Me and my feelings - 69 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 69

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હું અને મારા અહસાસ - 69

ગુલાબી ક્ષણો

હ્ર્દય માં રહું તો જરા હાસ કરજો,

પછી યાદ આવું જરા સાદ કરજો.

 

સમય કહી રહ્યો છે ઇશારાથી તમને,

ગુલાબી ક્ષણો માં મુલાકાત કરજો.

 

સખી પાંપણોમાં ભરી મીઠા સ્વપ્નો,

અનેરા મિલન ની જરા વાત કરજો.

૨૬-૬-૨૦૦૯                        

 

 

બંધનો

સત્ય ઘટનાઓ ને પણ અફવા લખું,

લાગણીના બંઘનો ભીતર લખું.

 

સમય વચાળે ભટકતો એકલો,

કલ્પનાની વાત ને અંદર લખું.

 

આજ ફુંટ્યું છે સરોવર આંખમાં,

ઝંખના વરસી હવે નવતર લખું.

 

કારણ વગર રેતમાં ચમકે બિદું,

મેઘહીન દીશે સમય સુંદર લખું.

 

પથ્થરોના બિજ ભેદી વિકસે,

મિત્રતાને આશરો કે ઘર લખું.

 

૧૨-૮-૨૦૦૭                                  

 

લહેરો

યુગોથી ક્ષણો માં વહે છે લહેરો ,

અધૂરી  ક્ષણો માં વહે છે લહેરો .

 

મહેફિલ છોડી થપાટો સહેતી ,

તડપતી ક્ષણો માં વહે છે લહેરો .

 

અશાંતી છતાં તે ઉદાસી ખંખેરી ,

વિતેલી ક્ષણો માં વહે છે લહેરો

 

રુપાળા સહારા ઇશારા કરે ને ,

અજાણી ક્ષણો માં વહે છે લહેરો .

 

ઘડી બે ઘડી બેજુબાન અવાજો ,

અનોખી ક્ષણો માં વહે છે લહેરો .

 

અહેસાસ જુદાઇ નો આંખમાં ને ,

ગુલાબી ક્ષણો માં વહે છે લહેરો .

 

સખી પાંપણોમાં સ્વપ્નો ભરીને ,

વહેતી ક્ષણો માં વહે છે લહેરો .

૨૫-૫-૨૦૦૭

 

પ્રતીક્ષા

 

હતી આંખને એમની બસ પ્રતીક્ષા ,

અને આ જ દર્પણ બની એ જ ઉભા .

 

તરંગો રમે છે સંતાકૂકડી ને ,

શરદ નો ચંદ્ર શરણ બની એ જ ઉભા .

 

સમાવી અંતરમાં દર્દની લહેરો ,

નયન ભીતર ઝરણ બની એ જ ઉભા .

 

હરણ ઝાંઝવા જોઇ દોડયા કરે ,

હ્રદયમાં હજી રણ બની એ જ ઉભા .

 

હજારો અશ્રુઓ વહાવી લઉં ને ,

તમારું જ સ્મરણ બની એ જ ઉભા .

 

મુલાકાતમાં પ્રેમની અંધરાતે ,

ખુશીનું કારણ બની એ જ ઉભા .

 

૨૯-૯-૨૦૦૯

 

મોગરા

ચોતરફથી કેટલા બાવળ મને ઘેરી વળે ,

તો ય ઉગાડયા અમે તો મોગરા આંખો મહી ,

 

વેદનાની વાંસળી વાગે પ્રતીક્ષા વલવલે ,

શ્ર્વાસની પી્છી લઇને હસ્તાક્ષરો ચમકે તહી .

 

યાદમાં મશગુલ થઇ કવિ પ્રેમનું કાવ્ય લખે ,

સૂર જોડે શબ્દને સંવેદનાની ઇચ્છા રહી .

 

મોન બેઠા છે મહેફિલમાં દિવાનાઓ ભૂલી ,

ભાન, પૈમાનો જલે શમ્મા ઝંખે ઝાંખી વહી .

 

આંસુમાં ડૂબેલ લથપથ હૈયું ઠામી પ્રેમને ,

લાગણીપૂર્વક સનમના કાનમાં વાતો કહી .

 

જો હું તારી યાદમાં ઝાકળ સંગે ઝૂર્યા કરું ,

લાખ કોશીશો કરી પણ પાંપણો ઝૂકી નહી .

 

વાયરા તો યાદ લાવે છે તમારી એટલે ,

સાંભળીને એમની વાતો કરી નાખી સહી .

 

નીરખું છું આયનાઓમાં હું મારી જાતને ,

સ્પંદનોમાં સ્મરણોને ચીતરી પાને અહીં .

૩-૧૦-૨૦૦૯         

 

 

જામ 

 

શ્યામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં ,

જામ  ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં .

 

સાદ ભીતર સાંભળું ભીનો હવે ,

નામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં .

 

ચોતરફથી સાદ ઘેરે એટલે ,

ગામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં .

 

છાંયડા ભેગા કરી હું ઘર કરું ,

કામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં .

 

મયકદામાં છું કે ઘરમાં જાણું ,

ઠામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં .

 

બાણ હૈયે ખૂબ વાગ્યાને સખી ,

રામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં .

 

૨૯-૦૧-૦૮

 

બાગબાઁ

                

છાયડાને આંખમાં પાળ્યા અમે ,

પાંપણોએ વાદળા બાધ્યા અમે .

 

પાદડાને યાદ આવે પાનખર ,

ફૂલ સંગાથે નિ’સા નાખ્યા અમે.

 

વાયરાને કોણ રોકે એટલે ,

લાગણીથી સાચવી રાખ્યા અમે .

 

બાગબાઁએ જીવ પૂર્યા બાગમાં ,

રાહ જોઇ ઉપવન વાસ્યા અમે .

 

આગમન ફાગણનું ને વેર્યા રંગો ,

લાડપણ તો સખી ભાસ્યા અમે .

 

ભાન ભૂલ્યો જોઇ પુષ્પોની કળી ,

તે ખુશ્બુથી ભાનમાં આવ્યા અમે .

 

૯-૨-૨૦૦૮

 

 

યાદ તારી

 

સાથ છોડી યાદ તારી દૂર ભાગી એકલી ,

આંખ મારી આંસુ સારે બેકલી તે એકલી .

 

સ્મરણો ભોકાય દિલમાં એક પળ જીવાય ના ,

વેદનાઓ વલવલે ને કાળજે યાદો જલી ,

 

સ્નેહનો સંચાર ને ખીલી વસંત ચારેદિશા ,

પાનખર આવતા ભારે દિલે છોડી ગલી .

 

લીસો તારો કોલ ભીતર ભીજવે મારું હદય   ,

લાગણી કાજે હસી માસુમ ગુલાબી કલી .

 

 

૨૩-૩-૦૮

 

જલ સવારી

 

આ કલમથી હારવાનું મન થયું છે ,

આંસુઓને સારવાનું મન થયું છે .

 

રાતભર સાથે રડીને જામ થાકયો ,

આગ જાણે ઠારવાનું મન થયું છે .

 

ભાન ભૂલું પ્રિય સાજન જો મળે તો ,

આજ મધને માણવાનું મન થયું છે .

 

મખમલી ઇચ્છા જરા સી સળવળે ને ,

હરઘડીને પાળવાનું મન થયું છે .

 

આસમાને ઝૂમતાઓ તારલાઓ ,

રાત આભે માણવાનું મન થયું છે .

 

ડોલતી નૌકા હવા સાથે રમે ને ,

જલ સવારી ધારવાનું મન થયું છે .

 

૬-૪-૦૮

 

ઝાંઝવાના જળ

 

તીર જેવી છે તારી બલમ ,

ને મને ઘેરી અસર તારી બલમ .

 

લાગણી કાજે અમે પીધા ઝહર ,

સાંજ લાવી છે ખબર તારી બલમ .

 

આજ મારી એક ઝાંખી પ્રાપ્તિની ,

આશમાં, ઝૂકી કમર તારી બલમ .

 

ઝાંઝવાના જળ અહી પીધા અમે ,

હ્રદયમાં ક્યાં છે? જીગર તારી બલમ .

 

એટલું બસ યાદ છે છોડી ગયા ,

છે દશા બૂરી વગર તારી બલમ .

 

૧-૪-૦૮               

 

શ્વાસ ઉછીનો

આ જીવન માં એકધારું કંઇ નથી ,

આયના માં આજ મારું કંઇ નથી .           

 

જે મળી સામે ક્ષણો ખોટી હતી ,

આમ જુઓ તો તમારું કંઇ નથી .

 

લાગણી ના વાયરા માં હું વહું ,

આ જગત માં મારું પ્યારું કંઇ નથી .

 

ભૂલવા ના ડોળ છે ચાલ્યાં કરે ,

આતમા ને ધામ સારું કંઇ નથી .         1

 

શ્વાસ ઉછીનો મળે છે ક્યાં હવે ,

વાંસળી સામે નગારું કંઇ નથી .    

 

 

૯-૧૨-૦૮

 

સંદેશો

 

કેટલું કહે છે અરીસો ક્યાં કદી સમજાય છે ,

હું મને જોવા મથું છું તું જ ત્યાં દેખાય છે .

 

આમ જુઓ તો બતાવું એક ઝળહળ સાંજ ને ,

આજ મારા આંગણા માં જીદગી હરખાય છે.

 

ઝાંઝવાના જળ અહી પીતા રહેજો શાંતિથી ,

સ્નેહ ના સંબંધ જીગર ચીરીને ઉભરાય છે .

 

હું ગઝલ લખવામાં મશગુલ એટલે છું રેશમી ,

આંખથી આખું જગત ક્યાં નખસિખી પરખાય છે .

 

એક સાંજ એ ય વાદળ થઇ સંદેશો આપશે ,

નામ પાછળ પ્રિયે લખતાં હાથ શરમાય છે .

 

૧-૫-૦૮                                          

 

 

રીમઝીમી વાછટો

 

કોઇ બીજું એક ભીતર રીઝવે મારું ઘણું ,

રીમઝીમી વાછટો દિલ ભીજવે મારું ઘણું .

 

ઉંઘમાં સ્વ્પ્ન બની સળવળશું, તારી યાદના ,

સ્પર્શ નો દીવો બની મન ખીલવે મારું ઘણું .

 

દર્દ તો દિલ માં ભરીને હું છું બેઠી એકલી ,

સાથ આપે મિત્ર જીગર વીનવે મારું ઘણું .

 

હેત ઘેલી આમ તો જીવી ગઇ તારા વગર ,

કોલ તારો ચૈન હરપળ છીનવે મારું ઘણું .

 

વાટડું જોતી હું બેઠી આંગણે ઓરે બલમ ,

સ્મિત તારું હૈયું પળપળ ચીડવે મારું ઘણું .

 

૯-૦૫-૦૮

 

અબોલ આંખ

 

ચલો ગઝલ ગઝલ રમીએ ,

પછી નવી ગઝલ લખીએ .

 

કહો મિલન ની શાયરી ,

હ્રદય હરઘડી ભરીએ .

 

સખી અબોલ આંખમાં ,

ભરી અમી મુંગા રહીએ .

 

મળી ગયો સમય હવે ,

નસીબ ચલ મઝા કરીએ .

 

કરો ઉભું બહાનું ને ,

બન્ને સખા હસી પડીએ .

 

૭-૬-૦૮ 

 

દિલના પડદા

 

હું નથી તો મારી અંદર બોલે તે કોણ છે ,

યાદ માં દિલ ના પડદા ખોલે તે કોણ છે ?

 

વાદળી જેવું ઝરમર વરસી ચારે બાજુ ને ,

મોરલા ની સાથે ઝૂમી ડોલે તે કોણ છે ?

 

હોય છે ફૂલો સાથે કાંટા આવી વૈભવી ,

લાગણી ને અંકુરો માં તોલે તે કોણ છે ?

 

એક ઝળહળ સાંજે છે ઢાક્યો સૂરજ વાદળે ,

લાલિમા સૂરજની જે ફોલે છે તે કોણ છે ?

 

ધૂધવે ભીતર ને ઓગાળે પથ્થર યાદ નો ,

બાણ થી વીધીને હૈયા છોલે છે તે કોણ છે ?

 

૭-૬-૦૮

 

પથ્થરના આયના

એટલું બસ યાદ છે છોડી ગયા ,

પ્રેમ મારો આજ તરછોડી ગયા .

 

વાત દિલ ની દિલ માં ધરબાઇ ગઇ ,

ને હવા માં સ્મરણો ઉડી ગયા .

 

ક્યાં હતી એવી ખબર ચાલ્યાં જશે ,

સાથ રહેવાનો ભરમ તોડી ગયા .

 

આંખ માં તારી હું દેખાઉં ને ,

પથ્થરના આયના ફોડી ગયા .

૨૪-૪-૦૮

 

 

રાતરાણી

આરઝૂ છે એક સાથે જીવવાની,

જિંદગી માં પાસ પાસે રહેવાની .

 

શ્રાવણી વરસે છતાંયે પાંપણ આ ,

સાવ કોરી આંખ આજે રહેવાની .

 

આંખથી વરસાદ વરસે મસમોટો ,

આંસુમાં ડુબેલ આંખ જાણે રહેવાની .

 

શબ્દ ખોલી આવરણ બોલે કવિતા ,

આ ઘડીની વાટ તારે રહેવાની .   

 

બે’ક ક્ષણ મારી ગણું છું તને ને ,

ઋતુ આવી સામ સામે રહેવાની .

 

રાતરાણી બાગમાં મ્હેંકી ઊઠી ,

ને સખી સુગંધી મારે રહેવાની .

 

 

૩૦-૭-૦૫

મનઝરૂખો

 

આંખમાં તોફાન જોયું છે ,

મનઝરૂખે ભાન ખોયું છે .

 

કલ્પના માં રાચતા કવિના,

હાલ જોઇ હૈયું રોયું છે .

 

દર્દને દિલ માં દબાવી ને ,

આંસુથી આકાશ ધોયું છે .

 

શાયરી માં નામ તારું ને ,

ધડકનોએ ચૈન ખોયું છે .     

 

વેદનાઓ વલવલે તેથી ,

પ્રેમનું મેં બીજ બોયું છે .

 

 

૨૭-૫-૦૮

     સંગાથ

 

આપણા સંગાથનો પર્યાય બીજો કંઇ નથી ,

હાથમાં હો હાથનો પર્યાય બીજો કંઇ નથી .

 

લાગણીના આ નશામાં જામ પીધા છે અમે ,

મયકદામાં સાથનો પર્યાય બીજો કંઇ નથી .

 

ભૂલ મારી ઓળખી શકયો ન જૂઠી વાત ને ,

આ સફરમાં નાથનો પર્યાય બીજો કંઇ નથી .

3

એક બીજી નાવ પર ચઢવા મથું , ઉગારવા ,

જીંદગી, બે હાથનો પર્યાય બીજો કંઇ નથી .

 

ખૂબ તોફાને ચઢે દરિયો કદી પાછો વહે ,

શાંત ધ્યાનસ્થનો પર્યાય બીજો કંઇ નથી .

 

૨૮-૦૭- ૦૮.

 

                               પ્રેમભીની મ્હેંક                              

 

વાતમાં ને વાતમાં આંખો મળી ગઇ ,

ઉકળેલા દૂધમાં સાકર ભળી ગઇ .

 

પ્રેમભીની મ્હ્રેંક ઝંખી અશ્ક સાર્યા ,

સાઝ ને શણગાર ની ઇચ્છા ફળી ગઇ .

 

પ્યારની ઊંડાઇ માપીને તરી ગઇ ,

હું નદી થઇને સમંદર ને મળી ગઇ .

 

પારીજાત ના ફૂલ જેવી લાગે છે તું ને ,

દર્દ ની ભાષા અબોલી ગમ ગળી ગઇ .

 

શ્ર્વાસ ઉછીનો મળે છે કયાં હવે તો ,

ધડકનો દેશે દગો નાડી ગળી ગઇ .

 

૨૭-૯-૦૯      

 

   કસોટી

 

હું કસોટી  પર જરા પરખાઇ જાઉં તો કહું ,

હેમ છું સાબિત થવા ટીંચાઇ જાઉં તો કહું .

 

વરસતા વરસાદમાં મનમીત વ્હાલા સનમનું ,

આગમન જો થાયને ભીંજાઇ જાઉં તો કહું .

 

જાગરણ માં છે તડપ આવો ન આવો બારણે ,

કલ્પનામાં જોઇને હરખાઇ જાઉં તો કહું .

 

આદરી છે કૂચ તો રસ્તે સૂરાલયના અમે ,

હોશમાં આવી પછી મલકાઇ જાઉં તો કહું .

 

પાંપણો ઝૂકી સખી ત્યાં તો મદભરી નીંદમાં ,

સ્વપ્ન થઇ આંખમાં છલકાઇ જાઉં તો કહું .

