Maadi hu Collector bani gayo - 40 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 40

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 40

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૦

જીગરે ક્યારેય વિચાર્યું ન હતું કે જિંદગીમાં ક્યારેય આકાશના પરિવાર સાથે આ રીતે મુલાકાત થશે.
જીગરે હવે આકાશને અને તેની બહેનને સાંત્વના આપી. આકાશના મમ્મીને અંતિમ સંસ્કાર ગોમતીપુર ગામ માં આપવામાં આવ્યા. આકાશ હવે ખુબ જ ઉદાશ અને બેબસ નજરે જોવા મળી રહ્યો હતો. તો તેની બહેન ની પણ આજ હાલત હતી.

આમ છેલ્લા દસ દિવસ થઈ ચુક્યા હતા જીગર અને આકાશને એકેડમીમાં આવ્યાને આકાશ હવે ચુપચાપ રહેવા લાગ્યો હતો. પેહલાની જેમ આકાશ જે હસ્તો મુસ્કુરાતો અને ભોળાઈ માં અનેક સવાલો પૂછતો હતો આજનો આકાશ હવે નિરાશ અને ચુપચાપ રહેવા લાગ્યો.
જીગર ને આકાશ ની આ પરિસ્થિતિ જોઈને ખુબ જ દુઃખ થતું હતું.
આકાશની બહેન અને આકાશ ની રેહવાની વ્યવસ્થા અને બીજી બધી જીગરે મસૂરી ના એકેડમી ની નજીક જ કરી દીધી હતી. આકાશ હવે રાત્રે તેના રૂમ પર જ જતો અને તેની બહેન માટે જીગરે કોલેજ માં એડમિશન લેવડાવી દીધું હતું.

એક દિવસ જીગરે આકાશને કહ્યું
જીગર - આકાશ હવે મારાથી તારી આ પરિસ્થિતિ નથી જોવાતી તું શા માટે ચુપચાપ જ રહ્યા કરશ?
આકાશ - નહીં સાહેબજી કઈ નહીં આકાશે નજર જુકાવીને તેના આંખો ના આસું છુપાવતા કહ્યું.

જીગરે ફરી કહ્યું - દોસ્ત, આ તારી અંદર જે બધું તે રોકી રાખ્યું છે તે મને પણ કહી દેને!
આકાશ ફરી કંઈક જ ન બોલ્યો.

જીગરે હવે આકાશ ની સામે બેઠો અને તેનો હાથ પકડતા કહ્યું
જીગર - શું મારાથી કંઈ ભૂલ થઈ છે ?
આકાશ - નહીં સાહેબજી,
જીગર - તો કેમ આટલો ચુપચાપ છે? મમ્મીની યાદ આવે છે ?
આકાશે હવે આંસુની એ ધાર કે જેને ઘણા સમયથી રોકીને રાખી હતી તે વેહવાની શરૂ કરી દીધી.
આકાશ - સાહેબજી, મારા મમ્મીનો શું વાંક હતો? કેમ તેને આવું થયું ? ભગવાન ને પણ દયા ન આવી ? કેમ ભગવાન પણ કરુણ હશે ?
આટલું કેહતા જ આકાશ જીગરને ભેટી પડ્યો અને ખુબ જ રડવા લાગ્યો. જીગરે તેને અશ્વાશન આપ્યું અને પાણી આપ્યું થોડો સમય સાંત્વના આપ્યા બાદ આકાશ હવે થોડો શાંત થયો.

જીગર - દોસ્ત, આ દુનિયામાં પ્રકૃતિ નો નિયમ છે કે જે આ દુનિયામાં આવે છે તેને એક દિવસ તો જવાનું જ છે. તારે, મારે, બધા જ ને કોઈ અમર નથી. આ જ વાસ્તવિકતા છે. હા પરિવાર માં આપણા સૌથી નજીક નું દુઃખદ અવસાન આપણને ખુબ જ પીડા આપતું હોય છે પણ તેના થી આપણી જિંદગી રોકાવી ન જોઈએ.

આકાશ હવે જીગર ની વાતો સાંભળતો જ રહ્યો.
જીગર - હવે તું જ મને કે....તને ખબર છે તારા મમ્મી એ મારી પાસે એક વચન માગ્યું છે કે હું તને અને તારી બહેન ઉપર કોઈજ મુશ્કેલી ન આવવા દઉં.
આકાશ - આ વાત ની જાણ ન હતી. આશ્ચર્યથી પૂછ્યું સાચે સાહેબજી?
જીગર - હા હવે તું જ આવી રીતે ચુપચાપ અને ગમગીન રહીશ તો ઉપર થી તારા મમ્મીને તને જોઈને કેટલું દુઃખ થશે ? અને તારી બહેન ને પણ તારે હિંમત આપવાની જગ્યાએ તું આવી રીતે કરીશ તો કેમ ચાલશે દોસ્ત?

