Street No.69 - 81 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-81

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-81

સોહમ ફર્સ્ટકલાસમાં ફાસ્ટ ટ્રેઇનમાં ઓફીસ જવા નીકળ્યો. ત્યાં એની મેગેઝીન વાંચતા વાંચતા નજર નૈનતારા ઉપર પડી. એણે આશ્ચર્યથી પૂછ્યું "નૈન તું અહીં.. તું તો... આઇ મીન તું ક્યાં રહે છે ? મને તો એ પણ ખબર નથી ઘણી વાતો નીકળી પણ આ પૂછવાનુંજ ભૂલ્યો… નથી મેં તારો બાયોડેટા વાંચ્યો ડાયરેક્ટ બોસથી એપોઇન્ટમેન્ટ હતી એટલે હું...”

નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “હું તો તારાં દીલમાં રહુ છું મારો બાયોડેટા મારું કામ છે. બોસે કંઇક તો જોયું હશે ને મારામાં એટલેજ એપોઇમેન્ટ આપી હશે ને. મને ચાન્સ મળ્યો તારી સાથે કામ કરવાનો... અત્યારે ઓફીસની બહાર છીએ એટલે તને તું કારો કરું છું.”

સોહમે કહ્યું “હાં મારે બીજું કંઇ જાણવાની જરૂર પણ નથી. બોસે સીલેક્ટ કરી છે એમનાંમાં કોઇ ભૂલ ના હોય.” નૈનતારાએ કહ્યું “તારામાં ભૂલ કરી છે ? ના..” સોહમે કહ્યું “તારી વાતોમાં હું લેપેટાઇ જઊં છું” એમ કહીને હસ્યો.

નૈનતારાએ કહ્યું “તું મારામાં લપેટાયજ ક્યાં છે ? પછી આંખો નચાવીને કહ્યું કાલે બસ તું..” અને અગમ્ય ફોન આવ્યો. એનો ચહેરો પાછો તમતમી ગયો.

સોહમે કહ્યું “ગઇ વાતો યાદ ના કર મને પણ ખૂબ ગુસ્સો આવેલો આમ મને ડફોળજ બનાવ્યો. પણ તું ક્યાં રહે છે ?” નૈનતારાએ કહ્યું મહાલક્ષ્મી રહું છું ક્યારેક તને મારાં ઘરે પણ બોલાવીશ”. સોહમે કહ્યું “કોણ કોણ છે તારી ફેમીલીમાં ?”

નૈનતારાએ કહ્યું “મેં તને કીધેલુંજ હું કોલકત્તાની છું અને મારાં પાપા મંમી નાનોભાઇ બધાંજ હતાં.. આઇ મીન છે પણ હું અહીં એકલી રહું છું પણ તું છે ને ?”

સોહમે કહ્યું “ઓહ હાં હાં તે કીધેલું તારાં પાપા કોઇ મોટાં તાંત્રિક છે શું નામ એમનું ?” નૈનતારાએ કહ્યું “તું તો મારો ઇન્ટરવ્યુ લેવા માંડ્યો ?” પછી હસીને કહ્યું “નામ મે ક્યા રખા હૈ પણ જાણવુંજ છે ? મારાં પાપાનું નામ છે નરીશ્ચયંત ચેટર્જી બહુ મોટું નામ છે માં કાળી સાક્ષાત થયેલાં છે. એમનાં આશીર્વાદથી હું આજે આ જગ્યાએ છું.” એમ કહી કંઇક જુદીજ રીતે હસી. સોહમે કહ્યું “વાહ શું નામ છે ? જાણે કોઇ પૌરાણીક ઋષિ નરીશ્ચંત....”.

બંન્ને વાતો કરી રહેલાં અને મહાલક્ષ્મી પસાર થયું અને તરત સોહમ બોલ્યો “તારું મહાલક્ષ્મી ગયુ... ક્યારેક ઘરેતો મારે આવવું પડશે.” નૈનતારાએ કહ્યું “હું સામેથી બોલાવીશ ખાસ સ્પેશીયલ ડીનર માટે.” સોહમે કહ્યું “હું આવીશ ચોક્કસ...” બંન્ને એકબીજાને સટીને બેઠેલાં અને ચર્ચગેટ આવવાની તૈયારી થઇ. બંન્ને એલર્ટ થયાં..

***************

સાવી નાનકીને લઇને ઘરે આવી. એનાં માં પાપા એમની રાહ જોઇ રહેલાં. તન્વીને જોઇને એની માં રીતસર દોડી અને તન્વીને વળગી પડી મારી તનુ.. તનુ... એનાં પાપા પણ ભીંજાતી આંખે બોલ્યાં “મારી તન્વી આવી ગઇ.”

