Dattak - 4 in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | દત્તક - 4

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

દત્તક - 4

"ત્રણ વર્ષ ?"
મનસુખ અને ઉર્મિલા ચોંકીને એકીસાથે બોલી પડ્યા.
"માસા.અડધી રાત સુધી તો હુ વિમાસણમાં હતો કે હુ શુ કરુ? તમે દત્તક લેવાની કહેલી વાત જ્યારે મેં હરીને કરી.ત્યારે નિર્દોષ ભાવે એણે જે પ્રતિભાવ વ્યક્ત કર્યા તે જોઈને મને તમારો નિર્ણય સ્વીકારવામાં અપરાધભાવ મહેસુસ થતો હતો."
"અપરાધભાવ. શા માટે?"
મનસુખે પૂછ્યુ.
"મારા જેવા કંગાળ ને તમારા જેવા તવંગર મા-બાપ મળે તો લોકો મારા થી ઈર્ષા કરવા લાગે.મને હિંણભાવે જોવે. લોકો મારા પર શંકા કરે કે જાણે કેવી રીતે મે તમને મારી જાળમા ફસાવ્યા હશે.ન જાણે કેવા કેવા વિચારો મારા માટે એ લોકોના મનમાં આવે."
સુરજે પોતાના મનમાં ચાલતી ગડમથલ મનસુખ અને ઉર્મિલા સમક્ષ રજૂ કરી.
"લોકોથી આપણને શુ લેવા દેવા બેટા." સૂરજની વાત સાંભળીને ઉર્મિલા બોલી.
"લોકોને તો આદત હોય બીજાના સુખને જોઈને બળતરા કરવાની એનાથી આપણને કંઈ ફરક નો પડવો જોઈએ."
મનસુખ બોલ્યો.
"પણ મને ફરક પડે ને માસા."
દયામણા ચહેરે મનસૂખની સામે જોતા સુરેજે આગળ કહ્યુ.
"હુ જાણું છું કે તમે બંને મને ખૂબ જ ચાહો છો.અને હું પણ તમારી અંદર મારા મા બાપના જ દર્શન કરું છુ.પણ લોકોને મારી ઈર્ષા કરવી પડે.એમની વેધક નજરોથી મારે વીંધાવવું પડે.અને આ બધુ મને હીણપત જેવું લાગે છે. અને એ બધાથી બચવા મેં એક નિર્ણય લીધો છે જે તમને પણ કદાચ ગમશે."
"બોલ બેટા શું કહેવા માંગે છે તુ."
મનસુખે પૂછ્યુ.
"મારી વાત સાંભળીને તમે જરાય માઠુ ન લગાડતા."
સુરજે પાણી પહેલા પાળ બાંધવાની કોશિશ કરી.પ્રશ્નાર્થ ભરી નજરે મનસુખ અને ઉર્મિલા સૂરજ સાને તાકી રહ્યા.
"ત્રણ વર્ષ માટે હું વિદેશ જતો રહુ."
સુરજના મુખ માથી જેવા આ શબ્દો નીકળ્યા કે તરત ઉર્મિલાએ ઉશ્કેરાટ ભર્યા સ્વરે કહ્યુ.
"ના.ભાઈ ના. વિદેશ શા માટે જવું છે તારે.?"
"નાના હો.તારે વિદેશ જવાની કોઈ જરૂર નથી."
મનસુખે પણ ઉર્મિલાના સૂરમાં સૂર મેળવતા કહ્યુ.
"તારી અગર ત્રણ વર્ષ પછી અમારા કાયદેસરના પુત્ર થવાની ઈચ્છા હોય.તો આપણે ત્રણ વર્ષ પછી કાગળિયા બનાવિશુ પણ તુ બેટા.અમારી નજરોથી દૂર ન જા."
આટલુ બોલતા બોલતા મનસુખ નો અવાજ ભીનો થઈ ગયો.
"પણ મારા મનમા શુ છે.હુ શુ ઇચ્છુ છુ. મારી વાત તો પૂરી સાંભળી લો પહેલા."