આકાશને હવે થોડો એહસાસ થયો
આકાશ - સાહેબજી, તમે સાચું કહો છો.
જીગર - હજી તારે ઘણું જ આગળ વધવાનું છે દોસ્ત!
આકાશ - હા સાહેબજી.
જીગર - તું આગળ વધીશ તો તારા મમ્મી ને કેટલી ખુશી થશે તને ખબર છેને?
આકાશ હવે જીગરને ભેટી પડ્યો અને બોલ્યો.
આકાશ - હા સાહેબજી, તમે તો મારી સાથે જ છોને હવે હુ ખુબ જ આગળ વધીશ. અને હા પેલી ઈંગ્લીશ વાળી ચોપડી હું એક દિવસ તમને કડકડાટ બોલીને બતાવીશ સાહેબજી.

આમ જ સમય વીતતો રહ્યો. હવે આકાશ પણ તેના જુના અંદાજ માં આવી ગયો હતો.

એક દિવસ સવાર નો સમય હતો જીગર સુઈ રહ્યો હતો. આકાશ દોડતો દોડતો પગથિયા ચડીને એક લેટર હાથમાં લઈને આવ્યો. દરવાજો ખુલો જ હતો. જીગર ઘોર નિંદ્રા માં હતો. આકાશે જીગરને ઉઠાડ્યો.
જીગર - અરે આકાશ સુવા દેને આજે તો રવિવાર નો દિવસ છે.
આકાશ - સાહેબજી.....સાહેબજી, આ લેટર આવી ગયો છે. તમારા કેડર અને પોસ્ટિંગનો.
જીગરને હવે જાણવાની ખુબ ઉત્સુકતા જાગી.
જીગર - અચ્છા આવી ગયો!
આકાશ ના હાથમાંથી જીગરે હવે લેટર લઈ લીધો અને તેને લેટર વાંચ્યો.
આકાશ - સાહેબજી, ક્યાં પોસ્ટિંગ મળ્યું ?
જીગર - રાજસ્થાન સિંહોરી!
આકાશ - અચ્છા સાહેબજી, ક્યારે જવાનું છે?
જીગર - ત્રણ દિવસ માં હાજર થવાનું છે. દોસ્ત પેકિંગ શરૂ કરી દે. હવે અહીંયા બીજા આઈ.એ.એસ ઓફીસર ટ્રેનિંગ માટે આવશે. અને હવે આપણે દેશની સેવા માં લાગી જઈએ.
આકાશ - સાચું સાહેબજી.

હવે જીગરનું પોસ્ટિંગ કલેકટર તરીકે રાજસ્થાન ના સિંહોરી જિલ્લા માં થયું હતું. અને ત્રણ દિવસ માં જ તેને ત્યાં હાજર થવાનું હતું.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

ત્રીસ વર્ષ પછી

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

એક બાવીસ વર્ષ ના છોકરા ના હાથ માં એક બુક હતી. બુક ના પ્રથમ કવર પર લખ્યું હતું.
"માડી, હું કલેકટર બની ગયો."
પરંતુ આ બૂક માં તેને જીગર નું રાજસ્થાન ના સિંહોરી માં પોસ્ટિંગ તથા પંકજ, પંડિત અને ગુપ્તા ની મુખ્ય પરીક્ષા ની જ વાતો તેને જોવા મળી હવે તેને ખુબ જ આ બુક માં ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો.
તેના મન માં ઘણા સવાલો હતા કે હવે પંકજ, પંડિત,ગુપ્તા ક્યાં હશે તેનું શું થયું હશે. તે પણ અત્યારે અધિકારી હશે કે નહીં?
આકાશ અને જીગર થી આ છોકરો ખુબ જ પરિચિત હતો એટલે આકાશને જોઈને તેને એવો વિચાર આવ્યો કે શું આ એજ વ્યક્તિ છે જે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. પણ તેને આકાશ માં તે જ ગુણો જોવા મળી રહ્યા હતા તેની ઈમાનદારી, કર્મઠતા, અને તેનામાં રહેલ માસુમિયત, અને જીગર પ્રત્યે તેના સબંધો!

આ છોકરા એ આકાશને ફોન કર્યો.
આકાશ એ ફોન ઉપાડ્યો.
હેલ્લો............આકાશ અંકલ!

to be continue....
ક્રમશ.....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"