Maadi hu Collector bani gayo - 13 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 13

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 13

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૧૩

તાજ એકપ્રેસ ના જનરલ ડબ્બા માં પોતાનો સમાન લઈને જીગર અને પંડિત ગાંધીનગર જવા નીકળ્યા. સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી જવાવાળો જીગર ગાંધીનગર પાછો જતી વખતે વર્ષા ના પ્રેમ ને તેના હૃદય માં લઈને જઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યો મે પહેલા જ પ્રયત્ને તે આઈ.એ.એસ કે આઈ.પી.એસ બની જાય તો વર્ષા ને કેટલી આસાની થી તેના પ્રેમ નો પ્રસ્તાવ તેની સમક્ષ રજુ કરી શકશે.

શાન કોઠી માં પાછા બંને એ રૂમ લઈ લીધો. બે દિવસ પછી જીગર અમદાવાદ માં તેની મુખ્ય પરીક્ષા આપવા માટે ગયો. દીપ સોની અમદાવાદ માં જ dy.sp તરીકે કાર્યરત હતા અને સરકારી આવાસ માં રહેતા હતા. તેના ઘરે રહીને જીગરે મુખ્ય પરીક્ષા ના બધા પેપર આપ્યા. અને પાછો ગાંધીનગર આવી ગયો.

પંડિત જીગર ના મુખ્ય પરીક્ષા ના પ્રશ્નપત્ર જોઈ રહ્યો હતો અને અંગ્રેજી નું પેપર જોયું અને કહ્યું જીગર આ અંગ્રેજી નું પેપર કેવું રહ્યું!

જીગર - અંગ્રેજી માં તો ટેરેરીઝમ નો નિબંધ સરસ રીતે લખ્યો છે.
પંડિતે અંગ્રેજી ના પેપર માં એ સવાલ ગોત્યો પણ મળ્યો નહી અંતે તેને ટુરિઝમ પર નિબંધ લખો એવુ જોવા મળ્યું તેને જીગર ને કહ્યું કે તે ટુરિઝમ ને ટેરેરીઝમ સમજી ખોટો નિબંધ લખીને આવ્યો છે.

જીગરે પણ બે ત્રણ વાર જોયું પછી શું જીગર સમજી ન શક્યો કે ટુરિઝમ અને ટેરેરીઝમ માં તેનું મગજ કઈ રીતે કન્ફ્યુઝ થઈ ગયું. જીગર ની આ ભૂલ તેને મુખ્ય પરીક્ષા ની રેસ માંથી બહાર કરવા માટે કાફી હતી. ખોટા વિષય પર નિબંધ લખવાથી અંગ્રેજીમાં ૧૦૦ માર્ક પણ નહી આવે હવે તે સમજી ગયો અને ઘણો નિરાશ થયો આટલી મેહનત હોવા છતાં મુખ્ય પરીક્ષામાં આ ભૂલ તેને ખુબ જ દુઃખી કાર્યો.
અંતે રિઝલ્ટ આવ્યું અને જીગર મુખ્ય પરીક્ષા નાપાસ થયો.

જીગર વર્ષાની યાદ ને ભુલાવી શકતો ન હતો. તેને નક્કી કર્યું કે આજે તે વર્ષા ની સાથે વાત કરશે. તે વર્ષા એ આપેલ નંબર વાળી બૂક ગોતવા લાગ્યો. તેને ઘણી ગોતી પણ બુક ન મળી અને તે નિરાશ થઈને પલંગ પર બેસી ગયો.

જીગરને પરેશાન જોઈને પંડિતે પૂછ્યું - શું ગોતી રહ્યો છે જીગર? upsc મુખ્ય પરીક્ષા તો ગઈ તારી હવે gpsc ની પરીક્ષા માથે છે. ક્યાં રખડશ?

જીગર - મને વર્ષા એ એક બુક માં તેના નંબર આપ્યા હતા તે બુક ગોતું છું મારે વર્ષા સાથે વાત કરવી છે.