 

એકલો ભ્રમર ખુશ્બુ પાછળ ઘેલો પ્રેમથી ,

ફૂલની સાથે હું પણ લજવાઇ જાઉં તો કહું .

 

મૌસમો બદલાઇ સાકીને ચમનથી ખેલું છું ,

સાંકળોના સિતમથી ઘડવાઇ જાઉં તો કહું .

                                                                     

રુપનો ઘેલો દિવાનો આંખમાં ચકચૂર નશો ,

તે નશામાં નાખુદા બદલાઇ જાઉં તો કહું .

 

જાદુઇ કારીગરી દેખાય છે ચિત્રકાર ની ,

મૂર્તિની માટી બની લીંપાઇ જાઉં તો કહું .

 

   

 

                                 પત્થર                                 

 

એક પત્થર જળ સમો ભીનો થયો ,

હાથ જોડયા ત્યાં જ એ ઇશ્વર થયો .

 

વેદનાને આંસુના દરિયા ભરો ,

આંસુભીની પાંપણો સાગર થયો .

 

જાદુઇ કારીગરીની શક્તિ દેખાય છે ,

મૂર્તિની માટી માં ઇશ હાજર થયો .

 

     લાગણી 

 

લાગણીઓ દિલ માં ગરજે છે,

આંખોમાંથી આભ વરસે છે.

 

વાદળો હૈયા હિલોળે ને,

વીજળી નયનોમાં ચમકે છે.

 

વરસાની આ ઋતુમાં જો સખી,

પ્રેમરસ રિમઝિમ ટપકે છે.

૩-૧૨-૨૦૧૦       

 

                                 યાદો

 

તારી વાતો તારી વાતો તારી વાતો ,

દિલ ને ગમતી તારી વાતો તારી વાતો.

 

તારી યાદો  તારી યાદો તારી યાદો , 

મન માં રમતી તારી યાદો તારી યાદો .

 

તારી આંખો તારી આંખો તારી આંખો ,

ઉંઘ માં ભમતી તારી આંખો તારી આંખો

૧૭-૪-૨૦૧૧.

                                  નજીક

 

એ નજીક રહેતા હતાં ત્યારે નજીક ન્હોતાં ,

પ્રેમ ત્યારે પણ હતો જ્યારે નજીક ન્હોતાં .

 

દૂર નજરો થી ગયા મજબૂરી માની લે ,

ન્હોતી મજબૂરી સખી ત્યારે નજીક ન્હોતાં .

 

યાદ વિતતા હશે દિવસો તું શું જાણે ,

આંખો થી ઓઝલ ન થ્યાં  જ્યારે નજીક ન્હોતાં .

   ૧૭-૪-૨૦૧૧.

                 

 

 

વિચારો કરીને સમય જાય છે,

 ઘણી દૂર સુધી નજર જાય છે.

 

 નયનમાં નયન પુરોવી પ્રેમથી,

 નશામાં ડુબોડી સનમ જાય છે.

 

 સમયના ચક્ર્માં તણાઇ ખશી,

 જીવન જીવવાનો હરખ જાય છે.

 

૧૪-૩-૨૦૧૧

 

કેવા કેવા માણસ છે.

ઓલ્વાયેલા ફાનસ છે.

 

તાકી તાકી જોતી રહે,

આખો જાણે કાનસ છે.

 

ગુમાવી ના બેસું કયાંક,

હેયું તારું પારસ છે.

 

જો જે લપસી ના પડ્તો,

મયખાના માં આરસ છે.

 

મૂકી ના દેશો પડ્તાં,

જગ થી ડરતું માનસ છે.  5

 

જીવનભર સાચવજે "સખી",

યાદો મારી વારસ છે.

 

ભાગ્યના હાથે રમતું,

જીવન લાગે ફારસ છે.

 

ધબકારા કાબુ માં નહીં,

દિલમાં શેની આતશ છે.

 

ડુબી ના જાઊં પકડો,

હાથો ને ચ્ડી આળસ છે.

 

પ્રિયેની યાદમાં

 

જેમ હું તડપું પ્રિયેની યાદમાં ,

તેમ તું તડપે પ્રિયેની ચાહમાં .       

 

ક્યારે સંદેશો સજનનો આવશે ,

નયનો બિછાવીને બેસે રાહમાં .

 

રાહ જોઈ થાકી છે આંખો સખી ,

દર્દ જુદાઇનું ટપકે સાદમાં .

 

ઢોલની માફક ધબકતું દિલ મારું ,

પ્રેમનો પડઘો પડે છે નાદમાં.

 

રાત આખી છે વિતાવી જાગીને ,

ચાંદ પૂરે સૂર મારી વાતમાં.                

 

31-8-2010 

 

દિલના ટુકડે ટુકડાં થ્યાં છે કાચ જેમ ,

દિલના ટુકડાં લઇ ફરતો કેમ નથી .

 

આત્માથી બંધાયો છે આત્મા જો સખી ,

પ્રેમ પારો ઊંચે ચડતો કેમ નથી .

 

બાહોંમા ઝૂલ્યો પુનમની રાતેં રાજ,

યાદો વાગોળીને હસતો કેમ નથી .

 

૩-૯-૨૦૧૦   

  

દૂર મંઝિલ ની તલાશે  ઊંડી ને ,

આંખથી ઓઝલ સજન થઇ જાય છે.  

 

 

૧૧-૭-૨૦૧૧

 

 

 

દૂર જઇ ને બેઠા છે,

લાગે છે કે એઠા છે.

 

પાંપણોમાં થઇ ને ,

હૈયામાં કોઇ પેઠાછે.

 

ઉલટા ચશમા પહેરી ને,

હસતા રમતા જેઠા છે.

૨૭-૧૧-૨૦૧૧

 

ફૂલ કાજે ફૂલ ફોરમ ફેલાવે ,

માગતા મનગમતું માણીગર આપે .  

૨૭-૧૧-૨૦૧૧

   

 

વર્ષો ઊડી ગયા પંખી ની જેમ ,

સ્મરણો રહી ગયા પાંદડા જેમ.

૩-૧૨-૨૦૧૧

 

જીંદગી છે ચાર દિવસ ની સખી ,    

પ્રેમ ની રમતો રમી લે બેધડક .      

 

 

શ્વાસ ની સરગમમાંથી વાગે છે સૂર ,

પ્રેમ ની શરણાઇ છે પાવો નથી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શ્વાસ

શબ્દો મારા શ્વાસ છે,

હાથ માં આકાશ છે.

 

ચાર આંખો જ્યાં મળે ,

બે હ્રદય  નો રાસ છે.

 

હાર જીત ચાલ્યાં કરે ,

જિંદગી તો તાસ છે.

 

દિવસોથી દિલને સખી ,

પ્રેમપત્રની આસ છે .  

 

 

 

 

 

 

 

 

 

 

આયનો

  

 

 આંખો મનનો આયનો છે જાણું છું ,

 મન ભરી યૌવન તારું માણું છું .

 

 સાંજે સૂરાલય માં રંગત જામે ને ,

 મદિરા સાથે પીરસાતું ભાણું છું .

 

 પાંપણોમાંથી અશ્રુઓ જ્યાં વહે , 

 પોપચા થી ટપકવાનું કાણું છું .

 

 નજરોમાં બંદી બનાવીને સખી ,

 પ્રેમીઓને જકડવાનું થાણું છું .

 

 પ્રેમ સંદેશાને ફેલાવીને રાજ ,

 મોજ મસ્તીથી જીવનને માણું છું .

 

૧૯/૧૨/૨૦૧૧        

                        

 

 

 

 

 

 

 

 

 

 

ગગન થી ઉતર્યુ  એક પંખી,

મેઘધનુષ જેટલું સુંદર ,

જોતા વેંત પ્રેમ થઇ જાય 

કુદરત સાથે,

આભાર માનવો જ રહ્યો રચેતાનો .

પણ ભુલાઇ ગયું,

જીન્દગી ની ભાગદોડમાં ,

આમ તો સ્વાર્થી અમે ,

આભાર ના માનીએ કદી ,

પણ,

આશા જરુર રાખીએ ,

કે ,

અમારો કોઇ આભાર માને ,

છતાં ,

કુદરત તો તેનું કામ કરવાની ,

સુંદર જગને સુંદરતા થી ભરશે .

 

૬-૧-૨૦૧૨

                  

 

 

 

 

 

 

 

 

 

 

નિરાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી ,
રુપાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .


અજાણી છે રાહ અને અનોખા મુસાફર ,

અકલ્પ્ય છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .

       

આવરણો માં થતો રહે પીડાનો એહસાસ, 

સુવાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .

 

કેટલાય જન્મ પછી શ્રાપમાંથી મુકિત  ,

રમણીય છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .

 

ભીડમાં પણ એકલતા ડંસતી સતત ,

ગમાતો  છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .

   , 
૮-૧-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આકાશ માં વિહરતા પક્ષી ,

લાલ, પીળા, ભૂરા અને સફેદ કંઇક ઉડતું ,       

જોઇ વિચારે ,

અરે ,

આ પક્ષીઓ ક્યાં દેશથી આવ્યાં ,

પહેલા તો ક્યારેય ના દીઠા આવા રંગો ,

તે પતંગો છે એ આ ભોળા પક્ષીઓ 

ક્યાંથી જાણે ,

તેઓ નજીક જઇ જોવા માગે ,

પરંતુ ,

તેમને નથી ખબર ,

પતંગ ની જીવલેણ દોરી ,

તેમનો જાન લઇ લેશે ,

રે અબુધ પક્ષી ,

ના જાણી શકયું ,

માનવ ની કારીગરી ,

ને ,

મૌત ને ભેટ્યું ,

માટે ,

આજીજી કરે , 

હે માનવ તને વિનંતી  ,

જીવ ને જીવવા દે ,

ભગવાને બનાવેલી આ સુંદર 

દુનિયામાં !!!!!                     

       

૧૪-૧-૨૦૧૨

 

 

 

 

 

 

 

 


 

કાવ્યમાં કામણ ભરી સપનામાં આવ્યાં છે બલમ ,

આંખોથી જાદુ કરી સપનામાં આવ્યાં છે બલમ .

 

૧૬-૧-૨૦૧૨        

 

કોણ કહે છે વાત આપણી અધૂરી રહી ગઇ ,

આંખ મળીને રાત આપણી અધૂરી રહી ગઇ .

 

૧૪-૧-૨૦૧૨

      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જંજીરો

 

જંજીરોને તોડી ઉડવા ચાહતું મન ,

દૂર ક્ષીતીજે વિહરવા માગતું મન .

 

પાંજરામાં તડપે વર્ષોથી બિચારું ,

ને પરાણે હસતું મોઢું રાખતું મન .

 

યુગોથી જુલ્મોને સહેતું બંધ આંખે ,

બંધનોની બેડી તોડી ભાગતું મન .

 

 

૫-૨-૨૦૧૨.                        

 

 

 

મારી વાતો મને કોઇ કહેતું નથી ,

તારી વાતો તને  કોઇ કહેતું નથી .

 

૫-૨-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

કલા

 

આટલી મારી સલાહ માની લો ,

જીત છૂપાયેલી કાયમ હારમાં .

 

 

જુઓ વર્ષોની મહેનત છે સતત ,       

ત્યારે આવે છે કલા આકારમાં .

 

જીભ ના બોલે છતાં પણ આંખોતો ,

વ્હાલની ભાષા કહે અણસારમાં

 

જીંદગીભર તારું મારું કર્યા કરે ,     

માનવી કાયમ જીવે છે ભારમાં

 

નવલખા રત્નોથી ગીચોગીચને ,    

જ્ઞાન શોભે અકબરના દરબારમાં       

૫-૨-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અસત્ય અંધકાર છે ,
સત્ય ઉજાશ છે .

અસત્ય અજ્ઞાન છે ,
સત્ય જ્ઞાન છે .

અસત્ય છટકબારી બતાવે છે ,
સત્ય કર્તવ્ય સૂચવે છે .

અસત્ય ઢંકાતું નથી ,
સત્ય સ્વયં ઢાંકણ છે .

અસત્યનું આયુષ્ય ટુંકું હોય છે ,
સત્યનું આયુષ્ય લાબું હોય છે .

૧૩-૨-૨૦૧૨


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પુણ્ય

 

પાપ અસત્ય છે ,
પુણ્ય સત્ય છે .

 

પાપ અંધકાર છે ,

પુણ્ય પ્રકાશ છે .

 

પાપ સજા છે ,

પુણ્ય મોક્ષ છે .

 

પાપ ચોરી શીખવાડે છે ,

પુણ્ય દાન  શીખવાડે છે .

 

પાપ ઊંડી ખાઇ છે ,

પુણ્ય ખુલ્લું આકાશ છે .

 

૧૩-૨-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તારા વિના

               

 

શબ્દ સૂના લાગે છે તારા વિના ,

સ્વર મૂંગા  લાગે છે તારા વિના .

 

માત્રા ૨૪ ની હોય કે ૨૬ ના પણ ,

તાલ ફીકા લાગે છે તારા વિના .

 

ગાલગાગા ગાલગાગા કે રમલ ,

છંદ ઢીલા લાગે છે તારા વિના .

 

શબ્દો કે સ્વરો ભલે છે તાલમાં ,

સૂર મૂંગા લાગે છે તારા વિના .

 

પ્રેમરસ છલકે ગળામાંથી છતાં ,

ગીત સૂના લાગે છે તારા વિના .

 

છંદ માત્રા તાલ સૂરોથી સજેલ , 

કાવ્યો સૂના લાગે છે તારા વિના .

 

વીણા, સારંગી મધુર વાગે છ્તાં ,

વાધ મૂંગા લાગે છે તારા વિના.

૨૧-૨-૨૦૧૨              

 

 

 

 

પ્રેમ ઝુલામાં ઝુલો આનંદથી ,

હેમ ઝુલામાં ઝુલો આનંદથી .

 

ક્રુષ્ણ રાધા સંગ મથુરામાં ઝુલે ,

એમ ઝુલામાં ઝુલો આનંદથી .

 

માં ના ખોળામાં ઝુલે બાળક સખી ,

તેમ ઝુલામાં ઝુલો આનંદથી ,

૨૭-૨-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બરફોના પહાડો

 

યાદ આવે છે મૌસમના પહેલા વરસાદમાં પલળવાનું ,

યાદ આવે છે બરફોના એ પહાડો પરથી સરકવાનું .

 

ભીંજવી ભીંજવામાં જે મઝા છે, આનંદ સખી તેનો લે ,

ક્યાં સુધી દૂરથી જોઇને ખુશીમાં સનમ હરખવાનું .

 

સાત દરિયા વટાવીને દૂર જઇ બેઠા છે દર્શિતાથી ,

દિવસે સપનામાં સાજનની બાહોંમાં જોઇને મરકવાનું .

 

૨૭-૨-૨૦૧૨                                          

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દિલબર

 

દિલબર દિલમાં દબાયેલું દર્દ દઇ દે ,

લૈલાની લજામણી લજ્જાની લાલી લઇ લે .

 

ફાગણના ફાગમાં ફરિશ્તા ફેલાવે ફોરમ ,

રંગીલા રસીયા રંગોની રંગોણીથી રંગ રે .

 

માયા, મમતા, મોહ મનમૂકી મહેકાવ મહેલ ,

સાજન સિંહાસન શોભે સખી સહિયર સંગ સે .

 

૨૭-૨-૨૦૧૨                               

 

 

 

 

 

 

 

 

 

 

 

   

 

 

 

 

 

લાગણીના નીર પાતાળે ગયા છે ,
લોહીના સંબંધો વીખૂટા થયા છે . 

 

આખોમાંથી જે અમી ઝરતાં હતાં ,

સ્વાર્થની ખાઇમાં અટવાઇ ગયા છે .

 

કાલે જ્યાં વ્હેતી હતી વ્હાલપ સખી ત્યાં ,

ભેદ તારા મારાના દિલમાં થયા છે .

            

૨૭-૧- ૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જન્મ

બાળક

બાળપણ

નવયુવાન

સગીર

યુવાન

વયસ્ક

વૃધ્ધ

પ્રૌઢ

મૃત્યુ

 

૧૬/૩/૨૦૧૨     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ચીતરીએ મન

 

 

ચીતરીએ મન ચલો રંગોથી આજે ,

ભીંજવીએ તન ચલો રંગોથી આજે .

 

ચાલ્યો છે વરસાદ સાકી ચાલ આજે ,

ખીલવીએ વન ચલો રંગોથી આજે .

 

જીંદગીભર દોટ મૂકી પૈસા પાછળ ,

પૂજવીએ ધન ચલો રંગોથી આજે .

 

   ૧૬/૩/૨૦૧૨     

 

 

 

 

          

 

 

 

 

 

 

 

 

 

 

 

ગીત ધીરે વહે છે ,

કાનમાં કઇ કહે છે .

