Savai Mata - 30 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 30

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સવાઈ માતા - ભાગ 30

રમીલાને બંને તરફ ધરાઈને જોઈ લેવા દીધાં પછી લિફ્ટની બહાર ઉભેલ મદદનીશે કહ્યું, "મેડમ, આપનો નિમણૂક પત્ર બતાવશો?"

મંત્રમુગ્ધ રમીલાએ તેનાં હાથમાં રહેલ પત્ર યંત્રવત્ તેની સામે ધર્યો.

પત્ર જોઈ તે મદદનીશ બોલી, "ચાલો, મેડમ, આપને આપનો રૂમ બતાવું."

તેણે લિફ્ટની ડાબી તરફ ચાલવાનું શરૂ કર્યું. આશરે સોએક ફૂટ ચાલ્યાં પછી તે એક બારણામાંથી ઓરડામાં પ્રવેશી. તે પ્રવેશદ્વાર ઉપર તકતીમાં લખેલ હતું, 'માર્કેટિંગ મેનેજર'. રમીલાને હાલ સુધી તેની પોસ્ટ વિશે સ્પષ્ટ ખ્યાલ ન હતો પણ આ તકતી વાંચતાં જ તેને લાગ્યું, 'અરે, મેં કેમ ખ્યાલ ન આવ્યો? મારો તો પ્રોજેક્ટ જ માર્કેટિંગ યુટિલીટી ઉપર હતો એટલે મને તો માર્કેટિંગ વિભાગમાં જ કામ મળે ને?'

પોતાની પસંદના વિષયમાં કામ કરવાનું હોવાથી તે વધુ આનંદિત થઈ ગઈ. એટલામાં ફરી મદદનીશનો અવાજ સંભળાયો, "સર, આ રમીલા મેડમ આવી ગયાં છે."

તે રમીલાને સંબોધીને બોલી, "મેડમ, આ છે સૂરજ સર. આપે દરરોજ આવીને તેમને જ રિપોર્ટ કરવાનું રહેશે. આગળનું કામકાજ તેઓ જ આપને સમજાવશે. આપનો દિવસ શુભ રહે." એમ મીઠાશથી કહેતી તે ઓરડા બહાર નીકળી ગઈ. સૂરજ સર લગભગ ચાળીસીમાં પ્રવેશેલ, ઠરેલ વ્યક્તિ જણાયાં.

રમીલાને આજનો દિવસ સ્વપ્નવત્ લાગી રહ્યો હતો. માંડ વીસ વર્ષ પૂર્ણ કરેલ તે આજે એક મહાકાય કંપનીમાં નોકરીએ જોડાઈ હતી અને તે પણ કેમ્પસ ઈન્ટરવ્યુ વિના. કંપનીનાં હોદ્દેદારોએ તેની પ્રતિભા પારખી તેની સીધી નિમણૂક કરી હતી બાકી સામાન્યતઃ બી. બી. એ. કરેલ વ્યક્તિને માર્કેટિંગની આઉટડોર જોબ અને ઊંચા ઊંચા લક્ષ્યાંકો મળતાં.

રમીલાને નવા વાતાવરણથી અભિભૂત થયેલ જોતાં સૂરજે સામેથી તેને આવકારી, "સુપ્રભાત, કુમારી રમીલા. સ્વાગત છે આપનું લેવેન્ડર કોસ્મેટિક્સનાં માર્કેટિંગ વિભાગમાં."

રમીલા તરત જ સભાન થઈ અને વળતાં બોલી, "નમસ્તે સર, સુપ્રભાત. આપનો આભાર." કહેતાં બે હાથ જોડ્યાં.

સૂરજ સરે ઈન્ટરકોમ ઉપર કૉલ કર્યો, "રિયા, અહીં આવજે મારાં ડેસ્ક પાસે." અને ફોન રિસીવર મૂકી દીધું.

ઓરડાને ડાબે ખૂણે બેઠેલ યુવતી બીજી જ મિનિટે સૂરજ પાસે આવી ઊભી રહી અને બોલી, "જી, સર."

