Andhari Raatna Ochhaya - 49 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૯)

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૯)

ગતાંકથી....

સવારના પહોરમાં ઊંઘ ઉડતા જ ડેન્સીએ જોયું કે તેની સાથે રહેલી જૂલી બેઠી બેઠી ચા પીવે છે.
જુલીને જોતા જ ડેન્સીના શરીર પર ની રુવાંટી ઊભી થઈ ગઈ .આવી રીતે ચોવીસે લાક પહેરામાં રહેવાનું તેને અસહ્ય થતું જતું જ હતું.

હવે આગળ...

ડેન્સી તીવ્ર અવાજે બોલી : " તોબા !ઓ પ્રભુ તોબા!! તોબા!!! આ પ્રમાણે નજરબંદીમાં રહેવાનું હવે મને જરીકે ગમતું નથી. તમે કહો તો ખરા કે આવી મુશ્કેલી મારે ક્યાં સુધી ભોગવવાની છે."
જુલી મંદ સ્મિત કરી બોલી : "એ તો પ્રભુજ જાણે !પરંતુ મને લાગે છે કે બહુ દિવસો તો નહીં જ."

ડેન્સી વધારે જુસ્સાથી કહેવા લાગી : "મને અહીં મારી ઈચ્છા વિરુદ્ધ રાખવામાં આવી છે .તમને મારા પહેરેગીર નું કામ સોંપવામાં આવ્યું છે. આદિત્ય વેંગડું પર મને જે થોડી ઘણી શ્રદ્ધાને વિશ્વાસ હતો તે પણ હવે જતો રહ્યો છે મને લાગે છે કે તે...."

જુલી કૌતુક પૂર્ણ અવાજે પૂછવા લાગી : "તે...... કહે જોઉં?"

"તમારી આગળ કહેવાથી શું ફાયદો?"

ડેન્સી રૂમમાંથી બહાર નીકળવા માટે બારણા પાસે ગઈ. પરંતુ બારણું ખૂલતું ન હતું તેમણે જોયું કે કોઈકે બહાર ચાવી વડે તેને બંધ કરેલું છે.
તેણે કંટાળાભર્યા અવાજે જુલી ને પૂછ્યું : "બારણા ને લોક કોણે કર્યું?"
જુલીએ કહ્યું :" મેં ."
"શા માટે?"
"મકાન માલિકનો હુકમ એવો છે."
"દરવાજો ખોલો."
જુલી ડેન્સી પાસે આવી શાંતિથી બોલી :" ડેન્સી, ગુસ્સાથી કંઈ નહીં વળે. શાંતિથી બેસ .અડધી પોણી કલાક પછી હું બારણું ખોલીશ. તે પહેલા ખોલવાની મનાઈ છે. તું
જાણતી નથી કે હું મકાન માલિકના હુકમ વિરુદ્ધ વર્તી શકું નહીં."

ડેન્સી એકદમ આશ્ચર્ય ચકિત થઈ જુલીના વચનો સાંભળવા લાગી છેવટે તે બોલી : "આ રીતે મકાનમાં મને પૂરી રાખવાનો શું કારણ ?"
જુલીએ કહ્યું : "કારણ તો હશે જ ને !"

******************************

ડેન્સી અને જુલી રૂમમાં બેસી ઉપર પ્રમાણે વાતચીત કરતા હતા. ત્યારે મકાનના આગળના વિશાળ ચોગાનમાં એક નવીન વૈજ્ઞાનિક શોધનું રીઝલ્ટ જણાવવામાં આવતું હતું ‌તે ક્રિયા ડેન્સીના જાણવામાં ન આવે માટે જ તેને રૂમમાં કેદ કરવામાં આવી હતી.