 

શબ્દો છંદોની સાથે ,

ર્દદ દિલનું સહે છે .

 

વર્ષો વીતે છતાં પણ ,

હૈયામાં તે રહે છે .

 

૧૮-૩-૨૦૧૨   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હાથની હોડી

 

 

હાથની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો ,

યાદની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો .

 

દૂરથી સાંભળી મીઠો પોકાર સાકી ,

સાદની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો .

 

યાદ સાજનની જ્યારે પણ આવે છે ત્યારે ,

વાતની હોડીમાં બેસી ક્યાં જઇ રહ્યાં છો .        

 

૧૮-૩-૨૦૧૨

 

  

 

 

આંખો બંધ કરી જોઉં તો તું જ દેખાય છે મને ,

આંખો ખોલી ને જોઉં તો તું જ દેખાય છે મને .

 

૨૫-૩-૨૦૧૨    

 

 

 

 

 

 

મુહબત

આવને મુહબત કરી લઇએ ,

પ્રેમની મીઠાશ પી લઇએ .

 

કાલની કોને ખબર દોસ્ત ,

આજ તો વાતો કરી લઇએ .

 

ચાંદનીમાં ચમકે છે ચ્હેરો ,

આંખમાં રુપને ભરી લઇએ .

                    

 

 

૨૫-૩-૨૦૧૨    

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આકાશ

 

જીંદગી ચાર દિવસની અવકાશ ક્યાં છે ?

કોઇ કહો ને મને મારું આકાશ ક્યાં છે ?        

 

ચારે બાજુ પતંગો ચઢે ત્યાં બિચારા ,

આભમાં ઉડતાં પંખીને પણ હાસ ક્યાં છે ?

 

સાત દરિયાઓ ઓળંગી સાજન વિચારે ,

પારકા દેશના પાણીમાં સ્વાદ ક્યાં છે ?

 

સોનાની જેમ ચમકે છતાં મૂલ્ય શૂન્ય ,

રણની રેતીમાં માટીશી મીઠાશ ક્યાં છે ?

 

                 

3-3-2012

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફૂલોને યાદ તો કર ,

કાંટાની વાત ના કર.

 

જન્મ સાથે થયો પણ ,

ઘાસની વાત ના કર .

૫-૪-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   લકીર

છેવટે માટીમાં ભળી ગઇ ,

જીંદગી ધૂળમાં મળી ગઇ .

         

 

હાથે જ્યારે લકીર બદલી ,

વિપદા ની ત્યાં ઘડી ટળી ગઇ .

 

ઝૂલે આશા નિરાશા રોજે ,

આખરે આરઝૂ ફળી ગઇ .

 

ફૂલ ખીલે પછી ખરે છે ,

આસું ગમનાં સખી ગળી ગઇ .

 

હાડમારી નરી વધારી ,

યાતનાઓની પળ છળી ગઇ .

 

વરસો જૂનો પત્ર હાથ આવ્યો ,

ખેલ જીવનનો ત્યાં કળી ગઇ .

 

માત્ર ર્દષ્ટિ લગીર વાગી ,

ડાળ લીલી ત્યાં તો વળી ગઇ .

૬-૪-૨૦૧૨  

 

 

 

 

 

 

                                      પ્રેમ 

તારો છે કે ન એ મારો છે ,

પ્રેમ ધગધગતો અંગારો છે .

         

 

રંગબેરંગી દુનિયા ને જો ,

ખુદા કુદરતનો રંગારો છે .

 

તરફડે પાંજરામાં છતાં ,

તેમાં રહેવાનો લ્હાવો છે .

 

જીવન ઝંઝાવાતમાં ફસાયું ,

તેમાં થોડો વાંક તારો છે .   

 

૯-૪-૨૦૧૨                  

     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                          દિવસો કોરા કોરા

વર્ષો પાણી જેમ વ્હી ગ્યાં ,

દિવસો કોરા કોરા રહી ગ્યાં .

 

મારા વાલમ આવશે આજ ,  

કાનમાં સંદેશો કહી ગ્યાં .

 

આગણાંમાં બાઝે ઝાકળ ,  

આંખમાંથી આંસું વહી ગ્યાં .        

૧૧-૪-૨૦૧૨

   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કાચના પિંજરની અંદર કેદ

 

જીંદગી ખુદ કાચના પિંજરની અંદર કેદ છે ,

જૂના દી ની યાદના પિંજરની અંદર કેદ છે .

 

જીંદગીને માણવા માટે જીવન પુરતું નથી ,             

સપનાં ઓ જે, આંખના પિંજરની અંદર કેદ છે .

 

તેજને બદલે જો ધગધગતો જવાળામુખી છે ,

રોશની પણ સાથના પિંજરની અંદર કેદ છે .

 

વૈભવી જીવન છતાં પણ ખુદ અલગ દુનિયામાં રહે ,

ભાગ્યરેખા હાથના પિંજરની અંદર કેદ છે .

 

હાથ જાણીતો અજાણે પણ અડીને જાય તો ,

ગીતો પણ જો છંદના પિંજરની અંદર કેદ છે .

૧૧-૪-૨૦૧૨

૧૨.૩૦                       

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુલાબી રંગ

 

ઘેરો ગુલાબી રંગ મારા ગાલનો છે ,   

જુઓ સનમ રુમાલ લીલો હાથમાં છે .

 

ક્યાં ખોટ સાલે દરિયાને માઝીની આજે ,

છૂટાછવાયા ચાર દિવસો  હાથમાં છે .    

   

અણસમજુ જ્યારે સમજુ માફક વર્તે ત્યારે ,

જોઈતી મનગમતી તકની તે તાકમાં છે .

 

આકાશ ભીતરનું હર પળ ગર્જા કરે છે ,

ત્યારે સજન એકાંત મારું મ્યાનમાં છે .

 

આવ્યો ઘણાં દિવસે સજનનો ફોન આજે ,

I L U, I L U સતત કહે કાનમાં છે . 

૨૨-૪-૨૦૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રેતી પર મૃગજળ

    ચમકે ,

જેમ સ્ત્રી પર સોનું 

     ચમકે 

 ૨૫-૪-૨૦૧૨                                 

 

 

 

 

આતુર છે તન મન સર્મપણ માટે ,

આકુળ છે તન મન સર્મપણ માટે .

 

વરસાદી હેલીમાં ભીંજાયેલા ,

વ્યાકુળ છે તન મન સર્મપણ માટે .

 

વર્ષોથી તૃષામાં તરસાયેલા ,

તૈયાર છે તન મન સર્મપણ માટે .

૨૩-૪-૨૦૧૨

 

 

 

 

 

 

દૂરથી સાજન સખી દેખાય છે ,

આંખડીમાં લાખ દીવા થાય છે .

૨૬-૪-૨૦૧૨    

 

 

 

 

 

 

લાગણીઓ દાયકાઓ સુધી જીવતી રહે છે ,

મખમલી આવાજ યુગો સુધી ગુજતી રહે છે .

 

તારાઓ આકાશમાં છે એટલા યાદ આવો ,

રાતે તો દરરોજ ત્યાં બારાત સજતી રહે છે .

 

મૌસમો બદલાય ઢળતી સાંજે ત્યાં તો સખી ના ,                        

હૈયામાં ઊર્મિઓની હંમેશા ભરતી રહે છે ,

૨૯-૪-૨૦૧૨   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વનવાસ

વનવાસ ભોગવવાનો અનુભવ કડવો છે ,

બે વરસે પણ આંખોનો ખૂણો ભીનો છે .

 

એની જુદાઇમાં દિવસ મારા રડે ,

મીઠાશ ભરપૂર પણ શીરો ફીકો છે .

 

ઢાંકેલુ છે ઉપવન નજરના બાણોથી ,

આકાશમાં ઉડતો દુપ્પટો લીલો છે .

 

દુનિયામાં શોધે પણ જડે ના એ અદભુત ,

વીંટીમાં જડવા જેવો સુંદર હીરો છે .

 

છે પ્રેમનો મારગ સખત મુશ્કેલ સખી ,

વાકોચુકો લાગે પણ રસ્તો સીધો છે .

 

૧-૫-૨૦૧૨                                         

 

 

 

 

 

 

વિચારોના મનોમંથન

       થી

અમૃત સમી લખાય

     ગઝલ

૨-૫-૨૦૧૨        

 

 

 

આકાશ

ક્યારે આકાશ મળશે મને ,

મારી તકદીર નડશે મને .

 

દિવસો પણ ખુશીના આવશે ,

જ્યારે અનુભવ ઘડશે મને .

 

મન સતત ગડમથલ કરતું રહે ,

પારકાનો પૈસો પચશે મને .

 

કાવા દાવા તો ચાલ્યાં કરે ,

દુનિયાની રીતિ ભળશે મને ,

 

તન સુતું હોય ત્યારે સખી ,

જાગતો આત્મા લડશે મને .         

                         

૭-૫-૨૦૧૨         

 

 

 

 

આકાશ ઘેલા થઇ ગયા છે ,

મજનુ તો છેલા થઇ ગયા છે .        

૯-૫-૨૦૧૨

 

સનમ હું તને ઓળખું છું ,

રસિક શ્વાસને પારખું છું .

૧૫-૫-૨૦૧૨

 

 

 

આકાશ મારા હાથમાં છે ,

ઊડાન શ્વાસોશ્વાસમાં છે . 

 

ડંખે હઠીલી જીદ આજે ,

હમરાઝ માગે બાથમાં છે .  

 

તું સમજશે ક્યારે દિલની વાત ,   

સુખ દુઃખ તારા સાથમાં છે .   

૧૬-૫-૨૦૧૨ 

 

 

સપનાં તળિયે આવી ગ્યાં છે ,
ઓશિકાને તાપી ગ્યાં છે .
૨૧-૫-૨૦૧૨ 

 

 

 

કવિતાઓ આરામમાં છે ,

છંદો બીજા કામમાં છે .

 

માર ના ફાફા અહીં તહીં ,  

શાંતિ ખુદા ધામમાં છે ,

    

શોધ ના દુનિયામાં સુકું ,

ચૈન તારા ઠામમાં છે .

૩૧/૫/૨૦૧૨

 


 

 

 

 

મને ઓળંગવા દે ઊંબરો આજે ,

પછી જોજે ફરક તું મારામાં કાલે .

 

ર્હદયમાં વાત છુપી રાખીને ક્યારે ,

ના કર્યો હાથ લાંબો કોઇની પાસે .

 

હતું છેટા રહેવાનું છતાં એણે ,

મિલન માટે રસ્તા શોધ્યા સખી માટે .

 

જલું છું કોઇની જાહોજલાલીથી ,

દશા છુંપાવું છું હું લોકોની લાજે .

 

પ્રણયને જે કહે છે આંધળો કાયમ ,

છલકતું રુપ જોઇ વાતને માને .

૨૨-૬-૨૦૧૨

            

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     તું  સાથે છે.

તુ સાથે છે તો દુનિયા સાથે છે ,

સદા માટે તું મારી પાસે છે .

 

કહું છું એમ કર્યા કરે છે એ ,

ઈશ્ર્વર પણ હવે લાજ રાખે છે .

 

શું કર્યુ શું ના કર્યુ ભેગા થઇ ,

જીવન આજે હિસાબ માગે છે .

 

દિવસ ચાર સાથે રહ્યા ત્યાં તો ,

નજર પ્રેમને કેમ લાગે છે .

 

રડે આંખો મારી એ જોઈ ને ,

હ્રદયમાં સખી તીર વાગે છે .

 

ઘડી બે ઘડી પણ ખુલ્લું ના રાખે ,

જગતની બીકે તાળા મારે છે .

 

કળીયુગમાં ચોરાય ના માટે ,

જીવનભર દિલની પાસે રાખે છે .

 

 

૨૯-૬-૨૦૧૨    

 

 

 

 

 

 

 

 

 

રંગ સોનેરી

આભમાં રંગ સોનેરી છે છવાયો,

સૂર્યના તેજ કરતાં પણ છે સવાયો .

 

ભીંજવી ભીંજવા માટે રાજ આજે ,

રાગ મલ્હાર ભરઊનાળે ગવાયો .

 

ભીંત સાથે માથું ના પછાડો ,

માનવી જોઈને ખુદા પણ ઘવાયો.              

 

૩-૭-૨૦૧૨

 

જુઓ જુઓ માછલી હસે છે ,

મોતી ચારો પ્રેમથી ચરે છે.

૫-૭-૨૦૧૨    

          

                                 

                      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વાદળો

અંદરો અંદર શું એ ટકરાયા છે?

વાદળો આકાશમાં વિખરાયા છે.

 

પ્યાસ ધરતીની છિપાવા માટે એ,

ભર ઊનાળે સૂર્યને ટકરાયા છે .

 

બાફને ઉકળાટ ઓછો કરવાને ,

વાટ જોતા લોકોને જો’ઇ મલકાયા છે .

 

તન મન બન્ને ભીંજવા તૈયાર છે,

જલ્દી તૂટી પડવાને ભરમાયા છે.

 

વાદળોની ગડગડાટી સૂચવે ,

વીજળીના તેજને ભટકાયા છે .

 

આભમાંથી ડોકું કાઢી પ્રેમથી ,

જોવા લીલીછમ છબી લલચાયા છે.

 

મૌસમી મીજાજનો સંદેશો છે ,

છલકતું આકાશ જોઇ હરખાયા છે .

 

૧૬-૮-૨૦૧૨                                          

 

  

 

સનમ તને ઓળખું છું ,

રસિક શ્વાસને પારખું છું .

28-૮-૨૦૧૨                                          

 

 

 

લાગણીનો લબાચો

 

લાગણીનો લબાચો લઈ ક્યાં ફરું ?

પ્રેમનો મોતીચારો કહો ક્યાં ચરું ?

 

રાત દિવસ તરસના મટે મારી ને ,

ચારે બાજુ જળની શોધમાં ક્યાં ફરું ?

 

એક પળ ચૈન ના આવે તારા વિના ,

યાદ તારી સતાવે હું કોને કહું ?

 

ભાગ્યો જ્યાંથી ફસાયો ફરી શું કરું?

મોહમાયાને છોડી સખી ક્યાં મરું ?

 

વાંચી જુઓ કહાની હવે પ્રેમથી ,

તારા મારા થી પર હું વિચારી શકું ?

 

૯-૯-૨૦૧૨                    

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઝાંઝવામાં જળ ના શોધો ,

પાણીનો આભાસ એતો.

 

રણ ચારેબાજુ દેખાય ,

તરસે એને જોઈ લોકો .             

 

વ્યર્થ પ્રયત્ન છે બધા આ ,

તરફડે જીવ જલ્દી દોડો .

 

૭/૧૦/૨૦૧૨          

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રેમની ભૂખી

 

પ્રેમની ભૂખી છે ,

કોણે તક ચૂકી છે .

 

કોરા કાગળ ને જોઇ ,

પ્રેમપત્ર દુખી છે .

 

ચૂસ રસ મનભરી ,

નવ કળી ખીલી છે .

 

સ્પર્શ મનગમતો જ્યાં ,

રાત ત્યાં લીલી છે .

 

સ્પર્શ ને મૌનની ,

હાજરી મીઠી છે .

 

બંધ હોઠો ની આજ ,

માગણી સીધી છે .

 

હોઠ ફફડાવી ને ,

વાત ને કીધી છે .

 

પ્રેમની ઊષ્માથી ,

જીંદગી સીંચી છે .

 

પીઠી ના રંગ જેમ ,

લાગણી પીળી છે .

 

સૌદર્ય બાગમાં ,

યૌવના દીઠી છે .

 

બાહોં માં જકડી ને ,

આંખો થી લૂટી છે .

 

૯-૧૦-૨૦૧૨                     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પળમાં લાખ લાખ જીવન જીવી લે ,

ક્ષણમાં ખુશી ખુશી સજન જીવી લે .

 

એક વાર જ મળે છે જીવન માં ,

કાલ કોને જોઇ બલમ જીવી લે .

 

તક ફરી નહી મળે કયારેય પણ ,

શ્વાસ શ્વાસ માં તુ સનમ જીવી લે .

 

૨/૨/૨૦૧૩

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હૈયામાં શૂળ

છંદમાં ભૂલ છે ,

કવિઓની ચૂક છે .

 

આંખોમાં છે તરસ ,

હૈયામાં શૂળ છે .

 

કોરા કટ પત્રમાં પણ ,

શબ્દોનું મૂલ છે .

 

ધ્યાન રાખી લખો ,

કવિતાઓ કૂલ છે .

 

લાખ પ્રયત્ન કરું ,

જીંદગી ધૂળ છે .

 

લાલિમા છૂપી ને ,

હોઠ ની ભૂલ છે .