સૂરજે બંને યુવતીઓનો પરિચય કરાવ્યો," મિસ રમીલા, આ રિયા છે, મારી પર્સનલ આસિસ્ટન્ટ અને આજથી તમારી પણ." અને ઉમેર્યું, "અને રિયા, આ છે મિસ રમીલા - આપણાં ડિપાર્ટમેન્ટનાં આસિસ્ટન્ટ મેનેજર. તેઓ સીધાં મને જ રિપોર્ટ કરશે. તારે તેમને જ્યાં જરૂર પડે ત્યાં કંપનીને સમજવામાં મદદ કરવાની રહેશે અને હા મારી બાજુની ડેસ્ક ઉપર જ તેઓ બેસશે. તેમનાં માટે પાણી - ચા મંગાવી દે."

રિયા લગભગ પચીસેક વર્ષની વય ધરાવતી લાગી. રમીલા અભિભૂત થઈ રહી હતી. તેણે વિચાર્યું પણ નહોતું કે આટલી પ્રતિષ્ઠિત કંપનીમાં આટલાં ઉચ્ચ પદની નોકરી તેને મળશે. તે વચ્ચે બોલી ઊઠી," સર, ચા ની જરૂર નથી."

રિયાએ નવાં મેડમને સાલસતાથી આગ્રહ કર્યો," મેડમ, આજે પી જુઓ અહીંની ચા. સ્વાદ એવો દાઢે વળગશે કે ઘરેથી ભલે ચા પીને આવ્યાં હો, અહીંની ચા પીને જ કામે વળગશો."

સૂરજે કહ્યું, "એકદમ સાચું. વળી, જરાય સંકોચ ન રાખશો. અહીં ઓફિસમાં જ જુદાજુદા વિભાગોનાં મળી કુલ આઠસો કર્મચારીઓ છીએ આપણે. દિવસમાં ત્રણ વખત ચા કે કૉફી, એક વખત ગરમાગરમ નાસ્તો, બપોરે ભરપેટ લંચ એ પણ એકદમ સાત્વિક. માલિકો ઘણાં જ સાલસ અને ઉદાર છે. આપણે અહીં નવ કલાક કામ કરીએ તે દરમિયાન આપણી જરૂરિયાતોનું ઘરમાં રખાય તેવું ધ્યાન રાખે છે. તમે જ નહીં હું આ રિયા અને અહીં કામ કરતાં દરેક કર્મચારી ભાગ્યશાળી છીએ."

તે દરમિયાન રિયાએ સૂરજ સરનાં ઈન્ટરકોમથી જ કેન્ટિનમાં જણાવી દીધું હતું જેથી પ્યુન ચા લઈને આવી ગયો હતો. તે ફ્લાસ્કમાં ભરીને જ ચા લાવ્યો હતો. સૂરજ સરનાં ટેબલ ઉપર તેમની ત્રણેયની ચાનાં કપ ભરીને મૂક્યાં પછી બીજાં ટેબલ ઉપર પૂછતો ગયો અને જેમને પીવી હોય તેમને કપમાં ભરી આપતો ગયો. એક તરફ મોટા પાયે પ્લાસ્ટિકના કપ વાપરી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય છે ત્યારે અહીં દરેકને ચિનાઈ માટીનાં કપમાં ચા અપાતી. અહીંથી ડિસ્પોઝેબલ કચરો ઘણો જ ઓછો નીકળતો.

ચા પીવાઈ ગયાં પછી સૂરજે રિયાને કહી રમીલાને પાછલાં ત્રણ વર્ષની માર્કેટિંગની ફાઈલો આપવા અને તેનાં ડેસ્ક ઉપરનાં લેપટોપનો ઉપયોગ કરવા માટે પાસવર્ડ તેમજ તેની અંદરની ફાઈલો અને ડેટાનો થોડો પરિચય આપવા કહ્યું.

તેણે રમીલાને સંબોધી કહ્યું, "આ ફાઈલો આજે જોઈ લો. આપને જે ખ્યાલ ન આવે તે મને પૂછી શકો છો. આજે કંપનીને સમજી લો. આવતીકાલથી આપનું કામકાજ સમજાવીશ."

રમીલાએ પ્રત્યુત્તર વાળ્યો, "સારું, સર." અને તે રિયાની પાછળ દોરાઈ. તેની બેઠક સૂરજ સરની બાજુમાં લગભગ ચાર ફૂટનું અંતર છોડીને હતી. તે ખુરશીમાં બેસી સામેની તરફ નજર કરે એટલે લગભગ આખીયે ઓફિસનો ચિતાર તેને મળી જાય એમ હતો. આ મોટાં ઓરડામાં માર્કેટિંગ સાથે જોડાયેલ, વિવિધ હોદ્દા ધરાવતા પંદર કર્મચારીઓ બેઠેલ હતાં.

