Me and my realization - 46 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 46

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું અને મારા અહસાસ - 46

આસું ની વણઝાર ચાલી આંખ માં થી યાદ માં તારી,
આસું ની વણઝાર ચાલી આંખ માં થી ચાહ માં તારી.

રોજ જોયા આયના માં નિત નવા સપના ઓ ને,
આસું ની વણઝાર ચાલી આંખ માં થી રાહ માં તારી.

રોકવા માગું છતાં રોકી શકું ના દિલ ને મારા હું,
આસું ની વણઝાર ચાલી આંખ માં થી લાહ માં તારી.

  *************************

એક લૂંછું ને હજારો આવે છે.
આંસુ આજે બેસુમાર આવે છે.

સાંજ પડતાં ઘેરી લે છે હૈયાને,
યાદમાં તો ધોધમાર આવે છે.

  *************************

મુક્તક
माँ તે માં બીજા બધાં વગડાના વા,
ભીને સુઈ સૂકે સુવાડે તે છે माँ.

જિંદગીભર લાડથી પાલન કરે,
છાતી વળગાડી દુલારે તે છે माँ.

  *************************

"માં" ની તુલના કોઈ સાથે થાય ના,
"માં" જેવી લોરી તો કોઈ ગાય ના.

"માં" વગર સંસાર સૂનો થાય છે,
"માં" વગર ના દિવસો જુઓ જાય ના.

  *************************

આંખ સામે હોય તે દેખાય ના,
વેદના વિરહની ત્યારે થાય છે .

ક્ષણક્ષણો સંભાળીને રાખી હતી,
છોડી અમને અધવચ્ચેથી જાય છે.

છે બધાની ભીતરે જ્વાળા અગન,
ધોમધખતો વાયરો ત્યાં વાય છે.

  *************************

બધી વખતે ભલુ કરવું નકામી વાત લાગે છે,
વફા સામે જફા ના તીર દિલમાં આજ વાગે છે.

  *************************

કોણ જાણે કોણ ત્યાં આવી ગયું,
આપણા ઝઘડામાં તે ફાવી ગયું.

લાગણીઓની રમત રમતાં ગયાં,
વાતો જૂની તે વચ્ચે લાવી ગયું.

  *************************

સંધ્યા ખીલી છે જો,
આંખો ભીની છે જો.

યાદ આવે સખી,
વાતો મીઠી છે જો.

  *************************

*************************

ચાંદમાં દાગ છે,
રાતમાં આગ છે.

માળીને તડપતો,
યાદમાં બાગ છે.

ગીતને સાંભળો,
તાલમાં રાગ છે.

કીમતી હોય એ
ઝાડમાં સાગ છે.

હોળીમાં ગીતોના, 
રાગમાં ફાગ છે.
૩૦-૪-૨૦૨૨

  *************************

કૂવો હવે બંધાવવા ફાંફાં હતા,
પાણી નહીં લોહીના તે પ્યાસા હતા.

કુંભે ગયો ના પૂછશો ના કારણ તું  
બાવા નહીં લોકો બહું નાગા હતા,

  *************************

પાણી ઉપર ચલાય નહીં એ ખબર હતી,
બીજા ઉપર નભાય નહીં એ ખબર હતી.

  *************************

 

હામ હૈયે રાખી ચાલી નીકળ્યો છું,
નાખી ચાલી નીકળ્યો છું. 

 *************************
પારકી પંચાતમાં પડવું નથી,
આપણે તો કોઈને નડવું નથી.

જાહેરાતો ને હવેથી બઁધ કર, 
કોઈની નજરે હવે ચડવું નથી.

  *************************

કોઈ વ્યક્તિ કામ ના લાગ્યું મને,
તીર તારી દૂરીનું વાગ્યું મને.

  *************************

વાત માણસ સુધી જાય તો ઠીક છે,
આટલી વાત સમજાય તો ઠીક છે.

ગામ આખામાં ફર્યા પછી સાંજે તો,
ને ડહાપણ તને થાય તો ઠીક છે.

  *************************

વાત મૈત્રી ની આવે ને તું યાદ આવે
મને,
યાદ દોસ્તી ની આવે ને તું યાદ આવે
મને. 

  *************************

અપેક્ષા ક્યાંક છૂટી જાય નહીં,
હૈયું જો ક્યાંક તૂટી જાય નહીં.

  *************************

આંખથી દર્દ છલકાય છે,
યાદથી દર્દ છલકાય છે.

  *************************

કોઈ આગળ કોઈ પાછળ ચાલશે
આંસુ ભીનો કોઈ કાગળ આવશે

  *************************

પ્રેમ વીણા બેસુરી લાગે છે આજે,
બાંસુરી પણ બેસુરી વાગે છે આજે.

જ્યારથી મથુરા ગયા છોડીને વૃંદા,
સંગ રાધા કાન પણ જાગે છે આજે.

  *************************

માત્ર તારે જ કારણ નવું ઘર થયું
પાસું જીવનનું  તેથી જ સરભર થયું. 

  *************************