 

૧૦-૧૦-૨૦૧૨               

               

 

 

 

 

 

 

 

 

 

હથિયાર

 

 હાથમાં તલવાર છે ,

 લાગણી હથિયાર છે .

 

 વાયરાના વેગથી ,

 તૂટતી પતવાર છે .

 

 દુઃખ સુખમાં ડોલતી ,

 જીંદગી મઝધાર છે .

 

 આશા ફળની રાખના ,

ગીતા નો આ સાર છે .

 

ચૈન દિલનું યુગોથી ,

સાત દરિયા પાર છે .

 

૧૧-૧૦-૨૦૧૨                      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જીંદગી

 

લાગણીઓમાં ભમવું સરસ ટેવ છે ,

કલ્પનાઓમાં રમવું સરસ ટેવ છે .

 

વાકધારા સતત છૂટતી હોય ત્યાં ,

શબ્દોનું તીર ખમવું સરસ ટેવ છે .

 

જીંદગીને સરળ રીતે જીવવા સખી ,

ફાવવું , ભાવું, ગમવું સરસ ટેવ છે .

 

શુભ સંકલ્પો માટે સમુહમાં મળી ,

પ્રાર્થનાઓમાં નમવું સરસ ટેવ છે .

 

ચાર દીશામાં ફંટાતા જીવન ના એ ,

ચાર રસ્તા પર થમવું સરસ ટેવ છે .

 

૩૦-૧૧-૨૦૧૨

 

                                       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   પતંગ

જુઓ આકાશમાં ઊડે પતંગ,

મનાવે તે અનેરો આ પ્રસંગ.   

 

દિવસ ને રાત કાટા કાટા કરી,   

ઉત્સાહી લોકો નો છલકે ઉમંગ

 

પતંગોથી છલોછલ છે આભ,   

લાગે છે રંગબેરંગી તરંગ.

 

૧૪-૧-૨૦૧૩

 

 

 

 

 

 

 

 

 

દૂરતાને દૂર કરવા કોઇ રસ્તો તો બતાવો ,

ઘરના ખાલીપાને ભરવા કોઇ રસ્તો તો બતાવો.

 

લાગણીઓમાં ડુબાડી રાતને દી એક કરતા ,

સાયબાનું ચૈન હરવા કોઇ રસ્તો તો બતાવો .

 

ધરતીથી આકાશ સુધી વિસ્તરેલી છે શુન્યતા ,

પ્રેમ ભીનું મોત મરવા કોઇ રસ્તો તો બતાવો .          

 

૧૫-૧-૨૦૧૩       

 

 

 

 

 

 

ચાર નજરો ભટકાવી ગઇ

 

છંદ, માત્રા તાલ ભટકાવી ગઇ .    

એક કવિતા રસ્તે રખડાવી ગઇ .

               

કવિતામાં વાત દિલની વાંચીને ,

ભીંત સાથે માથું અથડાવી ગઇ .

 

ચાર નજરો જ્યાં મળી ત્યાં તો સખી ,

સામે સામે હૈયા ટકરાવી ગઇ .

 

૧૬-૧-૧૩         

હાઇકુ 

દૂર ક્ષિતિજ સુધી
વિસ્તરેલો
સ્નેહ
Top of Form

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આખો મારી, આંસું તારા ,

સ્નેહ મારો, શ્વાસો તારા .

 

સામ સામે તાકતી રહે ,

આંખોએ બાધેલા વારા .

 

નામ સાજનનું જ્યાં આવે ,

ધબકે છે ત્યાં પ્રાણ મારા .

 

૧૭/૧/૨૦૧૩      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રેમલ જવાળાઓ

 

પ્રેમની પ્રેમલ જવાળાઓ ઊઠી છે ,

લાગણીઓમાં અમીને દીઠી છે .

 

નામ નીકળશે જ મારું એમાંથી ,

ડાયરીમાં આશા રાખી બેઠી છે .

 

છંદ, માત્રા, તાલમાં તોલીને જો ,

શાયરીમાં કવિતાઓ તો એઠી છે .

૧૮-૧-૨૦૧૩       

     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુકમાં ફેસ દેખાતો નથી ,

આંખો સામે વેશ દેખાતો નથી .

 

છે ચહેરા પર મહોરા સાવધાન ,

માણસ કાળો મેશ દેખાતો નથી .

 

નામ, વય ને ફોટા પણ નકલી જુઓ ,     

પડદા પાછળ દેશ દેખાતો નથી .

 

૨૫/૧/૨૦૧૩

        

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રેમ ની રીત હોય છે,

તેમાં સંગીત હોય છે.

 

લાગણી ની રમતમાં પણ,

હાર માં જીત હોય છે.

 

પ્રેમીના હૈયામાં સતત,

ગુંજતું ગીત હોય છે.

 

ચાંદ સાથે ચકોરી જેમ,

ચર્ચામાં મીત હોય છે.

 

ખોજ મંઝિલ ની રહે સખી,

ભાગ્યમાં ભીંત હોય છે.

 

જગ રુપાળુ લાગે જ્યાં,

પાસે મનમીત હોય છે.

 

સ્વ્પ્નમાં પ્રેમ છ્લકે, એ,

મૌસમી પ્રીત હોય છે.

 

૩-૮-૨૦૧૦ 

 

 

 

 

 

 

              

શ્વાસમાં મારા શ્વાસે છે તું ,

આંખમાં મારી ભાસે છે તું .

 

સપનામાં મારા રાચે છે તું ,

યાદમાં મારી નાચે છે તું .

 

દિલમાં રોજ વાગે છે તું ,

મારો સાજન લાગે છે તું .

 

૧૧/૩/૨૦૧૩

       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રંગોથી રંગી નાખું તને ,

અંગોથી રંગી નાખું તને .

 

રુપથી અંજાઇ તારા સનમ,     

છંદોથી રંગી નાખું તને .

 

શ્વાસમાં શ્વાસના તારા ભરી ,

બંધોથી રંગી નાખું તને .

 

૨૦-૨-૨૦૧૩

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જ્યાં તું ત્યાં હું , જ્યાં હું ત્યાં તું ,

જ્યાં દેખું હું , ત્યાં દેખે તું .

 

કવિ ની કવિતા માં વિહરતાં ,     

જ્યાં જાઊ હું , ત્યાં જાયે તું .

 

નભ માં ઉડતાં પંખી સાથે ,   

જ્યાં ઊડું હું , ત્યાં ઊડે તું .

૨૨-૨-૨૦૧૩

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

માહ્યલો મારો રડે તારા વિના ,

સૂઝ કાંઈ ના પડે તારા વિના .

 

 

આંખડી મારી રડે તારા વિના .

હૈયું યાદો ને લડે તારા વિના .      

 

 

હ્યદય ચગદોળે ચડે તારા વિના .

               જડે તારા વિના .       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 કોરા પાને

 

કોરા પાને લાગણીઓ ઘૂંટી છે ,
હૈયા પાને માગણીઓ ઘૂંટી છે .

 

તારી છું ને તારા માટે છું કહી ,

ચાર હાથે લાગણીઓ લૂંટી છે .

 

આંખમાં આંખોને તારી આંજી મેં ,

મ્હેંદી હાથે લાગણીઓ ચૂંટી છે .

 

ચાર નજરો એકબીજાને મળી ,

નીર આંખે લાગણીઓ ઘૂંટી છે .

 

પ્રેમ જેવો પાંગર્યો ત્યાં બીજ જેમ ,

તનની વાડે લાગણીઓ ફૂંટી છે .

 

૬-૩-૨૦૧૩             

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શબ્દોની રંગોળી

 

શબ્દોની રંગોળી છે કવિતાઓ તારી ,

છંદોની રંગોળી છે કવિતાઓ તારી .

 

વાદ્યો જુદા જુદા પણ છે એક જ લયમાં ,

તાલોની રંગોળી છે કવિતાઓ તારી .

 

યુગો યુગોથી પુરાયેલી છે મનમાં , 

યાદોની રંગોળી છે કવિતાઓ તારી .

 

વાંસળી વીણા ને વાયોલીન વાગે ,  

વાદ્યોની રંગોળી છે કવિતાઓ તારી .

 

તાલ દિલ સાથે ર્હદયના વાગે સરખાં ,    

વાતોની રંગોળી છે કવિતાઓ તારી .

 

૧૮-૩-૨૦૧૩   

 

 

 

 

 

 

 

 

 

 

 

યાદોનો ઢગલો

 

યાદોનો ઢગલો થયો છે ,

વાતોનો ઢગલો થયો છે .

 

યાદમાં તારી વિતેલી ,

રાતોનો ઢગલો થયો છે .

 

યુગો યુગોથી મિલનના ,

વાદોનો ઢગલો થયો છે .

 

એક લયમાં ધડકે છે દિલ ,

તાલોનો ઢગલો થયો છે .

 

સૂરોની મ્હેફિલમાં જુઓ ,

વાદ્યોનો ઢગલો થયો છે .

 

લાગણીભીની સખી જો ,

સાદોનો ઢગલો થયો છે .

 

પ્રેમ જળને ઝીંલવા ત્યાં ,

હાથોનો ઢગલો થયો છે .

 

ગીતમાં દેશી વિદેશી ,

રાગોનો ઢગલો થયો છે .

 

૧૯-૩-૨૦૧૩            

 

 

 

 

 

      

હેલી ઊઠી છે દરિયાના તનમનમાં ,

સરિતા ઝૂમી છે દરિયાના તનમનમાં .

 

અસ્તિત્વ ભૂલી પોતાનું બારેમાસ ,

જાન રેડી છે દરિયાના તનમનમાં .

 

ચાંદની રાતે મિલનની ઘડીઓમાં ,

નાવ ખેડી છે દરિયાના તનમનમાં .

 

સજની સુહાગરાતે , તે વ્હાલપની ,

રાગી છેડી છે દરિયાના તનમનમાં .

 

દૂર સાજનને મળવા જવા માટે ,

આંધી ઊડી છે દરિયાના તનમનમાં .

 

૨૭-૩-૧૩                      

મૌનની ભાષા

 

મૌનની ભાષા સમજવી અઘરી છે ,

શબ્દોની મૂડી ખરચવી અઘરી છે .

 

બે ધડકતા દિલોને જુદા કરી ,

પ્રેમની બાજી પલટવી અઘરી છે .

 

શ્વાસમાં શ્વસે દિવસને રાત જે ,

વાત હૈયાની પરખવી અઘરી છે .

 

૨૭-૩-૧૩                          

 

 

 

 

 

 

પ્રેમની વાતો જાહેર ના કરશો ક્યારેય પણ ,

ચાંદની રાતો યાદ ના કરશો ક્યારેય પણ .

 

કામિની, રસિલી, ચંચળ, મધુભાષિની પ્રિયે તું,

પાણીયારી આંખોમાં જળ ના ભરશો ક્યારેય પણ .

 

તારા પડછાયામાં લાગે નિરાંત ના જાણું કેમ ,

ગ્રહોની જેમ જીવનમાં ના નડશો ક્યારેય પણ .

૭-૪-૧૩    

 

શ્વાસની રેતી    

શ્વાસની રેતી સરકતી જાય છે ,

ચાંદની રાતો છલકતી જાય છે .

 

પનઘટની વાટે સખી સહિયર ,

ગૌરી ઘુંઘટ્માં મલકતી જાય છે .

 

ઉડતી જોઇ પતંગિયાની જેમ ,

પ્રેમીની આત્મા ભટકતી જાય છે .

૮-૪-૧૩       

એકલી એકલતા ડંખે છે મને ,

વાદળી એકલતા ડંખે છે મને .

 

ઊડે ઊડે લાગણી વાવી સખી ,

પ્રેમ પ્યાસી આંખો ઝંખે છે મને .

 

ઝીણી રજકણ ચમકે મારા હૈયામાં ,

બેકલી બેકલતા રંગે છે મને .

 

તારા વિણ ખંડેર લાગે આ મહેલ ,

યાદ હર પળ તારી સંગે છે મને .

 

૯-૪-૧૩              

 

હાંસિયો

હાંસિયો દિલમાં રાખ્યો છે મેં ,

તારો નંબર ૧ નાખ્યો  છે મેં .

 

મોત પહેલા મરીને સખી ,

કર્મનો ગુસ્સો ચાખ્યો છે મેં .

 

ભરજુવાનીમાં મસ્તીભરી ,

દિલનો દરવાજો વાખ્યો છે મેં .

 

રંગબેરંગી જીવન જીવી ,

સ્વાદ આંસુનો ચાખ્યો છે મેં .

 

કલ્પના-પાંખે વિહરીને જો ,

લેખ ભાગ્યનો ભાખ્યો છે મેં .

૧૮-૪-૧૩            

ગુંજતું ગીત

 

પ્રેમ એ ગુંજતું ગીત છે ,

છંદોમાં ઝુંમતું ગીત છે .

 

પંખીની જેમ ઊંચે ઉડી ,

આભમાં ઘુંમતું ગીત છે .

 

કાજલભર્યા નયન જોઇને ,

હૈયામાં ફુંટતું ગીત છે .

 

દોસ્તીનો હાથ લંબાવીને ,

દિલડાં લુંટતું ગીત છે .

 

મોજમસ્તી ભરી તનમનમાં ,

છૂંદણાં છુંદતું ગીત છે .      

 

૨૫-૪-૨૦૧૩              

 

દરિયાના પેટમાં હસતાં રમતાં જહાજો મળે એવું પણ બને ,

જાનથી વ્હાલા યુગોથી ગમતાં જહાજો મળે એવું પણ બને .

 

પાસ પાસે રહીને જીવી લેવાનું શીખવે પ્રેમથી સખી ,

દિવસો ના દિવસો ખુશીથી હસતાં જહાજો મળે એવું પણ બને .

 

ભરતીને ઓટ ચાલ્યાં કરે આમને આમ વર્ષો સુધી જોને ,

યાદમાં સાજનની રોજ ભમતાં જહાજો મળે એવું પણ બને .

 

૧૫-૫-૧૩                 

બેસણાંમાં મારા મારી ગેરહાજરી ર્વતાતી હતી ,

ફોટા જોઇ લોકો પગે લાગતા .

આ તે કેવી વિચિત્રતા !!!

જીવતે જીવ જે મોઢું જોવા ના આવ્યાં ,

તે આજ સૌથી પહેલા બેસણાંમાં ,

આવેલ જોઇ ,

ઘડીભર ફોટો મલકાઇ ઊઠ્યો .

શું જોવા આવ્યાં હશે બેસણામાં ,

મારો ફોટો કે મારી છેલ્લાં દિદાર ???

૨૦-૫-૧૩      

    પતંગિયાએ ફૂલોના કાનમાં કઇ કહ્યું ,

       શાનમાં કઇ કહ્યું .                

             વસંતી હવાએ

                      

ધોધ થઇ પડે છે પહાડોના આંસું ,

મન મુકી રડે છે પહાડોના આંસું .

 

નીચે ધરતીને ચૂંમવાને સખી જો ,

ઊંચેથી પડે છે પહાડોના આંસું .

 

હૈયું ખુશીથી છલકે છે ત્યારે જુઓ,

પ્રેમથી પડે છે પહાડોના આંસું . ૩-૬-૧૩              

 

પ્રેમ ઘેલા સૂરો

 

યાદ તારી દિલમાં વીણા વગાડી જાય છે ,

લાગણી સૂતેલી ઉંઘમાં જગાડી જાય છે .

 

વાસળીના સૂરો રેલાય વ્રુન્દાવનમાં, તે ,

હૂંફ ઘેલા સૂરો લગની લગાડી જાય છે .

 

આંખોએ કીટા કરી છે હવે સપનાઓની ,

જાગરણમાં લોરી બાજી બગાડી જાય છે .

 

દાવપેચો જીંદગીએ રમાડ્યાં પ્રેમથી ,

સોગઠાબાજી સમયને રમાડી જાય છે .

 

બાગમાં મધમધતાં પુષ્પોની સુગંધ ,

વાયરા વાસંતી લગની લગાડી જાય છે .

 

૩-૬-૧૩                                      

       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બીજ મારા ખોરડે નાખે છે તું કેમ ?
તારા સ્પર્શો અંગે અંગે છે મને કેમ ?

યુગો યુગોથી જનમ સાથે લઈને ,
સાત જન્મોથી તું સંગે છે મને કેમ ? 

ચૂંબનોથી તન મન રંગીને હવે તું ,
હોળીના રંગોથી રંગે છે મને કેમ ?
૪-૬-૧૩        

પ્રેમ

પ્રેમ હિજરાઇ ગયો છે ,

પ્રેમ નજરાઇ ગયો છે .

 

સ્પંદનોના વ્હેણમાં ક્યાંક ,

સ્નેહ લજવાઇ ગયો છે . 

 

આંધળી જ્યાં દોટ મૂકી ,

મૂક વિખરાઇ ગયો છે . 

 

ધરતીથી માંડી ગગન સુધી ,

છેક પથરાઇ ગયો છે . 

