Dampatya Jivan - 1 in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | દાંપત્ય જીવન - ૧

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

દાંપત્ય જીવન - ૧

//દાંપત્યજીવન-૧//

નહેરુબ્રીજના રોડ ઉપરના વિશાળ શોપીંગ સેન્ટરમાં શહેરનો પ્રખ્યાત સાડી શોરૂમ એટલે ‘‘આસોપાલવ” ગ્રાહકને એકપછી એક સાડીઓ ખજાના રૂપ ખોલી ખોલીને બચાવી રહેલ હતાં. વૈશાલીની નજર દુકાનદાર દ્વારા બચાવવામાં આવેલ ઢગલો સાડીઓના ખજાના પૈકીના લાલ સાડી પર જેની પહેલી પસંદ ની જેમ આંખો કે સાડી પર આવી અટકેલ હતી. લાલ રંગની સાડીમાં નીચેની બાજુમાં સોનેરી રંગમાં જરી સાથે બુટ્ટાનું સરસ નકશીકામ કરવામાં આવેલ હતું. કાપડ પણ જાણે એવું હલકું પોતવાળું ગયું કે જાણે કંઇ પહેર્યું ન હોય, તેવામાં જેની નાની દીકરી સાયરા બોલી, અરે ભાઇ, શું આ બધા ડાર્ક કલરનાં સાડીઓ બતાવી રહ્યા છો, મંમીના લગ્નની ગોલ્ડન જયુબિલી છે. કંઇક સારી અફલાતૂન અને બીલકુલ સોબર હોય તેવી બતાવોને.”

સુખી દાંપત્યજીવનની મુખ્ય ચાવી છે સમર્પણ. સંપૂર્ણ સમર્પણમાંજ સાચું સુખ સમાયેલું છે. કારણ કે સંપૂર્ણ સમર્પણથી જ સંપૂર્ણ પ્રત્યાર્પણ થાય છે. સ્ત્રીના સમર્પણ અને પુરુષના પ્રત્યાર્પણથી જ અભિન્ન અને મંગલમયી દાંપત્ય મેળવી શકાય. પતિ પત્ની એક બીજા પાસે ખુશી માંગ્યા કરે અને એક બીજાને ભૌતિક ખુશી આપ્યા કરે એ ક્ષણિક ખુશી શા કામની? એકબીજા પાસે કંઈ ને કંઈ માંગ્યા કરવાં કરતા એકબીજા પર એકલો પ્રેમ વરસાવો, એટલો સેવાભાવ દર્શાવો કે વગર માંગ્યે જ તમારા સાથી તમને દુનિયાનું તમામ સુખ આપવા તત્પર થઈ જાય.વૈશાલી-પરાગના લગ્નજીવનના ૫૦ વર્ષોમાં સમર્પણના ભાવોનો મજબૂતાઇથી જીવનની અંદર વણાઇ ચૂક્યો હતો.

દાંપત્યજીવન પોતાની સાથે અઢળક ખુશી લઈને આવે છે. તે બે વ્યક્તિને આત્મિક પ્રસન્નતા પ્રદાન કરવાની સાથોસાથ એમના આગવા જાદુઈ સંસારની રચના પણ કરે છે. લોકો ભલે પોતાની અપરીણિત અવસ્થાની ધમાલ-મસ્તી અને બેફીકરાઈને ખુશી તરીકે ઓળખાવતા હોય પરંતુ ખરી ખુશી તો દાંપત્યજીવનમાં જ સમાયેલી છે જેને જોવા માટે ચર્મચક્ષુ નહીં, પણ મનઃચક્ષુની જરૂર છે.પરાગ-વૈશાલીના દાંપત્યજીવન માં ખરાઅર્થમાં ખુશી પ્રાપ્ત કરીને આજે બંનેની “Golden Jubilee Marriage Anniversary” જેમના બાળકો ઉજવી રહેલ હતાં.

ત્યાં જ, વહુ બોલી, ‘‘મંમીને તો ગ્રે, ક્રીમ શેડ બહુજ પસંદ છે. એવી પણ કંઇક બતાવો.” વૈશાલી કંઇક બોલવા માંગતી હતી કે પોતાના બધા શોખ પ્રથમ “Marriage Anniversary” પર પુરા કરવા ઇચ્છા રાખતી હતી. ત્યારે વૈશાલી અને પરાગની આજથી ૫૦ વર્ષ પહેલાં લગ્ન થયેલ હતું. પરંતુ કે સમય એવો હતો કે, કે સમયે એટલા રૂપિયા ન હતા કે નહોતી આટલી બધી સુખ સવલતો. વૈશાલીએ તેના લગ્નમાં રાની રંગનો ભરાવદાર આરટીફીશીયલ ચણીયાચોરી પહેરેલ હતાં. તે તેને તે સમયે ગમેલ નહીં. મેકઅપ પણ ગામની કોઇ લોકલ રહ્યા છોકરી પાસે કરાવેલ હતો. જેને પરિણામે તો ચહેરો પણ જે અસલ હતો તેના કરતાં પણ ખરાબ દેખાતો હતો. આજનો સમય હવે એવો હતો કે, તેણી જ્યારે બીજાના લગ્નની તૈયારી જોતી ત્યારે તેના મનમાં અંતરમાં ધરબી રાખેલ ઓરતા-અરમાન જાગી ઉઠતાં હતાં. કે સમય એ. હતો કે વૈશાલી ૭૦ નહીં પણ ૨૦ વર્ષની નવયુવતી હતી. બંને બાળકોના લગ્ન તેણે ભારે ધામધૂમથી થી અને દબદબા પૂર્વક કર્યા પરંતું તેમાં પણ કે જેના અરમાન પુરા કરી શકેલ ન હતી.

દાંપત્યજીવનની સફળતાનો આધાર પતિ-પત્ની બંનેના સ્વભાવ, વ્યક્તિત્વ ઉપર તો છે જ પરંતુ સમય અને દાંપત્યને સફળ બનાવવા માટે પ્રયત્ન પણ આવશ્યક છે. પ્રયત્ન શા માટે દાંપત્યજીવન બંને પતિ-પત્ની વચ્ચે સમાનતા હોય તો જ પ્રસન્ન રહેવાનું છે. એમાં પ્રયત્નથી શું વળે? ના, એવું નથી. જીવનમાં જેમ કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન આવશ્યક છે તે જ રીતે ફક્ત ભાવનાથી નહીં પરંતુ બૌદ્ધિક્તાથી પ્રયત્ન કરીએ તો દાંપત્યજીવન સુખી બનાવી શકાય છે. દસ દિવસ બાદ વૈશાલી-પરાગના લગ્નની ગોલ્ડન જયુબિલી હતી. બંને બાળકો તેમના કામ ધંધામાં બહુ સારી રીતે ગોઠવાઈ ગયા હતા. ગોલ્ડન જયુબિલી ની ઉજવણી કરવાનો આઇડીયા પણ બાળકોનો જ હતો. આ વાત સાંભળી ત્યારથી વૈશાલીના અંતરમાં ઘર કરી રાખેલ તેના પચાસ વર્ષના અરમાનો ફરી પાછા જાગૃત થઇ ગયા હતાં. કાયમ તેની ઇચ્છાઓ જેની વધ્યા ઉંમર નીચે દબાઈ જતાં હતાં. (ક્રમશ:)

Dipakchitnis (dchitnis3@gmail.com)

=========================