NEW WORLD! - 6 in Gujarati Science-Fiction by Ajay Kamaliya books and stories PDF | નવી દુનિયા! - ભાગ 6

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

નવી દુનિયા! - ભાગ 6

અમે હવે પૃથ્વીથી એટલે દૂર પહોંચી ગયા હતા કે અમારે પૃથ્વી પર સંદેશો પહોચાડવા અને સમો જવાબ મેળવવા 2 મહિના જેટલો સમય લાગે.

અમે બે વર્ષમાં એટલું અંતર કાપ્યું જેટલું 1977 માં લોન્ચ થયેલ વોયેજર 1(1977માં નાસા દ્વારા ખગોળીય ઘટનાઓ નો અભ્યાસ કરવા માટેના યાન વોયેજર 1 અને વોયેજર 2) એ કાપ્યું હતું!!

આટલા ટૂંકા સમયમાં અમે આટલી લાંબી મુસાફરી કરી શક્યા આ ટેકનોલોજીના વિકાસના કારણે સંભવ બન્યું.


1 મહિના માટે અમે spaceship નું હેન્ડલિંગ કર્યું. મારી સાથે શશીકાંત પણ હતા. અમે બંને એ જવાબદારી પૂર્વક અમારું કાર્ય પાર પાડ્યું. અમારા સમયે કોઈ એવી ઘટના ન થઈ કે અમારા બધા ના જીવ મુસીબત માં મુકાઈ જાય એટલી ભગવાનની કૃપા અમારા પર.

અમારો સમય પૂરો થયો. અમારે ફરીથી અર્ધમૃત અવસ્થામાં જવાનો સમય આવી ગયો. અમે બીજા બે મેમ્બર ને તેનો કાર્યભાર સોંપી ઊંડી ઊંઘમાં સરી પડ્યા.

.....


અમારી યાત્રા શરૂ રહી આમાનેઆમ દિવસો મહિનાઓ અને વર્ષો વીતતાં ગયાં. અમે અમારું મિશન આગળ વધારતા રહ્યા બિના કોઈ વિઘ્ન વચ્ચે થોડી ઘણી મુશ્કેલીઓ પણ આવી અમે એને સર કરી આગળ ને આગળ વધતા રહ્યા.

અમારી યાત્રા નિર્વિઘ્ન 45 વર્ષ જેટલી ચાલી હવે બધું સામાન્ય લાગવા માંડ્યું હતું. છેલ્લે 3 વર્ષ પહેલાં મારી પત્ની ને મે સંદેશો મોકલ્યો હતો હજુ તેનો જવાબ આવતા બીજા 5 વર્ષ વયા જશે. મને તો ખબર પણ નથી કે તેઓ જીવિત છે કે નથી. નવાઈની વાત તો એ છે કે હાલમાં મારી બંને દીકરીઓ પણ મારાથી મોટી ઉમરની થઈ ગઈ હશે!!!

મિશન સમયે મારી ઉંમર 40 વર્ષની હતી અને મારી દીકરીઓની ઉંમર 5 વર્ષ જેટલી હતી હાલમાં મારી ઉંમર 43 વર્ષ છે જ્યારે મારી દિકરીઓ 50 વર્ષની થઈ ગઈ હશે છેને અજીબ!!!!

.....

ખુશીની વાત તો એ હતી કે અમે હજુ પૃથ્વી સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હતો. અમને સતત ને સતત પૃથ્વી પરથી સંદેશાઓ પ્રાપ્ત થતાં હતાં તે પણ 2 3 વર્ષ જૂના!!

પૃથ્વી પર અત્યારે શું પરિસ્થિતિ છે એ અમને 5 વર્ષ પસી ખબર પડશે. આટલા લાંબા અંતરમાં તો રેડિયો તરંગો પણ નબળા પડી જાય છે.

આ 45 વર્ષમાં અમને તો એમ જ લાગતું હતું કે આ યાત્રા માંડ 5 વર્ષ પહેલાં શરૂ કરી હશે પણ સચ્ચાઈ કઈક અલગ જ હતી. અમારા 5 વર્ષ પૃથ્વી પરના 50 વર્ષ બરાબર હતા.

એક સમય એવો પણ આવ્યો હતો કે અમારું spaceship વિશાળ બ્લેકહોલ માં ફસાવવાનું હતું. ત્યારે ફરજ પરના મેમ્બરે સતર્કતા દાખવી એમાંથી ઉગારી લીધા નહી તો અમે હંમેશા માટે એ બ્લેકહોલમાં ફસાઈ જાત. આવી તો ઘણી નાની મોટી આપત્તિઓ આવી હશે.

