Dampatya Jivan - 3 in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | દાંપત્યજીવન - ૩

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

દાંપત્યજીવન - ૩

//દાંપત્યજીવન-૩//

સાંજે જ્યારે બધા ઘરે પહોંચ્યા કે પરાગ બહાર બગીચામાં રોપીને પાણી આપી રહેલ હતો. જેમના હાથમાં પેકેટો જોઇ બોલ્યો ‘‘શું પુરુ બજાર ખરીદીને લાવ્યા છો કે શું.”

બસ, મંમીના કપડા વગર બીજું બધું.

‘‘ના જાણે કેમ તેમને આ ઉંમરમાં પણ શું જોઇએ ?”

રાત્રે જ્યારે પરાગ રૂમમાં આવ્યો કે વૈશાલીને પુછ્યું, ‘‘તારા ચહેરા પર કેમ ૧૨ વાગી રહ્યા છે ?”

પતિ-પત્નીને તેમના સહજીવન દરમિયાન એકબીજાનો વાં જોવો બહુ સહેલો છે પરંતુ એકબીજાએ શું કર્યું છે, કયા ગુણ છે તે જલદીથી જોવામાં કે ધ્યાનમાં લેવામાં આવતું નથી આપણા દુ:ખ માટે આપણે પોતે કેટલાં જવાબદાર છીએ તે જોવું જોઈએ. જીવનને સુખમય બનાવવા પ્રયત્નશીલ રહેવું જોઇએ અને જેમ બને તેમ જીવનમાં બનતા પ્રસંગો, એકબીજાએ જવાબદારીઓ સરળતાથી, હકારાત્મક વલણ સાથે ઉપાડો.

ઘરમાં તો વડીલો વહુ-દીકરી આવવાના કારણે ખુશ ખુશ હોય છે કે તારો ચહેરો આજે આમ નામુસી ભર્યો ઉતરેલો કેમ છે.

વૈશાલીએ અક્સીર સુધી જેના દિલમાં જે સંગ્રહ કરી રાખી ભરી રાખેલ કે કેવો ધોધ જેના નયનો દ્વારા છુટી ગયો. ‘‘હવે ગમે મને બતાઓ કે આ ઉંમરમાં મારે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ. તમારી વહુ અને દીકરીએ બોલવામાં કાંઇ બાકી નથી રાખ્યું હવે ગમે ચાલુ કરો.

પરાગને વૈશાલીના ગુસ્સાનું કારણ સમજમાં આવી રહેલ ન હતું.

કે એની પર ગુસ્સે થઇને બોલ્યો, ‘‘અરે હવે કંઇ વાતથી હું નારાજ છું, જેટલા પૈસા કહ્યા એટલા તને આપ્યા, અને જરૂર પડે તો હજી પણ વધારે માંગી લે જે પણ તું મને કોઇ આડા અવળા મેણાં ટોણાં ના મારીશ.

‘‘કાલે જો કાયરાની સાસુ પણ આવવાની છે. જેમને એમ ન લાગવું જોઈએ કે જેમના આવવાથી તને આનંદ નથી.

સ્ત્રી માટે કામ, જીભની મીઠાશ અને હાસ્ય એ ત્રણ વસ્તુ જિંદગી જીવવાની અમોલ જડીબુટ્ટી છે. જો કે પુરુષો માટે પણ એટલુ જ સાચુ છે પરંતુ પુરુષો ને સાસરે જવુ નથી પડતુ હોતુ. તેઓ માટે ઓફીસમા કે દુકાન પર આ વસ્તુ જરૂરી હોઈ શકે… જવા દો.. આપણે ફરી સ્વાર્થી બની ને આપણી જ વાત કરીએ. વૈશાલી-પરાગના પચાસ વર્ષના લગ્નજીવનમાં ત્રણેય વસ્તુઓની જડીબુટ્ટીઓનો અમલ કરવામાં આવેલ હતો.

વૈશાલી નો મૂડ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઇ ગયો હતો. આમ પણ કાયરાની સાસુ તેને બીલકુલ ગમતી ન હતી. કાયદાની સાસુ એટલે ઉષા એક દબંગ પ્રકારની મહિલા હતી. જેના પતિના અવસાન બાદ કે પહેલા કરતાં પણ વધુ સજી ધજીને રહેતી હતી. કાયરા ની સાથે સાથે વૈશાલીને પણ ઉષાનું આ રીતે તૈયાર થઇને ફરવું, ઊંચા અવાજે હા…હા… કરીને હસવું, કાયમ પરાગની સાથે ગપ્પાં મારવાની વાત જેને બીલકુલ પસંદ આવી ન હતી. ખબર નહીં પણ કેમ તે આવું નાના બાળકો જેવો વ્યવહાર કેમ કરે છે. જો કે તેની દીકરીની સાસુ ન હોત તો વૈશાલી ઉષાને કોઇ કાળે ધરમાં ઘુસવા પણ ન દેત. પણ શું કરવાનું સંબંધો પણ હોય એટલે સાચવવા કે પડે ને બીજું શું.

બીજે દિવસે સવારની ફ્લાઇટમાં ઉષા આવી ગયેલ હતી. ભૂરા કલરનું પેન્ટ અને લાલ રંગનું ટોપ, લાલ રંગની લિપસ્ટીક, કલર કરાયેલા વવાળ અને મેક અપને કારણે ઉષા તેની ઉંમર કરતાં દસ વર્ષ નાની લાગતી હતી. વૈશાલી તેને જોઈ અંદરોઅંદર મનથી અકળાઈ ઉઠી હતી.

કાયરા હમણાં ઉંમર બાબતે પ્રવચન આપતી હતી તે તેની સાસુને કેમ નહીં કહેતી હોય ? કોણ કહેશે કે આ વિધવા સ્ત્રી છે જેનો પતિ હયાત નથી. ખબર નહીં પણ કેમ તે સ્ત્રીને તેના પતિના મરણનું કંઇ દુ:ખ જ ન હોય. (ક્રમશ:)

Dipakchitnis (dchitnis3@gmail.com) (DMC)