DARK ROOM - 2 in Gujarati Horror Stories by Zala Yagniksinh books and stories PDF | DARK ROOM - 2

Featured Books
Categories
Share

DARK ROOM - 2

અજ્ઞાત હાજરી



મારા મોં માંથી નીકળેલી ચીખ રૂમની શાંતિને ચીરી ગઈ.

લાઇટરની નાની જ્યોત અંધકાર સામે લાચાર લાગતી હતી. મારી આંખો સાજી નહોતી થઈ ત્યાં જ, મારા ખભા પર રાખેલી એ ઠંડી, નિર્જીવ આંગળીઓનો દબાણ વધુ પ્રબળ થયું. મન માં ધ્રૂજારી ઉપાજી ગઈ.

હું ધીમે ધીમે લાઇટર ઉપાડીને પાછો ફર્યો...

અને જે જોયું...

મારા હૃદયના ધબકારા રોકાઈ ગયા. શ્વાસ અટકી ગયો.
એ દ્રશ્ય મારા જીવનનું સૌથી ભયાનક દ્રશ્ય હતું.

એનું ચહેરું ભયાનક રીતે વાંકડું હતું, આંખના ખાડાઓ ખાલી હતા, અને તેનુ મોં જાણે ચીસ મારવા માટે જ હતું. પણ કોઈ અવાજ નહોતો. બસ એક શીતલ, મૃત શ્વાસ મારી તરફ વહેતો હતો.

હું તુરંત પાછળ દૂર ખસીયો, લાઇટર મારી હાથમાંથી પડી ગયું અને એક જ પળમાં ફરી અંધકાર છવાઈ ગયો. મારા પગ લડથડવા લાગ્યા, મનમાં એક જ વિચાર 

"હવે શું?"

શાંતિ ફરી વળી, પણ એ શાંતિ એવી હતી જે તોફાન પહેલાં આવે.

અચાનક... એક પગલાં નો અવાજ.

એ મારી તરફ આવી રહ્યું હતું. ધીમે ધીમે, પણ ચોક્કસ.

મારે ભાગવું હતું. મારે જીવવું હતું!
પણ આ રૂમનો અંત ક્યાં હતો? દરવાજો ક્યાં હતો?

મારા હાથ ધૂંધાળાપણું સ્પર્શવા લાગ્યા, દ્રશ્યો ધૂંધળા બનતા ગયા, અને હું અનિશ્ચિત દિશામાં દોડવા લાગ્યો...

અને પછી... હું કંઈક સાથે અથડાયો.

શું એ એક દીવાલ હતી? કે પછી... કંઈક બીજું?

અને એ જ પળે, એક ચીસ... એવી કે જે મારો જીવ લઈ જાય! અવાજમાં એવો આક્રંદ હતો કે મારી ચેતના ધબકવા લાગી. મને અનુભવાયું કે હું અંધકારનો હિસ્સો બની રહ્યો છું... ધીમે ધીમે, એક અનોખી શૂન્યતા મને ગળી રહી હતી..."


---------------------------×××----------------------------






પડછાયાઓની લૂંટફાટ


મારા ચેતનાશૂન્ય દેહ પર એક ઠંડી લહેર ફરી વળી. આંખો ખુલતી પણ પહેલાં, એક અસહ્ય ગંધ મારી નાસિકા સુધી પહોંચી. એકલતા, ભય અને અજાણ્યું કંઈક જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં.

હું હલવા પ્રયત્ન કર્યો, પણ મારું શરીર જાણે મારી સાથે નહોતું. ઘૂંટણ તળે ભીનું લાગ્યું, જાણે કંઈક ચીકણું…

હું ધીમે ધીમે હાથ નીચે લાવ્યો.

અને જે સ્પર્શાયું…

… તે લિસ્સું અને શીતલ હતું.

મારા શરીર પર વીજળી વળી ગઈ. હું તુરંત જ ઉઠવા પ્રયત્ન કર્યો, પણ મારા હાથ કંઈક સાથે અથડાયા....

એક મૃતદેહ.

એક નહિ… અનેક!

હું ઉંચે જવા પ્રયત્ન કર્યો, પણ હું લાશોની વચ્ચે ફસાઈ ગયો હતો. એના નરમ, નિર્જીવ શરીરો પર મારી આંગળીઓ ફરી વળી. શ્વાસ તેજ થયો, હૃદય ધબકતું જતું. હું બૂમ પાડી પણ શકતો નહોતો.

"હું… ક્યાં… છું?"

અચાનક, લાશોના વચ્ચે કંઈક હલતું જણાયું.

કોઈ મારા પગ પકડી રહ્યું હતું.

મારા મગજમાં એક જ વિચાર –

"આખરે, હું 'ડાર્ક રૂમ' માંથી હું જીવતો નીકળીશ? અથવા, હવે હું પણ એની અંદર એક હિસ્સો બની જઈશ?"


---------------------------×××----------------------------




મૃત્યુનો શ્વાસ




હવે હું શ્વાસ પણ નહોતો લઈ શકતો. મારી આંખો ખુલ્લી હતી, પણ બધું જ અંધકારમાં વિલિન હતું. કોઈ મારા પગ પકડીને ખેંચી રહ્યું હતું, એટલી જોરથી કે જાણે કોઈ ભૂખ્યો દરિદો શિકારને પોતાની ખોચમાં ખેંચી રહ્યો હોય.

હું ઝટપટવાની કોશિશ કરી, પણ મારું શરીર જાણે જીવી જ નહોતું રહ્યું. મારા હાથની આંગળીઓ જમીન પર લથડાઈ ને લાશોના ગુચ્છામાં ફસાઈ ગઇ.

"Help… h…elp…" મારી જુબાન મારી સાથે ન હતી.

અને એ જ ક્ષણે, એક ઠંડી અવાજ મને સાંભળવા મળી.

"તું ક્યાં જઈ રહ્યો છે? હજી તો તારા માટે રમવાનું શરૂ થયું છે…"

એ અવાજ કોઈ માણસનો નહોતો. એ અવાજ શીતલ પણ જડ હતો, જાણે કોઈ મૃતદેહે બોલવાની કોશિશ કરી
રહ્યો હોય.

હું મજબૂતાઈથી લાત મારી અને થોડી સેકન્ડ માટે તે પકડને છૂટવા માટે પ્રયત્ન કર્યો. મારા શરીરે એની પકડ છોડી, પણ હવે મારું શરીર જાણે કોઈ બીજી દુનિયામાં પ્રવેશી રહ્યું હતું.

હું લાશોના ઢગલામાં પડી ગયો, પણ એ લાશો હવે સામાન્ય નહોતી, તે હલતી હતી. મારી પર ચડતી હતી. એક એક કરી બધાની આંખો ખૂલ્લી પડી રહી હતી. એક સાથે અનેક ખાલી, શૂન્ય આંખો મારી તરફ જોતી હતી.

હવે હું માત્ર એકજ વિચાર કરતો હતો.

"હું આ જીવીશ? કે હું પણ એજ લાશ બની જઈશ?"




------------------------------------------------------------------