એનાં પાપાએ કહ્યું “સાવી તારો ઉપકાર માનું એટલો ઓછો છે તું નાનકીને પાછી લઇ આવી.. હું સમજુ છું ચોક્કસ કોઇ કાળી શક્તિએ મારી નાનકીનું અપહરણ કરેલું આજે પહેલીવાર તારી અઘોરી શક્તિ આપણાં ઘરનાં કામમાં આવી છે. હવે નાનકીને મારી નજરથી દૂર નહીં જવા દઊં ફરીવાર મારી દીકરી પર કોઇની કાળી નજર ના પડે.” એની માં એ કહ્યું “આપણે કાળીમાંનાં મંદિર જઇએ વિધી કરાવીએ.. નાનકીને માં મહાકાળીનો દોરો પહેરાવી દઇએ એનું સુરક્ષાકવચ બની જાય.”

સાવીએ કહ્યું “માં તારી વાત સાચી છે કાયમ મારી અઘોરીશક્તિ મદદ કરશે કે નહીં મને નથી ખબર પણ માં કાળીનાં શરણે જઇએ ત્યાં મારે પણ કામ છે ઋણ ચૂકવવાનુ છે મારાં ગુરુ પણ નથી રહ્યાં ગતિ કરી ગયાં છે.”

એની માં કમલાએ કહ્યું “અમને આવા બધામાં ખબરનાં પડે એનાં પડવું પણે નથી અમે સાદા સીધાં શ્રધ્ધાવાળા માણસો છીએ એવાંજ રહેવા માંગીએ છીએ નથી અમારે ખોટું ધન જોઇતું નથી કોઇ સુખસાહેબીની આશા”.

સાવીએ કહ્યું “માં મેં મારાં જીવનમાં શું ખોટું કરેલું ? અઘોરીશક્તિ શીખવા જવાનો નિર્ણય કુટુંબનાં સુખ માટેજ હતો ને.. મારી શું ભૂલ થઇ ગઇ ?”

કમલાએ કહ્યું “ભૂલ તારી નહીં અમારી થઇ તને અઘોરી શીખવા માટે હાં પાડી. શું મેળવુ આપણે ?”

“કોલકત્તા છોડી મુંબઇ ગયાં... કંઇક આશા હતી તે ફલેટ લીધો કોઇ રીતે સદયો નહીં મોટી ગુમાવી તું પ્રેત બનીને રખડે છે. તારું જીવન બરબાદ થયું. ખોટાં તાંત્રિકોની ચૂંગલમાં ફસાયા ના તેં સુખ જોયું ના અમે જોયું નાનકીને ઉપાડી ગયો.. જમ ઘર ભાળી ગયા એ ઉપરથી નુકશાન થયું. શાંતિથી રહેતાં જીવતાં હતાં ભલે ગરીબ હતાં પણ બાકી તો સુખ હતું બધાં સાથે રહેતાં હતાં.”

સાવીએ કહ્યું “માં હવે બહુ ડહાપણ આપણને સ્ફુરે છે કેવી હાલતમાં અહીં જીવતાં હતાં ? ખબર નથી ? દાણે દાણે બીજાનાં મોહતાજ. અમને ભણાવવાનું ક્યાં શક્ય હતું ? શું જીવતા હતાં અહીં જીવતા શબ જેવા હતાં. જે થઇ ગયું એ થઇ ગયું જેવાં આપણાં નસીબ”.

“આજે રાત્રેજ માં કાળીનાં મંદીરે જઇએ અને નાનકી માટે સુરક્ષાકવચ કરી લઇએ. મને માં કાળી પર ખૂબ શ્રધ્ધા છે. નાનકી હવે નાની નથી રહી હું જોવું છું હવે મોટી થતી જાય છે કિશોરી તો થઇ ગઇ છે કાલે એનું તન... બસ હવે એ સુરક્ષિત રહે એજ જોઇએ.”

એનાં પાપા નવલ કિશોરે કહ્યું “દુનિયા ખૂબ ગંદી થઇ ગઇ છે મારી બે છોકરીઓ તો કોળીયો થઇ ગઇ ત્રીજીને બરબાદ નહીં થવા દઊં. આજેજ રાત્રે જઇએ માં કાળીનાં મંદિરે... ત્યાં કોની પાસે કરાવીશું વિધિ ? કેટલો ખર્ચ થશે ?”

સાવીએ કહ્યું “એ બધી ચિંતા મારાં પર છોડી દો બધુજ ગોઠવાઇ જશે ચિંતા ના કરો ઘરેથી તમે કાળુ કપડું, કાળો દોરો, કંકુ, સિંદુર, લવીંગ આટલી પાંચ વસ્તુ સાથે લઇ લો સરસ વિધી કરાવીશું.”

નવલકિશોર કહ્યું “બાકી બધું ઘરમાંજ છે પણ કાળો કપડાનો ટુકડો હું બહારથી લઇ આવું છું”. કમલાએ કહ્યું “ના ધક્કો ખાવાની જરૂર નથી આપણી પાસે છે. મોટી 2-3 કાળા કપડાં લઇ આવી હતી ખબર નહીં કેમ એણે વાપર્યા નહીં એ પડ્યા છે”. સાવી આશ્ચર્યથી સાંભળી અહીં.

એણે કહ્યું “ભલે લઇ લો બધું આપણે જઇએ....”..



વધુ આવતા અંકે ---- પ્રકરણ-82