Urmione Umbare - 4 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઊર્મિઓને ઉંબરે - ભાગ-4

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઊર્મિઓને ઉંબરે - ભાગ-4

બેલા ફટાફટ ડોક્ટર સાહેબને ત્યાં જાય છે.અને તેમના ઘરનું બધું કામ પતાવી દે છે.

ડોક્ટર સાહેબ કહે;" બેલા "આજે તું બહુ ખુશ લાગે છે કોઈ એવો તને લાભ થયો છે કે શું આટલી ખુશ મેં તને ક્યારેય પણ જોઈ નથી !

બેલા કહે ;ડોક્ટર સાહેબ ,લાભ તો ઘણો થયો છે ,આજે મારે વર્ષો જૂની સખી મારી સાથે આવી છે અને એના માતા-પિતા પણ આવ્યા છે એના વિશે મારે તમને વાત પણ કરવાની હતી એટલે ફટાફટ કામ પૂરું થઇ ગયું છે હવે હું તમને કહેવા માગું છું જો તમે સાંભળવા માંગતા હોય તો...

ડોક્ટર સાહેબ કહે ;"બેટા" મેં તને ક્યારે પણ ના કહી છે, કંઈ પણ તારા હૃદયની વાત મને કરી શકે છે, હું સાંભળવા માટે તૈયાર જ છું.

બેલા કહે: ડોક્ટર સાહેબ મારી સખીના લગ્ન લેવાયા હતા અને લગ્ન મંડપ છોડીને આવી છે. એના માતા-પિતાના સાથે આવી છે અને મેં એને પુરો સાથ આપ્યો છે કારણ કે એના લગ્ન મોટી ઉંમરના પુરુષોને નક્કી કર્યા હતા.

ડોક્ટર સાહેબ કહે ;"બેટા" તે સારું જ કામ કર્યું છે પરંતુ આગળ જણાવ કે ,તારે મારું કામ શું છે? મારા કયા મદદની તારે જરૂર છે? તું કહે ;તે પ્રમાણે હું ઘરે મદદ કરવા માટે તૈયાર છું.

બેલા કહે ;ડોક્ટર સાહેબ, મારી સખી આગળ અભ્યાસ કરવા માંગે છે ,એને અભ્યાસ પણ કરવો છે અને જોડે ,જોડે એને કામ પણ કરવું છે તમે નજીકની સ્કુલમાં એડમીશન અપાવી શકો તો તમારો ખુબ આભાર, કારણ કે તમારી આ પોળમાં ખૂબ ઈજ્જત છે તમને કોઈ નહીં કહે..

ડોક્ટર કહે ;તારી સખીને આવતીકાલે હું જે લખીને આપું છું એને લઈને મારી જોડે મોકલી દેજે હું એને એડમીશન અપાવી દઈશ અને એક દુકાનમાં મારી ઓળખાણ પણ છે જો એ દુકાનમાં કામ કરવા માંગે તો હું એ દુકાનદારને વાત કરીશ.

બેલા કહે; મે મારા શેઠને નોકરીની તો વાત કરી છે એમને હા પણ પાડી છે એટલે નોકરીની ચિંતા નથી પરંતુ તમે સારી સ્કૂલમાં એડમિશન કરી આપો એટલે તમારો ખુબ "આભાર "અને હા ,થોડાક પૈસા પણ ઉધાર લેવાના છે, કારણ કે મારી સખી પાસે કંઈ પણ છે નહીં, એ તમને નોકરી કરીને પાછા આપી દેશે કારણ કે શિક્ષણ માટે અમુક પૈસા તો જોઈએ ..

ડોક્ટર સાહેબ કહે; શિક્ષણ માટે પૈસાની જરૂર નથી.

બેલા કહે ; ડોક્ટર સાહેબ, આ જમાનામાં મફતમાં કંઈ પણ મળતું નથી.

ડોક્ટર સાહેબ કહે ;આપણા દેશમાં શિક્ષણ માટે પ્રધાનમંત્રીએ ખૂબ સરસ યોજના બહાર પાડી છે, દરેક દીકરીને મફત અને ફરજીયાત શિક્ષણ મળી રહે તે માટેની યોજના પણ ચાલી રહી છે. તેમજ બસમાં જવા ,આવવા માટે પાસ પણ મફત છે. શિષ્યવૃતિ પણ મળશે .સ્કૂલમાંથી સાયકલ પણ મળે છે .તેમજ બપોરે મધ્યાન ભોજન ચાલે છે ત્યાં તેને જમવા માટે પણ સગવડ થઈ જશે સરકારે શિષ્યવૃત્તિ ,મધ્યાન ભોજન ગણવેશ સહાય ,પ્રવાસ યોજના વગેરેમાં લાભ આપી રહી છે એટલે શિક્ષણ દીકરીઓ માટે મફત છે અને દીકરીઓ કેમ અધવચ્ચે અભ્યાસ છોડી દે છે,એ સમજાતું નથી. મને વિચાર આવે છે શા માટે દીકરી આ સરકારના લાભનો ઉપયોગ નથી કરતી. અને જો આગળ અભ્યાસ કરવો હોય તો ગવર્મેન્ટ લોન પણ આપે છે .તો શા માટે આગળ અભ્યાસ ન કરવો જોઈએ .આપણા દેશની દીકરીઓ હોશિયાર છે , એમનામાં ઘણી બધી સરસ્વતીની કૃપા છે તો એ ભણીને આગળ વધતી કેમ નથી? શા માટે પોતાની જાતને નિર્બળ માને છે. શિક્ષણની અધુરપ ક્યારે ન હોવી જોઈએ. શિક્ષણ તો જિંદગીનો સહારો છે. શિક્ષણથી તો આ દુનિયા સફળતાના શિખરે છે .બેલા તારે પણ શિક્ષણની જરૂર છે કારણ કે શિક્ષણ સિવાય આ દુનિયામાં કંઈ છે જ નહીં. શિક્ષણ હોય તો લોકો તમને માન થી જુએ છે તમને કોઈ છેતરી પણ ન શકે માટે શિક્ષણ તારે પણ લેવાની જરૂર છે ,હું તમારા બંનેનો એડમિશન કરવા માગું છું.

