Love's risk, fear, thriller fix - 14 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 14

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 14


"ઘરે તાળું હતું, ત્યારે તું કઈ હતો?!" ગીતાએ વૈભવને પૂછ્યું.

"મને ફરીથી કિડનેપ કરી દેવામાં આવ્યો હતો! મને બહાર થી કોલ કરવામાં આવ્યો કે તમારું કુરિયર છે, હું બહાર આવ્યો તો મેં બે ગુંડાઓને મોઢું બાંધેલ જોયા, એમને મને જબરદસ્તી થી બાંધ્યો અને મોં માં રૂમાલ નાંખી ને આંખો પર પટ્ટી બાંધી ને લઇ ગયા!" વૈભવ એ કહ્યું તો એકદમ જ એનો અવાજ સાંભળીને રઘુ સફાળો ઊઠી ગયો!

"પછી? પછી શું થયું?!" રઘુ ને ખબર હતી, તો પણ એને ફરી જાણવું હતું.

"પછી મને એક ખુરશી પર બાંધી દેવામાં આવ્યો હતો, એ પછી મને કઈ જ યાદ નહિ.. કેમ કે મારી આંખો પર પટ્ટી હતી. રેખા દી ના ગયા પછી, મને અજાણ્યા રસ્તા પર છોડી દેવામાં આવ્યો હતો, દૂર દૂર સુધી કોઈ જ નહોતું." વૈભવ એ કહ્યું.

"કોઈ હિન્ટ.. કોઈ સુરાગ.." રઘુ એ પૂછ્યું.

"રઘુ, ચાલ એ પાર્કમાં જઈએ જ્યાં તમારી પર ગોળી ચલાવવામાં આવી હતી!" ગીતા એ કહ્યું.

🔵🔵🔵🔵🔵

રઘુ પાર્કમાં આવતા ની સાથે જ યાદ કરવા લાગ્યો. કેવું જૂઠ બોલીને એ લાઇબ્રેરી ની જગ્યા એ પાર્કમાં લઇ આવી હતી!

"યાર, મારે એવી લાઇફ નહી જીવવી, જ્યાં... જ્યાં દરેક પળ જાન જવાનો ખતરો હોય! તલવારની ધાર પર જીવવા જેવી આ લાઇફ કરતા તો..." રઘુ રેખાના શબ્દો યાદ કરી રહ્યો હતો.

"આઇ લવ યુ, આઇ લવ યુ! આઇ લવ યુ, સો મચ!" કેવું એને કહી દીધું હતું, જાણે કે એને ખબર જ ના હોય કે હવે ક્યારેય એ શબ્દો એ કહી જ નહિ શકે!

"ગીતા.. લવ કરે છે ને તું મને!" રઘુ એ એક અલગ જ અંદાજમાં ગીતાને કહ્યું.

"હા, બહુ જ!" ગીતા બોલી તો એને કહ્યું - "બસ તો રેખાના કાતિલને શોધી આપ તું બસ! બીજું કંઈ જ નહિ! પ્લીઝ!" એને કહ્યું અને રડવા લાગ્યો.

"હા, તું જરાય ચિંતા ના કર.. આપને તારી રેખાના કાતિલ ને બહુ જ જલ્દ શોધી લઈશું." ગીતા એ આશ્વાસન આપ્યું.

વૈભવ બધા માટે આઇસ્ક્રીમ લઈ આવ્યો.

ગીતા રઘુ ને એના હાથથી આઇસ્ક્રીમ ખવડાવે છે. કંઇ પણ હોય, એ તો રઘુ ને બહુ જ પ્યાર કરે છે ને. પ્યાર એવો જ તો હોય છે, બસ એક એ જ વ્યક્તિ ની પાછળ આખી જિંદગી લૂંટાવી દેવાનું મન થાય. બસ એની જ ખુશી માટે આખી દુનિયા સામે પણ લડી લેવાની હિંમત આવી જાય!

"ઓ, હું તને પ્યાર નહિ કરું, પણ!" રઘુ એ એને ફરી યાદ અપાવ્યું.

"હા, બાબા!" ગીતા બોલી.

"તું ચિંતા ના કર.. પપ્પા ની પહોંચ બહુ લાંબી છે, એ કઈ પણ કરીને પતો લગાવી ને જ રહેશે. બસ તું મને થોડો ટાઈમ આપ.. હું ખુદ ડેડ ને સમજાવીશ. એ આપણી મદદ જરૂર કરિશે." ગીતા એ કહ્યું.

"ધ્યાન રાખ ને તું તારું.. રેખા તો હવે આ દુનિયામાં નહિ, પણ તું તો તારો ખયાલ રાખ. હું પણ તો તને જ લવ કરું છું ને.. હું નહિ કહેતી કે તું પણ મને લવ કર, પણ પ્લીઝ થોડો તો તારો ખયાલ રાખ. હું તને આ હાલતમાં બિલકુલ નહિ જોવા માગતી!" ગીતાએ કહ્યું તો એના આંસુઓ નીકળી ગયા.

"કેટલી તડપી હશે એ, કેટલું રડી હશે! કેટલું બધું એના માટે મુશેકલ હશે કે એ મારાથી દૂર જાય. કોલ પર એને જેવું જ કહેવામાં આવ્યું કે જો એ ખુદને ખતમ કરી દેશે તો એ મને અને વૈભવ ને કઈ જ નહિ કરે, અને અમે બંને જ તો એની જિંદગી હતા! બસ, અમારી ખુશી માટે, અમારી લાઇફ માટે એને એક પળ પણ વિચાર ના કર્યો અને પોતાનું જીવન ટુંકાવી લીધું." રઘુ એ કહ્યું.

"દીપ્તિ.." રઘુ ને એકદમ જ કંઇક યાદ આવી ગયું!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 15માં જોશો: "બસ મને તો કાલ નો જ ઇન્તજાર છે.. જોઈએ હવે કાલે શું થાય છે, આમ અચાનક જ એનો કોલ બંધ કેમ થઈ જાય!" રઘુ એ કહ્યું.

"મને તો નહિ લાગતું કે દીપ્તિ આવું કંઈ કરી પણ શકે.." વૈભવ એ બચાવ કરતા કહ્યું.

"હા, એવું પણ બની શકે.. અમે કોઈ પણ તો એની પર શક નહિ કરતા.. જો એને કઈ નહિ પણ કર્યું હોય તો પણ આપણને એક નવી વ્યક્તિ તો મળશે કે જે આપની મદદ કરશે." ગીતા એ વાત સમજાવી.

"હા.. ગીતા, જો તું પ્લીઝ મને પ્યાર ના કરતી, પ્લીઝ!" રઘુ એ ગીતાને કહ્યું.