Jalpari ni Prem Kahaani - 18 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 18

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 18

પ્રકાશના હાથ માંથી ગન છૂટી ગઈ અને તે બોટ નીચે પાણી સામે હાથ લાંબો કરી મુકુલ....મુકુલ બૂમો પાડવા લાગ્યો. બે ત્રણ જવાન મુકુલ ને રેસ્ક્યું કરવા તરત જ એની પાછળ પાણી માં કુદયા પણ હજી સંપૂર્ણ અજવાળું થયું નથી.


રેસક્યું કરવા પાણી માં ઉતરેલા લોકો સમંદર ની અંદર ઘણે ઊંડે સુધી જઈને સોધખોળ કરી રહ્યા છે પણ મુકુલ નો ક્યાંય પત્તો જ નથી. જાણે આ સમંદર ની લહેરોએ પોતાના આંચલ માં મુકુલને ક્યાંક સંતાડી દીધો છે. થોડી જ વારમાં બેકઅપ ટીમ પણ આવી ગઈ. હેડકવોટર પર અને કમાન્ડર શ્રીધર ને કોલ કરી ઘાયલ મુકુલ ના ઘુમ થવાની ખબર પહોંચાડવામાં આવી.


કમાન્ડર શ્રીધર ને ધક્કો લાગ્યો. ચિંતાની વાત એ હતી કે મુકુલ ને ચાર પાંચ ગોળી વાગી હતી અને એ ઘાયલ હાલતમાં સમુદ્રમાં ગરકાવ થયો હતો. બેકઅપ માટે આવેલી બોટના જવાનો પણ મુકુલ ને શોધવા સમંદરમાં ઉતરી ગયા. જોત જોતામાં સૂર્ય દેવ અજવાશ ના રથ ઉપર બેસી ને આકાશ માં જગત ને અજવાળવાના પોતાના કાર્ય પર પરત ફર્યા છે.


સ્પેશિયલ રેસ્કયું ટીમ આવીને સમુદ્રના તળિયે ઊંડે ઊંડે સુધી જઈ ને મુકુલ ને શોધી રહી છે. પ્રકાશ ને બેહોશ હાલતમાં હેડકવોટર ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેના હાથમાં થી ગોળી કાઢવા માટે ઓપરેશન થઇ રહ્યું છે.


કમાન્ડર શ્રીધર પોતે બનાવની જગ્યા ઉપર હાજર છે. દુશ્મન ની બોટ ને જપ્ત કરી તમામ હથિયારો સહિત માર્યા ગયેલા દુશ્મન ની લાશો ને હેડકવોટર મોકલાઈ જ્યાં તેની આગળની કાર્યવાહી ચાલી રહી છે.


કમાન્ડર શ્રીધર પોતે મુકુલ ના રેસ્ક્યુ ને હેન્ડલ કરી રહ્યા છે. દસ દસ ટીમ અને 70 લોકો ની રિસ્ક્યું ટીમ મુકુલ ને શોધી રહી છે પણ મૂકુલનો ક્યાંય પત્તો નથી. બધી જ દિશામાંથી નેગેટિવ પરિણામો લઈ ટીમ પાછી આવતી હતી. બપોર ના 2 વાગી ગયા પણ મુકુલ નો કોઈ જ પત્તો નથી.


ઓપરેશન ના લગભગ સાત થી આંઠ કિલો મીટર સુધી માં રેસ્ક્યું ટીમે શોધ ખોળ કરી પણ હાથ કંઇક ના લાગ્યું. કમાન્ડર શ્રીધર હાર માનવા તૈયાર નથી તમણે સર્ચ ઓપરેશન ચાલુ જ રાખવાના ઓડર્સ કર્યા. આખો દિવસ વીતી ગયો, સૂર્ય દેવ ફરીથી પોતાની અજવાળાની ચાદર આટોપી નિજ ગૃહ જવા રવાના થઈ ગયા પણ હજુ મુકુલ નો કોઈ જ પત્તો નથી.