સુરજે જરાક ભાર દઈને કહ્યુ.
"હા કે શુ છે તારા મનમા?"
"અહી રહીને હું કેટલું કમાઈને ભેગુ કરી શકીશ?"
અધવચ્ચે જ સૂરજની વાતને કાપતા ઉર્મિલાથી ફરી બોલાઈ ગયુ.
"પણ તારે કમાવાની જરૂર શુ છે?"
મનસુખે પણ ટાપસી પુરતા કહ્યુ.
"અને આપણી પાસે પ્રભુએ આપેલું ઘણુ છે."
"હા માસા.પણ તમારો વારસદાર બનતા પહેલા.મારી પોતાની એવી ઈચ્છા છે. કે જેટલુ તમારી પાસે છે એટલું ભલે નહીં.એનાથી અડધુ.
યા કમ થી કમ પા ભાગનુ તો મારી પાસે પણ હોવુ જોઈએ.જેથી મને કોઈના મારી પીઠ પાછળ મેણા ના સાંભળવા પડે.કોઈની વેધક નજર મારા હૈયાને ના વીંધે.માટે ફક્ત ત્રણ વર્ષ મને આપો.અને હું વચન આપું છું કે ત્રણ વર્ષથી વધારે એક દિવસ પણ હું તમારાથી દૂર નહીં રહુ."
"પણ અમારા માટે આ ત્રણ વર્ષ કેવી રીતે નીકળશે બેટા."
ઉર્મિલા થી રડી પડાયુ.
"તમે રડો નહીં માસી."
ઉર્મીલાના ગાલ ઉપર રેલયેલા આંસુને પોતાની આંગળી થી લૂછતાં સુરજ બોલ્યો.
"મારી વાતને ઘ્યાનથી સાંભળો.જો તમારો મોહન આજે જીવતો હોત.અને કોલેજ નું પતાવીને આગળના અભ્યાસ માટે વિદેશ જવાની હઠ કરત તો બોલો શું કરત તમે? શું મોહનની ઈચ્છા પૂરી ના કરત?"
જે રીતે મોહનને વચ્ચે લાવીને સૂરજે પોતાની વાત મૂકી તો મનસુખ અને ઉર્મિલા બંને નિશબ્દ થઈ ગયા.
"ઠીક છે"
પોતાના આંસુને સાડીના પાલવથી લૂછતા ઉર્મિલાએ કહ્યુ.
"બેટા મારી એક વાત સાંભળી લે."
"હા.હા.બોલોને માસી."
"ત્રણ વર્ષ પછી તુ એમના કહેતો કે હજી હુ કાંઈ નથી કમાઈ શક્યો.મને થોડા દિવસ હજુ આપો."
"બિલકુલ નહીં મેં પહેલા જ વચન આપી દીધું છે."
"અને મારી એક ઈચ્છા પણ સાંભળી લે બેટા."
સુરજે પ્રશ્નાર્થ ભરી નજર ઉર્મિલા ના ચહેરા પર નાખી.
"કદાચ આ ત્રણ વર્ષની અંદર જો મારું મૃત્યુ થાય.તો તુ તારા બધા કામો ને પડતા મૂકીને મને અગ્નિદાહ દેવા જરૂર આવજે."
આટલુ બોલતા બોલતા ઉર્મિલાથી ડૂસકુ ભરાઈ ગયુ.સુરજ બે ઘડી માસીના આંસુઓથી તરબતર થઈ ગયેલા.પ્રેમથી પ્રેમાળ ચહેરાને જોઈ રહ્યો.પછી ધીમા સાદે બોલ્યો.
"જરૂર આવીશ.હુ જાણું છુ કે મૃત્યુનો કોઈ ભરોસો નથી હોતો.અગર જો એવુ થયુ તો હુ ચોક્કસ તમારી ઈચ્છા પૂરી કરીશ.પણ ઈશ્વરને મારી આટલી પ્રાર્થના છે કે મને તમારા બંનેની સેવા કરવાનો અવસર આપે."
