું હોટેલમાં જ બેઠો છું."

વ્યોમકેશ બક્ષી સંતુષ્ટ ચિતે હોટલમાંથી બહાર નીકળી સીધો પોલીસ સ્ટેશન પર ગયો. જે પોલીસ ઈન્સ્પેક્ટરે દિવાકરને ગિરફતાર કર્યો હતો તેની સાથે કેટલીક અગત્યની વાતચીત કરી લીધી .ત્યારબાદ બંને જણા દિવાકર પાસે જઈ કંઈ કેટલાય સવાલો પૂછવા લાગ્યા. આટલી પ્રક્રિયા બાદ બક્ષી સાહેબ ખરેખર અમદાવાદમાં ફરવા નીકળ્યા . અમદાવાદ નું કાંકરિયા, રિવરફ્રન્ટ ફરીને જ્યારે તે હોટલમાં પાછા ફર્યા ત્યારે સાંજ થવા આવી હતી.
કોઈપણ જાતની શંકા વિના સિમ્બાના રૂમ પાસે જઈ તે ઉભો રહ્યો.બારણા બંધ હતા. બંને હાથે ધક્કો મારતા બારણું ખૂલી ગયા અને બારણા ખુલ્યાં તે સાથે જ અચાનક એક નવાઈ જેવી ઘટના બની...

વ્યોમકેશ બક્ષી એ રૂમમાં પગ મુક્યો કે ત્યાં જ અચાનક લાઇટ બંધ થઈ ગઈ અને અંધારામાં તેના પર બે ત્રણ જણા એકી સાથે તૂટી પડ્યા.
વ્યોમકેશ પહેલાં તો દિગ્મૂઢ બની ગયો.ત્યારબાદ હોશમાં આવતા જ બરાડા પાડવા લાગ્યો.પરંતુ તેનો એ પ્રયત્ન સફળ થયો નહીં ;એક માણસે તેનું ગળું દબાવ્યું ને બીજાએ તેના નાક પાસે તીવ્ર ગંધવાળી દવા નો સ્પ્રે છાંટ્યો.
જોતજોતામાં તે બેભાન થઈ ગયો.

ચારેક કલાક પછી કોઈ એક નિર્જન ખંડેર હવેલીમાં તેના શરીરમાં ચેતન આવ્યું.

આંખો ઉઘાડી જોતાં માલુમ પડ્યું કે તે એક અંધારિયા રૂમમાં જમીન પર પડ્યો છે. તેની સામે સિમ્બા ઉભો છે.

તેને ઉઠી બેઠો થતો જોઈ સિમ્બાએ તીક્ષ્ણ અવાજે કહ્યું : " જાગ્યો લાગે છે !તું કોણ છે એ તો હું જાણતો નથી. પરંતુ એટલું તો નક્કી છે કે તું અસલી માણસ તો નથી જ.તું મારા કામમાં અડચણ નાખવા શા માટે આવ્યો છે ? છે કોણ તું?"
વ્યોમકેશ બક્ષીએ ઉદ્ઘતાઈ જવાબ આપ્યો : "હું કોણ છું તે તારે જાણવું છે ? મારું નામ વ્યોમકેશ બક્ષી છે. હું પોલીસનો જાસુસ છું. જે ટોળી સાથે તું અને તારા સાગરીતો જોડાયા છે તેનો વિનાશ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે."

સિમ્બાએ કટાક્ષી મંદ હાસ્ય કરી કહ્યું : "વાહ રે વાહ ! તારી પ્રતિજ્ઞા માટે હું તને શાબાશી આપું છું .પરંતુ હવે તારી સાથે વધારે વાતચીત કરવાની મને જરૂર લાગતી નથી. તું અહીં રૂમમાં આવી સ્થિતિમાં પડ્યો રહેજે અમારો વિનાશ કર્યા કરજે. કલકત્તા જઈ પાછો આવ્યા બાદ હું તને મળીશ .સલામ જાસુસ !!!"

આ તરફ....
બીજા દિવસે સાંજના સમયે અમદાવાદના મુખ્ય પોલીસ સ્ટેશન પર બંદીવાન દિવાકર ના રૂમમાં એક ઇન્સ્પેક્ટર એ પ્રવેશ કર્યો. તેણે
દિવાકરના હાથમાંથી હથકડી કાઢી લઈ કહ્યું : " ભાઈ ,તું છૂટ્ટો છે ! જ્યાં જવું હોય ત્યાં જા."

આ શબ્દો સાંભળી દિવાકર તો આભો બની ગયો .તે આમ કરવાનો અર્થ જાણવા બોલ્યો : " આનો અર્થ શો ?"
"અર્થ વળી બીજો તો શો હોય! અમે નિશ્ચય કર્યો છે કે તને હવે વધારે વાર બંધનમાં રાખવો નહીં."

"ભારે મહેરબાની ! આટલી સુઝ જો અગાઉથી પડી હોત તો કેવું સારું!"

સ્ટેશન પરથી છુટ્ટા થયા બાદ તે પ્રથમ સુલેમાન હોટલ તરફ રવાના થયો. ત્યાંના મેનેજર પાસેથી તેને બાતમી મળી કે સિમ્બા તો ગઈકાલે સાંજ પછી જ હોટલમાંથી ચાલ્યા ગયા છે. અને કદાચ સાંજ પછીની ટ્રેનમાં કલકત્તા રવાના થઈ ગયા હોય એવો સંભવ છે."

આ સમાચાર સાંભળી દીવાકર ચિંતાતુર બની ગયો.