રાતના દસ વાગી ગયા. પ્રકાશ ને ઓપરેશન બાદ હવે રિકવરી રૂમ માં લાવવામાં આવ્યો છે. એણે હોશ આવ્યો અને આંખ ખોલતા જ સામે જોયું તો કમાન્ડર શ્રીધર ઊભા છે. વેલ ડન માય બોય, હાઉઝ યુ ફીલ? સર મુકુલ કેમ છે? પ્રકાશ સફાળે પથારી માં બેઠો થઈ ગયો.


કમાન્ડર શ્રીધર ને સમજ નથી પડી રહી કે તે પ્રકાશ ને શું જવાબ આપે. તેઓ બસ વ્યથિત ચહેરે મૌન ઊભા રહ્યા. પ્રકાશ થી સર નું મૌન સહેવાતું નથી, એક એક સેકંડ એના હૃદય ના ધબકારા ને ભારે કરી રહી છે. મશીનમાં એના ધબકારા ની સ્પીડ વધી ગઈ છે, એના શ્વાસ રુંધાવા લાગ્યા. રીલેક્ષ માય બોય, સર્ચ અને રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે બહું જલદી મુકુલ મળી જશે.


પ્રકાશ નો શ્વાસ હવે રૂંધાઇ રહ્યો છે. બાજુમાં ઊભેલા ડોકટરે ઝડપ થી પ્રકાશ ને ઑક્સિજન માસ્ક પહેરાવી દીધું અને ઈન્જેકશન આપી એના શ્વાસ ને નોર્મલ કરવાની કોશિશ માં લાગી ગયા. પ્રકાશ ની કિસ્મત સારી હતી કે ગોળી નું નિશાન સહેજ ચૂકી ગયું અને હૃદય ની ઉપર ગળાની નીચે અને ખભાની ઉપર વાગી નહિ તો પ્રકાશ આજે જીવતો ના હોત.


પ્રકાશ ફરી બેહોશ થઈ ગયો. કમાન્ડર શ્રીધર નું હૃદય ભરાઈ આવ્યું અને આંખના ખૂણા ભીના થઇ ગયા. એ બધાની સામે ઢીલા પડે એ પહેલાં ઝડપ થી હોસ્પિટલના વોર્ડમાંથી નીકળી પોતાની ઓફિસમાં આવી ખુરશીમાં ધંસી પડ્યા. એમની આંખો આંસુ ને રોકી ના શકી. આખી રાત તેઓ ઓફિસ માંજ બેસી રહ્યા અને ચાલી રહેલા રેસક્યુ ઓપરેશન ની પળ પળ ની માહિતી લેતાં રહ્યા.


બીજી રાત પણ નીકળી ગઈ, સવારના સાત વાગી ગયા પણ કંઇજ હાથ નથી લાગ્યું. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ મુકુલ ના મળવાની આશા હવે નિરાશામાં ફેરવાતી જાય છે. આખા કેમ્પ માં દુઃખનું મોજું ફરી વળ્યુ છે. હર એક વ્યક્તિ મુકુલ ની સલામતી ની આશા અને પ્રાથના કરે છે.


દુશ્મન બોટ ની તપાસ કરતા અંદર થી મોટા પ્રમાણમાં હથિયારો અને મોટો આર. ડી
એક્ષ નો જથ્થો મળ્યો. સાથેજ ભારત ના જુદા જુદા મોટા શહેરો ના નક્શા પણ. બોટ દુશ્મન દેશ પાકિસ્તાન ની હતી. ક્યાંથી આવી કેવી રીતે આવી એ રહસ્ય તો તેમાં સવાર લોકો ના મૃત્યુ સાથે જ દબાઈ ગયું.


વાત વધારે સમય છૂપાયેલી રહી નહિ અને મીડિયા સુધી પહોંચી ગઈ. દરેક ન્યુઝ ચેનલ પર કોસ્ટ ગાર્ડ ના સફળ મિશન ની ચર્ચા હતી તો સાથે એક કેપ્ટન ઘાયલ હાલત માં લાપતા છે એવા સમાચાર પણ. થોડા જ સમય માં લાપતા કેપ્ટન નું નામ મુકુલ રાયચંદ છે, એ કોણ છે, કયાંના છે બધું જ બહાર આવ્યું.