પંડિતે તેની બુક બંધ કરી દીધી અને વાર્તા કરવાની સ્થિતિ માં બેસી ગયો - તો કરી લે વાત તને કોણે રોક્યો છે ? પણ કહીશ શું ? હેલ્લો વર્ષા! હું મુખ્ય પરીક્ષા માં ફેઇલ થઈ ગયો છું. ટુરિઝમ ની જગ્યાએ ટેરેરીઝમ પર મોટો એવો નિબંધ અંગ્રેજી માં લખીને આવ્યો છું.
કર... કર....ફોન કર......મારી પણ વાત કરાવજે. પંડિત હાથ વડે ફોન કરવાની એક્ટિંગ કરતા બોલ્યો.

જીગરે કઈ ન કહ્યું તો પાછો પંડિત બોલ્યો - જીગર નિષ્ફળ વ્યક્તિને પ્રેમ ક્યારેય નથી મળતો. જો વર્ષા ને પ્રેમ કરવો છે તો તૈયારી કરો! તું જો gpsc પાસ કરી લઈશ તો શાયદ વર્ષા તને પ્રેમ કરી લે. અત્યારે તો ધિક્કારી દેશે.

ત્યાંજ રૂમ પર ગુપ્તા આવી ગયો. અને બોલ્યો ક્યાં વિષય પર ચર્ચા ચાલી રહી છે.
પંડિત - પ્યાર
ગુપ્તા - વાંચી લો લ્યાવ..! પાંચ - છ મહિનામાં gpsc ની પરીક્ષા થવાની છે.અને તમારે અત્યારે પ્રેમ કરવો છે!

પંડિત - પ્યાર એક એવી વસ્તુ છે જે વિદ્યાર્થી ને ત્યારેજ પકડે છે જ્યારે સૌથી વધુ જરૂર તેને ભણવાની હોઈ છે.

જીગર ને ગુપ્તા અને પંડિત ની વાત સારી ન લાગી અને કહ્યું - મારા માટે પ્રેમ એક આંતરિક શક્તિ છે જે મને તૈયારી કરવામાં પ્રેરણા આપે છે.
આમજ ચર્ચા નો અંત પણ થયો.

અંગ્રેજી આગળ ના ભવિષ્ય માં બાધા ન બને એ માટે જીગરે અને પંડિતે રવિકાન્ત સર ગુરુજી પાસે અંગ્રેજી ના કલાસ ચાલુ કરી દીધા. પંકજ પણ અહીંયા જ કલાસ કારતો હતો. કલાસ માં છ છોકરીઓ અને દસ છોકરા હતા. એક વખત ગુરુજી એ સંગીતા નામની છોકરી ને કલાસ માં ઠપકો આપ્યો. સંગીતા ની આંખ માં આંસુ આવવા લાગ્યા. રડતી સંગીતા પંડિત ને અચાનક જ પસંદ આવવા લાગી. આજે પેહલીવાર પંડિતે જોયું કે સંગીતા ની આંખો બીજી છોકરીઓ કરતા મોટી અને ખુબ જ સુંદર છે. આ મોટી આંખોમાં પંડિત ડૂબી ગયો. જીગર ના પ્રેમ માં વિરોધ કરવાવાળા પંડિત ને આજે અચાનક જ સંગીતા નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો.

જીગર ને આ જાણીને સારું લાગ્યું કેમકે તેને હવે ઉમ્મીદ હતી કે પંડિત તેના પ્રેમ વિશે વિરોધ કરશે નહી. પંડિત હવે સંગીતા સાથે દોસ્તી કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા. એક દિવસ પંડિત જીગર ને લઈને સંગીતના ઘરે ગયો.

સંગીતા એ જીગરને કહ્યું - રવિકાન્ત સર તમારા ઘણા વખાણ કરે છે, કહે છે કે તમે જરૂર gpsc માં સફળ થશો.

જીગરે હવે સમય બરબાદ કર્યા વગર પંડિત ને યોગ્ય ગણવા માટે સંગીતાને કહ્યું - મારું તો ખબર નહી, પણ પંડિત જરૂર સફળ થશે.