 

હૈયામાં વસનારા સાથી ,

કેમ હરજાઇ થયો છે .                                              

Bottom of Form

 

 

જીંદગીની દોડ પૂરી ,

ખેલ ભજવાઇ ગયો છે .

 

૧-૭-૨૦૧૩

 

   

પ્રેમની એક બુનિયાદ હોય છે ,

હૈયામાં ઘૂંટાતી યાદ હોય છે .

 

ચાર કવિતા મહેફિલમાં વાચીને ,

શાયરો માંગતા દાદ હોય છે .

 

આંખ સામે સજન હોય પણ સખી ,

હરપળ દૂરીની ફરિયાદ હોય છે .

 

સ્પંદનો માં રમે હેતના સૂરો ,

શ્વાસમાં શ્વાસતો નાદ હોય છે .

 

હારવા પ્રેમની બાજીને સદા ,

સામ સામે દિલમાં વાદ હોય છે .

 

૧૧-૭-૨૦૧૩      

  

 

પ્રેમ

એટલે

શબ્દોભર્યુ મૌન

જેમાં

આંખો ખોલે દિલનાં

રાઝ.

 

૧૫-૭-૨૦૧૩

તારીખના ભવિષ્ય

 

આંખોએ રોઝા રાખ્યાં છે ,

હૈયાએ ધ્વાર વાખ્યાં છે .

 

ઇદની તારીખના ભવિષ્ય ,

ચાંદ જોઇને ભાખ્યાં છે .

 

ચારણીમાં ચહેરો જોઇ ,

મીઠાના સ્વાદ ચાખ્યાં છે .

 

રાતની તરહદારી* માં ,   *સુંદરતા    

પ્રેમે નિસાસા નાખ્યાં છે .

 

ઇશ્ક ને તર્ક@ આપી ને ,  @ત્યાગ

આજે ઉપવાસ રાખ્યાં છે .૧૧/૮/૨૦૧૩

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

યાદોને ઉલેચવા બેઠો છું ,

આંખોને ઉકેલવા બેઠો છું .

 

મંઝિલે પહોચીં દિલમાંથી ,

સાદોને ખસેડવા બેઠો છું .

 

દૂર મોબાઇલ મૂકી આજે ,

વાતોને સમેટવા બેઠો છું .

 

રંગબેરંગી, ચમકતી , ઢળતી ,

સાંજોને પહેરવા બેઠો છું .

 

ચાંદની નીતરતી પૂનમની આ ,

રાતોને ઉકેલવા બેઠો છું .

 

આંખોમાં આંખો પરોવી હું ,

શબ્દોને ઉખેડવા બેઠો છું .

 

સાથ યુગો યુગોનો સાથીને ,

રાગોને ઉમેરવા બેઠો છું .

 

ઢળતી સાંજે હાડ કંપે ત્યારે ,

ગાત્રોને સમેટવા બેઠો છું .

 

બાહોમાં વીતેલી મીઠી મધુર ,

રાતોને ઉમેરવા બેઠો છું . 

૨૭-૯-૨૦૧૩ 

 

 

 

માતપિતાને તર્પણ

ખૂલે જો દ્વાર દર્શન કરી લઊં ,

તન મન ને દિલથી અર્પણ કરી લઊં .

 

મનના મંદિરમાં સ્થાપી મુરત ને ,

માનસી સેવા અર્ચન કરી લઊં .

 

જીંદગીને સર્મપિત કરી આજે ,

માતપિતાને તર્પણ કરી લઊં .

 

ભીને સુઈને સૂકે સુવાડતા ,

ઊપકાતોનું વર્ણન કરી લઊં .

 

સાદગીભર્યુ જીવનને જીવવા સખી ,

આંખની સામે કરી લઊં .

 

દુનિયાની મોહમાયાને છોડીને ,

ચરણોમાં જીવન અર્પણ કરી લઊં .

 

ત્યાગમૂર્તિનું દુનિયાભરમાં હું ,

ખુલ્લે આમ વર્ણન કરી લઊં .

 

૩-૧૦-૨૦૧૩ 

                            

                          

 

 

 

 

 

 

શબ્દોનુ આકાશ છે ,

કવિતાઓ નો રાસ છે .

 

વાંસળી વાગે કાના ની ,

રાધાનો તે દાસ છે .

 

ચાંદની રાતે સખી ,

પ્રિયજનની આશ છે .

 

પ્રેમના આયુષ્યમાં ,

લાગણીઓ ખાસ છે .

 

જ્યાં શ્વસે સાજન ત્યાં જો ,

ધડકનો ને હાશ છે .

 

૪-૧૦-૨૦૧૩                

 

 

 

 

 

 

 

 

 

 

 

આંસું

લાગણીના આંસુંઓનો રંગ જુદો નથી હોતો ,
ચાંદ સાથે જો ચકોરી સંગ જુદો નથી હોતો .

ગુલઝારી ને ગુલાબી રસ નિતરતી ગાલિબની ,
કવિતાને ગઝલોમાં માત્રા છંદ જુદો નથી હોતો .

રાજા રજવાડાના મૂલ્યવાન દાગીનાઓમાં ,
હીરા વીટીંમાં ચમકતો નંગ જુદો નથી હોતો .

૨૯-૧૧-૨૦૧૩


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

લાગણીની કૂંપણોમાં પાનખરનું બેસવું ,

સાવ સૂકી ડાળ પર પંખી સમું ઝૂરપવું .

 

 

    

 

પ્રેમની બે ક્ષણ

પ્રેમની બે ક્ષણ બરોબર હોય તો ,
જીવવા માટેની ધરોહર હોય છે .

જ્યારે ઘોડાપૂર હૈયામાં ઉઠે ,
છલકાતું કાયમ સરોવર હોય છે .

મેજ પર જ્યાં ફૂલદાની રાખી ત્યાં ,
ફૂલ સ્વીકાર્યુ મનોમન હોય છે .૨-૧-૨૦૧૪


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સૂરજ શરમાયો

 

સૂરજ શરમાયો લાગે છે ,

તડકો ભરમાયો લાગે છે .

 

યાદોના વાદળે હૈયા ઘેર્યા ,

ચાંદો હરખાયો લાગે છે .

 

પૂનમની અજવાળી રાત્રી એ ,

તારો મલકાયો લાગે છે .

 

ઠંડીમાં મુજ કાયા થથરે ને ,

છાયો છલકાયો લાગે છે .

 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો ત્યાં ,

ચિનગારો લજવાયો લાગે છે .

 

૨-૧-૨૦૧૪

 

 

 

 

 

 

 

        

                   

           

 

 

કાળજાનો કટકો જુદો થઇ રહ્યો છે ,
દૂર આંખોથી સનમની જઇ રહ્યો છે .

ફૂલના રસથી લો પ્યાલાઓ ભરી લો ,
એક તાજું ફૂલ આપી જઇ રહ્યો છે .

લાગણીમાં મન જરા હળવું કરીને ,
યાદોને સાથે લઈને જઇ રહ્યો છે .

કોઈ છુપા દર્દનું સંતૂર વાગે ,
પીડાનો પોકાર દાબી જઇ રહ્યો છે .

આપણા સૌથી મીઠા ગીતો ગાઈ ,
જીંદગીન ઓ તે લહાવો લઇ રહ્યો છે .
16-2-2014

 

ગુજરાતી શબ્દ  
નોટબુકો રંગબેરંગી મળે કાગળ ની આજે ,
હજુ પણ મેં કક્કો બારખડીને પાટીમાં રાખ્યો છે .
 
હિન્દી, અંગ્રેજીનું વધતું ચલણ ચારેબાજુ જુઓ ,     
આજે પણ ગુજરાતી શબ્દોને મેં છાતીમાં રાખ્યો છે .    
 
શાયરીઓ લખું સુમસામ અંધારામાં વારંવાર ,      
રાતના અંધારામાં દીવાની બાતીમાં રાખ્યો છે .
૨૧-૨-૨૦૧૪
 

 

 

પ્રેમ ગીત

 

આંખોમાં આંજી શરાબી સુરમો ચાલ્યાં ક્યાં તમે ,

ઠુમકા મારી કમરના સજની ચાલ્યાં ક્યાં તમે .

 

હાથ પકડી બેસતાં જોડે હતાં ,

હાથ પકડી ચાલતા જોડે હતાં ,

વિતેલા એ દિવસો હસતાં હસતાં ઠાલ્યાં ક્યાં તમે .     

 

દરિયાના પાણીમાં તન મન ભીંજવી ,

નાચતી લ્હેરોમાં તન મન થકવી ને ,

પ્રેમભર્યા વાદળો ખુશીના ઠાલ્યાં ક્યાં તમે .             

 

૨૪-૨-૨૦૧૪

 

કરચલી

    અનુભવોથી જીંદગીમાં કરચલી પડી ગઇ ,

    યુગો વીત્યાને મોઢા પર કરચલી પડી ગઇ

          

    માણસાઇ ગઇ ને માણસ રહી ગયાં એકલાં  

    લોહીના સંબંધોમાં જાણે કળચલી પડી ગઇ

 

    કેમ કરી સાંધીએ ફાટ અને તિરાડો ને ,  

    ના ઉકેલાય એવી થપ્પીઓ માં સળચલી પડી ગઇ

 

  ૨૬-૨-૧૪

 

 

 

 

 

 

 

 

 

તારી હયાતી ,
તારું અસ્તિતવ,
તારું હોવાપણું ,
તારી માઇલો ની દુરી,
પણ,
મારામાં જીવવાનું બળ 
પૂરું પાડે છે ,
ભલે તું આંખથી દૂર હોય ,
પણ ,
તારું હોવાપણું ,
મારા માટે સાત જન્મ નો 
સાથ
અને એ જ મારું
અસ્તિતવ,
અને 
આપણી 
હયાતી .
૨૭-૨-૧૪


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિસ્તરવાની

 

વિસ્તરવાની પળ આવી ગઇ ,
સ્મરણવાની ક્ષણ આવી ગઇ .

 


માઇલોની દૂરી આપી ,
પસતાવાની પળ આવી ગઇ .

હૈયાના પાણી  આંખો થી ,
છલકાવાની પળ આવી ગઇ .

આંખોમાં આખો મીલાવી ,
ધડકાવાની પળ આવી ગઇ .

પડદા પાછળ મુખ છુપાવી ,
મલકાવાની પળ આવી ગઇ.

બરફોના પહાડો પર જોડે ,
લપસાવાની પળ આવી ગઇ .

દિવસો સુધી જુદાઈ માં ,
તરસાવાની પળ આવી ગઇ .

સવપનોને હકીકતની સાથે . 
સરખાવાની પળ આવી ગઇ.  

યાદોને હૈયામાં રાખી ,
તડપાવાની પળ આવી ગઇ .

અજવાળી રાતે પડદાને ,
સળગાવાની પળ આવી ગઇ .

 

 

 

દરિયાને નદીની મીઠાશ ,  

તરસાવાની પળ આવી ગઇ .

 

12-3-2014

 

 

ઢાળેલી આંખો એ 
પણ
આછું પાતળું 
જોઇ લેવું
એટલે
પ્રેમ.

 

21-3-2014

 

 

પાનખરમાં પાનનું ખરવું એ ઘટના ના કહેવાય ,

ચાર લીટીની કવિતા ને તો રચના ના કહેવાય .             

 

ઊંઘમાંથી જાગીને ઘબરાઇ જાઉ કેમ હું તો ,    

જાગતા જોયેલા સપનાઓને સપના ના કહેવાય.       

 

આખા જગને ચાહતા નિસ્વાર્થ ભાવે  બોલો એમાં ,    

પ્રેમનો સરવાળો જે કરતાં તે મમતા ના કહેવાય .   

 

૨૧-૩-૨૦૧૪

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કવિતા

ચાલો કવિતા રમીએ ,
છંદો સાથે રમીએ .

ડૂબકી મારી ઊંડે , 
સાગર તટમાં ભમીએ.

વાત દિલની લખીને ,
ચૈન દિલનું હરીએ.

ગાઢ નીદરમાં પોઢી ,
સ્વપ્ન યુગમાં સરીએ.

હાથ માં હાથ પકડી ,
દુનિયા આખી ફરીએ.
૨૨-૩-૨૦૧૪

આંગણું પણ રાહ જુએ છે ,
છોકરો દેશી વિદેશી થઇ ગ્યો .

ફળિયામાં યાદો રમે છે હજી ,
ગામનો ખેડૂત શ્રી થઇ ગ્યો .

ચાર આનાની સિગો ખાતો ,
ચાર ગાડીનો ધણી થઇ ગ્યો .

ગામની જે પાદરે રમતો ,
એ જગયાનૉ લાડકો થઇ ગ્યો .

શેરીઓમાં ઘૂમતો બેફિકર .
તે શહેરોનો સજન થઇ ગ્યો .

ગીલી દંડા રમતો આખો દી .
એ કરોડો પૂજતો થઇ ગ્યો .

૨૫-૩-૧૪

પ્રેમ ગીત

 

 

હું  અહીં છું તું ક્યાં છે સજન ,
જીંદગી મારી ક્યાં છે સજન .

 

  

 

લાગણી તારી ક્યાં છે સજન .

એક એ દિવસો હતાં ,
આપણે સાથે હતાં જયારે ,
આંખોમાં આંખો પરોવી ને 
સામ સામે બેસતાં ,
નજરો એ મીઠી ક્યાં છે સજન .

દિવસે સાથે ફરવું ને ,
ચાંદની રાતે કલાકો સુધી 
વાતો કરતાં બેસતાં 
યાદમાં એ દિવસોની જીવશું .
વાતો એ પ્યારી ક્યાં છે સજન .

સાંભળ્યો પગનો અવાજ ,
એવું લાગ્યું કે તમે આવ્યાં ,
મીટ માંડી ઉભો છું  દરવાજે હું ,
જલ્દી આવો વ્હાલા સાજન ,
યાદો મારી ક્યાં છે સજન .

 

27-3-2014

 

 

 

 

 

 

 

 

વ્હાલ ના દરિયાના સરનામે લખો પત્ર ,
આંખ ના દરિયાના સરનામે લખો  પત્ર .


દેશ દેશાવર  ફરીને પાછો આવ્યો  
યાદ ના દરિયાના સરનામે લખો પત્ર ,

પ્રાણવાયું જેમ વસતો લોહીમાં સખી 

પ્રાણના દરિયાના સરનામે લખો  પત્ર .

પુલ જયાં બાધ્યો હતો પ્રેમીઓઍ તે ,
રામ ના દરિયાના સરનામે લખો પત્ર .

પ્રેમ ની લાલીમાંથી ચમકે છે કાયમ ,
ગાલ ના દરિયાના સરનામે લખો પત્ર .


૪ - ૪ - ૨૦૧૪ 
જિંદગી હુફનો દરિયો શોધે છે ,
લાગણી

 

 

 

હાઇકુ 

 

મૃત્યુ 

એટલે

નવ જન્મ 

તરફ વળાંક

 

 

 

 

હુંફ ના દરિયા માં તરું છું ,
વાત કિનારાની કરું છું .

પાછલી પાટલીએ બેસી ,
ચોકડી ચોકડી રમું છું .

કોઈ અંગત મળે તો સારું ,
વાત દિલમાં લઈ ફરું છું .

આવે કંટાળો પણ કરું શું ?
ઊધ માં ચૈન ને હરું છું . 

૨૭/૩/૨૦૧૩

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ર્સ્પશનું ગીત

 

ર્સ્પશનું ગીત ગૂજે છે હૈયામાં ,

વાંસળી સૂર ફૂંકે છે હૈયામાં .

 

આંખમાં ઉગતાં રંગબેરંગી આ ,

સપનાઓ ચૈન ઢૂંઢે છે હૈયામાં .

 

ખાટી મીઠી તડપતી દિવસે રાતે ,

યાદના શૂળ ખૂંચે છે હૈયામાં .

 

બાગમાં ખીલતાં ગુલાબી રંગીન ,

વ્હાલના બીજ ખૂંપે છે હૈયામાં .

 

દુનિયામાં મા બનાવતા પહેલા ખુદા ,

વ્હાલ નો દરિયો મૂકે છે હૈયામાં .

 

યાદની મીઠી સી ટશર અંગોમાં ,

સાંજ ની વેળા ફૂટે છે હૈયામાં .

 

પ્રેમની મીઠી દોરીથી બંધાઇ ,

હીંચકા સાજન ઝૂલે છે હૈયામાં .

 

૧૫-૪-૨૦૧૪  

 

 

 

 

 

હું મને મારી ચિતા પર ભાળતો હતો ,
હાડ સાથે સખી આત્મા ગાળતો હતો .

ખુદ બળીને અમાસી રાતે હું ચુપચાપ 
ઘોર અંધારામાં જગ અજવાળતો હતો.

