Lagn.com - 5 in Gujarati Short Stories by PANKAJ BHATT books and stories PDF | લગ્ન.com - ભાગ 5

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

લગ્ન.com - ભાગ 5

ૐ સરસ્વતી નમો નમઃ


લગ્ન.com વાર્તા પ


રાજકોટના હરીનગરમાં આવેલા એક બંગલાની ટેરેસ પર એક હિંચકા ઉપર અશોક અને નીશા ચાનો કપ લઈને શાંતીથી બેઠા હતા .


" તમારુ ઘર ખુબ સુંદર છે " અશોકે વાતની શરૂઆત કરી . " થેન્ક યુ હમણાં પાંચ વર્ષ પેહલા જ રીનોવેટ કરાવ્યું છે મને જુનુ ઘર વધારે પસંદ હતુ એમાં રુમ ઓછા અને મોટા હતા હવે રુમ વધારે અને નાના થઈ ગયા છે " નીશાની વાતમાં નીરાશા જણાતી હતી.


" આ લોકોએ આપણને અહીં એકાંત માં વાત કરવા કહ્યું છે મને થોડુ ઓડ લાગે છે . ક્યાંક બહાર મળ્યા હોત તો વધારે સારું થાત . તમને શું લાગે છે ? " અશોક ને વાત કરવામાં થોડુ અજીબ લાગતુ હતુ .


" ના મને ઓડ નથી લાગતુ . કદાચ મારુ ઘર છે એટલે હુ કોમ્ફરટેબલ છુ પણ તમને અનકોમ્ફરરટેબલ લાગતુ હશે તમે એ લોકોની ચીંતા શુ કામ કરો છો આપણે ક્યાં પણ મળીએ વાતો તો આજ કરવાની છે. તમારે જે પુછવુ હોય એ પુછો " નીશા એ જવાબ આપ્યો.


" સાચુ કહુ તો મને આવી મિટિંગ નો અનુભવ નથી એટલે શું પુછુ ? જનરલી હોબી અને લાઇફના ગોલ વિષે વાત કરતા હોય પણ એ બધુ તો તમે બાયો ડેટા મા લખ્યુ છે તમને ટ્રાવેલનો શોખ છે મુવી જોવાનું પસંદ છે જોબ કરવા માંગો છો આના શિવાય બીજુ શું પુછુ ? " અશોક ખચકાતા બોલ્યો.


" મને બે મીટીંગ નો અનુભવ છે જનરલી બાયો ડેટામાં કોઈ x પ્રેમી કે પ્રેમિકા વિષે માહિતી નથી આપતું . તમે મને એ પુછી શકો છો અને તમારા વિષે પણ માહિતી આપી શકો છો." નીશાએ બિન્દાસ્ત થઈ સવાલ પુછવા કહ્યું .


" wow…. આ તો એકદમ બાઉન્સર નાખ્યો તમે . પેહલા મારી વાત કરું તો કોલેજમાં એક છોકરી હતી અમે બન્ને એકબીજાને પસંદ કરતા હતા પણ અમારા વિચારો મળ્યા નહીં ને એક વર્ષ પછી બ્રેકઅપ થઈ ગયું . ત્યારબાદ બીજુ કોઈ એટલું નજીક આવ્યું નથી. હવે તમારા વિષે જણાવો " અશોકે જવાબ આપી સવાલ કર્યો .


" હું તમને એકદમ સાચો જવાબ આપીશ પણ તમારે મને એક પ્રોમીસ કરવું પડશે કે આ વાત તમે તમારા કે મારા માતા પિતા ને નહી કરો " નીશા એ વચન માગ્યુ.


" વાત એટલી બધી પ્રોબલ્મ વાળી હોય તો તમે મને પણ નહી કેહશો તો ચાલશે .." અશોકને થોડુ ટેન્સન થઈ રહ્યું હતું .


" વાત કેટલી પ્રોબલબ વાળી છે એ તમે સાંભળી ને નક્કી કરજો પણ જો આપણે જીવનભર સાથે રેહવું હોય તો મારે તમને આ વાત કરવી જ રહી . વચન આપો છો ? " નીશાએ પાછુ વચન માગ્યું .


" ઓકે આઇ પ્રોમીસ આ વાત હું કોઈને નહી કહું "


" તમારી જેમ હું પણ કોલેજમાં કોઈના પ્રેમમાં હતી અમે એકબીજા ને પસંદ કરતા હતા પણ આ સંબધમા હું વધારે આગળ વધી ગઈ એટલે અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો . So I am not virgin . આ વાત છુપાવી પણ શકાય પણ મારુ મન નથી માનતું પાછળથી તમને ખબર પડે તો બન્ને માટે પ્રોબલમ ઉભો થાય . આગળ મળેલા છોકરાઓને મે આ વાત કરી હતી એમણે લગ્ન માટે ના પાડી પણ બંને એ પોતાનુ વચન પાળ્યું એમણે મને રીજેક્ટ કરી પણ બાનુ બીજું કોઈ આપ્યું . તમે પણ ના કહી શકો છો પરંતુ તમારા મમ્મી પપ્પા ને કેહજો કે તમને મારો સ્વભાવ ના ગમ્યો કે બીજું કાઈ..: પણ આ વાત કરતા નહીં પ્લીઝ " નીશાએ પોતાની વાત પુરી કરી.


" બસ આટલી વાત હતી મને તો લાગ્યું તમે કોઈનુ મર્ડર કર્યું હશે . જો એ વ્યક્તિ તમારા જીવનમાંથી બીલકુલ હમેશા માટે નીકળી ગયો હોય અને તમે નવી શરૂઆત કરવા તૈયાર હો તો મને આ વાતથી કોઈ પ્રોબલમ નથી આ ઉમર જ એવી હોય છે મને મોકો મળ્યો નહીં એટલે virgin રહી ગયો ." અશોકે સહજતાથી જવાબ આપ્યો.


અશોકનો જવાબ સાંભળી ને નીશાનાના ચેહરા પર સ્માઇલ આવી ગઈ " તમે મારા બાયો ડેટામાં વાચ્યું હશે l am looking for a soulmate who is understanding , open-minded and can change with the time તમારામાં આ ત્રણે ગુણ છે એ ચેક કરવા આ ખોટી વાત મે તમને કરી હતી . હું ક્યારેય કોઈના પ્રેમમાં પડી નથી કે નથી કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો પણ હવે લાગે છે કે કોઈના પ્રેમમાં પડવાની છું " નીશા થોડી શરમાઇ ગઇ .


" એની માં ને… બોલ્ડ એન્ડ બ્યુટીફુલ " અશોકના મોઠે આ શબ્દો નીકળી ગયા.


" મને ખબર છે તમે સુરતના છો "


લગ્ન .com ના કારણે સુરત અને રાજકોટ વચ્ચેનો ટ્રાફિક વધ્યો છે .


આ સીરીઝ માં રજુ થતી બધી વાર્તાઓ કાલ્પનીક છે.


ધન્યવાદ.


પંકજ ભરત ભટ્ટ.