ખુલ્લી જગ્યામાં બધા એકત્ર થયા એટલે અબ્દુલ્લા એક મોટો કૂતરો લાવી થોડે દૂર રહેલી દીવાલની પાછળ તેને બાંધી રાખ્યો .ત્યારબાદ તે પાછો ફરી એક દુબળા પાતળા માણસને ઘેરી વળી ચાર પાંચ જણ ઉભા હતા ત્યાં આવી પહોંચ્યો.
આ ગેંગના આગેવાને પહેલા દુબળા પાતળા માણસને ઉદેશીને કહ્યું : "અમારી તૈયારી થઈ ચૂકી છે. હવે તું કામ શરૂ કર. મને આશા છે કે તારું કામ બરાબર અને વ્યવસ્થિત તું કરીશ જ."
આદિત્ય વેંગડું એ ગંભીર અવાજે કહ્યું : "મને ખાતરી છે કે મારી આ શોધ નિષ્ફળ નહીં નીવડે. આ દિવાલ અત્યારે છે તેથી દસ ગણી જાડી હોત અને અત્યારે છે તેથી દસ ગણી દૂર હોત તો પણ હું તેનો નાશ કરી શકત. હમણાં જ તમે એ વાતની પ્રત્યક્ષ સાબિતી જોશો.

તેના બનાવેલ યંત્ર ને જરૂરી સાધનો ને તેણે
વ્યવસ્થિત ગોઠવ્યું .ત્યારબાદ તેણે અંદરનું એક બટન દબાવ્યું.
એકાદ બે ક્ષણમાં જ દિગ્મૂઢ બનેલી દર્શક ટોળકીએ કેમકે આંખો ફાડીને જોયું કે સામેની દીવાલ ધુમાડો અને ધૂળમાં ફેરવાઈ ગઈ છે. બધાએ દોડી જઈ જોયું કે જ્યાં દીવાલ હતી ત્યાં ફક્ત થોડી મુઠ્ઠી ધૂળ સિવાય બીજું કંઈ નથી કૂતરાની તો નિશાની પણ રહી નથી.

શોધકે ગંભીર અવાજે કહ્યું : " કુતરા માટે મને બહુ લાગી આવે છે .કેવું સુંદર નિર્દોષ પ્રાણી !"

ટોળીનો આગેવાન સંતુષ્ટ મને બોલ્યો : "આદિત્ય, એને માટે દિલગીર થઈશ નહીં. એ પ્રાણી તો વિજ્ઞાનની સેવામાં શહીદ થયું કહેવાય. આગેવાનના વચનો સાંભળી
સાયન્ટિસ્ટ ક્રુરતાથી હસ્યો.

એ રાત્રે નવાબઅલ્લી ને મળ્યા બાદ તેણે દિવાકરને પોતાના મકાન પર જ રહેવાનું કહ્યું. દિવા કરે પણ બીજે ક્યાંય ન જતા ત્યાં જ રાત વિતાવી. આખો દિવસ ટ્રેનમાં વિતાવ્યો હોવાથી તેને આરામની ખાસ જરૂર હતી. બીજે દિવસે બપોરે ડૉ. મિશ્રા ત્યાં આવી પહોંચ્યો. તેના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું કે દિવાકરની નિષ્ફળતા તેને પણ ગમતી ન હતી .તેના ચહેરાના હાવભાવ જોઈ દિવાકર મનમાં કમકમ્યો.

થોડીવાર ચૂપ રહ્યા પછી તેણે પૂછ્યું :"અમદાવાદ પહોંચ્યા પછી શું બન્યું તે કહે. કોઈપણ વાત છુપાવીશ નહીં."
દિવાકરે વિનય પૂર્વક બધી જ વિગત જણાવી. ફક્ત વ્યોમકેશ બક્ષી નું નામ છુપાવ્યું. ડૉ. મિશ્રાએ ચિંતાતુર અવાજે પૂછ્યું : "ત્યારે તે સિમ્બાની મુલાકાત ન લીધી ખરું?"
"હા જી !મુલાકાત લેવાની મને તક જ ન મળી. બરાબર તે સમયે મારી અટકાયત થઈ હતી."

નવાબઅલ્લી પાસે જ ઉભો હતો. તેણે ઉતાવળા અવાજે કહ્યું : "પરંતુ એની સાબિતી શી? અટકાયત ની વાત તદ્દન ખોટી છે !"