રમીલાએ રિયાનો આભાર માની તેની પાસેથી મળેલ ફાઈલોનો અભ્યાસ શરૂ કર્યો. જરૂર પડ્યે તે ડેસ્ક ઉપર પડેલ ડાયરીમાં કાંઈક ટપકાવતી જતી હતી. સૂરજ સર તેની તરફ થોડી થોડી વારે જોઈ લેતાં હતાં જેથી ઓફિસમાં પહેલાં જ દિવસે કોઈ મૂંઝવણમાં પડી તેને બેસી રહેવું ન પડે. તેઓ તેને ડાયરીમાં નોંધ કરતાં જોઈ ખુશ થયાં અને વિચાર્યુ કે માલિકો દ્વારા સીધી થયેલ નિમણૂક ક્યારેય સામાન્ય તો ન જ હોય.

લંચના સમય સુધી રમીલાએ ત્રણેય ફાઈલોનો અભ્યાસ કરી લીધો. લંચનો સમય થતામાં જ રિયા તેને બોલાવવા આવી જેથી તે રમીલાનો ડિપાર્ટમેન્ટનાં બધાં જ કર્મચારીઓ સાથે પરિચય કરાવી શકે.

આ તરફ દોઢ વાગતાં સમુ અને મનુ શાળાએથી આવી ગયાં હતાં. લીલા સમયસર જઈને તેમને ઘરમાં લઈ આવી હતી. બધાંએ સાથે મળી જમી લીધું અને લીલાએ બેયને નવી શાળા વિશે પૃચ્છા કરી. બેયને નિખિલ સાથે કરેલ પુનરાવર્તનનાં કારણે આજે શાળામાં ઘણી જ મઝા આવી હતી. લીલાએ પોતાને સમજ પડે તે રીતે બેયનું ગૃહકાર્ય તપાસી તેમને સારા અક્ષરે નોટબુકમાં લખવા બેસાડ્યાં. તેમની માતા આ જોઈ ખૂબ રાજી થઈ. રમીલાનાં પિતાને આજથી જ નોકરી શરૂ થયેલ તેથી તેઓ પણ ટિફિન લઈને ગયાં હતાં. ગૃહકાર્ય પૂર્ણ કરી બંને બાળકો થાક્યાં હતાં એટલે લીલાએ તેમને સૂવા મોકવ્યાં અને પોતે પણ માસી જોડે થોડી ઊંઘ ખેંચી લીધી.

અહીં, કંપનીમાં લંચ દરમિયાન માર્કેટિંગ વિભાગનાં બધાં જ કર્મચારીઓ સાથે રમીલાનો પરિચય કરાવાયો. લંચ પછી અડધા કલાકે એક પ્રેઝન્ટેશન હતું જે સૂરજ સર લીડ કરવાનાં હતાં તેમાં રમીલાને પણ બોલાવાઈ જેથી હાલની કાર્યપ્રણાલિ અને ભવિષ્યનાં કામકાજ વિશે તે સુપેરે માહિતગાર થઈ શકે. પ્રેઝન્ટેશન સમયે તે મુદ્દા તેને ખૂટતાં લાગ્યાં તે ફરીથી તેણે પોતાની નોંધપોથીમાં ટપકાવ્યાં. આ બાબત પણ ચકોર સૂરજની નજરમાં આવી હતી. સૂરજે રમીલાને તેનાં સૂચનો જણાવવા કહ્યાં. રમીલાએ પહેલાં થોડું ખચકાઈને અને પછી ભરપૂર આત્મવિશ્વાસ સાથે સુધારા સૂચવ્યાં. તેની કુશાગ્રતા જોઈ સૂરજ રમીલાથી ખરેખર પ્રભાવિત થયો.

સાંજ પડતાં લગભગ છ વાગ્યે રમીલાનો ફોન આવ્યો. તેને કૉલેજ પણ આજથી જ જવાનું હોઈ તે સીધી સાડા નવે વાગ્યે જ ઘરે આવશે એમ જણાવ્યું અને બધાંને જમી લેવાં કહ્યું જેથી તેનાં પિતાને અને બંને બાળકોને બીજા દિવસે સવારે સમયસર ઊઠી શકાય. રમીલાની માતાને સમજાઈ ગયું કે તેણે સક્ષમ બનવું જ પડશે લીલાની ગેરહાજરીમાં.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.