રાતના નવ વાગ્યે કલકત્તાની ગાડી ઉપડતી હતી. એ સમયને હવે બહુ વાર નહોતી .દિવાકર ફટાફટ સ્ટેશને પહોંચી ટિકિટ કઢાવી .એક ખાલી ડબ્બામાં જઈ બેઠો.

કલકત્તા પહોંચ્યા બાદ તે સીધો નવાબઅલ્લીને ઘેર ગયો. તેને નિષ્ફળ નિવડેલો જાણી નવાબ અલ્લી ગુસ્સાભેર કહેવા લાગ્યો : " વળી તું મૂરખની જેમ પાછો પડ્યો ! તે વખતે તો મેં તારો બચાવ કર્યો હતો પરંતુ આ વખતે તો હું એક નંબરને ચોખ્ખું જણાવી દઈશ કે તારો વિશ્વાસ કરવો નહીં."

દીવાકર માથું ટટ્ટાર કરી બોલ્યો : " મારા પર તમે જે સંદેહ રાખો છો તે ખોટો છે !તમારામાં જરાકે બુદ્ધિ હોત તો આમ બોલત નહીં. તમારા જેવા બેવકુફ મેં કોઈ જોયા નથી "શું !આટલો બધો ઉદ્ધત...."

દિવાકર સમજી ગયો કે વાતચીતે જરા ઉગ્ર સ્વરૂપ લીધું છે. તેણે પોતાના શબ્દોને મધુર રૂપ આપતા શાંત બની કોમળ કંઠે કહ્યું : ",નવાબ અલ્લી તમે ગુસ્સે થતા નહીં. હું મારા શબ્દો પાછા ખેંચી લઉં છું. પરંતુ એટલું તો ખાતરીપૂર્વક કહું છું કે હું વિશ્વાસપાત્ર તો છું જ."

નવાબ અલી વિકૃત અવાજે બોલ્યો : કેવળ હું જ નહીં પરંતુ એક નંબર પણ તારા શબ્દો પર વિશ્વાસ મૂકશે નહીં. તારે ખાતર અમને શું નુકસાન થયું છે તે તું જાણે છે ? પરમ દિવસે મધરાતે પોલીસે કાદરી મહમંદ ની ગલી પર હુમલો કર્યો હતો. નસીબ જોગે જુલી ત્યાં નહોતી !મને ખાતરી છે કે આ બાતમી તે જ પોલીસને આપી છે તારા પર મને ખૂબ શંકા છે હું તને નફરત કરું છું."

પોતાના પ્રત્યે નવાબઅલ્લીને આટલો બધો તિરસ્કાર ને શંકા શાથી આવ્યા તેનું કારણ તેને જાણમાં ન હોવાથી દિવાકર નવાબઅલ્લીના શબ્દો સાંભળી દિગ્મુઢ બની ગયો.
*******************************

તે જ દિવસે રાત્રે કાંકરેજના નોલેજ હાઉસમાં આવેલા ભોયરામાં એક ખંડમાં એક માણસ બેઠો બેઠો પોતાના દુર્ભાગ્યની કથાઓ વિચારતો હતો. તેની આગળ અનેક પ્રકારના યંત્રો ગોઠવેલી એક પેટી પડી હતી. તે માણસ વખતો વખત પેટીમાંથી સાધનો લઈ તિક્ષણ દૃષ્ટિથી નિહાળતો નિહાળતો એકલો એકલો કંઈક બબડ્યા કરતો હતો.
થોડીવાર પછી અચાનક તે ઉશ્કેરાઈ ગયો. બે હાથે માથાના વાળ પીંખતો પીંખતો તે પેટીમાંના સાધનો તરફ તીવ્ર દ્રષ્ટિપાત કરવા લાગ્યો અને બબડવા લાગ્યો :. "એ લોકો જાણતા નથી ,નક્કી જાણતા નથી, કે આ સાધનો વડે હું એ બધાનો નાશ કરી શકું છું. અને કરીશ પણ તેમ જ .એ લોકો ભલે મરી જાય."

અચાનક રૂમની બહાર કોઈકનો આવવાનો પગરવ સંભળાયો. પેલો માણસ બબડતો બંધ થયો. થોડીવાર પછી રૂમમાં એક બુરખા વાળા માણસે પ્રવેશ કર્યો .તેને જોતાં જ બંદીવાન કંપી ઉઠ્યો .આ બુરખા વાળાના હાથે તેણે અત્યાર સુધીમાં ખૂબ વેઠયું હતું,ને કદાચ અત્યારે પણ..."

બુરખાધારીએ ગંભીર અવાજે પ્રશ્ન પૂછ્યો : "આદિત્ય વેંગડું, તમારું કામ પૂરું થયું છે ?"
આંખો નીચી ઢાળીને આદિત્ય વેંગડું એ કહ્યું : "હા, કામ પુરુ જ છે."

તરત જ હુકમ થયો કે :" સારું, કાલે સવારે બગીચામાં તારે આ કામનું રીઝલ્ટ અમને બતાવવાનું છે. જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરી તો જાનથી જઈશ એ વાતનું તું ધ્યાન રાખજે."

*******************************

સવારના પહોરમાં ઊંઘ ઉડતા જ ડેન્સીએ જોયું કે તેની સાથે રહેલી જૂલી બેઠી બેઠી ચા પીવે છે.
જુલીને જોતા જ ડેન્સીના શરીર પર ની રુવાંટી ઊભી થઈ ગઈ .આવી રીતે ચોવીસે લાક પહેરામાં રહેવાનું તેને અસહ્ય થતું જતું જ હતું.
હવે જોઈએ આગળ નો ભાગ....
ક્રમશઃ....