ડૉ.મિશ્રા માથું હલાવીને બોલ્યો :" નવાબ અલ્લી, વાત ખોટી નથી .ઋષિકેશ ની વાત સાચી છે .તેની સાબિતી મને મળી છે. આજે સવારમાં ન્યુઝ પેપર માં મેં વાંચ્યું હતું કે પરમ દિવસે સાંજના સમયે ઋષિકેશ મહેતા નામનો એક કેદી અમદાવાદના મુખ્ય પોલીસ સ્ટેશન થી નાસી છૂટ્યો છે .પોલીસ તેની તપાસમાં છે. આ સમાચાર છપાયા હોવાથી જ ઋષિકેશનો જીવ બચ્યો છે .નહીં તો મને પણ એના પર શક આવ્યો હતો."

આ સમાચાર સાંભળી દિવાકર વિસ્મય પામ્યો.પોલીસે તેને ઈરાદાપૂર્વક છોડી મુક્યો છતાં ન્યૂઝ પેપરમાં આવા ખબર શા માટે ફેલાવ્યા ?ગમે તે હોય, પરંતુ પોતાના આવા સૌભાગ્ય માટે તેણે પ્રભુનો આભાર માન્યો.

થોડીવાર ચુપ રહ્યા બાદ ડૉ.મિશ્રા એ કહ્યું : "પરંતુ હવે સિમ્બા ને મળવું કઈ રીતે? તે ક્યાં હશે?તેનો પતો શી રીતે મળશે ?"

"એ સિમ્બા આપની સમક્ષ હાજર થાય છે !"એમ કહેતો એક માણસ ત્યાં આવી પહોંચ્યો અને ડૉ. મિશ્રા ને નમસ્કાર કરી ઉભો રહ્યો. ડોક્ટર મિશ્રા સાથે તેને અગાઉનો પરિચય હતો. બંનેએ એકબીજાને અભિનંદન આપ્યા.
ડૉ.મિશ્રાએ કહ્યું : "મિ.સિમ્બા આજે આપને આવકાર આપવાની આનંદદાયક ઘડી આવી એ માટે હું મારી જાતને ધન્ય માનું છું .આવો. હું આ લોકો સાથે આપણી ઓળખાણ કરાવું છું.આ છે નવાબ અલ્લી મારા મુખ્ય માણસ .અને આ છે ઋષિકેશ મહેતા .જેને મેં આપને મળવા માટે અમદાવાદ મોકલ્યા હતા .પરંતુ દુર્ભાગ્યે તેવો આપને મળી શક્યા નહોતા. તેઓ તમને શા માટે મળી શક્યા નહીં તે જ વાત તેઓ અત્યારે મને જણાવતા હતા. તેમની નિષ્ફળતાને લીધે કદાચ આપને વધારે મુશ્કેલી વેઠવી પડી હશે અને એ માટે અમે દિલગીર છીએ."

દિલગીરી વ્યક્ત કરવાની આ છટાથી ગડગડા થઈ સિમ્બા બોલી ઉઠ્યો : "મારે તો કંઈ જ અડચણ વેઠવી પડી નથી. તો પણ એટલું ખરું કે એક માણસ આપની ગેંગ નો પાસ લઈ મારી પાસે આવ્યો હતો. પરંતુ એ હોંશિયારી મને હટાવી જાય એ વાત અસંભવિત જ હોય ! હું સહેલાઈથી સમજી ગયો કે આ માણસ સાચો નથી. અને તેથી તરત મેં તેને બંદીવાન બનાવ્યો."

ડૉ. મિશ્રા આનંદ પામી બોલી ઉઠ્યા : હેં! એ વાત સાચી?"
સિમ્બા કહેવા લાગ્યો : " એનું નામ વ્યોમકેશ બક્ષી છે .હું તે તેને અમદાવાદથી દૂર એક નિર્જન ખંઢેર હવેલીમાં કેદ કરતો આવ્યો છું. એક પહેરેગીર પણ મુકતો આવ્યો છું. અહીંથી ગયા પછી તેનો નિકાલ કરીશ."

વધુ વિગત માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ.....