Lagn.com - 8 in Gujarati Short Stories by PANKAJ BHATT books and stories PDF | લગ્ન.com - ભાગ 8

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

લગ્ન.com - ભાગ 8

ૐ સરસ્વતી નમો નમઃ


લગ્ન. com વાર્તા ૮


સવારના લગભગ નવ વાગ્યા હતા . મલ્હાર સુરતના એક ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પોતાની ગાડી પાસે ઉભો મોબાઈલ પર મેસેજ ચેક કરી રહ્યો હતો . વાઈટ ટીશર્ટ અને વાઈટ ટ્રેક પેન્ટ પર ગ્રાઉન્ડની માટીના લાગેલા ડાઘથી સમજાતું હતું એ ક્રિકેટ રમીને આવ્યો છે . જાનકી એ મલ્હારને જોયો અને સ્કૂટી એની ગાડી પાસે પાર્ક કરી . હેલમેટ ઉતારી મલ્હાર તરફ આવી .મલ્હાર એની જ રાહ જોતો હતો .


બન્ને એ હાથ મલાવ્યો . " Hi I am Janki " " Hi I am malhar "


" તો ક્યાં જવુ છે ? મારે ૧૦ઃ ૩૦ સુધી ઓફીસે પોહચવાનું છે ." જાનકી સીધી ઓફીસે જવા તૈયાર થઈ ને આવી હતી .


" અહી નજીક એક સાઉથ ઇન્ડિયન હોટલ છે. બ્રેકફાસ્ટ થઈ જશે અને ત્યાં ફિલ્ટર કોફી તો બાપ મળે છે. " મલ્હારનો નાસ્તાનો ટાઇમ હતો.


" ઓકે ફાઇન …ચાલીને જશું કે… ? " જાનકી ને ઉતાવણ હતી.


" ના ભઈ એટલું પણ નજીક નથી લગભગ બે કિલોમીટર હશે . તમારી સ્કૂટી પર જઈએ જલ્દી પોહચી જશુ અને પાર્કિંગ નુ પણ ટેનસન નઈ થાય . તમે ઓફીસ માટે ત્યાંથી જ નીકળી જ્જો " મલ્હારે આઇડયા આપ્યો . જાનકી થોડી ખચકાઈ પણ એને પણ આ બરાબર લાગ્યુ " ઓકે ફાઇન lets go " બન્ને જણ સ્કુટી પર બેસી મયસુર કેફે પહોંચ્યાં .


" મારા માટે એક રસમ વડા અને મેડમ માટે શું ખાશો તમે ? "


" ઉપમા ચાલસે ''


" ગુડ ચોઇસ એક નંબર ઉપમા બનાવે છે મેડમ માટે ઉપમા " મલ્હારે ઓર્ડર આપ્યો .


" તમે અહીં રેગ્યુલર આવો છો ? " જાનકી એ પુછ્યું .


" હા… અટલે જે દિવસે સાઉથ ઇન્ડિયન ખાવાનો મુડ હોય ત્યારે અહીંયા . બાકી ક્યારેક ફાફડા જલેબી ક્યારેક વડાપાઉ ક્યારેક સાબુદાણાની ખીચડી તો ક્યારેક સેવ ઉસળ ક્યારેક ઠોકળા ક્યારેક થેપલા આ બધા માટે જગ્યાઓ ફિક્સ છે . સોમ થી શની સવારે ૭ થી ૯ ક્રિકેટ પછી નાસ્તો અને તૈયાર થઈ ૧૧ વાગે ઓફીસે ."


" તમારી ઓફિસ ૧૧ વાગે ખુલે છે ? " જાનકી ને મલ્હાર થોડો ગડબડ લાગી રહ્યો હતો .


" મારો પોતાનો બિઝનેસ છે એટલે ટાઇમનું કોઈ બંધન નથી પણ ૧૧ વાગે ઓફીસે પોહચી જવાનું અને બંધ કરવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી ક્યારેક તો રાતના બાર પણ વાગી જાય પણ ગમે તે ટાઇમ પર સૂવુ સવારે ૭ વાગે ગ્રાઉન્ડ પર . તમારુ ટાઇમટેબલ કેવુ હોય છે ?"


" મારો તો જોબ છે એટલે સવારે ૧૦ઃ ૩૦ વાગે રીપોટીંગ ટાઇમ અને સાંજે ૬:૩૦ વાગે છુટી . મારાથી વેહલું ઉઠાતું નથી " જાનકી એ પોતાની વાત કરી.


