Love's risk, fear, thriller fix - 35 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 35

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 35


"હેં?!" સૌ નાં મોંમાંથી નીકળી ગયું.

"હા, ખેલ તમારો હતો, પણ ખિલાડી અમે હતા!" રઘુ એ કહેવું શુરૂ કર્યું.

"હા, જ્યારે પહેલી વાર જ વૈભવ કીડનેપ થયો ત્યારે જ અમે બંને ફરી આવું થાય ત્યારે શું કરવાનું એની પ્લાનિંગ કરી લીધી હતી!" નેહા અથવા તો કહેવું જોઈએ એ કે ખુદ રેખા બોલી.

"જ્યારે મને કોલ પર મરી જવાનું કહેવાયું ત્યારે જ અમે બીજી ડેડ બોડી ત્યાં મૂકી દીધી હતી, ચહેરા પર વાગ્યું કહીં ને કોઈ ને ચહેરો બતાવાયો જ નહિ!" રઘુ બોલ્યો.

"અમારે બસ એટલું જ જાણવું હતું કે આ બધા ની પાછળ છે કોણ!" નેહા બોલી.

"ઘણો સમય થયો તો પણ કઈ ખબર ના પડી તો અમે એવું વિચાર્યું કે હવે નેહા બની ને રેખા એ ગીતા ને જલાવા આવવું જોઈએ, જો બધા ની પાછળ ગીતા હશે તો એ મને બીજી સાથે જોઈને બહાર આવી જ જશે અને થયું પણ એવું જ!' રઘુ બોલ્યો.

"એટલે જ એ રાતે માંડ તું મારો હાથ છોડતો નહોતો!" ગીતા એ યાદ અપાવ્યું.

"હા, ગીતા ને લાગ્યું હતું કે વૈભવ ને મેં કિડનેપ કર્યો હશે! એ દિવસે તો અમે બંને બહુ જ ડરી ગયા હતા, બધું અમે જ કરતા હતા તો વૈભવ નું કીડનેપિંગ કોને કર્યું હતું!" દીપ્તિ બોલી.

"નેહા નું કીડનેપિંગ થયું ત્યારે હું બહુ જ ડરી ગયો હતો, પણ, હા, મને વિશ્વાસ તો હતો જ કે ગીતા ને જો હું કહીશ કે હું તને જ પ્યાર કરું છું તો એ માની જશે!" રઘુ બોલ્યો.

"એક મિનિટ.. મતલબ તમે બધું રમી રહ્યાં હતાં.. મેં જ ગીતા ને કહ્યું હતું કે રેખાને પણ તેં જ મારી છે અને રઘુ, રેખા અને બાકી બધા ની લાઇફ બરબાદ થવાની પાછળ બસ એક તારો જ હાથ છે!" દીપ્તિ બોલી.

"એટલે જ તો જિંદગી તારી સાથે ના વિતાવી શકું તો ના સહી પણ મોત તો તારા હાથથી લઇ શકું એટલે હું તારા હાથથી મરવા માગતી હતી!" ગીતા એ રડતા રડતાં કહ્યું.

"હું તમને સૌને મારી નાંખીશ! જો ગીતા નહિ મરે તો મને પ્રોપર્ટી નહિ મળે, અને મને પ્રોપર્ટી નહિ મળે તો તું તમારામાંથી એક ને પણ જીવવા નહિ દઉં!" દીપ્તિ પાગલ ની જેમ બોલી.

"રઘુ, મારે કંફેસ કરવું છે!" ગીતા આંખોમાં આંસુ સાથે બોલી.

"હું ક્યારેય તને નુકસાન નહિ પહોંચાડવા માગતી હતી, મેં બસ તને દિલથી બહુ જ પ્યાર કર્યો છે! મારે તો તને કે રેખા ને દૂર નહોતા કરવા, હું બસ તારા પ્યારમાં આંધળી થઈ ગઈ હતી અને એટલે જ હું જાણી ના શકી કે આ બધાની પાછળ દીપ્તિ નો સ્વાર્થ છે!" ગીતા બોલી.

"દીપ્તિ, એક વાત કહેવા માગીશ તને! જો આ તારી સામે ગીતા ને, એની પાસે શું નહિ! દુનિયાની ગમે એટલી ખુશી ખરીદી શકે એટલી એ ધનવાન છે, તેમ છત્તા એને એની પ્રોપર્ટી પણ તને આપીને પણ મારો પ્યાર લેવા ચાહ્યો, અને તુએ શું કર્યું?!" રઘુ બોલતો હતો.

"હા, હું સુધરી જવા તૈયાર છું, પણ કોણ છું તું! આઈ જસ્ટ લવ યુ!" દીપ્તિ બોલી.

"ઓ.. રઘુ મારો છે!" રેખા એ રઘુ ને પાસે લાવતા કહ્યું.

"રેખા, ખરેખર તું બહુ જ લકી છું." ગીતા એ રેખા ને કહ્યું.

"હું સાચ્ચું કહું છું તને.. વૈભવ થી સારો છોકરો તને દુનિયામાં ક્યાંય નહિ મળે!" રઘુ એ હસતા હસતાં પણ સિરિયસ વાત કરી હતી.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 36માં જોશો: "ઉપર થી તું એની સાથે ફ્લર્ટ કરતો હતો!" ગીતા બોલી.

"હું પેહલેથી જ જાણતો હતો કે ગીતા મને કેટલો લવ કરે છે અને એટલે જ મેં એને નેહા ને લઈ જવા દીધી, કેમ કે મને ખબર હતી કે આ રીતે જ બધું જાણવા મળશે, અને હું ગીતા ને કહું કે હું એને બહુ લવ કરું છું તો" રઘુ બોલ્યો.

"પ્યાર ની સજા તો મને અને રઘુ ને પણ કઈ ઓછી નહિ મળી! આ બધાં નાટકમાં જે રઘુ મને મરેલી ગણીને રડતો હતો, એ હું એનાથી દૂર હતી એટલે એ એટલું બધું રડતો હતો અને આપની સાથે જ કેમ આવું બધું થાય છે એવું જ્યારે રઘુ વિચારતો ત્યારે એને એક્ટિંગ કરવાની જરૂર જ નહોતી રહેતી!" રેખા એ સમજાવ્યું.