સુખ ને દુઃખ તો આવતા જતા રહે .
જિંદગીની મુશ્કિલોને ખાળતો હતો . 

પામવા મોક્ષ ને રાત દી સતત હું તો,
પાપ પુણ્ય  હિસાબો સંભાળતો હતો .

જન્મ  થી ઠાઠડી સુધી દુઃખ પામ્યો ,
દુઃખની પીડાને ખંજવાળતો હતો .


20-4-2014          

 

સ્વપ્ન માં  સજી ધજી મળવા આવ હવે તું ,
પ્રેમ ની ક્ષણો માણવા આવ હવે તું .

દુરથી ઈશારા બ હુ કરી ચૂક્યાં તે , 

હૈયા ના ચૈન ને હરવા આવ હવે તું .

અષાઢી ઘનઘોર વાદળો ઘેરાયા છે.
આંખ માંથી સ્નેહ સારવા આવ હવે તું.

26-4-14

 

 

પાનખર માં ગુલાબ ઝૂલે છે ,
પાંદડી હળવે હળવે ખીલે છે .

બાગમાં માલિની ગેરહાજરી કાયમ સતાવે મને ,
કાંટા ઓની આ જમાત હસાવે છે. 

રંગ બેરંગી પતંગી યા  ઉડાઉડ કરે છે અહીં તહી ,
પ્રેમ રસ ચૂસીને રમાડે છે .

27-4-14

 

 

સ્પર્શ માં  મીઠો  ધડકાર છે કે નહી ?
પગની  પાયલમાં ઝનકાર છે કે નહી ?

કોયલી  ભર બપોરે ટહુકો કરે  
સુરીલો તેમાં રણકાર છે કે નહી ?

શ્વાસ છેલ્લાં તો ધબકાર લાવે અહી ,    
હાસ્ય ની આંખે ફનકાર  છે કે નહી ?

૨૯/૪/૧૪

 

શીત પવનો દઝાડે ને ,
ઝંખના ઓ જગાડે મને .

ચુંટણી કેવી રીતે કરું ,
હસ્ત રેખા રમાડે મને .

ભર નીદ્રામાં સૂતેલી મૂગી 
માંગણીઓ વિતાડે મને .

લાગણી ભર્યા મીઠા સખી
વ્હાલા સ્પર્શ અડાડે મને .

હૈયા ના ખીસ્સે સંતાડી , 
લાગણીઓ લગાડે મને .

29-4-14


 

 

 

 

 

 

 

 

 

 

દિલની વાતો હું ક્યાં જ ઈ વ્યક્ત કરું ,
હૈયા નો ધગધગતો લાવા ક્યાં ભરું .

લાગણી ની આંધી ઉઠી મન માં છે
પ્રેમ વર્ષા વરસે છે એથી ડરું .

મેઘલી રાતે પ્રતીક્ષા કરતો તો ,
સાંજ વેળા ચૈન દિલ નું કાં હરું .
૩૦-૪-૧૪ 


 

સ્પર્શ હુંફાળો ગમે છે માનવીને ,
યુગોથી પૃથ્વી ખમે છે માનવીને .

વાદળી વરસી ને ચાલી જાય ને ,
દુનિયાનો ખુદા નમે છે માનવીને .

ચોપડીઓ ચાર વાંચી શીખી જુઓ ,
પ્રેમ ની ભાષા ગમે છે માનવીને .

દૂર જઈ શું ફાયદો કર્યો તમે ,
નેહ ભીના ઉર ગમે છે માનવીને .
૧-૫-૨૦૧૪

 

સ્નેહ નું ગીત ગુંજે છે હૈયામાં ,
વાંસળી સૂર ફુંકે છે હૈયામાં ,

ઝંખનાની આ દોડ માં જીવવાનું ના ભૂલાય જો જો .

પ્રેમ સંબંધોને સખી સીવવાનું ના ભૂલાય જો જો .

દર્દ ઝીણું જો ઉપડે તો ખીજવાનું ના ભૂલાય જો જો ,

લાગણી ના આ તાંતણે પીંજવાનું ના ભૂલાય જો જો .
૨-૫-૧૪


 

 

માનવી માનવી ને શું આપી શકે ?
પ્રેમ ના ચાર શબ્દો તે બોલી શકે ?

ખાવી બે રોટલી ને ઉધમા કરે ,
પેટમાં શું કશું તે પણ રાખી શકે ?

ચાર આંખો મળે ત્યારે કેમેય કરી ,
દિલના દરવાજા ને બંધ રાખી શકે ?

પેટની ભૂખ ઠારી શકે કોઈની 
એટલી હામ હૈયામાં રાખી શકે ?

નેહ નીતરતી આંખો જો કાયમ રહે ,
એ કસમ આ જન્મ તે નિભાવી શકે ? 

તર્ક ભૂલી બધા જીવન માં આગળ વધ ,
જીદગીનો મન પર બોજ રાખી શકે ? સખી
૩-૫-૧૪

 

કવિતા ના ઝાડ ઉગ્યાં છે ,
શબ્દો ના પાન ઉગ્યાં છે .

ઘુંટડા બે લગાવી સજન ,
દારૂ ના જામ ઉગ્યાં છે.

હૈયા ના હેત થી સીચ્યાં,
વ્હાલ ના ધાન ઉગ્યાં છે .

દેશની પ્રગતી માં જુઓ ,
લોકોમાં જ્ઞાન ઉગ્યાં છે .

આગ ઉઠી છે ચારે બાજુ ,
બાગમાં રાન ઉગ્યાં છે .
૪-૫-૧૪
રાન – રણ

 

કયાંય એકાંત મળતું નથી ,
પિંજર નું ભાગ્ય ફરતું નથી.

પક્ષીઓને વિહરવા હવે ,
ખુલ્લું આકાશ મળતું નથી ,

પ્રિયેની વીટીં માં જડવાને
કિંમતી નંગ જડતું નથી .

આગ લાગી છે ચારે તરહ ,
વેહતું ઝરણું ગમતું નથી .

આવડે છે લઘુ ગુરુ પણ ,
છંદ નું માપ હટતું નથી. 


૫-૫-૧૪

 

જિંદગી હુંફનો દરિયો છે ,
લાગણી હુંફનો દરિયો છે .

આતરા ચિતરા તાપમાં ,
વાદળી હુંફનો દરિયો છે .

સ્પર્શ માત્ર થી જીવી ઉઠે 
આંગળી હુંફનો દરિયો છે. 

૬-૫-૧૪

 

 

 

 

 

 

 

 

 

 

 

શ્વાસ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો ,
નાદ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો .

ભર બપોરે અંધકારો પાથરે છે ,
તાપ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો .

જાત અનુભવ પરથી શીખ્યો એટલે કહું ,
હાથ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો .

છાંયડે બેસી બહુ આરામ કર્યો ,
છાંય ઉછીનો ક્યાં સુધી લીધા કરશો .

આંખ માંથી વ્હેચ્યો કાયમ જુઓ ,
ધોધ ઉછીનો ક્યાં સુધી લીધા કરશો 

૭-૫-૨૦૧૪

 

 

 

આગ બે બાજુ લાગી છે ,
ગજવા ને ઠેસ વાગી છે .

સાથ નિભાવવા માટે જો 
શ્વાસ ઉચ્છવાસ બાકી છે .

માઈલો દૂર રહેવા સખી 
ચાર પળ ખુશી માગી છે .

કુમળી કાચી કાચી કળી ,
જાન થી પણ વધુ ચાહી છે .


૮-૫-૧૪

 

 

 

 

આવનજાવન ચાલતી રહે છે ,
આતમા ઓ ઠાલતી રહે છે .

સ્માર્ટ ફોન પર ફર્યા કરે ,
આંગળીઓ હાલતી રહે છે .

ઝાંઝવા ને કાજે વણ થંભી ,
ઈચ્છા ફૂલી ફાલતી રહે છે .

રાત ને દિ ,ટાઢ ને તડકે ,
યાદ નવરી સાલતી રહે છે .

ત્રાજવા થી જોખે છે કાંટા ,
શૂળ હૈયામાં પાલતી રહે છે .
૯-૫-૧૪

 

મન નિરંતર ગલગલિયાં કરતું રહે છે,
આશા નિરાશા વચ્ચે તે ફરતું રહે છે .

દોષ બીજા નો ભલે તો પણ સખીરી ,
જાત સાથે વિના કારણ લડતું રહે છે .

હાથ ધોઇ આરપાર પડતી ભાવના ના ,
ભાવ ર્નિઝર માં ડુબીને સરતું રહે છે .

કોઇ પણ ફરિયાદ કર્યા વિના સાકી ,
નિજ મસ્તી રોજ જીવતું મરતું રહે છે .

મૌસમી મિજાજ જોઇ આશિકોનો ,
ભમરડા ની જેમ ગોળ ફરતું રહે છે .

 

૧૦-૫-૧૪

 

 

 

 

આંખ માંથી બોર જેવા આંસું ટપકે છે,
ધમની,નાડી ,શીરામાંથી યાદ વરસે છે .

લાગણી ના તાંતણા જોડી ગયા છે દુર 

અવયવો ને અંગો માંથી હેત છલકે છે.

મનના માળીયે ઈચ્છાઓ સળવળે જો જરા ,
ચાંદની રાતે પ્રતીક્ષાનો પગરવ સરકે છે .
૧2 -૫-૧૪

 

દીકરી તુલસી નો કયારો છે ,
બાપ ને તે સૌથી પ્યારો છે .

વ્હાલ ટપકાવતા થાકે નહી 
દુનિયા ભર માં સૌથી ન્યારો છે.

માં બની સ્નેહ ઠાલવતી ,
ભગવાન નો તે વિકલ્પ છે .

સાપનો ભારો ના કહો
બાપના જીગરનો ટુકડો છે .
૯-૫-૧૪

દુનિયા નો સૌથી વ્હાલો ખોળો 
માં નો ખોળો ,
સ્વર્ગ પણ તેની તુલના માં 
નાં આવે ,
બાળક નું સ્વર્ગ માં નો ખોળો .
૧૩-૫-૧૪

 

 

 

 

 

 

 

 

શ્વાસ લેવાની પણ ફૂરસદ નથી ,
રાહ જોવાની પણ ધરપત નથી .

ચાંદની માં ચમકે છે તન બદન ,
લાગણીઓમાં પણ ખળભળ નથી .

ખુલ્લા દરવાજા દિલના રાખ્યાં પણ,  

રાતે ચોરીછુપી સળવળ નથી .
૧૩-૫-૧૪ 

 

 

શ્વાસ ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો ,
યાદ ની આંગળી પકડી ક્યાં સુધી 
ચાલ્યાં કરશો .

શબ્દો સૂતેલા છે સોડો તાણી ,આંખો સૂર્ય સામે ,
વાતની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો .

ફેસબુક , વોત્સપ માં શું માથું ઘાલી પડ્યો છે ,
હાથ ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો .

જોને મયખાના માં ઉભા છે બધા લાઈન માં ,
જામ ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો .

ચોરી છુપીથી ઘુંઘટ સખીનો ખોલો 
સાજન તમે ,
રાત ની આંગળી પકડી ક્યાં સુધી ચાલ્યાં કરશો .
૧૪-૫-૧૪

 

 

સૂર્ય ને મારી નજર ના લાગે ,
હું એટલે પડદા ઓઢી ને ફરું ..
૧૪-૫-૧૪

 

 

 

નમતા રહો , ગમતા રહો ,
પ્રેમ સૌ ને , કરતા રહો .

વાત માં વાત ને જાણી ને ,
સૌનું દુ:ખ દુર , કરતા રહો .

જીવો ને, જીવવા દો મંત્ર .
જીતતા રહો, હસતા રહો .

૧૬-૫-૧૪

 

જામ પર જામ પીને શો ફાયદો ?
યાદ માં જામ પીને શો ફાયદો ?

છે સુરાલય માં આજે તાળાબંધી ,
રાહ માં જામ પીને શો ફાયદો ?

ઘૂટયું છે તનમનમાં સખી દર્દ ને ,
તકલીફ માં જામ પીને શો ફાયદો ?

૧૬-૫-૧૪


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાહ- રાહ જોવી

જામ નો સહારો હવે છોડો ,
સ્પર્શ નો સહારો હવે છોડો .

ડુબતા રહ્યાં આંખો માં ઘેરી ,
યાદ નો સહારો હવે છોડો .

રેખાઓ ઈશારો કરે જુઓ
હાથ નો સહારો હવે છોડો .

ટેલીફોન સંબંધ બાકી છે ,
વાત નો સહારો હવે છોડો .

પક્ષી ઓ ઉડી ને ગયા છે દૂર ,
બાગ નો સહારો હવે છોડો .

સંતા કૂકડી જો રમે તારા ,
રાત નો સહારો હવે છોડો .

૧૭-૫-૧૪

વેદના ની વરાળ ના વાદળો ગરજયાં છે ,
સાધના ની વરાળ ના વાદળો ગરજયાં છે .

પત્થરો ખોટા પાણી થી સ્તબ્ધ થઈ ઘસાય છે 
ચેતના ની વરાળ ના વાદળો 
ગરજ્યા છે .

૧૯-૫-૧૪

 

 

 

 

 

 

 

 

 

દિગ્મૂઢ બની ગઈ રાત
તારા ઇન્તઝાર માં
કેમ કરી પસાર થશે
સ્તબ્ધતા ની આ
પળો ,
કદાચ 
નવી સવાર લાવશે
આપણા 
મિલન નો
સંદેશો .
સખી
૧૯-૫-૧૪

જામ આંખોથી પીઓ કે
જામ હોઠોથી પીઓ ,
પીધા નો સંતોષ હોવો જોઇએ .
હાથ આગળથી પકડો કે
હાથ પાછળથી પકડો ,
પકડયાં નો સંતોષ હોવો જોઇએ .

બે મિનિટ માટે મળવા આવ્યાં હતાં ,
આવ્યાં નો સંતોષ હોવો જોઇએ.

ભીંતે થાપા લગાવી ને રાજી થયા સખી ,
મળ્યાં નો સંતોષ હોવો જોઇએ .

આછી પાતળી યાદગીરી છોડી ને ગયાં ,
સરળતા નો સંતોષ હોવો જોઈએ .

૨૦-૫-૧૪

 

 

 

 

 

 

યાદો ના વનમાં જઇ વસ્યાં છે .
આંખ થી હૈયા માં ખસ્યાં છે .

જૂની વાતો યાદ આવી ને ,
પેટ પકડી બહુ હસ્યાં છે .

અવની પર નામ રહી ગયું ને , 
દિલ દિમાગ વચ્ચે ફસ્યાં છે .
૨૧-૫-૧૪

 

 

 

વોટસ અપ માં અટર પટર મત કર ,
ફેશ બુક માં ટગર ટગર મત કર .

શાને ફાફા મારયા જ કરે છે ?
વી ચાટ માં અવર જવર મત કર .

સોશિયલ સાઇટ નું ઘેલું લાગયું ,
ટેલીગ્રામ માં હર ફર મત કર .

કેટલી ઊભી છે રાહ જોઇ ને ?
લાઇન માં અદલ બદલ મત કર.

ઈ બુક વાંચ્યાં કરે છે દરરોજ ,
હેગ આઉટ માં અગર મગર મત કર .

યાહુ , જીમેઇલ થી થાકી ગઇ કે શું ?
ટવીટર પર ટક ટક ટક મત કર .

ચોવીસ કલાક મંડી રહે છે કેમ ?
સ્કાય પી માં પટર પટર મત કર .
૨૩-૫-૧૪

 

 

 

આસું માં ઝાકળ ના પગલાં રહી ગયાં ,
હાથ માં કાગળ ના પગલાં રહી ગયાં .

કોણ ઊડી ને ગયું ત્યાં થી સખી ,
આભ માં વાદળ ના પગલાં રહી ગયાં .

પાનખર ના પ્રેમ માં પાગલ થઇ ,
બાગ માં બાવળ ના પગલાં રહી ગયાં .

૨૩-૫-૧૪

 

પ્રેમ ગોષ્ઠી

પ્રેમ ગોષ્ઠી કરી લે સજન ,
યાદ તાજી કરી લે સજન .

પળ વીતી જાય છે મિલન ની ,
વાત બાકી કરી લે સજન .

પ્રાર્થના માં તું અજવાળવા ,
એક બાતી કરી લે સજન .

રોજ ઊઠી ને આ માંડયું શું ?
આંખ રાતી કરી લે સજન .

વર્ષો વીત્યાં ઇન્તઝારમાં ,
રાત લાલી કરી લે સજન.

૨૫-૫-૧૪

 

 

 

 

 

 

 

 

 

શબ્દો ની ઉજાણી કરી આવ્યાં ,
કવિઓના નગર માં ફરી આવ્યાં .

શબ્દો ની સરિતા માં ન્હાઈ , 
મન ત્યાં સંતોષ થી ભરી આવ્યાં . 