વેઈટર ટેબલ પર નાસ્તો મૂકી ગયો અને બન્ને એ ખાતા ખાતા વાતો ચાલુ રાખી .


" તમે બાયો ડેટામાં લખ્યું છે કે તમે એકલા રહો છો …તમારા મમ્મી પપ્પા ? " જાનકી એ થોડુ ખચકાતા પ્રશ્ન પુછ્યો .


" બન્ને જીવતા છે અને મોજ મા છે .અહી સુરતમાં જ રહે છે . ગયા વર્ષે મારી નાની બહેનના લગ્ન થયા વિદાઈ આપી અમે રાત્રે ઘરે આવ્યા બધાનો મુડ ડાઉન હતો .મારા બાપાએ મને એમની રુમમા બોલાવ્યો અને મારા હાથમા એક ચાવી આપી અને બોલ્યા બેટા આ આપણા અડાજણ વાળા ફેલ્ટની ચાવી છે તુ હવે ત્યાં સીફ્ટ થઈ જા અને પોતાનુ પોતે ફોડીલે અમે કાલે આરામ કરવા મહીના માટે સ્વીઝરલેન્ડ જવાના છીએ હવે પોતાની જવાબદારી પોતે ઉપાડો .મારી બેન હનીમૂન માટે અઠવાડીયા પછી ગઈ પણ મારા મા બાપ તો લગ્નના બીજાજ દિવસે રવાના થઈ ગયા ." મલ્હાર દયાળુ મો કરી બોલ્યો .


" તમારા મમ્મી કાંઈ બાલ્યા નહી ? " જાનકીને મનમાં હસુ આવી રહ્યું હતું .


" આ આઇડીયા મારી માં નો જ હતો . ખતરનાક આઇટમ છે બન્ને . જો કે આમાં વાંક મારોજ છે એમણે મારા લગ્ન કરાવા ગણા પ્રયત્નો કર્યા પણ મને આ લગ્નથી જરા ડર લાગે છે એમ લાગે છે કે જો હું લગ્ન કરીશ તો મારુ ફ્રીડમ ખતમ થઈ જશે એમણે મને ગણો સમજાવ્યો પણ હુ લગ્ન માટે તૈયાર નહોતો અને એ લોકો પણ ક્યાં સુધી મારી જવાબદારી ઉપાડશે એટલે મને એકલો મૂકી દીદ્યો દર રવીવારે મારુ બપોરનું જમવાનું એમની સાથે હોય છે "


" ખુબ ઈન્ટરેશટીગ છે તામારા મમ્મી પપ્પા . "

" મારા પપ્પા એ પેહલા થી જ રીટાયર મેન્ટ પ્લાન કરી રાખ્યું હતું . હું લગ્ન માટે તૈયાર નહોતો એટલે એમણે મને ફોર્સ ના કર્યો પણ મને એકલો મૂકી દીધો "

"તો હવે તમે લગ્ન માટે તૈયાર છો કે હજી પણ ડર છે ? " જાનકી એ સવાલ કર્યો .


" સાચુ કહુ તો ખબર નથી કોઈ એવું મળી જાય જે મને મારી સ્પેસ આપે અને હુ એને એની સ્પેસ આપું . લગ્ન આમ બંધન જેવું ના લાગે . મનુષય તરીકે આપણી ગણી જરૂરિયાતો હોય છે શારીરીક ,માનસીક , સામજીક , ભાવનાત્મક કે આર્થીક . મને સમજાય છે લગ્નનું બંધન આ બધી જરૂરિયાતો પૂરી પાડે છે . તો હા હવે હુ લગ્ન માટે તૈયાર છું ." મલ્હારનો જવાબ જાનકીના મન ને સ્પર્શી ગયો .


" તમારો ને મારો ડર મેચ થાય છે . lets Try આપણો ડર કદાચ આપણને એકબીજાને સમજવામાં મદદ કરશે " બન્ને ના ચેહરા પર સ્માઈલ હતી . ફિલ્ટર કોફી પી બન્ને છૂટા પડ્યા પછી દર અઠવાડિયે ક્યારેક મુવી ક્યારેક મેચ ક્યારેક લોન્ગ ડ્રાઇવ ક્યારેક ડીનર અને છેલ્લે લગ્ન ની તારીખ નક્કી થઈ ગઈ . લગ્ન . com પર કુંડળીના નહી મનના ગુણ મળાવાનું કામ થાય છે .


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ.