Prem Thai Gyo - 11 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 11

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રેમ થઇ થયો - 11

ૐ નમઃ શિવાયઃ

PART-11

શિવ અને અહાના પહેલા મિતાલી ને મળે છે અને પછી તે બન્ને હૈદરાબાદ જવા માટે નીકળી જાય છે... દિયા અને અક્ષત મિતાલી ના મમ્મી પાપા સાથે બેઠા હોય છે

" નીતિન ના મમ્મી નો આજે પણ મને ફોન આવ્યો તો..."
અક્ષત બોલે છે...

"હા શું કીધું એમને..."
મિતાલી ના મમ્મી બોલે છે...

"મને પૂછતાં હતા કે મિતાલી હવે એમના ઘરે ક્યારે આવશે..."
અક્ષત બોલે છે...

"પણ મિતાલી ને હમણાં ત્યાં મોકલવી છે...?"
મિતાલી ના મમ્મી બોલે છે...

"હું ત્યાં સુધી છું, જ્યાં સુધી મિતાલી ઠીક નથી થતી અને એના પછી જ મિતાલી ને સાસરે મોકલવાનું વિચારશું...."
અક્ષત બોલે છે...

"કાકા કાકી તમને તો વાંધો નથી ને...."
અક્ષત મિતાલી ના મમ્મી પાપા ને પૂછે છે...

"ના બેટા તને જેમ ઠીક લાગે તે રીતે કર અમને તો હવે સમજાતું જ નથી કાય ..."
મિતાલી ના મમ્મી પાપા બોલે છે...

"હમણાં મિતાલી કાય બોલતી પણ નથી બસ શાંત રે છે અને જમતી પણ નથી સરખી રીતે..."
દિયા બોલે છે...

"હા એને સમજાવી પડશે એની એક ની વાત નથી એક નાનું બેબી પણ છે એની સાથે..."
અક્ષત બોલે છે...

"સારું થયું કે તું અને દિયા અહીંયા રોકાઈ ગયા.."
મિતાલી ના મમ્મી બોલે છે...

"તને અહીંયા રેવા માં કાય પ્રોબ્લમ તો નથી ને..."
અક્ષત દિયા સામે જોઈ ને બોલે છે...

"ના મેં ઘરે વાત કરી લીધી છે અને મિતાલી મારી ફ્રેન્ડ નઈ પણ મારી બેન છે..."
દિયા બોલે છે...

"બેટા તું અહીંયા મિતાલી પાસે રહી એના માટે તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે...."
મિતાલી ના મમ્મી બોલે છે...

"અરે તમે તો મને છોકરી ની જેમ રાખી છે અને તમે ચિંતા ના કરતા મિતાલી પણ ઠીક થઇ જશે જલ્દી..."
દિયા બોલે છે...

"હા બેટા તમે બન્ને બેસો અમે હવે જઈએ સુવા માટે..."
મિતાલી ના પાપા બોલે છે અને તેના મમ્મી પાપા સુવા માટે જાય છે...

તે બન્ને થોડી વાર વાતો કરી ને સુવા જાય છે અને અક્ષત એની રૂમ માં અને દિયા મિતાલી ના રૂમ માં જાય છે ત્યાં તે મિતાલી ને જોવે છે તે સુઈ ગઈ હોય છે, પછી તે પણ તેની બાજુ માં જઈ ને સુઈ જાય છે....

*****

દિયા, મિતાલી અને અક્ષત તે ત્રણે મિતાલી ની રૂમ માં બેઠા હોય છે...

"જો મિતાલી શિવ ને ગયે પણ હવે 10 દિવસ થઇ ગયા છે હવે અમારે પણ પાછું જવું પડશે તું તારું દયાન રાખીશ તો જ અમે જઈ શકશું...."
અક્ષત બોલે છે...

"હા મારે હવે મારા માટે નઈ પણ મારા બેબી માટે જીવું પડશે અને હું મારુ જીવન હવે આ બેબી અને નીતિન ની યાદો સાથે જ નીકાળીશ..."
મિતાલી તેના હાથ માં નીતિન નો ફોટો લેતા બોલે છે....

"હા તો અમે પણ હવે કાલે નીકળીએ..."
દિયા બોલે છે...

"અક્ષત ને જવા દે તું રેને મારી સાથે દિયા..."
મિતાલી બોલે છે...

"અરે મને અહીંયા આવે ૧ મહિના જેવું થઇ ગયું પણ ...."
દિયા બોલ છે...

"હા તો બસ અમે બન્ને હજુ 2 દિવસ રઈએ પછી સાથે જ જઈશું..."
અક્ષત બોલે છે...

"હા અને મને એ મારા સાસુ નો ફોન આવ્યો તો એમને મને હવે ઘરે બોલાવી છે તો હું ત્યાં જઈશ, નીતિન ના ગયા પછી હવે મારે જ સાચવાના છે એમને..."
મિતાલી બોલ છે...

"હા તો ચાલો હવે આપડે જમી લઈએ..."
દિયા બોલ છે અને બધા જમવા માટે જાય છે...

*****

2 દિવસ પછી દિયા અને અક્ષત પણ પાછા આવા માટે નીકળી જાય છે...અને મિતાલી ને પણ તેના સાસરે જાય છે...

