Prem Thai Gyo - 13 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 13

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રેમ થઇ થયો - 13

ૐ નમઃ શિવાયઃ


PART-13

અત્યાર સુધી આપડે જોયું કે અક્ષત અને શિવ વાત કરતા હોય છે...

"હા એ જ સારું છે, હવે અને મિતાલી આટલા સમય થી આપડા ને કાય કીધું પણ નઈ...."
શિવ બોલે છે...

"હજુ મેં મિતાલી સાથે વાત નથી કરી ત્યાં થી આવ્યા પછી કાલે એના સાથે વાત કરી ને પછી અમે ત્યાં આવી જાસુ..."
અક્ષત બોલે છે...

શિવ અને અક્ષત થોડી વાર વાતો કરી ને પછી અક્ષત સીધો મિતાલી ના મમ્મી પાપા ના રૂમ માં જાય છે...

"કાકા કાકી મારે તમારે સાથે વાત કરવી છે..."
અક્ષત બોલે છે...

"હા બોલ બેટા...."
મિતાલી ના પાપા બોલે છે...

"હું મિતાલી ને મારી સાથે હૈદરાબાદ લઇ જવા માંગુ છું..."
અક્ષત બોલે છે...

"પણ ત્યાં આવી હાલત માં..."
મિતાલી ના મમ્મી બોલે છે...

"હું અને શિવ તો છીએ અને ત્યાં દિયા, અહાના પણ છે..."
અક્ષત બોલે છે...

"પણ આટલી દૂર એને કઈ રીતે મોકલવી એમાં પણ હમણાં એના સાથે ગણું બધું થયું છે...."
મિતાલી ના પાપા બોલે છે...

"તમે મને તમારો છોકરો માનો છોને, મારી પર વિશ્વાસ રાખો. હું મિતાલી ને સાચવી લઈશ...."
અક્ષત મિતાલી ના મમ્મી પાપા ના હાથ તેના હાથ માં લઇ ને બોલે છે...

"હા તું છોકરો જ છે અમારો...પણ..."
મિતાલી ના પાપા બોલે છે...

"હા બેટા મિતાલી ની ઈચ્છા હોય તો અમને વાંધો નથી...."
મિતાલી ના મમ્મી બોલે છે...

થોડી વાર તેમના સાથે વાત કરીને અક્ષત પણ તેના રૂમ માં જઈ ને સુઈ જાય છે...

*****

"ઉઠી જા જલ્દી દિયા..."
મિતાલી રૂમ માં આવતા બોલે છે...

"મિતાલી આમ આવ..."
દિયા ઉઠતા બોલે છે...

દિયા મિતાલી ને બોલાવી ને એને એની જોડે બેસાડે છે, અને એના ધભા પર માથું મૂકે છે...

"મિતાલી હું તને કંઈક કઈશ તો તું માનીશ...."
દિયા બોલે છે...

"હા બોલને..."
મિતાલી બોલે છે...

"તું અમારી સાથે હૈદરાબાદ આવ ને..."
દિયા બોલે છે...

"ત્યાં હું કઈ રીતે આવી શકું..."
મિતાલી બોલે છે...

"મમ્મી પાપા નઈ મને તો...? "
મિતાલી ફરી બોલે છે...

"અરે તું માની જા પેલા..."
દિયા બોલે છે...

"તે મને આ બધી વાત કેમ ના કરી કે તારા સાસુ સસરા ને બધા આવું બોલે છે તને..."
દિયા ફરી થી બોલ છે...

"હું શું યાર મેં પણ નતું વિચાર્યું કે તેમના મન માં આવું બધું હશે, હું ત્યાં ગઈ ત્યાર થી હંમેશા આ રીતે જ બોલતા અને નીતિન ના ફોઈ ને મારા અને નીતિન ના લગ્ન થયા તે સમય થી જ હું નતી ગમતી એના લીધે તેમને મારા સાસુ સસરા ને પણ ચડવાનું ચાલુ કરી દીધું..."
મિતાલી બોલે છે...

"તારે પહેલા કેવું જોઈએ ને અમને અને જો આમે આમ અચાનક ના આવ્યા હોત તો અમને આ વાત ની ક્યારે ખબર જ ના પડી હોત..."
દિયા બોલે છે...

"ચાલ હવે એ બધી વાત મૂક અને પેલા તૈયાર થઇ જા..."
મિતાલી બોલે છે અને તે રૂમ ની બારે જાય છે....

*****

બધા તૈયાર થઇ ને નાસ્તા ના ટેબલ પર બેઠા હોય છે...

"મિતાલી બેટા અમે વિચાર્યું છે કે તું અક્ષત સાથે હૈદરાબાદ જા..."
મિતાલી ના મમ્મી બોલે છે....

"પણ અહીંયા તમે બન્ને છો તો હું ત્યાં કઈ રીતે જાઉં..."
મિતાલી બોલે છે...

"તું આવ ને અમારી સાથે થોડા દિવસ રેજે તને નઈ ભાવે તો હું જ તને પાછો મુકવા આવીશ..."
અક્ષત બોલે છે...

"હા પણ હું થોડા દિવસ દિયા સાથે રઈશ અને થોડા દિવસ તારા ઘરે..."
મિતાલી બોલે છે...

"હા તને જ્યાં રેવું હોય ત્યાં રેજે..."
દિયા બોલે છે...