આખરે સમાચાર મુકુલ ના ઘર સુધી પણ પહોંચ્યા. સ્મિતા બેન અને કૃષ્ણકાંત ના માથે તો જાણે આભ તુટી પડ્યું. વિશાલ તો સાવ હેબતાઈ ગયો એને શું કરવું એજ નથી સમજાતું. કૃષ્ણકાંત ના કેટલાક સંબંધી અને ઇષ્ટમિત્રો પણ તેમના ઘરે છે તેઓ વારે ઘડીએ કેમ્પમાં ફોન કરીને પ્રોગ્રેસ વિશે પૂછી રહ્યા છે.


ત્રણ દિવસ થઈ ગયા સર્ચ ઓપરેશન ને પણ કંઈ ન મળ્યું. તમામ ટીમ ખાલી હાથે હેડકવોટર પાછી ફરી. પ્રકાશ પોતાની જાતને કોશી રહ્યો છે કે એ ત્યાં હાજર હોવા છતાં પોતાના મિત્ર મુકુલ ને બચાવી ન શક્યો. આસપાસ ની તમામ કોસ્ટ ગાર્ડ ની ચોકી, તમામ માછીમારો અને આમ જનતાને પણ ઘટનાથી અવગત કરાવવામાં આવ્યા અને કંઈ પણ સમાચાર હોય તો હેડકવોટર પર જાણ કરવા કહેવામાં આવ્યું.


મિનિટો કલાકોમાં અને કલાકો હવે દિવસોમાં ફેરવાઈ ગયા મુકુલ ના કોઈજ સમાચાર નથી. એક અઠવાડિયું થઈ ગયું ઘટનાને, બધા હવે હિંમત હારી ગયા. બસ કમાન્ડર શ્રીધર ના મનમાં હજી એક ખૂણે આશા જીવંત છે કે ક્યાંક થી મુકુલના સમાચાર જરૂર મળશે.


ગુરુજી કૃષ્ણકાંત ને મળવા આવ્યા. કૃષ્ણકાંત અને સ્મિતા બેન બંને ગુરુજીના ચરણ પકડી ચોધાર આંસુ એ રડી રહ્યા છે. ગુરુજી એમને હિંમત રાખવા કહી રહ્યા છે. ગુરુજી તમે કીધેલું કે જે ભાગ્ય માં હોય એ જ થાય નાહક ચિંતા ના કરો જવાદો મુકુલને, તો શું મારા મુકુલ ના ભાગ્યમાં આવું ગુમનામ મૃત્યુ લખાયેલું હશે? સ્મિતા બેન રડતાં રડતાં બોલ્યાં.


સ્મિતા બેન તમે તો માં છો અને માં હંમેશા પોતાના સંતાન માટે આશાવાદી હોય છે તો તમે કેમ નિરાશ થઈ ગયા છો? તો શું કરું ગુરુજી દસ દસ દિવસ થયા હવે કેટલી આશા રહે? મારી જગ્યા પર તમે હોત તો શું કરત ગુરુજી? હું દુઃખી જરૂર હોત સ્મિતા બેન અને કૃષ્ણકાંત, પણ હું હિંમત ના હારત. હું પ્રાર્થના કરત, ઈશ્વર ને આજીજી કરત પણ મારા દીકરાને મૃત ના માની લેત.


ધીરજ રાખો ઈશ્વર સહું સારાવાના કરશે કહી આશીર્વાદ આપી ગુરુજી ચાલ્યા ગયા. સ્મિતા બેન અને કૃષ્ણકાંત એક બીજા ની સામે જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા કે ગુરુજી ની વાત માં કંઇક સંકેત તો નથી. એજ ક્ષણે સ્મિતા બેને પોતાના આંસુ લૂછી નાખ્યા અને ભગવાન ના મંદિર માં જઈને દીવો પ્રગટાવ્યો અને આંખો બંધ કરી મુકુલની સલામતી માટે પ્રાર્થના કરી. એમણે નિશ્ચય કર્યો કે તે હવે ગુરુજી એ બતાવેલા રસ્તે જ ચાલશે, હિંમત નહિ હારે.


ક્રમશઃ.................