પગથિયું સમજતા રહ્યાં જેને ,
ઢાળ મૂકી ત્યાં સરી આવ્યાં .

૨૬-૫-૧૪

 

ઠંડા પવનો દઝાડે મને ,
સ્પર્શ મીઠો દઝાડે મને .

ફોનમાં રૂબરૂ સંભળાતો ,
સ્વર ઢીલો દઝાડે મને .

બાગમાં ઝાડની ડાળીનો ,
રંગ લીલો દઝાડે મને .

પ્રિયે ની વીંટીમાં ચમકતો ,
લાલ હીરો દઝાડે મને .

એકથી નવની સંખ્યા ગમે ,
એક ઝીરો દઝાડે મને .

કોયલી નું કુહુ ગુજે તે ,
કંઠ મીઠો દઝાડે મને .
૨૭-૫-૧૪

 

 

 

 

 

 

 

 

દરિયો સરિતા સમજી પી ગયો ,
આગ પાણી સમજી પી ગયો .

પ્રિયતમ ની યાદમાં સાકી ,
જામ આસું સમજી પી ગયો .

વ્હાલપ ની શોધમાં ભટકયો ,
પરપોટો તાડી સમજી પી ગયો .

વરસવા માં ઉતાવળ કરી માટે ,
વાદળ વર્ષા સમજી પી ગયો .

શેરડી ના રસ જેવો મીઠો મીઠો ,
સ્નેહ નાળી સમજી પી ગયો .

નાળી- નાળીયેર નું પાણી

૨૮-૫-૧૪

ઉંઘ ના નામે બહાનું કાઢે છે ,
સપનાં જાણી જોઈ બીઝી રાખે છે .

રાત પડખું બદલી ને થાકી ગઈ ,
ઓશિકાઓ પણ નિસાસા નાખે છે .

યાદના વાદળ અશ્રુ થઇ વરસે છે ,
સ્વાદ આસું નો રજાઇ ચાખે છે .

તારાઓ પણ મારી સાથે જાગે છે ,
ચાંદની રાતે ભવિષ્ય ભાખે છે .

રાત રસ્તો જુએ છે સફર ની સખી ,
જાણતા પણ ધ્વાર દિલના વાખે છે .
૨૯-5-14

 

 

 

 

તને જોતા એવું લાગ્યાં કરે છે
બનાવનાર ની ભૂલ થઇ લાગે છે .

હોય બેઠા રાજા લાગે છે ,
હોય ઊભા રંક લાગે છે ,
ધોકો હંમેશા ખુબસુરત લાગે છે .

દૂરથી પાણી દેખાય છે ,
પાસેથી મૃગજળ દેખાય છે ,
રસ્તો હંમેશા ભીજયેલ લાગે છે .

આંખો માં ખુશી ચમકે છે ,
હોઠ પર હાસ્ય ખીલેલ છે ,
પડદો હંમેશા ખખડાટ લાગે છે .

બહારથી ખીલેલું ફૂલ છે ,
અંદરથી ભીજયેલ ફૂલ છે ,
બાગ હંમેશા શણગારેલ લાગે છે .

૩૦-૫-૧૪

હૈયા માં થાય ખખડાટ ,
આંખો થી થાય વરસાદ .

 

આંખે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?
યાદે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?

ભાગ્યની રેખાઓ એ બાજી બગાડી જીવન ની,
હાથે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?

ચાંદ પડદા માં રહયો પાંપણ માં શરમાતા સખી ,
રાતે ગુનો કર્યો હૈયા ને સજા ફટકારી કેમ ?

૩૧-૫-૧૪

 

 

 

 

લાશ દફનાવી દો તો સારું હવે ,
કાળ દફનાવી દો તો સારું હવે .

ભાગ્ય રેખાઓ એ બાજી બગાડી ,
યાદ દફનાવી દો તો સારું હવે .

દોષ દુનિયાનો છે સમજો તો ખરા ,
વાત દફનાવી દો તો સારું હવે .

જીંદગી વિતાવી પીવામાં સખી ,
જામ દફવાવી દો તો સારું હવે .

મોહ તખતી નો ના રાખૉ સાંભળો ,
નામ દફનાવી દો તો સારું હવે .

૩૧-૫-૧૪

 

ભીડમાં માણસોની પહેચાન મારે બનાવી છે ,
જીંદગી રંગબેરંગી રંગો થી મારે 
સજાવી છે .

વાચા ફૂટી છે જૂની ઈચ્છાઓ ની સાંભળ જરા ,
ઉજ્જડ ઊડે ગયેલી નિરાશાને મારે 
હટાવી છે .

ખાલી રાખ્યાં અમે વર્ષો સુધી તારી 
રાહ જોતા ,
તારા નામની મહેદી હાથ માં મારે લગાવી છે .

૧-૬-૧૪

 

 

 

 

 

 

 

 

 

 

ભીડ માં પણ એકલો જીવી શકું છું ,
કાદવમાં પણ એકલો ખીલી શકું છું .

બોલવાના જાણે પૈસા લાગતા હોય ,
કાળ આવે હોઠો ને સીવી શકું છું .

એકલ સાંજે ઉઘવાનું કાઢું બહાનું ,
સપનાં જોવા આંખો ને મીચી શકું છું .

3-૬-૧૪

હૈયા માં થાય ખખડાટ ,
આંખો થી થાય વરસાદ .

યાદ માં છલકે શબ્દો ને ,
જીભ પર થાય બબડાટ .

વચનો ભારે પડે તયારે ,
રોજ રોજ થાય કકળાટ .

દિવસો સુધી ખબરના મળે ,
જીવ ને થાય ફફડાટ .

ખલી ખાલી જગ લાગે ને ,
હૈયામાં થાય ચચરાટ .
૪-૬-૧૪

 

 

 

 

 

 

 

 

 

રેત પર ઘર ટકતું કેમ નથી ,
સ્વપ્ન નકામું ખસતું કેમ નથી .

યાદો નો વર્તાય ભાર ઘણો ,
મોઢું આજે હસતું કેમ નથી .

ઝાડ ની ડાળી નમી પડી ,
પાન કોઈ ખરતું કેમ નથી .

વીજળી ચમકે આભ માં જો ,
પંખી ઊપર ઉડતું કેમ નથી .

કાદવ માં ઊગે કમળ ત્યાં સખી ,
માછલું ત્યાં તરતું કેમ નથી .

૫-૬-૧૪

શબ્દો ની ઓઢણી ઓઢી કવિતા દિપી ઊઠી છે ,
વાટ સાજન ની જોતા યુગોથી શીલા બેઠી છે .

સ્નેહ છલકાવતી મટકી પંપાળતી 
નટખટી ,
પાનિહારીની જોડે પનઘટ પર સખી દીઠી છે .

ભોળપણ છલકે છે આંખો માંથી સખી 
જો જરી ,
શેરડી ના રસ જેવી જો વાતો એની મીઠી છે .

૬ -૬-૧૪

કૂપળો ફૂટી સિમેન્ટ ના પથ્થરો માં થી ,
હલાહલ કળયુગ આવ્યો છે .

શબ્દો ને ફૂટી વાચા કોરા કાગળ માં થી
હલાહલ કળયુગ આવ્યો છે .
૬-૬-૧૪

 

 

પ્રેમનું વ્યાકરણ અઘરું લાગે છે ,
છંદો વિધાન થી દૂર દિલ ભાગે છે .

ફોન પર લાબી વાતો કરી લીધી ,
ચાર લીટી નો પ્રત્યુત્તર માગે છે .

વર્ષો વીત્યા સુંદર મુંખડું જોયે ,
અડધી રાતે નયન પ્યાસા જાગે છે ,

૭-૬-૧૪

 

રેત ના ઢગલા પર ઘર ના બંધાય ,
ઇંટ ના ઢગલા પર ઘર ના બંધાય .

દુનિયા જીત્યા પછી પણ સિકંદર એ ,
જીત ના ઢગલા પર ઘર ના બંધાય .

પ્રેમ વિના બધું વ્યર્થ મઢી જેવું જ ,
ગાર ના ઢગલા પર ઘર ના બંધાય .

૯-૬-૧૪

યાદોનો ઢગલો થયો છે ,
શ્વાસોનો ઢગલો થયો છે .

બે દિવસ મહેનત કરી ને ,
વાતોનો ઢગલો થયો છે .

જો મિલન માટે તરસતી ,
રાતોનો ઢગલો થયો છે .

૬-૬-૧૪

 

 

 

 

 

 

લાગણી કોરા પત્ર પર ચીતરી છે ,
જિંદગી કોરા પત્ર પર ચીતરી છે .

આભ ની આંખો વરસવા માંડી ત્યારે ,
વાદળી કોરા પત્ર પર ચીતરી છે .

પ્રેમ હૈયા નો ઉકળવા માંડ્યો ત્યારે ,
માંગણી કોરા પત્ર પર ચીતરી છે .

૧૦-૬-૧૪

વાત હૈયાની લખ્યાં ના કરો ,
આયનો જોઈ હસ્યાં ના કરો .

ધૂણી ભીતર માં ધખાવી હવે ,
વચનો આપીને ખસ્યાં ના કરો .

પ્રેમરસ છલકાવતી,ભાવસભર ,
કવિતાઓ સુંદર રચ્યાં ના કરો .

૧૧-૬-૧૪

યાદ નો બોજ લાગે છે ,
ઘર નહી લોજ લાગે છે .

અમૃત જેવા ભલે હોય ,
શબ્દો ના બાણ વાગે છે .

વર્ષા ની રાહ જોઈ ને ,
દિવસો ને થાક લાગે છે .

હચમચાવી ભીતર સખી ,
મહેંકતા શ્વાસ માગે છે .

૧૨-૬-૧૪

 

 

 

 

છે તરસ એકાંત ની હૈયા ને ,
છે તડપ એકાંત ની હૈયા ને .

વર્ષા ની ઠંડક છે તન મન માં ,
છે લગન એકાંત ની હૈયા ને .

રાતો વીતે રાહ જોઈ તારી ,
છે મનન એકાંત ની હૈયા ને .

મનન - મન હોવું 

૧૩-૬-૧૪

 

 

જુદાઈ ના દિવસો 
પછી 
તારા મીઠા 
સ્પર્શ 
નો
ઉઘાડ ............
૧૫-૬-૧૪

 

ફૂલદાની માં લો ફૂલો ગોઠવાઈ ગયાં ,
બાગવાડી માં લો ગુલો ગોઠવાઈ ગયાં .
મોગરો , ચંપો , ચમેલી ખીલી ઉઠ્યાં જુઓ ,
માળી પોતાની કળા થી પોરસાઈ ગયાં .

ઝૂમે ચારેબાજુ પીળા , લાલ , ગુલો અમથા ,
બાગ માં પુષ્પો મહેકતા સોગથાઈ ગયાં .
૧૬-૬-૧૪

 

 

 

 

 

 

યાદો ને ભૂલવી કઈ સરળ નથી ,
વાતો ને ભૂલવી કઈ રમત નથી .

ભરતી ને ઓટ માં તરબતર યકીન ,
રાતો ને ભૂલવી કઈ રમત નથી .

જામ નો સુરમો આંજી , બોલતી ,
આંખો ને ભૂલવી કઈ રમત નથી .

૧૭-૬-૧૪

વિશ્વાસ પોતાના
પર હશે 
તો

દુનિયા 
પર ? ...
સખી

વિશ્વાસ માં
વિશ્વાસ 
એટલે 

શ્વાસ 
સખી

 

પગલાં ઝાકળ ના દેખાય છે રસ્તા પર જ્યાં ને ત્યાં ,
ઢગલા વાદળ ના દેખાય છે આભ માં જ્યાં ને ત્યાં .

સપના આગળ ના દેખાય છે ઉંઘ માં જ્યાં ને ત્યાં .
પરચા જીવન ના દેખાય છે જીવ માં 
જ્યાં ને ત્યાં .
૧૮-૬-૧૪

 

 

 

 

છે તરસ એકાંત ની શબ્દાલય ને પૂછો ,
છે પસીના થી નિતરતું તન જલ્દી થી લૂછો .

વર્ષો સુધી દૂરી રાખી ભૂલવા યાદો ,
હોવ સાચા હાથ માથા પર તમે મૂકો .

વ્યવહારુ , સાદા , ઝડપી ને સરળ બનો ,
આપો સૌને માન પણ ક્યારેય ના ઝૂકો .

૧૯-૬-૧૪

 

માણસ જૂનો થઇ ગયો ,
ફોન મૂગો થઇ ગયો .

ભીડ માં કાયમ રહે .
તો પણ સૂનો થઈ ગયો .

ધ્વની ભારત નો ઘટે ,
દેશ લૂલો થઈ ગયો .

૨૦-૬-૧૪

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પતંગીયા ની જેમ ઉડાઉડ ના કર ,
વોટ્સ અપ પર રંગરલીયા ના કર .

કદીક ઈમેજ મોકલે ,
કદીક વિડીયો મોકલે ,
કયારેક સ્માઇલ મોકલે ,
ક્યારેક થમ્સ અપ મોકલે ,
દિવસ રાત એક જ લીલા ના કર .

ક્યારેક લખી ચેટ કરે ,
ક્યારેક ધ્વની ચેટ કરે ,
ચોવીસ કલાક નેટ પર રહે ,
ટેકનોલોજી ની હેટ પહેરે ,
ઈન્ટરનેટ ના લીરેલીરા ના કર .

આંખો ને પણ થાક લાગે ,
આંગળીઓ ચીસો પાડે ,
મોબાઈલ બેટરી ટુટુ કરે ,
મને પણ આરામ આપ ,
મારા અંગો અવયવો ઢીલા ના કર .
સખી
૧૮-૬-૧૪

 

છે તરસ જામ ની સમજો તો જરા ,
છે તરસ નામ ની સમજો તો ખરા .

હારી બેઠો છું હું જીદગી ને સખી ,
છે તરસ હામ ની સમજો તો ખરા .

છોડી દીધું છે ઘર ચાહ માં તારી ,
છે તરસ ગામ ની સમજો તો ખરા .

૨૩-૬-૧૪

 

 

 

 

આત્મા જન્મો જનમ ભટકયાં કરે છે ,
જયાં ને ત્યાં વૈતાળ થઈ લટકયાં કરે છે.

સંઘરેલી વર્ષો થી મુખ માં સખી જે ,
વાત હોઠે આવીને અટકયાં કરે છે .

ગુસ્સો નીકળતો નથી ખાલી ઉકળતો , 
ભેજું કારણ વીના જો ફટકયાં કરે છે .

દૂર યુગો થી રહ્યાં તારી ખુશી કાજ ,
જીવ વારે વારે ત્યાં મટકયાં કરે છે . 

લાગણી વિના ના માનવ જો વસે છે , 

માથું પથ્થરો સાથે કાં પતક્યા કરે છે. 


૨૪-૬-૧૪

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દરિયા ની રેત પર સરકી જોવું છે ,
ધીકતા તાપમાં અટકી જોવું છે .

ભીની ભીની લાગણીના ભરોસે ,
ઝુલ્ફો માં સાજનની ભટકી જોવું છે .

પ્રેમી નો સ્વાંગ સજી ને ફરે છે ,
દિલડાનો કસ કાઢી પરખી જોવું છે .

ખબર નથી કયાં સુધી એકલો જીવું ,
ભીતરથી દિવસ રાત સળગી જોવું છે .

પાનખર વસંત ની મીઠી રમતમાં ,
ખેતર લીલું જોઇ મલકી જોવું છે .

હરખ છે કે નહિ મિલનનો તે જોવા , 
આંખના ખૂણામાં ખટકી જોવું છે .

રૂડા બે ત્રણ સમરણો પંપાળવા ,
કીડીની માફક ત્યાં ચટકી જોવું છે .

વીતેલા વર્ષો નો ટુંકો સાર આજ ,
વાદળ જેમ આભમાં પ્રસરી જોવું છે .
૨૫-૬-૧૪

Top of Form

ટેરવે ટેરવે સ્પર્શ ભીનો સ્પર્શે છે દિલ ને ,
આંખમાં મહેદીંનો રંગ લીલો સ્પર્શે છે દિલ ને .

રાત પૂનમની લઇ આવી છે મિલનની ઘડીઓ ,
નાકની નથમાં ચમકતો હીરો સ્પર્શે છે દિલ ને .

બાગમાં કોયલી ટહુકે છે ઉનાળા બપોરે ,
ધીમો ને સુમધુર સ્વર મીઠો સ્પર્શે છે દિલ ને .

સૂસવાટો પવન લાવે છે જૂની યાદો પાસે ,
ભાવ નીતરતા સુરીલા ગીતો સ્પર્શે છે દિલ ને .