ત્યાં પહોંચીને અક્ષત અને દિયા પાસે કામ માં થી સમય જ નથી મળતો કે તે એક બીજા થી વાત કરે...

અક્ષત અને દિયા ને આવે પણ હવે 1 મહિના જેવું થઇ ગયું...

અક્ષત, શિવ અને અહાના બેઠા હોય છે...

"મારી કાલે જ મિતાલી સાથે વાત થઇ તી એની તબિયત હવે સારી છે..."
અહાના બોલે છે...

"મારે અમદાવાદ જવું પડશે..."
દિયા આવતા આવતા બોલે છે...

"કેમ...?"
શિવ બોલે છે...

"મારા ભાઈ નો જન્મ દિવસ છે તો હું એને સુપ્રાઇસ આપવા માંગુ છું...."
દિયા બોલે છે...

"હા તો હું તારી ટિકિટ કરાવી દઉં મને કે ક્યાર ની કરાવી છે..."
અક્ષત બોલે છે...

"ના ના હું કરાવી લઇસ...."
દિયા બોલે છે...

"હું 2 દિવસ પછી નીકળવા ની છું અને હું મિતાલી ને પણ સપ્રાઇસ આપીશ..."
દિયા ફરી થી બોલે છે...

"હા તો તારી 2 દિવસ પાછી ની ટિકિટ હું કરાવી દઈશ..."
અક્ષત બોલે છે...

થોડી વાર બેસી ને તે કામ કરવા જાય છે...

*****

દિયા ઘરે થી સવારે એરપોર્ટ માટે નીકળવા ની જ હોય છે ત્યારે શિવ નો ફોન આવે છે...

"દિયા તું હજુ નીકળી તો નથી ને..."
શિવ બોલે છે...

"ના હજુ તો ઘરે જ છું..."
દિયા બોલે છે...

"હા તો અક્ષત ને પણ એક કામ આવી ગયું છે તો તે પણ અમદાવાદ આવશે તારી સાથે તો હું તમને બન્ને ને મુકવા આવું છે, તો તૈયાર રેજે..."
શિવ બોલે છે...

"હવે તું દિયા સાથે જાય છે તેને તારા મન ની વાત હવે કઈ જ દેજે...."
શિવ ફોન મૂકી ને બોલે છે...

"અરે ભાઈ એમજ ના કઈ શકું પહેલા દિવસે એ એના પાસ્ટ વિશે કેતી હતી પણ આ બધું થઇ ગયું..."
અક્ષત બોલે છે...

"હા તો હવે સમય છે હમણાં વાત કરજે..."
શિવ બોલે છે...

"હા હું કરીશ વાત..."
અક્ષત બોલે છે...

"મિતાલી ના પાસે જઈ ને જોજે એને કોઈ પ્રોબ્લમ તો નથી ને અને એ પોતાનું દયાન તો રાખે છે ને..."
શિવ બોલે છે...

"હા...ભાઈ તું મિતાલી ની ચિંતા ના કરીશ..."
અક્ષત બોલે છે...

થોડી વાર માં શિવ અને અક્ષત આવે છે અને તેની સાથે દિયા એરપોર્ટ જવા માટે નીકળી જાય છે...

*****

અમદાવાદ પહોંચ્યા પછી અક્ષત મિતાલી ના ઘરે જાય છે અને ત્યાં તેના મમ્મી પાપા ને મળે છે...

દિયા તેના ભાઈ ને મળવા માટે...

"ભાઈ હું આવી ગઈ..."
દિયા તેના ભાઈ સોહમ ના ઘર માં જતા બોલે છે...

"અરે તું અચાનક અહીંયા..."
સોહમ બોલે છે...

"હા....happy brithday ભાઈ...."
દિયા બોલે છે...તેના ભાઈ સાથે થોડી વાર બેસે છે અને પછી તે અને તેના ભાઈ સાથે જમવા માટે બાર જાય છે...

"મિતાલી ને કેવું છે...? "
સોહમ બોલે છે...

"હા હવે સારું છે અને હાલ નીતિન ના મમ્મી પાપા સાથે જ રે છે..."
દિયા બોલે છે...

"ચાલો ભાઈ હવે હું મિતાલી ને મળવા માટે જાઉં અને ત્યાં થી હું નીકળી જઈશ..."
દિયા ઉભી થતા બોલે છે...

"બસ મારી સાથે જમવા માટે જ આવી હતી..."
સોહમ હસતા-હસતા બોલે છે...

"હા ભાઈ હું બસ તને મળવા માટે જ આવી હતી..."
દિયા બોલે છે...

દિયા ત્યાં થી નીકળી ને અક્ષત ને ફોન કરે છે...

"હાય તું નીતિન ના ઘરે મિતાલી ને મળવા માટે ગયો તો...? "
દિયા બોલે છે...

"ના તું ફ્રી થઇ ગઈ હોય તો ભેગા જ જઈએ..."
અક્ષત બોલે છે...

"હા હું તને લોકેશન મોકલું છું ત્યાં તું આવી જા..."
દિયા મોકલે છે...

અક્ષત મિતાલી ના ઘરે થી દિયા પાસે જવા નીકળી જાય છે....

હવે આગળ શું થશે અક્ષત તેના મન ની વાત દિયા ને કઈ શકશે...? તે જાણવા જોડાયા રહો...

પ્રેમ થઇ ગયો...