જીગર ના આ જુઠ થી પંડિતને સારું લાગ્યું અને સંગીતા પંડિત ને જોઈને હસવા લાગી. આમ બંને ની દોસ્તી બનવા લાગી.
ત્યા જ સંગીતા એ પોહા ની ડીશ પંડિત સમક્ષ રાખી. થોડો સમય રૂમ પર ચુપ્પી રહી.

પંડિતે સંગીતાને કહ્યું - તમારા મમ્મી પોહા સરસ બનાવે છે. મે અત્યાર સુધી આવા પોહા ક્યારેય ખાધા નથી.

ત્યાં જ એક સિતાર પર નજર પડી એ જોઈને પંડિત ફરી બોલ્યો - આ સિતાર કોણ વગાડે છે ?

સંગીતા - હું ક્યારેક વાગળું છું.

પંડિતે સંગીતા ના ઘરે થી વિદાય લેતી વખતે કહ્યું - હવે પછી ક્યારેક તમારું સંગીત સાંભળીશું.

પંડિતે પાછુ આ ઘર માં આવવાની ભૂમિકા બાંધી દીધી. મતલબ પંડિતે કહી દીધું કે હવે આ ઘરે આવવા જવવાનું ચાલ્યાજ રાખશે. એટલું કેહતા પંડિતે સંગીતા ની આંખો તરફ નજર કરી મોટી આંખો નીચે તરફ જુકી ગઈ અને સંગીતા હસી.

બંને શાન કોઠી આવ્યા. પંડિતે શાન કોઠી માં આવીને રૂમ પર પડેલ પુસ્તકોને અજાણ્યા ની જેમ જોઈ. કોઈક પુસ્તક પલંગ પર ખુલી પડી હતી, જેને પંડિત પ્રેમ ની તલાશ માં નીકળતા પેહલા ખુલી છોડી ને ગયો હતો. હવે પંડિતે આ પુસ્તકો બંધ કરી દીધી. દીવાલ પર ટીંગાળેલ ટાઈમ ટેબલ પર અત્યાર નો સમય મુઘલ યુગ નો ઇતિહાસ વાંચવાનો હતો પંડિત અને જીગરને ! પરંતુ આજે સંગીતના ઘરે જઈને આ સમય વેડફી નાખ્યો. હવે બંને ને તૈયારીની ચિંતા થવા લાગી. જીગરે બુક લઈને વાંચવા લાગ્યો. પણ પંડિતે ઇતિહાસ ની બુક બંધ કરીને ફિલ્મ "મહોબ્બતે"નું ગીત ચાલુ કરી દીધું -અખીયો વાલી! ગીત સાંભળીને પંડિત સંગીતાની મોટી આંખો માં ડૂબી ગયો.

નવા વર્ષ નો પેહલો દિવસ હતો પરંતુ નવા વર્ષ ના પેહલા દિવસે જીવર વિચલિત હતો. નવાવર્ષ ના પેહલા દિવસે તે વર્ષા સાથે વાત નહી કરે તો ક્યારે કરશે? જીગરે પંડિત ને તેનું દુઃખ જણાવ્યું સંગીતા ના પ્રેમ માં પડેલ પંડિત ને આ દુઃખ હવે સમજ માં આવી રહ્યું હતું. પંડિત જીગરની મદદ કરવા પેલી બુક જેમાં વર્ષા ના નંબર લખ્યા હતા તે બંને શોધવા લાગ્યા. સંગીતા ના પ્રેમ માં પડેલ પંડિત હવે જીગર ને અશ્વાસન આપી રહ્યો હતો કે જીગર તું ચિંતા ન કર નંબર મળી જશે.

ત્યાં જ પલંગ અને એક ટેબલ ની નીચે બુક પડી હતી તે બુક પર પંડિત ની નજર પડી અને તેને બુક લીધી પન્ના ફેરવતા તેને ચોથા પેજ પર નંબર લખેલ મળ્યા. તેને જીગરને બુમ પડતા કહ્યું - " જીગર વર્ષા ના નંબર મળી ગયા. "

to be continue....
ક્રમશ: આવતીકાલે
જયદીપ સોનારા"વિદ્યાર્થી"