વાટ જોઇને ઊભી હતી અપેક્ષા ઓ કાયમ ,
રોજ સાંજે ત્યાં મળવાનો ચીલો સ્પર્શે છે દિલ ને .
૨૬-૬-૧૪
 

મેઘલી રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે ,
ચાંદની રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે .

લાગણી ઓએ દિવાળી ઉજવી છે ભર 
ઉનાળે દિલ માં મેં 
વાદળી રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે .

ભરતી આવે ઓટ આવે કઈ ફરક 
પડતો નથી સાગર ને તો ,
પૂનમની રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે .

૨૭-૬-૧૪

 

શ્વાસ તો છે પણ લેવો પડે છે ,
મૌત સમયે જીવ કાયમ લડે છે .

જીવતે જીવ ના જીવ્યાં હસીને ,
જિંદગી પોક મૂકી રડે છે .

પથ્થર જોડે ચણ્યા ફૂલો તાજા ,
કોણ મારી કબર માં જડે છે .

ચૈન થી સુવા ના દે અહીં પણ ,
સ્પર્શ ભીનું આંસું અડે છે .

પાછા ફરવા ના દે છોડ્યા બાદ ,
જીવન શ્વાસો શ્વાસ વડે છે .

હું ડરું મારા પડછાયા થી કેમ ,
ગ્રહો મારા ભાગ્ય ના નડે છે .

૨૮-૬-૧૪

ઓઢી અંધારું દિપક સાથે કરે દોસ્તી ,
દુનિયાની કાનાફુસીથી જો ડરે દોસ્તી .

મારું તારું ના રહે આપણું થાય ,
એકબીજાની ખુશી માટે મરે દોસ્તી .

જયારે વિશ્વાસ માં વિષ ભળે અને ,
જીદગી નો કેફ વધે ત્યારે લડે દોસ્તી .
૨-૭-૧૪  

નામ પાછળ કેમ કાયમ ભાગતું જગ ,
રાતો ને રાતો પછી જો જાગતું જગ .

દિવસે દિવસે વધતી રોજેરોજ જુઓ ,
મોંઘવારી ના નિસાસા નાખતું જગ .

એક મિનિટ માં ભૂલી જતા અહેસાન  ,
આંખની ક્યારેય સેહ ના રાખતું જગ .

૩-૭-૧૪  

શ્વાસ ઉચ્છવાસ થી ચાલતી જિંદગી ,
શ્વાસ જો થંભે તો હાલતી જિંદગી .

ચાર પળ ની મહેમાન છે ને છતાં ,
પૈસા પાછળ જુઓ ભાગતી જીંદગી

એક પળ ચૈન થી જીવવા ના દિધો ,
મધ થી મીઠી મને લાગતી જીંદગી .

૪-૭-૧૪ 

 

હોંસલા તારા બુલંદ રાખજે ,
સફળતાનો પછી સ્વાદ ચાખજે .

હોય આગળ જો વધવું તો સાભળો ,
દિલના દરવાજા તું ખુલ્લા રાખજે .

આવશે પહાડો ઊંચાને નીચા પણ ,
ઊચી ઊડાન માં હિંમત રાખજે .

પગલાં આગળ ને આગળ જ માંડજે
ધ્યેય હંમેશા તું ઊંચા રાખજે .

હાર માની ને પાછો ના ભગતો ,
ખુદમાં વિશ્વાસ કાયમથી રાખજે .
૫-૭-૧૪  

પ્રેમ નો પરપોટો ફૂટી ગયો કેમ ?
નાજુક નમણો તંતુ તૂટી ગયો કેમ ?

માંડ પકડાયો હતો પવનો સામે ,
હાથમાંથી પાલવ છુટી ગયો કેમ ?

પ્યાલો ભર્યો પ્રેમ રસ થી ભર પૂર , 

જામ હોઠે અડતા ખૂટી ગયો કેમ ?

ચારે બાજુ થી રક્ષાયેલી જો ને ,
વ્હાલી સીતા આજે લૂટી ગયો કેમ ?

સોળે શણગાર સજી હતી આશા ,
કાગડો દૈતરું ઝૂટી ગયો કેમ ?

૬-૭-૧૪  

                                                                 દરિયો દિલનો

દરિયો દિલનો ઊભરાઈ રહયો છે ,
સ્વર એનો સંભળાઈ રહયો છે .

છીપલાં , મોતી નો ભંડાર એમાં ,
સમૃદ્ધિ જોઈ મુસકાઈ રહયો છે .

માંછલા નું ઘર સજાવી મનોહર ,
લાગણી થી ધૂંધવાઈ રહયો છે .

રેત પર આળોટી મસ્તી કરે બાળ,
ચાર હાથે તે લુટાઈ રહયો છે .


૨૯-૬-૧૪

 

પૈસાની બોલબાલા અહીં ,
જીવનનું મૂલ્ય શૂન્ય અહીં .

સાચવીને રહેજો અહીં ,
નામનું મૂલ્ય શૂન્ય અહીં .

કરવા ખાતર કરે લાગણી ,
પ્રેમનું મૂલ્ય શૂન્ય અહીં .

આંખની બે શરમ ના રહી ,
આંખનું મૂલ્ય શૂન્ય અહીં .

છેતરે કેમ પોતાને તું ,
વાચ નું મૂલ્ય શૂન્ય અહીં .
વાચ - વચન 
૩૦-૬-૧૪

 

ચાર દિવસો ની મહેમાન છે પ્રસિદ્ધિ ,
કર્મો નો સુંદર અહેસાન છે પ્રસિદ્ધિ .

જિંદગી છે ફૂલો ની ક્યારી સખી ,
પૈસા થી વધુ મજેદાર છે પ્રસિદ્ધિ .

નામ પાછળ ભાગતો ચારેબાજુ ,
માણસ ની અસલી પહેચાન પ્રસિદ્ધિ .
૧-૭-૧૪

 

કોઇ નું ના કોઇ આ સંસારમાં ,
સ્વાર્થ ના સૌ છે સગા સંસારમાં .

કોઇ રાજા કોઇ ભીખારી અહીં ,
ને છતાં સંસારી આ સંસારમાં .

લેખા જોખા કર્મ ના પૂરા કરે ,
હસતે મોઢે જીવે એ સંસારમાં .

કોને દિલની વાતો જઈને કહે એ ,
હાલ સૌના એક જેવા સંસારમાં .

મારું મારું કર્યા કરતા દુનિયામાં 
ખોટી માન્યતા ઘણી સંસારમાં .
૮-૭-૧૪ 

 

આંગળી માંથી સંવેદના છલકે છે ,
સ્પંદનો માંથી સંવેદના છલકે છે .

સ્પર્શ હૂંફાળો ઘંટી વગાડે દિલમાં ,
મૌસમી વર્ષા આ જોઇને મલકે છે .

સાથી સોહામણો જોઈ આજે સખી ,
મદભરી આંખોથી પ્રેમરસ ટપકે છે .

દૂર જ્યારથી તમે શું થઈ ગયાં , 
કાગળ કવિ બની દિલમાં ખટકે છે .

એ ગલી એ મહોલ્લો એ બારી રડે , 
જ્યાં જુદાં પડવા ત્યાં હૈયું ભટકે છે .

યુગોથી હૈયા ની તૃપ્તિ માટે જો ને ,
આત્મા જન્મોજન્મથી હજી ભટકે છે .

૧૪-૭-૧૪  

ઊપર નીચે થયા કરે છે ,
રેતી રણ ને વ્હાલ કરે છે .

તપી ને પણ હસ્યાં કરે ,
સૂર્ય પર તે માર્યા કરે છે .

બપોરે ગરમ રાતે ઢંડી ,
ચૂપચાપ ખસ્યાં કરે છે .

કુદરત નો નિરાળો ખેલ ,
મુંગા મોઢે સહ્યાં કરે છે .

હવા સાથે ફંગોળાતા તે ,
સ્વ ને ભૂલી ઉડયા કરે છે .


 

તરહી મુશાયરો

“પાદપૂર્તિ સ્પર્ધા …..”

 

 “તડકામાં તાપણું તે આપણે ……..      (અછાંદસ)

 

તડકામાં તાપણું તે આપણે ,
વર્ષામાં વાદળા તે આપણે .

ગોરા મુખ માં કાળા તલ જેમ ,
ગ્રહણ માં સૂર્ય તે આપણે .

ત્રીસ દિવસ ના ઉપવાસ માં ,
ચાંદની માં રોઝા તે આપણે .

ધીકતા રણમાં મૃગજળ ના ,
ઢગલાં માં રેતી તે આપણે .

કુબેર ના અમૂલ્ય ભંડાર સમાં ,
દરીયામાં છીપલાં તે આપણે .

એકમેક ને આલિંગન થી લાગે ,
જંગલમાં આગ તે આપણે .

અ,બ કે બારાખડી થી બનતી ,
ગઝલોમાં અક્ષર તે આપણે .

ત્રણ કે પાંચ શેર ની હોય ,
કાગળ માં કવિતા તે આપણે .

સ્નેહ માં તરબોળ ડૂબેલી ,
કલમ માં શાહી તે આપણે .

સા , રે , ગ  માં ગવાતી ,
ગાયકીમાં સૂરો તે આપણે .

રોજ કરોડો લોકો વાચતાં ,
છાપાના હેડીંગ તે આપણે .

ભર વસંતે નવ પ્રફુલ્લિત ,
ડાળીના પર્ણો તે આપણે .

 

હાડ થીંજવતી ક્કડતી ઠંડીમાં ,

ઠુંઠવાતા તાપણાં તે આપણે .       
૧૮-૭-૧૪

 

“ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસ માં ………”(ગઝલ)

 

ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસ માં ,
નીડ માં પણ તું મને વર્તાઈ શ્વાસો શ્વાસમાં .

ગુંજે છે શરણાઇ સાજનની ગલીમાં જયારે એશ ,
ટીશ માં પણ તું મને વર્તાઈ શ્વાસો શ્વાસમાં .

લાગણી ના તાંતણે બંધાઈ  ને વારી ગયા ,
જીત માં પણ તું મને વર્તાઈ શ્વાસો શ્વાસમાં .
૧૮-૭-૧૪

 


ગીત મને સામેથી મળવા આતુર ,

યાદમાં તારી કોયલ ગીતો ગાતી તી જે ,
ઝરણાં ઝરઝર સૂર પુરાવતા તા જ્યાં ,
એ કુંજ ગલીયો માં પડઘાતા 
ગીત મને ....

વાંસળી ની ધૂન માં રેલાતા જે ,
વન ઉપવન માં સતત સંભળાતા તા જ્યાં ,
એ વૃંદાવન ના કૃષ્ણે ગયેલા 
ગીત મને ....
ઐશ્વર્યા 
૨૫-૭-૧૪  

 

સાંજ વરસાદી ભીંજવી ગઈ મને ,
છાંટ તોફાની ખીજવી ગઈ મને .

સૂર્ય સાથે થયો રમતાં રમતાં જો ,
વાદળી કાળી થીજવી ગઈ મને .

બહાર બારીની જો નજરો રમ્ય ,
ફૂલ ગુલાબી રીઝવી ગઈ મને . 
૨૬-૭-૧૪  

 

બેસણામાં મારા મારી ગેરહાજરી સતાવે છે મને ,
દૂરથી મોઢું બતાવીને ફરીથી રડાવે છે મને .

સ્કાયપી પર બેસણાની ફોર્માલીટી પૂરી થઇ જતી ,
વોટ્સ અપ પર ઓનલાઈન ફોટા     તેઓ બતાવે છે મને .

ફેસબુક માં લાઇક ને કોમેન્ટ આપે સ્વજનો હાજરી ,
ટેકનો યુગમાં અવસાનની જાહેરાત વોટ્સ અપ પર ,
જો પોસ્ટો ની ભીડમાં લાઇક કરી  જલ્દી ઉડાડે છે મને .

ફોન પર મળતા હતાં ક્યારેક ચહેરો ભુલાઈ પણ ગયો ,
ટેવ મુજબ બહાનું શોધી ફોનમાં માખણ  લગાડે છે  મને .
ઢોંગ મરવાનો કરી ફોટામાં બેસી જઊં , 
કેટલાં આવ્યાં દુનિયાદારી નિભાવવા  હસાવે છે મને .

 

 

વાદળ ઓઢી સૂર્ય સૂતો આભમાં ,
કે પછી થપ્પો રમે છે આભમાં .

ફેરવી છે લાગણી ની રવાઈ ,
હેલી ઊઠી એટલે જો આભમાં ,

ઝરમરીયા  શ્રાવણીયા ભીના કરે ,
લાગે નાહી રહયાં છે આભમાં .

વાદળમાંથી ડોકું કાઢીને હસે .
સૂર્ય સંતાકૂકડી રમે આભમાં .

રંગબેરંગી આ મેઘધનુષ માં ,
ઘોડા ની માફક દોડે આભમાં .

જો પલાળી વિશ્વ ને કેવા હસે ,
આંખો મીચીં ઢોંગ કરે આભમાં .

વીજળી ના ચમકારાઓ લાગે ,
જાણે  થ્રીડી ફિલ્મ ચાલે આભમાં .


૨-૮-૧૪


ગઝલ 
આઈના
માં 
જોઈ બોલી
"ઈર્શાદ"

૨-૮-૧૪  

 

તારું મારું આપણું કયારે થશે ,
એક સરખું તાપણું કયારે થશે .

એક થી સંતોષ નથી હાલમાં ,
હૈયું સૌનું બેગણું કયારે થશે .

મંદિર,મસજિદને ગુરુદ્વારાની  ,
દિવાલો વચ્ચે બારણું કયારે થશે .

મારું મારું કર્યા કરતા દુનિયાના ,
લોકો ના દિલમાં ઘણું કયારે થશે .

આંખના ખૂણા રહે ભીના જુઓ ,
સપનું ઈશનું આપણું કયારે થશે .
૨-૮-૧૪

 


મહેફિલ

 

શબદ અડડો જમાવી બેઠો છે મહેફિલ માં ,
ગઝલ ને તે પચાવી બેઠો છે મહેફિલ માં .

લાલી શરમ ની છુપાવવા માટે બનારસી ,
પાન મોં માં લગાવી બેઠો છે મહેફિલ માં .

પૂનમની રાતે પૂર્ણ ખીલેલા ચાંદ સાથે 

રાત જો ને સજાવી બેઠો છે મહેફિલ માં .

હુશન ની આંખોથી છલકી રહયા છે તયાં ,
જામ તાજા ચઢાવી બેઠો છે મહેફિલ માં .

કેમેય કરીને હાથમાં ના રહયું હૈયું મારું ,
ચૈન દિલનું લુટાવી બેઠો છે મહેફિલ માં .

૩-૮-૧૪


જીંદગી ના ગાઢ જંગલમાં રહીને થાકયો છું ,
જીંદગી ના ગાઢ જંગલમાં ફરીને થાકયો છું .

લાંબા પહોળા દિવસો ફેલાયા છે 
ચારેબાજુ ને ,
માનવી ના ધોકાની સંખયા ગણી થાકયો છું .

ભાર લાગે સવાસો નો તનનો તમે જુઓ તો ખરા ,
ક્ષણ ની ખુશીનો યુગોથી ટેકસ ભરીને થાકયો છું .

૩-૮-૧૪

 

 

દરિયા ની રેત

દરિયા ની રેત પર સરકી જોવું છે ,
ધીકતા તાપમાં અટકી જોવું છે .

ભીની ભીની લાગણીના ભરોસે ,
ઝુલ્ફો માં સાજનની ભટકી જોવું છે .

પ્રેમી નો સ્વાંગ સજી ને ફરે છે ,
દિલડાનો કસ કાઢી પરખી જોવું છે .

ખબર નથી કયાં સુધી એકલો જીવું ,
ભીતરથી દિવસ રાત સળગી જોવું છે .

પાનખર વસંત ની મીઠી રમતમાં ,
ખેતર લીલું જોઇ મલકી જોવું છે .

હરખ છે કે નહિ મિલનનો તે જોવા , 
આંખના ખૂણામાં ખટકી જોવું છે .

રૂડા બે ત્રણ સમરણો પંપાળવા ,
કીડીની માફક ત્યાં ચટકી જોવું છે .

વીતેલા વર્ષો નો ટુંકો સાર આજ ,
વાદળ જેમ આભમાં પ્રસરી જોવું છે .
સખી


૨૫-૬-૧૪

 

          કવિ

કાગળ કવિ બની ગયો ,
ચાંદ રવિ બની ગયો .

કુંડળીમાં ફરતાં ફરતાં ,
મંગળ શનિ બની ગયો .

અંતાકક્ષરી રમત માં ,
જોક ફનિ બની ગયો .

બે ઘડી  ની મશ્કરીમાં ,
બકરો બલિ બની ગયો .

પ્રેમ ક્ડીયાતું માં ઉમેર્યો ,
લીમડો હનિ બની ગયો .

 

૧૬-૭-૧૪