મિતાલી પણ માની જાય છે અને તે ત્રણે સાથે હૈદરાબાદ જવા માટે નીકળી જાય છે...

*****

તે ત્રણે ઘરે પોંચે છે ત્યારે પહેલા થી જ શિવ અને અહાના ત્યાં હોય છે મિતાલી તે બન્ને ને મળે છે...

"સારું કર્યું તું અહીંયા આવી ગઈ અમારી સાથે હવે આપડે સાથે જ રાઈશુ..."
અહાના બોલે છે...

"હા હમણાં તો અહીંયા જ છું..."
મિતાલી બોલે છે...

"શિવ એક ગ્લાસ પાણી લઇ આવ મિતાલી ના દવા નો સમય થઇ ગયો.."
અક્ષત બોલે છે અને એક બેગ માંથી દવા લઇ ને મિતાલી ને આપે છે...

"અરે જો અક્ષત નું ચાલુ થઇ ગયું હવે આ દવા આપવા માં એક મિનિટ પણ મોડું થઇ કરે..."
મિતાલી મોઢું બગાડી ને બોલે છે...

"હા હવે તારું દયાન મારે જ રાખવાનું છે..."
અક્ષત બોલે છે....

"ચાલો આજ તમે ત્રણે આરામ કરો હું અને અહાના ઓફિસ જઈએ..."
શિવ બોલે છે...

"અરે હા મિતાલી પહેલા ચાલ તારા માટે એક સપ્રાઇસ છે..."
શિવ ફરી થી બોલે છે...

"શું છે કેને..."
મિતાલી ખુશ થઇ ને બોલે છે...

શિવ તેના આંખ પર હાથ રાખી ને તેની સાથે લઇ જાય છે અને બધા તેની પાછળ આવે છે...

"અરે આ રૂમ મારા માટે તૈયાર કરાવ્યો છે..."
મિતાલી ખુશ થઇ ને શિવ ના ગળે મળતા બોલે છે...

રૂમ માં નાના છોકરાઓ ના પોસ્ટર લગાવ્યા હોય છે અને રૂમ માં ગણા બધા રમકડાં મૂક્યા હોય છે...

" થેન્કયુ શિવ..."
મિતાલી બોલે છે...

"અરે મને નઈ અક્ષત ને કે..."
શિવ બોલે છે...

"મને પણ નાઈ તારી ફ્રેન્ડ દિયા ને કે અને જ મને આ બધું કરવા માટે કીધું હતું..."
અક્ષત બોલે છે...

"અરે તમને બધા ને થેન્કયુ...આવી જાઓ બધા..."
મિતાલી બોલે છે અને બધા ને ગળે મળવા નું કે છે...

તે પાંચે ગ્રુપ હગ કરે છે...

"ચાલો તમે ત્રણે આરામ કરો અને અમે બન્ને જઈએ ઓફિસ..."
શિવ બોલી ને અહાના સાથે ત્યાં થી નીકળી જાય છે....

"મિતાલી તને કાય પણ જરૂર હોય તો મને કેજે..."
અક્ષત બોલી ને તેના રૂમ માં જાય છે...

"દિયા તું હમણાં અહીંયા જ રે પછી ઘરે જજે..."
મિતાલી બોલે છે અને તે બન્ને રૂમ માં આરામ કરે છે...

*****

દિયા પાણી પીવા માટે રસોડા માં જાય છે અને ત્યાં અક્ષત પણ ત્યાં જ હોય છે...

"હું ચા બનાવું છું, તારા માટે બનાવું...?"
અક્ષત બોલે છે...

"હા, અરે મારે તને કેવું તું કે આપડે જે ઘોડિયું લીધું હતું એ તો મિતાલી ના ઘરે જ ભૂલી ગયા..."
દિયા બોલે છે...

"હા એ હું માગવી લઈશ..."
અક્ષત બોલે છે...

તે બન્ને ચા પિતા-પિતા વાતો કરે છે...

"ચાલ હવે હું ઘરે જાઉં છું..."
દિયા બોલે છે અને તેના ઘરે જાય છે...

*****

રાતે મિતાલી અને અક્ષત હોલ માં બેઠા હોય છે ત્યારે શિવ આવે છે...

"કેવો ગયો શિવ તારો દિવસ..."
મિતાલી બોલે છે...

"આજ તો તારું ફેસ જોઈને ગયો તો એટલે સારો જ જાય ને..."
શિવ બોલી ને મિતાલી ના બાજુ માં બેસે છે...

"હું જમવાનું બારે થી લઇ આવું તમે બેસો..."
અક્ષત બોલે છે...

"અક્ષત તારે જવાની જરૂર નથી..."
અહાના ઘર માં આવતા બોલે છે...

"હું જમવાનું બનાવી ને આવી છું અને આજ થી મિતાલી ઘરે જ જમસે...."
દિયા પણ અહાના સાથે આવતા બોલે છે...

"અરે તારે આટલું બધું કરવાની શું જરૂર હતી મારા માટે..."
મિતાલી બોલે છે...

"ના ડોક્ટરે તને બાર નું ખાવાની ના પાડી છે..."
દિયા બોલે છે...

"જમવાનું તૈયાર જ છે ચાલો હવે..."
દિયા બોલે છે અને બધા તેની સાથે જાય છે...

હવે આગળ શું થાય છે મિતાલી અહીંયા આમની સાથે જ રેસે કે તે પાછી જશે તે જાણવા જોડાયા રહો...

પ્રેમ થઇ ગયો....