રચના ત્યાં ડોક્ટર સાહેબ ને ત્યાં આવી જાય છે એ બંનેની વાતો સાંભળે છે અને કહે છે; ડોક્ટર સાહેબ, હું પણ એ વિચારતી હતી કે મારે પણ બેલાને મારી સાથે શિક્ષણમાં એડમિશન અપાવવું છે. સારું કર્યું તમે જ વાત કરી નાખી અમે બંને સાથે જ અભ્યાસ કરતા હતા પરંતુ નસીબ સંજોગે એને પણ અભ્યાસ છોડવો પડ્યો અને મારે પણ છોડવો પડયો પરંતુ ફરીથી નવી જીવનની શરૂઆત કરીશું, કારણ કે શિક્ષણની કોઇ ઉંમર હોતી નથી ગમે તે ઉંમરે શિક્ષણ મેળવી શકાય છે અને અમે બંને મેળવીને જ રહીશું.

બેલા કહે ;હવે શિક્ષણ છૂટી ગયા પછી મને કોઈ રસ નથી હું અભ્યાસ ન કરી શકું. મને કંઈ આવડતું પણ નથી હવે હું રચના અભ્યાસ કરવા માગતી નથી મને શરમ પણ લાગે ક્લાસમાં લોકો જોઈને કે કેવું કહે..

ડોક્ટર સાહેબ કહે ;તમારે બંનેને તમારું ભવિષ્ય બનાવવું હોય તો લોકો શું કહે છે એને ક્યારે પણ વિચારવાનું નહીં, કારણ કે લોકોની આદત છે વાતો કરવાની અને તમારી પોતાની ઈચ્છા અભ્યાસ કરવાની છે તો લોકો વિશે ક્યારેય વિચાર્યું નહીં અને શિક્ષણ માટે તો ગમે તે ઉંમરે ભણી શકાય એમાં કોઈ કંઈ પણ કરી શકે નહીં આવતી કાલે તમારા બંનેનું એડમિશન થઈ જશે.

રચના કહે; ડોક્ટર સાહેબ, હું લોકો વિશે તો ક્યારેય વિચારતી નથી પરંતુ અહીં શિક્ષણમાં મને એક વખત સ્કૂલ બતાવી અને એડમિશન કરાવી દેજો એનાથી વધારે મારે કોઈ તમારી સેવા લેવી નથી કારણકે તમે આટલી સેવા કરો એ જ અમારા માટે પૂરતું છે.

બેલા કહે; આવડા મોટા થઈને ધોરણ બારમાં કેવા લાગીશું.

રચના કહે; ઉંમરને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. તારે મારી સાથે અભ્યાસ કરવાનો છે .હું તને મદદ કરીશ આપણે કામ અને સાથે અભ્યાસ પણ કરીશું. હવે હું મારા જીવનમાં પાછુ વળીને જોવા માગતી નથી એટલે પહેલા આપણે બંને આગળ વધી શકીશું.

ડોક્ટર સાહેબ કહે; રચના તારી અંદર શિક્ષણ મેળવવા માટેની જે શક્તિ પ્રગતિ છે, એને હંમેશા પ્રગટાવેલી જ રાખજે અને તારી સખી બેલાના હદયમાં પણ શિક્ષણ મેળવવા માટેની શક્તિ પેદા કરજે. હવે તમે ઘરે જાવ .

બેલા અને રચના ડોક્ટર સાહેબના આશીર્વાદ લઈને ઘરે જાય છે.

રચના કહે; પહેલા મારે તો તારી સાથે ઘણી બધી વાતો કરવાની છે એટલે જમીને તું સુઈ જતી ના પહેલેથી જ તને કહું છું કે આજે તો તારે મને તારી ઘણી બધી વાતો કરવાની છે.

બેલા કહે; સારું હું સાંજે જમીને મોડે સુધી જાગીને વાત કરીશ.

ભાગ/5 વધુ આગળ...

રચના અને બેલા વચ્ચે શું વાત થશે તેમજ બેલાનો ભૂતકાળ કેવો હશે? જાણવા માટે જોડાયેલા રહો...

પ્રતિભાવ ચોક્કસ આપજો.ફરજિયાત નથી.પણ તમને યોગ્ય લાગે તો જરૂર આપજો