સુરજ ઈરફાન સાથે સાઉદી પહોંચી ગયો.સુરજ મહેનત હોશિયારી અને ઈરફાનના સાથ થી ઝડપભેર પ્રગતિ કરવા લાગ્યો.
જ્યારે વડોદરામાં મનસુખના ભાગ્યે અવળી કરવટ બદલી.અચાનક એની માઠી દશા બેઠી.એના ત્રણે ટેમ્પાઓ વારાફરતી ખોટકાવા લાગ્યા.એક રીપેર કરીને રોડે ચડે ત્યાં બીજો ગેરેજમા હોય જ.જે કમાણી થતી એનાથી વધુ ટેમ્પો પાછળ ખર્ચ થવા લાગ્યુ.એના જે બાંધેલા ગ્રાહકો હતા એમને સર્વિસ બરાબર અને સમયસર ન મળવાથી એ લોકો નારાજ થઈ પોતાનો સામાન બીજા ટ્રાન્સપોર્ટરોને દેવા લાગ્યા. મનસુખ ની હાલત એવી થઈ ગઈ કે એક વર્ષના અંતે એની પાસે જે બેંક બેલેન્સ હતું એ સાવ ખાલી થઈ ગયુ. આખરે કંટાળીને મનસુખે ત્રણેય ટેમ્પો સસ્તામાં વેચી નાખ્યા.એની પાસે જે સ્ટાફ હતો એને ત્રણેક મહિના બેઠા બેઠા પગાર આપ્યો. કારણ કે એને એવી આશા હતી કે પોતે કાંઈ લોન વગેરે લઈને ફરીથી ગાડી પાટે ચડાવશે.પણ એમની તકદીરે કંઈક બીજું જ લખી રાખ્યું હતુ.
ધંધાની પડતી અને સૂરજના વિયોગે ઉર્મિલા ની તબિયત ઉપર અસર કરી. એક દિવસ એમને માઈનેર હાર્ટ અટેક આવ્યો.અને એમને બરોડા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. બિઝનેસ પૂરી રીતે ઠપ્પ હતો. ખિસ્સા અને બેંક બેલેન્સ સાવ જ ખાલી હતા. અને ત્યાં હોસ્પિટલનો ખર્ચો આવી પડ્યો.મનસુખના માથે મોટી મુસીબત આવીને ઉભી રહી.પોતાની વહાલસોયી પત્નિના ઈલાજ માટે એની પાસે બંગલો ગીરવી મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
તેમણે એમના એક ઓળખીતા શાહુકાર ઉત્તમચંદ પાસે બંગલાના દસ્તાવેજ મૂકીને એક વર્ષની મુદતે પાંચ લાખ રૂપિયા ઉપાડ્યા.એમને મનમાં એમ હતું કે અઢી ત્રણ લાખ ઈલાજમાં ખર્ચાશે.અને બીજા જે વધશે એમાંથી એકાદો ટેમ્પો લઈને પોતે પોતાનો બિઝનેસ ફરી ઊભો કરી શકશે. પણ ઉર્મિલાની તબિયત બહુ જ ધીમી ગતિએ સુધરી રહી હતી.જ્યાં સુધી ઉર્મિલા સંપૂર્ણ રીતે ઠીક ન થાય ત્યા સુધી મનસુખથી પણ ક્યાંય બહાર નીકળાય એમ ન હતુ.અને જોતજોતામા શાહુકારની મુદતની સાથો સાથ પૈસા પણ પૂરા વપરાઈ ગયા.હવે આગળ શું થશે એની ચિંતા મનસુખ અને ઉર્મિલા ને કોરી ખાવા લાગી.
આ પરેશાની માથી બાહર નીકળવા એક દિવસે ઉર્મિલાએ મનસુખને સૂચન કરતા કહ્યુ.
"તમે સુરજને આપણી તકલીફના સમાચાર મોકલો ને."

વધુ આવતા અંકે