જોતજોતામાં બીજા 10 વર્ષો પણ જતા રહ્યા. 7 વર્ષ પહેલાંના પૃથ્વીના સંદેશાઓ મળી રહ્યા છે. ત્યાંનું વાતાવરણ અત્યંત ખરાબ થઈ ગયું છે. બહાર નીકળવા માટે પણ ઓક્સિજન વાયુ સાથે લઈને જવું પડે છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. અત્યારે તો પૃથ્વીની હાલત શું હશે એ વિચારવી જ રહી.

અમારું મિશન અંતિમ પડાવ ઉપર હતું. અમે 1 મહિનામાં અમારા નવા ઘર prison 754 પર પહોચવાના હતા બધા ને પોત પોતાના kreder માંથી ઉઠાડી દેવાયા હતા. 110 મેમ્બરમાંથી 13ના ઇન્ટર શોક ને કારણે મૃત્યુ થયા હતા. અમે તેને રસ્તામાં જ સ્પેસમા તરતાં મૂકી દીધા હતા.

બધા એકસાથે 55 વર્ષ જેટલા સમય પસી એક સાથે થયા હતા. એટલે બધા વાતોના ફડાકા મારતા હતા. બધા ખુશખુશાલ હતા પણ પૃથ્વીનું ધીરે ધીરે પતન થઈ રહ્યું છે એ જાણીને દુઃખી પણ હતા.

થોડાક દિવસો આમ જ વ્યતીત થયા પસી અમે prison 754 ની ભ્રમણ કક્ષામાં પહોંચ્યા. હવે અમારે લેન્ડ કરવાનાં ગણતરીના દિવસો જ રહ્યા હતા. 15 દિવસ પસી અમે એક નવી દુનિયા પર હોઈશું એ વિચાર માત્રથી મન રોમાંચિત થઈ જતુ હતું. સૌપ્રથમ અમે લેન્ડિંગ માટેની ખાલી જગ્યા શોધી. અમારે આ આખું spaceship નથી ઉતારવાનું પરંતુ તેના અંદરના નાના નાના રોકેટ લઈને અમે નીચે જઈશું.

આ spaceship એ હવે હંમેશા માટે prison 754 ની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ ગયું.

આ ગ્રહની ગ્રેવીટી પૃથ્વી કરતાં થોડી ઓછી છે એટલે અમારે લેન્ડિંગ કરવું સરળ બનશે.

આખરે અમે બધા લેન્ડિંગ માટે તૈયાર હતા અને લેન્ડિંગ ની પૂરી તૈયારી થઈ ચૂકી હતી. એક નાની એવી ભૂલ પણ અમારા 55 વર્ષના મિશન પર પાણી ફેરવી શકે એમ હતી.

લેન્ડિંગ માટેનું countdown શરૂ થઈ ગયું હતું. બધાના શ્વાસ અધ્ધર હતા. લેન્ડિંગ માટે બધા એન્જિન શરૂ થઈ ગયા હતા. શરૂઆતમાં માનવરહિત રિમોટ કંટ્રોલ રોકેટ ને એ નવી ધરતી પર ઉતર્યું પરીક્ષણ સફળ રહ્યું.

તેના પસી એક પસી એક એમ 20 રોકેટ એ નવી દુનિયા પર ઉતર્યા. મિશન સફળ થયું.બધા એ એ નવી દુનિયા ખૂબ નિહાળી ચારે કોર હરિયાળીથી હરી ભરી એ દુનિયા હતી.

આ નવી દુનિયામાં comfortable થવું થોડું અઘરું પડ્યું. ગ્રવિટી નો થોડોક પ્રોબ્લેમ હતો બાકીનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ ને મેળ ખાતું હતું.

તે દિવસે મોટી પાર્ટી થઈ. બધા બોવ જ ખુશ હતા બધા પોતપોતાની રીતે આ નવી દુનિયા માં ફરતાં હતાં.

અહીંના વૃક્ષો સામાન્ય કરતાં મોટા હતા. ચોતરફ હરિયાળા જંગલો હતા. અહી બીજા કોઈ જીવો છે કે કેમ અહી માણસ જેવા કોઈ જીવ છે કે કેમ એ બધું જાણવાનું બાકી છે.a

આવનાર થોડોક સમય તો આ ગ્રહ પર બધું નવું જ લાગવાનું એટલે હવે આ અમારા નવા ઘરને ખૂંદી વળવાનું છે. અહી જે જોઈએ એ બધું અમારા માટે નવું છે.

પણ અત્યાર પૂરતા બધા મજા કરી રહ્યા હતા આ નવી દુનિયામાં!!!


..........

પૂર્ણ.

આ નવી દુનિયા વિશે વધારે જાણકારી હવે પસીના આગળના પ્રકરણ માં મળશે.