THE DARK ROOM
મારી આંખની પાંપણો ખુલ્લી હતી, પણ જાણે એક અસ્પષ્ટ અવ્યાખ્યાય અંધકારમાં હું સૃષ્ટિથી વિલગાઈ ગયો હતો. ચોતરફ ભયાનક નિશ્બ્દતા અને ગાઢ જડતાના ડંખતા પડછાયાઓ. એક પળ માટે લાગ્યું કે હું ક્યાંક શૂન્યમાં અવસરપતો છું, જ્યાં પ્રકાશનું અસ્તિત્વ સુધી નિષ્ફળ છે.
હું કંપતા પગલાંથી ઊભો થયો. આ ઘાટા અંધકારમાં આગળ વધવાનો નિર્દય નિર્ણય કર્યો. મારા પગલાંઓના અવાજ સિવાય કોઈ ધ્વનિ નહોતો. એક એવી શાંતિ કે જેના પાછળ કોઈ મહાભયાનક તાંડવ ઊર્મી વહેતી હોય. હું અંદરથી ધ્રુજી રહ્યો હતો, મગજના અંધકારમાં એક પછી એક પ્રશ્નો ઘૂમી રહ્યા હતા. "હું ક્યાં છું? શા માટે અહીં છું? શું આ મરણોત્તર લોક છે?"
અંધકારમાં હું હાથ લંબાવી આગળ વધ્યો. મને કોઈપણ વસ્તુ, દીવાલ કે ખૂણો હાથ લાગતો નહોતો. બે મિનિટ વીતવા છતા, રૂમનો અંત દેખાતો નહોતો. "આ શી બીજાની ગૂઢ યંત્રણા છે?" – મારા આંતરિક અવાજે કહ્યું. શું હું કોઈ અગાધ ખીણમાં અટવાયો છું? શું આ એક ભયાનક ભ્રમ છે?
"કોઈ છે અહીં?" – મે કંપતા સ્વરે પોકાર કર્યો, અને તુરંત જ, એક અધ્ભૂત ભયજનક અવાજ મારા કાન સુધી ટકરાયો. ધીમા પગલાં... ધબક... ધબક... એક શીતલ, અનિર્ધારિત ગતિ.
મને મારા હ્રદય ના ધબકારા સંભળાવા લાગ્યા. અને એ જ સમયે, એક ભયાનક ચીખ સંભળાઈ! એક સ્ત્રીની હૃદયદ્રાવક પીડાથી ભરેલી ચીખ, જે મનુષ્યને અંતસ્તલ સુધી ધ્રુજાવી શકે. મારું શરીર જાણે પથ્થર થઈ ગયું. મારું રક્ત જાણે ગળતી હિમની જેમ ચમચમી ઉઠ્યું. હું ત્યાં જ જડ થઈ ગયો.
કેટલીક ક્ષણો પછી, શાંતિ ફરી વળી. "આવું શું હતું?" – મગજમાં એ એક જ સવાલ ઘૂમ્યો. મારા હાથ ધીમે ધીમે પેન્ટના ખિસ્સા તરફ ગયા. કંઈક અડી આવ્યું.
લાઇટર!
હવે મારા આંતરમાં આત્મવિશ્વાસનું એક ઝીણું તેજ ઉમટી આવ્યું. મેં તેનેસળગાવવાનો પ્રયાસ કર્યો. પહેલીવાર નિષ્ફળ ગયો, પરંતુ થોડી મહેનત બાદ એક નાનું તેજ પ્રકાશિત થયું.
અને એ જ ક્ષણે...
મારા ખભા પર કોઈએ એક ભયાનક, શીતલ, નિર્જીવ સ્પર્શ કર્યો!
હું સ્તબ્ધ થઈ ગયો. મારો શ્વાસ જાણે ગળા સુધી અટકી ગયો. મારું શરીર અચાનક નિશ્ચલ થઈ ગયું. મારા શરીરમાંથી આત્મા છૂટે તેવી લાગણી થઈ.
કોઈએ મને પાછળ થી બોલાવ્યું...
હું ધીમે ધીમે લાઇટર હાથમાં લઈ પાછો ફર્યો... અને એ દૃશ્ય!
એટલું ભયાનક કે મારું હૃદય એક ક્ષણે ઠપ થઈ ગયું. મારા હોશ ઉડી ગયા. મારા મોંમાંથી એક હાડ વણસાવી નાખે તેવી ચીખ નીકળી ગઈ. મને લાગ્યું કે આ મારી અંતિમ ચીખ હશે...
અને પછી...